Last Update : 06-June-2011, Monday
 

રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ

 

અભિનેતાને મને નૃત્ય એ લાગણીની અભિવ્યક્તિ અને રોમાન્સની ઉજવણી છે
મુંબઇ તા.૪
૧૮મી જૂનથી સ્ટાર પ્લસ પર દર શનિવારે અને રવિવારે પ્રસારિત થનારા રિયાલિટી શો 'જસ્ટ ડાન્સ'થી ટેલિવિઝનની કારકિર્દી શરૃ કરતો હૃતિક રોશન અને શો બદલ ઘણો ઉત્સાહિત છે. 'મારી ફિલ્મોમાં મને સંતોષ થાય એટલા ડાન્સ કરવા મળતા નથી. આથી હું થાકી જાઉ નહીં ત્યાં સુધી નૃત્ય કરવા માટે મારાં માટે આ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે' એમ હૃતિકે કહ્યું હતું.
આ શોની સંકલ્પનાને કારણે પોતે આ શો સાઇન કર્યો હોવાનું કબૂલ કરતા અભિનેતાએ કહ્યું હતું કે, 'આ શોની સંકલ્પના ઓરિજીનલ અને નવી જ છે. ભારતમાં આ પ્રકારનો શો હજુ સુધી જોવા મળ્યો નથી આ શોમાં ટેલન્ટેડ લોકોને તક મળે છે. અને તેમનું સપનું પૂરું કરવા માટે તેમને પ્રેરણા પૂરી પાડે છે. આ ઉપરાંત રોકડ ઇનામ ઉપરાંત 'જસ્ટ ડાન્સ'ના વિજેતાને મારી સાથે એક મ્યુઝિક વિડિયોમાં કામ કરવાની તક પણ મળશે.'
પ્રથમ ફિલ્મ 'કહોના પ્યાર હૈ'થી જ હૃતિકના ડાન્સે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પરંતુ હૃતિક પોતાને એક કાબેલ ડાન્સર તરીકે ગણતો નથી.' મારા મતે નૃત્ય એ કોઇ લાગણી પ્રદર્શિત કરવાનું કે રોમાન્સની ઉજવણીનું એક માધ્યમ છે. માત્ર હાથ-પગ હલાવવાની એક કળા નથી. અચાનક જ કોઇ કૂદકા મારી ડાન્સ કરવાનું કેમ શરૃ કરી દે છે. એ પ્રશ્નનો ઉત્તર મેળવવાના મારા પ્રયાસ આજ સુધી ચાલું છે. લાગણી વગરના નૃત્યનું મારે મન કોઇ મુલ્ય નથી.' એવી દલીલ પણ હૃતિકે કરી હતી. હૃતિકે એ વાત પણ કબૂલ કરી હતી કે કોઇ ડિસ્કોથેકમાં તે એકલો જ હોય તો તે શાંતિથી ત્યાં ઊભો રહેશે. પરંતુ કોઇ એક ફિલ્મોનો નૃત્ય મહત્ત્વનો ભાગ હશે તો તે તરત જ ડાન્સ કરવા તૈયાર થઇ જશે.
જાણવા મળ્યા પ્રમાણે ઓડિશન દરમિયાન તે સતત વિડિયો જોતો હતો અને શોમાં બીજા નિર્ણાયકો ફારાહ ખાન અને વૈભવી મરચંટ સાથે કોઇ હરીફને સ્પર્ધામાંથી બાકાત કરતા પૂર્વે એક લાંબી ચર્ચા કરતો હતો. આમ છતાં પણ કોઇને નિરાશ કરવાને કારણે તે ઘણો દુઃખી થતો હતો કે તેણે આ લોકોને શક્ય હોય એટલી મદદ કરવા માટે પોતાનો ફોન નંબર પણ આપ્યો હતો.
હૃતિકે સ્પષ્ટ કર્યાં મુજબ તે કડક બની શકતો નથી 'ટીવી પર હું લોકોનું કામ જોઉં છું અને પ્રભાવિત થાઉ છું. પરંતુ દરેક પ્રતિસ્પર્ધી ફાઇનલ સુધી પહોંચી શકતો નથી પરંતુ મને એ બધા તરફ ઘણો આદર છે. આથી તેમની સાથે સલુકાઇથી વાત કરવાનું કામ મારે માટે આસાન છે' એમ હૃતિકે કહ્યું હતું.
Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved