Last Update : 4-June-2011, Saturday
 
૩૧૬ કરોડના એરપોર્ટ ટર્મિનલ પર પહેલા જ વરસાદે પાણી ચૂવ્યું

 

અમદાવાદ, શુક્રવાર
આજરોજ અમદાવાદમાં પ્રથમ જ વરસાદમાં સરદાર પટેલ આંતરરાષ્ટ્રિય એરપોર્ટના ટર્મિનલ સંકુલની અંદરની તરફે છતમાંથી પાણી ચૂવવાની ઘટના બનતા એરપોર્ટ ઓથોરિટીના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. ચોંકાવનારી બાબત તો એ છે કે વરસાદી પાણી એરપોર્ટના ગત વર્ષે જ ખુલ્લા મૂકાયેલા નવા ટર્મિનલમાં ચૂવ્યું છે.
મુસાફર પાસેથી સેંકડો રૃપિયાની યુઝર ફી વસૂલતું તંત્ર ગત વર્ષના અનુભવ પછીય ચેત્યું નહીં
એરપોર્ટના નવા ટર્મિનલનું ગત વર્ષે કેન્દ્રિય નાગરિક ઉડડયન મંત્રી પ્રફુલ પટેલે મોટી મોટી બડાશો હાંકીને ઉદ્ધાટન કર્યું હતું. આ ટર્મિનલ અઢી વર્ષ મોડું ખુલ્લું મૂકાયું હતું અને તેનો ખર્ચ પણ મૂળ અંદાજથી કરોડો રૃપિયા વધી ગયો હતો. જો કે રૃપિયા ૩૧૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા એરપોર્ટના નવા ટર્મિનલ પર એક શનિવારની રાત્રે દસ ઇંચ વરસાદ વરસી જતા ટર્મિનલની અંદર ધધૂડાબંધ પાણી ચૂવવા માંડયું હતું અને ફ્લોર સાફ કરવા માણસો ભાડે રખાયા હતા. નસીબજોગે એ વખતે ટર્મિનલ શરૃ થયું ન હતુ અને તેથીજ એમ માનવામાં આવતું હતું કે એરપોર્ટ ઓથોરિટી પાસે તક છે કે તે છતને દુરસ્ત કરી શકે.
જો કે આ ચોમાસે હજુ તો પાશેરામાં પૂણી જેવો એક જ વરસાદ પડયો ત્યાં જ પાણી ચૂવવા માંડયું છે. ડિપાર્ચરમાં ચેક ઇન કાઉન્ટર અગાઉ અને અરાઇવલમાં પણ પાણી ચૂવ્યું છ ત્યારે મુસાફર દીઠ સેંકડો રૃપિયાનો યુઝર ડેવલપમેન્ટ ચાર્જ ઉઘરાવતા એરપોર્ટ તંત્રએ ૩૧૬ કરોડનો ખર્ચો કોના લાભાર્થે કર્યો અને વોટરપ્રૂફીંગ જેવું ક્ષુલ્લક કામ કરતા આવડયું નહીં કે શું એવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

 

હરેશ પંચાલે ઘર તથા ઓફિસ ભાડે રાખી હતી
શ્રધ્ધા સબુરી ઈન્વેસ્ટમેન્ટ સંચાલકની ઓફિસ,ઘરે દરોડા

અમદાવાદ, શુક્રવાર
શ્રધ્ધા સબુરી ઇન્વેસ્ટમેન્ટના સંચાલક હરેશ પંચાલ સામે ફરિયાદ નોધાયા બાદ પોલીસે આજે તેની ઓફિસ અને નારણપુરા સ્થિત ઘેર દરોડા પાડયા હતા અને પાંચ કમ્પ્યુટર સીઝ કર્યેા હતા અને ત્રણ બેન્કના ખાતા સીલ કરીને મહત્વની ફાઇલો કબજે કરી છે.
ઓફિસમાંથી પાંચ કમ્પ્યુટર મળ્યાંઃ ત્રણ બેન્કના ખાતાં સીલ કરીને મહત્વની ફાઇલો કબજે કરી
પંચવટીના તિલકરાજ કોમ્પલેક્સમાં આવેલી શ્રધ્ધા સબુરી ઈન્વેસ્ટમેન્ટના સંચાલકના હરેશ પંચાલ વિરુધ્ધ સરખેજમાં રહેતા હરીશ મેમણે અને જુહાપુરામાં રહેતા જાવેદ જાફર હુસેન શેખે ફરિયાદ નોધાઇ હતી જેના પગલે આજે ક્રાઇમબ્રાન્ચે હરેશ પંચાલના ઘેર નારણપુરાના ગ્રીનપાર્ક ખાતે તેમજ પંચવટીની ઓફિસે દરોડા પાડયા હતા. પોલીસે ઓફિસે મહત્વની ફાઇલો કબજે કરીને આઇડીબીઆઇ અને એચડીએફસી બેન્ક સહિત ત્રણ બેન્કમાં ખાતા હેાવાની વિગતો પ્રાપ્ત થઇ છે. પોલીસે આ બેન્ક એકાઉન્ટની તપાસ હાથ ધરી છે.
હરેશ પંચાલે નારણપુરાનું મકાન અને ઓફિસ બંન્ને ભાડે રાખ્યા હતા. તે મકાન ખાલી કરીને પરિવાર સાથે પલાયન થઇ ગયો છે. હરેશ પંચાલ એક મહિના અગાઉ હોસ્પિલમાં દાખલ હતો. બાદમાં તે ભૂગર્ભમાં જતો રહ્યો છે. કલોલ ખાતે છૂપાયો હોવાની શકા આધારે પોલીસે ત્યાં ખાનગી રાહે તપાસ શરૃ કરી છે.

 

Share |
  More News
ટ્રેન પ્રવાસ દરમિયાન સલામતી જાળવવાની અપીલ હવે 'ખિલાડી' અક્ષય કુમાર કરશે
સલમાન ખાને અમિતાભ બચ્ચનની ફિલ્મનું ટ્રેલર તેની ફિલ્મ સાથે ન દેખાડયું
કરીના કપૂરના મીણના પૂતળાનું અનાવરણ સૈફ અલી ખાનના જન્મદિવસે કરવામાં આવશે
રજનીકાંતનું સ્વાસ્થ્ય કથળ્યાં પછી અગાઉની જેમ સ્ટંટ દ્રશ્યો કરવા અશક્ય
પોતાની મહત્વાકાંક્ષી ફિલ્મ પાછળ શાહરૃખ ખાનનો રૃા.૨૦૦ કરોડનો જુગાર
અજિત પવારના ફરીથી બાળ ઠાકરે પર પ્રહારથી વધેલો ઉશ્કેરાટ
ચૂંટણી વખતે ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીનમાં નેગેટિવ વૉટની જોગવાઈ કરો
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘડાયેલી વ્યસન-મુક્તિ નીતિ
દીકરી પર છરીની અણીએ બળાત્કાર ઃ બાપથી બચવા બેટીએ ઝેર પીધું
  More News
આજે ભારત અને વેસ્ટ ઇંડિઝ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો ઃ યુવા ટેલેન્ટને તક
એક જમાનામાં વેસ્ટ ઇંડિઝના પ્રવાસે જતા ક્રિકેટરો ડરતા હતા
મને મારી રમતથી હજુ સંતોષ નથીઃ નિવૃત્તિની કલ્પના જ નથી કરી શકતો
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડની મદદે ફરી કુકની અડીખમ બેટિંગ
મરેને હરાવીને નડાલ ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં
અમેરિકી સ્પેલિંગ સ્પર્ધામાં મૂળ ભારતીય વિદ્યાર્થીની ચેમ્પિયન
રશિયાના શસ્ત્રાગારમાં ભીષણ આગ ઃ ૨૮ હજારનું સ્થળાંતર
લશ્કર-એ-તોઈબા ભારત અને અમેરિકા બન્ને માટે જોખમી
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૩૦ ટકાથી પણ વધુ ઘટાડો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

દીકરાને વાંચવામાં તકલીફ ના પડે તે માટે ઘરના સભ્યો બહાર બેસવા જતા
ટિ્‌વન્સની માર્કશીટમાં ૧૧ માર્ક્સનો તફાવત
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved