Last Update : 30-May-2011, Monday
 

'ઠગ' તરૃણે પોલીસથી બચવા ૩ મકાનો રાખ્યા

 
પોલીસ અધિકારીઓના નામે છેતરપીંડી કરતા

અમદાવાદ, રવિવાર
ડી.આઈ.જી.ના નામે ફોન કરીને ઠગાઈ કરતા પકડાયેલા પોલીસપુત્ર તરૃણ બારોટે પોલીસથી બચવા માટે મહેસાણા અને પાટણમાં ત્રણ મકાનો ભાડે રાખ્યા હતા. પોલીસ કહે છે કે, તરૃણ તેની ઠગાઈલીલાના તમામ પાના ખોલતો નથી.
મહેસાણામાં પોલીસ ઈન્સ્પેક્ટરના નામે વાસણો મગાવ્યાઃ અમદાવાદમાં ૩ કિસ્સા
ડી.આઈ.જી. તોમરના નામે એ.સી. અને એલ.સી.ડી. ખરીદી અમદાવાદના ત્રણ વેપારીઓ સાથે ઠગાઈ કરવાના આરોપસર મહેસાણાના તરૃણ ભરતભાઈ બારોટની યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી હતી. તરૃણે કારંજ અને ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ઠગાઈ કરી હતી. હાલમાં કારંજ પોલીસે તેની ધરપકડ કરી છે. ચાંદખેડામાં હેરકટીંગ સલૂનવાળાની ઓળખથી એલ.સી.ડી. ખરીદી તરૃણે નકલી ચેક આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. ચાંદખેડા પોલીસ પણ તરૃણ બારોટની ધરપકડ કરી પૂછપરછ કરશે.
પોલીસ તપાસમાં એવી વિગતો પણ ખૂલી છે કે, મહેસાણામાં પી.આઈ. વ્યાસના નામે તરૃણ બારોટે વાસણના વેપારી પાસેથી રૃા. ૩૫,૦૦૦ના વાસણો મગાવ્યા હતા. વાસણ મેળવી પૈસા નહીં ચૂકવ્યાની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ થઈ છે. યુનિવર્સિટીના પી.એસ.આઈ. પી.ટી. રાણાએ જણાવ્યું કે, પોલીસ પુત્ર તરૃણ બારોટે પોલીસથી બચવા માટે મહેસાણા અને પાટણમાં ત્રણ મકાનો ભાડે રાખ્યા હતા. પિતાથી અલગ રહેતો તરૃણ ભાડાના મકાનમાં ચાર-પાંચ દિવસ જ રહેતો પછી બીજા મકાનમાં ચાલ્યો જતો કે જેથી પોલીસથી બચી શકાય. તરૃણ ભાડાના મકાનમાં ઠગાઈથી મેળવેલો સામાન રાખતો હતો. છેલ્લા બે વર્ષથી પોલીસ માટે પરેશાનીનું કારણ બનેલો તરૃણ પોતાની ઠગાઈલીલાના પાના ખોલતો નથી તેવો રીઢો છે. જાહેર થયેલા છ જેટલા કિસ્સાથી વધુ ઠગાઈ તરૃણે કર્યાની પોલીસને આશંકા છે.

 

Share |
  More News
ધોનીનો સિતારો વધુ બુલંદ ઃ વર્લ્ડ કપ બાદ આઇપીએલમાં પણ ચેમ્પિયન
આઇપીએલમાં ચેન્નઇએ નિર્ણાયક મેચમાં વિજયી દેખાવ કરી બતાવ્યો
ચેન્નઇ જબરદસ્ત ટીમ વર્કને સહારે IPLમાં ચેમ્પિયન બન્યું
આઇપીએલ-૪માં ગેલ, મલિંગા અને પોલાર્ડે આકર્ષણ જમાવ્યું
પ્રથમ ટેસ્ટઃ શ્રીલંકાના પ્રથમ ઇનિંગમાં ૪૦૦ રનમાં ઓલઆઉટ
સલમાન ખાન ફરી એકવાર લાંબા કાનૂની જંગમાં ફસાય એવી શક્યતા
બેબો ટોરોન્ટોમાં યોજાનારા એવોર્ડસ સમારોહમાં હાજર રહેવાની નથી ઃ
રામગોપાલ વર્માની આગામી ફિલ્મ સામે નિતેશ રાણેએ બાંયો ચઢાવી
હોમ પ્રોડકશનની ફિલ્મના એક ગીતના કેટલાક શબ્દો સામે શાહરૃખ ખાનનો વિરોધ
  More News
ગુજરાતમાં ખેડૂતોને અપાતી વીજળીના ભાવ વધવાની દહેશત
ખેડૂત આંદોલન બાદ ૧૯ જિલ્લા ને ૨૬ તાલુકા પ્રમુખો બદલાશે
વેટ વિભાગે ૪૦ લાખનાં મોબાઇલનું પાર્સલ જપ્ત કર્યું
ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૧.૬ ડિગ્રી ગરમી
વડોદરા પોલીસના સસ્પેન્ડ ASI ને પ્રત્યેક તોડમાં રૃા. ૧૦ થી ૧૫ હજાર કમિશન મળતું હતું
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૮૬૩૩થી ૧૭૮૯૯, નિફટી ૫૫૮૮થી ૫૩૬૬ વચ્ચે અથડાશે
ચાંદીના ભાવો ઉંચા મથાળેથી રૃ.૨૦૦ ઘટયા ઃ સોનામાં આગેકૂચ
ટૂંકાગાળાના ફિકસ્ડ મેચ્યુરીટી પ્લાનથી ઊભરાઈ રહેલા બજાર
ભારતીય કંપનીઓ દ્વારા સમગ્ર વિશ્વમાં પોતાના વ્યાપમાં વધારો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

તમારૃ પ્રથમ સંતાન કયું હોય તો તમને ગમે..છોકરો કે છોકરી...?

કાચીંડાની જેમ રંગ બદલતી રણગાડી CHAMELEON TANKS
ફોટોગ્રાફી તમારી 'ક્રિએટિવિટી' દર્શાવે છે
ઇટાલિઅન બાલ્દી..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

ફોરેનની ફેક યુનિવર્સિટીને ફાઈન્ડ કરવાનો અનોખો ફંડા
દેશમાં કે વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓનો કલ્ચરલ પ્રેફરન્સ
સ્કૂલ યુનિફોર્મ માર્કેટના મેદાનમાં ફેશન ડિઝાઈનરો
મા-દીકરાના કપરા સંઘર્ષ પછીની મીઠી સફળતા
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved