Last Update : 31-May-2011, Tuesday
 
ઇંધણ બચાવવા પહોળા ૭૭૭ વિમાનોના બદલે સાંકડા વિમાન મૂકાયા
પંદર દિવસ માટે એર ઇન્ડિયાના સમયપત્રકમાં ફેરફારો
અમદાવાદ, સોમવાર
એક તરફ ગુજરાતને અમેરિકા, કેનેડા અને લંડન સાથે એર ઇન્ડિયા જોડે છે બીજી તરફ એર ઇન્ડિયા અવારનવાર તરેહ તરેહના કારણોથી તદ્દન અનિશ્ચિત રીતે ઉપડે છે. હવે તાજા ક્રમમાં ઓઇલ કંપનીઓએ એર ઇન્ડિયાને ઇંધણ આપવાની ના કહી દેતા ફરીથી તેની રૃટમાં અને વિમાનોના પ્રકારમાં ફેરફાર થયા છે. અગાઉથી બુકીંગ કરાવનાર પ્રવાસીઓ ફરીથી પોતાની ફ્લાઇટ અંગે તપાસ કરવામાં વ્યસ્ત થઇ ગયા છે.
એર ઇન્ડિયાની સમસ્યાઓ અંતવિહિનઃ દિલ્હી હબ,પાયલોટની હડતાલ બાદ હવે ઇંધણનો પ્રશ્ન
એર ઇન્ડિયાને પાછલા કેટલાક સમયથી ગ્રહણ લાગેલું છે. સૌ પ્રથમ તો ફ્રેન્કફર્ટના બદલે દિલ્હીને હબ બનાવાયું અને તેમાં એવી ગરબડો થઇ કે દિલ્હી એરપોર્ટ પર અમદાવાદના મુસાફરોએ નારા લગાવવાનો વખત આવ્યો. આ પછી બધું માંડ થાળે પડયું તો પાયલોટોની હડતાલ થઇ અને કેટલાક રૃટ કેન્સલ થયા તો કેટલાકમાં મોટા ફેરફાર થયા.
હવે એર ઇન્ડિયાએ પૈસા ન ચૂકવ્યા હોવાથી ઓઇલ કંપનીઓએ તેને ઇંધણ આપવાનુ બંધ કર્યું હોવાનો તાજો ઘટનાક્રમ અસ્તિત્વમાં આવ્યો છે જેની અસર પણ રૃટો પર થઇ છે.
અમદાવાદ-મુંબઇ વચ્ચે જે પહોળું વિમાન ઉડતું હતું તેના સ્થાને હવે સાંકડું વિમાન મૂકવામા આવ્યુ છ કે જેથી ઇંઘણ બચાવી શકાય. એટલેકે બોઇંગ ૭૭૭ના બદલે એરબસ ૩૨૧ વિમાન મૂકવામાં આવ્યું છે. અગાઉ એર ઇન્ડિયાએ બહુ હોંશભેર જાહેરાત કરી હતી કે અમદાવાદથી નેવાર્ક જતા મુસાફરોએ મુંબઇમાં ઉતરીને વિમાન બદલવું નહીં પડે. પરંતુ નવી પરિસ્થિતિમાં તેમણે વિમાન બદલવું પડશે. એટલું જ નહીં પણ આ વિમાન દિલ્હીથી આવવાનું હોવાથી દિલ્હીની કોઇપણ સ્થિતિની અસર આ ફ્લાઇટના અમદાવાદના મુસાફરોને પડશે.
પંદર દિવસ માટે બદલાયેલા સમયપત્રક અનુસાર મસ્કત જતી ફ્લાઇટ અબુધાબી થઇને જશે. તો ૧૩૧ ક્રમાંકની ફ્લાઇટ અમદાવાદથી લંડન જતી હતી તેના સ્થાને હવે ૧૪૪ ક્રમાંકની ફ્લાઇટ ઉપડશે. નેવાર્ક અને અમદાવાદ વચ્ચેની ફ્લાઇટ મુંબઇ થઇને લંડન જશે. ૧૩૧ નંબરની ફ્લાઇટ અગાઉ દસ વાગ્યે ઉપડતી હતી તે હવે ૧૧ વાગ્યે ઉપડે છે.
જોવાની વાત એ છે કે આ બદલાયેલા સમયપત્રકની એર ઇન્ડિયા દ્વારા કોઇપણ જાહેરાત કરવામાં આવી નથી જેના કારણે લોકોને સરળતાથી માહિતી મળી નથી રહી.

 

Share |
  More News
આ દિવાળીમાં હિમેશ રેશમિયા શાહરૃખ સાથે ટક્કર લેવા તૈયાર
ઐશ્વર્યા રાય સાથે જોડી જમાવવાની રેસમાં રણબીર, ઇમરાન અને પ્રતીક સામેલ
અરબાઝ સાથેના બ્રેકઅપની વાતને રદિયો આપતી મલાઇકા અરોરા
માધુરી દીક્ષિત હવે અમેરિકામાં 'બિઝનેસવુમન' બનવાની તૈયારીમાં
રજનીકાંતને સારી સારવાર માટે સિંગાપોર લઇ જવાનું સૂચન અમિતાભ બચ્ચનનું
આર્થિક ગુના અટકાવવા સેમિનાર ને 'ઠગ સમ્રાટો'ની ઉઘાડી લૂંટ
ઝુંપડાવાસીઓને હવે ૨૦૧૦ની નવી યોજના હેઠળ પુનઃસ્થાપિત કરાશે
ગુજરાતમાં માનવવસતિમાં દિપડાનો વસવાટ ૫ વર્ષમાં ૪૦ ટકા વધ્યો !
બેન્કના કેશીયરોએ જ ખાતેદારોને પ્રસાદી આપી કરોડોનો ચૂનો ચોપડયો
  More News
૯૬ રનની જ સરસાઈ છતાં ઈંગ્લેન્ડ એક ઈનિંગથી જીત્યું
ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને પ્રથમ બે વન-ડેમાં ગેલને પડતો મૂક્યો
રૈનાની કેપ્ટન્સી હેઠળ હું રમવા નથી માંગતો તેવા રીપોર્ટથી વ્યથીત
અમને ચેમ્પિયન બનવાની પૂરી શ્રદ્ધા હતી પણ આખરે નિરાશ થયા
યોકોવિચ ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઈનલમાં નડાલની પણ આગેકૂચ
વધારાનો માળ બાંધવા બદલ સિધ્ધિવિનાયક ટ્રસ્ટ મુશ્કેલીમાં
તમાકુ મુક્ત કંપનીમાં પરિવર્તિત થવાનો બજાજ ઇલેકટ્રીકલ્સનો નિર્ધાર
મંુબઈગરાને પૂરતું પાણી મેળવવાનાં ફાંફાં ત્યારે પ્રધાનોને ત્યાં રેલમછેલ
મેમાં પરંપરાથી વિપરીત કોલાબામાં સાંતાક્રુઝ કરતાં વધુ તાપમાન રહ્યું
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

યુવા સંન્યાસીઓ શાળાનું શિક્ષણ અને ધર્મના શિક્ષણનો તફાવત દર્શાવતા કહે છે,
છેલ્લા બે વર્ષથી સેલેબ્રિટીનો સતત સૂકાતો ક્રેઝ
જૂના પુસ્તકોની લે- વેચનો બિઝનેસ ચાર કરોડે પહોંચ્યો
મા-દીકરાના કપરા સંઘર્ષ પછીની મીઠી સફળતા
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved