Last Update : 06-June-2011, Monday
 

પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ

 

રણબીર કપૂર તરફનો ગુસ્સો દાખવવામાં સલ્લુ મિયાંએ જરાય કચાશ રહેવા ન દીધી
મુંબઇ, તા.૪
સલમાન ખાન અને રણબીર કપૂરને સારા મિત્રો કહી ન શકાય. ઘણા લોકો તો તેમને મિત્રો માનતા જ નથી. પરંતુ તાજેતરમાં યોજાયેલી એક ઇવેન્ટમાં હાજર રહેલા સલમાન ખાનને રણબીર કપૂર વિશે પૂછવામાં આવતા તેણે ઘણી બધી વાતો કરી હતી એટલું જ નહીં સલમાન ખાન સહ- નિર્મિત 'ચિલ્લર પાર્ટી'માંના રણબીર કપૂરના આઇટમ નંબર વિશે પૂછતાં સલમાને તેનો પણ સારો પ્રતિસાદ આપ્યો હતો. ટૂંકમાં સત્ય હકીકત તો એ છે રણબીર કપૂર વિશે બોલીને સલમાને રણબીરને તેનું સ્થાન દેખાડી દેવાની તક ઝડપી લીધી હતી.
બાળકોની ફિલ્મના પ્રથમ પ્રોમો દર્શાવવા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
તે વખતે મિડિયાએ ત્યાં હાજર રહેલા સલમાનને જ પૂછી લીધું હતું કે તે પોતાની ફિલ્મમાં રણબીરના આઇટમ નંબર માટે સંમત શા માટે થયો હતો, ત્યારે સલમાને હસતાં- હસતાં જણાવ્યું હતું કે, ''દિગ્દર્શક વિકાસ બહલે મને રણબીર કપૂરના વિડિયોની સામાન્ય કલ્પના સમજાવી હતી. તેમાં રણબીરનું પરર્ફોમન્સ જોયા બાદ બાળકો એ નિર્ણય પર આવે છે કે રણબીરનો ડાન્સ સંતોષજનક નથી તેથી તેમણે સલ્લુ પાસે જવું જોઇએ. અને મેં તરત જ હા પાડી દીધી હતી.''
આટલું બોલીને સલમાન ચૂપ નહોતો રહ્યો. પ્રથમ પ્રોમોમાંથી રણબીરનું ગીત ઊડાવી દેવા બદલ, તેણે જણાવ્યું હતું કે, ''આ બધું મારા પર આધાર રાખે છે કે મારે એ ગીત રાખવું કે નહીં. મારે આખે આખું ગીત ઉડાવી દેવું હશે તો તેમ પણ કરીશ.'' સૌથી રસપ્રદ વાત તો એ છે કે તાજેતરમાં રિલિઝ થયેલી સલમાનની 'રેડી'માં પણ રણબીર કપૂર પર વ્યંગ કરવામાં આવ્યો છે. 'રેડી'ની પહેલાની સિકવન્સમાં સલમાન ખાન પ્રેમ કપૂરનું પાત્ર ભજવી રહ્યો છે જે અરબાઝ ખાનની થનારી દુલ્હનને લઇને ભાગી જાય છે. (આ પાત્ર ઝરીન ખાન ભજવે છે) ત્યારે તેમાં એક નાનકડો સંવાદ છે જે અરબાઝ ખાન નિરાશ થઇને બોલે છે કે કપૂર પરિવારના નબીરા કઇ રીતે બીજાની યુવતીઓને લઇને રફૂચક્કર થઇ જાય છે. જો કે ફિલ્મ રિલિઝ વખતે એ સંવાદમાં સુધારો કરાયો હતો. આ વાક્ય સીધું જ રણબીર કપૂર તરફ આંગળી ચીંધે છે જે સલમાન ખાન - કેટરીના કૈફના વણાયેલા સંબંધો માટે જવાબદાર છે. 'વીર'ની હિરોઇન ઝરીન ખાન યાદ હોય તો તેનો દેખાવ પણ ઘણી બધી રીતે કેટરીના જેવો લાગે છે.'' તેમ સૂત્રે જણાવ્યું હતું. લાગે છે સલમાન હવે ધંધામાં સાહસિક બની ગયો છે, અને દરેક ચીજને બારીકાઇથી અને રાજકીય રંગે પણ ચોક્કસ રીતે અમલમાં મૂકી રહ્યો છે.
Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved