Last Update : 06-June-2011, Monday
 
આંતર રાજ્ય ગુન્હેગાર મુંબઇનો મુસ્તાક મધ્યપ્રદેશમાંથી ઝડપાયો
 

શહેરના ચકચારી નિર્મળનગરની આંગડીયા લૂંટનો અપરાધી

ભાવનગર, રવિવાર
ચકચારી નિર્મળનગર આંગડીયા લૂંટ પ્રકરણે ભુપત આહિરની ધરપકડ બાદ વધુ એક લૂંટમા સંકળાયેલ આંતર રાજ્ય ગુન્હેગાર મુંબઇના મુસ્તાક સૈયદની મધ્યપ્રદેશનાં રતલામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ભાવનગર પોલીસે તેને ઝડપી લઇ ભાવનગર લઇ આવ્યા બાદ તેની ૧૪ દિવસનાં રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં હાજર કરવાની તજવીજ હાથ ધરી છે.
મધ્યપ્રદેશના જાવરા ગામે પડાવ નાખી રતલામ ફોન કરવા આવતા ભાવનગર પોલીસે પકડી પાડયો ઃ રીમાન્ડની તજવીજ હાથ ધરાઇ
તા.૨૬-૪-૧૧નાં રોજ ગુજરાત આંગડીયા પેઢીમા નોકરી કરતા ગુજરાત આંગડીયા પેઢીના કર્મચારી જીવણભાઇ સોમાભાઇ પટેલ રહે. વીરાટનગર, અમદાવાદ આંગડીયા પેઢીનો માલ લઇને ભાવનગર ખાતે સુરતથી ગુજરાત આંગડીયા પેઢીમાંથી હીરાના પાર્સલની બેગ લઇ, ઉમીયા ટ્રાવેલ્સમાં ભાવનગર આવી ગઢેચી વડલા ઉતરી, ભાવનગરની ગુજરાત આંગડીયા પેઢીની ઓફીસના હીતેષભાઇ સાથે ઇટરનો મો.સા.મા પાછળ બેસી, ગઢેચી વડલાથી નીર્મળનગર ક્રીસ્ટલ બીલ્ડીંગમાં આવેલ ઓફીસમાં આવવા નીકળેલ હતા. તે દરમ્યાન વહેલી સવારના ૬-૪૫ વાગ્યે નીર્મળનગર, હીરા બજારના નાકા પાસે આવતા બે સાધારણ બાંધાના તથા એક વ્યક્તિ પાતળો અને ઉંચો હતો, તેણે ફાયરીંગ કરી, સાહેદ હીતેશભાઇ તથા ચંદ્રકાન્તભાઇને ગંભીર ઇજાઓ કરી, ફરીને માથાના પાછળના ભાગે કોઇ હથીયારથી ફટકો મારી ઇજા કરી હીરાના પાર્સલો ભરેલ બેગ જેમા ૧૫ હીરાના પાર્સલ કી.રૃા.૧૩,૦૭,૦૦૦ની મત્તાની લૂંટ કરી, મો.સા. ઉપર નાસી ગયેલ હતાં. આરોપીઓ દ્વારા રૃા.૧૩,૦૭,૦૦૦ની માતબર કિંમતના હીરાના પાર્સલની લૂંટ કરી બે મોટર સાયકલમાં શાસ્ત્રીનગર થઇ, કુંભારવાડા સર્કલ તરફ જવાના અમર સોસા.ના ફાટક પાસે મો.સા. લઇ નાસવા ગયેલ પરંતુ, રેલ્વે ફાટક બંધ હોઇ, આ જગ્યાએ ભાવનગર શહેર ડી.ડીવી. પો.સ્ટે.ના હેડ કોન્સ. મીઠુભા ઘનશ્યામસિંહ ગોહીલે પડકારી રોકતા અને નાસતા આરોપીઓને પકડતા આરોપીઓએ તેની ઉપર ફાયરીંગ કરી, જીવલેણ હુમલો કરી નાસી ગયેલ હતાં.
આ ગુન્હો કર્યા બાદ નાસી ગયેલ. આરોપીઓ ભુપત નારણ આહિર, મુસ્તાક, હરીભાઇ તથા આશિષને પકડી પાડવા માટે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી એ.એસ.પી. પ્રદીપ શેજુળ દ્વારા સતત માર્ગદર્શન આપી, રચના કરવામાં આવેલ ટીમોને સુરત, નવસારી, મુંબઇ તેમજ બહારના રાજ્યોમાં મોકલી, તાજેતરમાં બિહાર પોલીસની મદદથી આરોપી ભુપત નારણ આહિરને બિહારના ભોજપુર તાલુકાના આરા નજીક આવેલ જખીરા ગામ ખાતેથી પકડી પાડવામાં આવેલ હતો. માણસો દ્વારા આ ગુન્હામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા મુંબઇના નામચીન ચેઇન સ્નેચર રીઢા આરોપી મુસ્તાક અંગે સતત ટેકનિકલ સર્વેલન્સ રાખી, તેમજ બાતમીદારોથી માહિતી મેળવતા, આરોપી મુસ્તાક હાલમાં મધ્યપ્રદેશના રતલામ વિસ્તારમાં રોકાયેલ હોવાની માહિતી મળતા તાત્કાલીક પી.એસ.આઇ. રાજ્યગુરૃ સહિતના સ્ટાફની ટીમને મધ્યપ્રદેશના રતલામ ખાતે મોકલી આપી, રતલામ એસ.પી. સ્કવોડના પોલીસ સબ ઇન્સ. દીપક વર્મા સહિતના સ્ટાફને મદદમાં રાખી, આરોપી સૈયદ શબ્બીર હૈદર ઉર્ફે મુસ્તાક મહમંદ હુસેન આરીફ હુસેન સૈયદ (ઉ.વ.૩૭) રહે. પ્લોટ નં.૭, રૃમ નં.૫૬, ગેટ નં.૭, ન્યુ. કલેક્ટર કમ્પાઉન્ડ, સાહિદ અબ્દુલ મહમદ રોડ, માલવાણી, મલાડ (વેસ્ટ), મુંબઇને સતત ૨૪ કલાક વોચ દરમિયાન રતલામ ખાતે એસ.ટી.ડી. બુથ ખાતે ફોન કરવા આવતા, પકડી પાડવામાં આવેલ છે. જેની પુછપરછ દરમિયાન પોતે રતલામની નજીક ૩૫ કિ.મી. દૂર આવેલ જાવરા ગામ ખાતે આવેલ જલમે હુસેની મુસાફીર ખાના, હુસૈની ટેકરી ખાતે રોકાયેલ હોવાની હકિકત જણાવતા, આ સરનામે પણ ઝડતી કરવામાં આવેલ અને તેની પાસેથી મોબાઇલ, પાનકાર્ડ વિગેરે ચીજવસ્તુ મળી આવેલ છે. આ આરોપી છેલ્લા ચાર પાંચ દિવસથી જાવરા ખાતે રોકાયેલ હતો અને કોઇને શંકા ન જાય ત માટે ૩૫ કી.મી. દૂર રતલામ ખાતે ફોન કરવા આવતો હતો. પોલીસ દ્વારા ફોન અંગેની માહિતી મેળવવામાં આવે તો પણ જાવરા ખાતે મુસ્લિમ એરીયામાં રહેતો પકડાવવાની શક્યતા ઓછી રહે છે. તેવું વિચારી, જાવરા ખાતે રોકાયેલ હતો. પકડાયેલ આરોપી અગાઉ મુંબઇ ખાતે ઘાટકોપર તથા ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ૧૨ જેટલા ચેઇન સ્નેચિંગના ગુન્હામાં પકડાયેલ છે, જે કેસ હાલમાં કોર્ટમા ચાલુ છે. આ આરોપીને પણ રતલામ કોર્ટમા રજુ કરી, ભાવનગર ખાતે લાવી ધરપકડ કરી, વધુ તપાસ માટે કોર્ટમાં રજુ કરી ૧૪ દિવસના રીમાન્ડ મેળવવાની તજવીજ પી.આઇ. પ્રદિપસિંહ જાડેજાએ હાથ ધરી છે.

Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved