Last Update : 30-May-2011, Monday
 
કાઉન્સિલમાં નોંધણી ન કરાવનારી ફાર્મસી કોલેજમાં પ્રવેશ નહીં અપાય
 

શરૃઆતમાં પ્રવેશ આપવાની જાહેરાત કર્યા બાદ સમિતિ ઝુકી

અમદાવાદ,રવિવાર
ડીગ્રી એન્જિનિયરીં-ફાર્મસીમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ કરી દેવામાં આવી છે.બીજીબાજુ પ્રવેશની કાર્યવાહી શરૃ થાય તે પહેલા જ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ગુજરાત) દ્વારા તમામ ફાર્મસી કોલેજોને ફરજીયાત નોંધણી કરાવી દેવાની સૂચના આપવામાં આવી છે. જે કોલેજો નોંધણી ન કરાવે તેમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવો તેવી સૂચના પણ કાઉન્સિલ દ્વારા પ્રવેશ સમિતિને આપવામાં આવી છે. જો કે,પ્રવેશ સમિતિએ પણ હવે આખરે કાઉન્સિલ સામે ઝુકીને તમામ કોલેજોને વહેલી તકે નોંધણી કરાવી લેવા અને નોંધણી ન થાય તો વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાની સ્પષ્ટતાં કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
વહેલી તકે કોલેજોને નોંધણી કરાવી લેવા તાકિદ ઃ ૪૫ કોલેજોએ હજુસુધી નોંધણી કરાવવાની પ્રક્રિયા પણ શરૃ ન કરતાં મુશ્કેલી
પ્રાપ્ત વિગતો અનુસાર એઆઇસીટીઇ અને ફાર્મસી કાઉન્સિલ વચ્ચેના ગજગ્રાહના કારણે દરવર્ષે પ્રવેશ સમયે એડમીશન કમિટી અને ગુજરાત ફાર્મસી કાઉન્સિલ વચ્ચે વિવાદ સર્જાતો હોય છે. ચાલુવર્ષે ફાર્મસી કાઉન્સિલે નોંધણી વિનાની કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ નહી આપવાની સૂચના આપતો પરિપત્ર મોકલવામાં આવ્યો હતો. જો કે, પ્રવેશ સમિતિએ માત્ર એઆઇસીટીઇના નિયમોનો અનુસરવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ફાર્મસી કોલેજનો મંજુરી એઆઇસીટીઇ દ્વારા આપવામાં આવે છે. મંજુરી પછી કોલેજોને નોંધણી કરાવી છે કે નહી તે પ્રવેશ સમિતિએ જોવાનું હોતું નથી.
ફાર્મસી કાઉન્સિલે ફરીવાર નોંધણી વિનાની કોલેજોમાં પ્રવેશની ફાળવણી ન કરવા સૂચના આપતાં પ્રવેશ સમિતિએ આ મુદ્દાને ગંભીરતાથી લેવાનું નક્કી કર્યું છે.જેમાં પ્રવેશ સમિતિએ તમામ ફાર્મસી કોલેજોને વહેલામાં વહેલી તકે કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. જે કોલેજોએ ગુજરાતની કાઉન્સિલમાં નોંધણી કરાવી ન હોય તેમાં પ્રવેશ નહી ફાળવવાનું પણ નક્કી કર્યું છે.સૂત્રો કહે છે રાજયમાં કુલ ૧૧૯ જેટલી ફાર્મસી કોલેજો આવેલી છે જે પૈકી ૨૮ કોલેજો એવી છે ક જેમણે કાઉન્સિલની સૂચના પ્રમાણે નોંધણી કરાવી લીધી છે. આ ઉપરાંત અન્ય ૩૨ જેટલી કોલેજોએ કાઉન્સિલમાં નોંધણી કરાવવા માટેની પ્રક્રિયા શરૃ કરી દીધી છે.
જયારે અંદાજે ૪૫ જેટલી ફાર્મસી કોલેજો એવી છે કે જેઓએ હજુસુધી ફાર્મસી કાઉન્સિલમાં નોંધણી કરાવવા માટેની કોઇ પ્રક્રિયા શરૃ કરી નથી. જેમાં ૧૯ કોલેજોએ તો હજુસુધી આ અંગેની કોઇ કાર્યવાહી શરૃ કરવાની પણ દરકાર કરી નથી. પ્રવેશ પ્રક્રિયા પહેલા આ કોલેજો નોંધણી ન કરાવે તો તેમાં વિદ્યાર્થીઓને પ્રવેશ નહી આપવાની જાહેરાત પણ સમિતિ દ્વારા કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ફાર્મસી કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો તે મુદ્દે હજુ વિવાદ
અમદાવાદ,રવિવાર
ફાર્મસી કાઉન્સિલ અને એઆઇસીટીઇ વચ્ચેના વિવાદના કારણે દરવર્ષે ગુજરાતના વિદ્યાર્થીઓએ પરશાની ભોગવવી પડતી હોય છે. ભૂતકાળમાં કાઉન્સિલમાં ફાર્મસી કોલેજની નોંધણી ન કરાવનારી કોલેજોમાં પણ પ્રવેશ સમિતિએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધા હતા. અભ્યાસ પુરો કર્યા બાદ આવી કોલેજોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ પોતાનું વ્યકિતગત રજીસ્ટ્રેશન કરાવવામાં પણ મુશ્કેલી નડતી હતી. આ મુદ્દે અનેક વિવાદો પણ ઉભા થયા હતા. આ ઉપરાંત ફાર્મસી કાઉન્સિલ એક કોલેજમાં ૧૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશની મંજુરી આપે છે જયારે એઆઇસીટીઇ ૧૮૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પરવાનગી આપતી હોવાના કારણે ૧૦૦ ઉપરના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં કાઉન્સિલ વાંધો ઉઠાવતી હતી. ચાલુ વર્ષે નોંધણી વિનાની કોલેજમાં પ્રવશ ન ફાળવવાની જાહેરાત કરી છે પરંતુ કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો તે મુદ્દે હજુપણ દ્વિધા હોવાનું બહાર આવ્યું છે.

 

Share |
  More News
ધોનીનો સિતારો વધુ બુલંદ ઃ વર્લ્ડ કપ બાદ આઇપીએલમાં પણ ચેમ્પિયન
આઇપીએલમાં ચેન્નઇએ નિર્ણાયક મેચમાં વિજયી દેખાવ કરી બતાવ્યો
ચેન્નઇ જબરદસ્ત ટીમ વર્કને સહારે IPLમાં ચેમ્પિયન બન્યું
આઇપીએલ-૪માં ગેલ, મલિંગા અને પોલાર્ડે આકર્ષણ જમાવ્યું
પ્રથમ ટેસ્ટઃ શ્રીલંકાના પ્રથમ ઇનિંગમાં ૪૦૦ રનમાં ઓલઆઉટ
સલમાન ખાન ફરી એકવાર લાંબા કાનૂની જંગમાં ફસાય એવી શક્યતા
બેબો ટોરોન્ટોમાં યોજાનારા એવોર્ડસ સમારોહમાં હાજર રહેવાની નથી ઃ
રામગોપાલ વર્માની આગામી ફિલ્મ સામે નિતેશ રાણેએ બાંયો ચઢાવી
હોમ પ્રોડકશનની ફિલ્મના એક ગીતના કેટલાક શબ્દો સામે શાહરૃખ ખાનનો વિરોધ
  More News
ગુજરાતમાં ખેડૂતોને અપાતી વીજળીના ભાવ વધવાની દહેશત
ખેડૂત આંદોલન બાદ ૧૯ જિલ્લા ને ૨૬ તાલુકા પ્રમુખો બદલાશે
વેટ વિભાગે ૪૦ લાખનાં મોબાઇલનું પાર્સલ જપ્ત કર્યું
ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૧.૬ ડિગ્રી ગરમી
વડોદરા પોલીસના સસ્પેન્ડ ASI ને પ્રત્યેક તોડમાં રૃા. ૧૦ થી ૧૫ હજાર કમિશન મળતું હતું
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૮૬૩૩થી ૧૭૮૯૯, નિફટી ૫૫૮૮થી ૫૩૬૬ વચ્ચે અથડાશે
ચાંદીના ભાવો ઉંચા મથાળેથી રૃ.૨૦૦ ઘટયા ઃ સોનામાં આગેકૂચ
ટૂંકાગાળાના ફિકસ્ડ મેચ્યુરીટી પ્લાનથી ઊભરાઈ રહેલા બજાર
ભારતીય કંપનીઓ દ્વારા સમગ્ર વિશ્વમાં પોતાના વ્યાપમાં વધારો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

તમારૃ પ્રથમ સંતાન કયું હોય તો તમને ગમે..છોકરો કે છોકરી...?

કાચીંડાની જેમ રંગ બદલતી રણગાડી CHAMELEON TANKS
ફોટોગ્રાફી તમારી 'ક્રિએટિવિટી' દર્શાવે છે
ઇટાલિઅન બાલ્દી..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

ફોરેનની ફેક યુનિવર્સિટીને ફાઈન્ડ કરવાનો અનોખો ફંડા
દેશમાં કે વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓનો કલ્ચરલ પ્રેફરન્સ
સ્કૂલ યુનિફોર્મ માર્કેટના મેદાનમાં ફેશન ડિઝાઈનરો
મા-દીકરાના કપરા સંઘર્ષ પછીની મીઠી સફળતા
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved