Last Update : 28-May-2011, Saturday
 

મેડિકલ-પેરા મેડિકલના ફોર્મ સ્વીકારવામાં ભારે અવ્યવસ્થા

રાજયભરમાંથી આવેલા વિદ્યાર્થી-વાલીઓ રઝળતાં રહ્યા
અમદાવાદ,શુક્રવાર
ધો.૧૨ સાયન્સના પરિણામ બાદ મેડિકલ અને પેરા મેડિકલમાં પ્રવેશ માટે રાજયની જુદી જુદી ખાનગી બેંકો મારફતે પ્રવેશ ફોર્મનું વિતરણ શરૃ કરવામાં આવ્યું હતું.આજથી ભરેલા ફોર્મ માત્ર બી.જે.મેડિકલ કોલેજમાં જ સ્વીકારવાનું શરૃ કરવામાં આવ્યું હતુ.ં જો કે,કોલેજમાં અપુરતી વ્યવસ્થા અને જરૃરયાત પ્રમાણે કાઉન્ટર લગાવવામાં ન આવતાં રાજયના અંતરિયાળ વિસ્તારોમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં પરત જવું પડયુ હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. પ્રથમ દિવસે અંદાજે ૧૩૬૧ જેટલા ફોર્મ જમા થયા હોવાનું જાણવા મળ્યું હતું.
ફોર્મ વિતરણ માટે ખાનગી બેંકનો સહારો લીધા બાદ સમિતિના માત્ર બી.જે.મેડિકલમાં જ ફોર્મ સ્વીકારવાના નિર્ણય સામે રોષ
પ્રાપ્ત વિગતો અનુસાર ડીગ્રી ઇજનેરી-ફાર્મસીમાં છેલ્લા બે વર્ષથી ઓન લાઇન એડમીશન સીસ્ટમનો અમલ શરૃ કરી દેવામાં આવ્યો છે. બીજીબાજુ મેડિકલ અને પેરા મેડિકલમાં હજુપણ જૂની સીસ્ટમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાલુવર્ષે ધો.૧૨ સાયન્સના પરિણામ બાદ તા.૨૫મીથી રાજયની જુદા જુદા વિસ્તારમાં આવેલી ખાનગી બેંક મારફતે પ્રવેશ ફોર્મનું વિતરણ શરૃ કરવામાં આવ્યું હતુ.ં વિદ્યાર્થીઓ કહે છે આ બેંકની શાખા રાજયના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ દૂર દૂર સુધી ફોર્મ લેવા માટે જવું પડયું હતું.
મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા ભરેલા ફોર્મ માત્ર બી.જે.મેડિકલ કોલેજોમાં રૃબરૃમાં જ સ્વીકારવાની જાહેરાત કરવામાં આવી હતી. આજથી બી.જે.મેડિકલ કોલેજમાં ફોર્મ સ્વીકારવાનું શરૃ કરવામાં આવ્યું હતું. જો કે, પ્રથમ દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ફોર્મ જમા કરાવવા માટે આવી જતાં ભારે અવ્યવસ્થા અને અરાજક્તાભરી સ્થિતિ સર્જાઇ હતી. વિદ્યાર્થીઓ કહે છે ફોર્મ સ્વીકારવા માટે માત્ર ગણતરીના કાઉન્ટરો રાખવામાં આવતાં રાજયભરના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડયું હતું. કાર્યવાહીમાં વચ્ચે લાઇટ જતી રહેતા ભારે પરેશાની ઉભી થઇ હતી. ઉનાળાની ગરમીમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાના કારણે વાલીઓ ભારે રોષે ભરાયા હતા. મોડી સાંજ સુધી ચાલેલી કાર્યવાહી છતાં અમુક વિદ્યાર્થીઓએ ફોર્મ જમા કરાવ્યા વિના પરત જવું પડયું હોવાની ફરિયાદ પણ ઉઠી હતી. વિદ્યાર્થીઓ કહે છે ટેકનોલોજીના જમાનામાં મેડિકલ પ્રવેશ સમિતિ ફોર્મનું વિતરણ ખાનગી બેંકો મારફતે કરે છે પરંતુ ભરેલા ફોર્મ સ્વીકારવા માટે જુદા જુદા શહેરોની સરકારી કોલેજોમાં વ્યવસ્થા કરી શકતા નથી જેના કારણે ઉનાળામાં વિદ્યાર્થીઓએ અમદાવાદ સુધી લાંબા થવું પડે છે.

 

Share |
  More News
દેશભરમાંથી ચાહકોનો રોષ ઃ વર્લ્ડ કપ જીત્યા બાદ ક્રિકેટરો છકી ગયા છે
ફ્રેન્ચ ઓપનમાં ફેડરર અને નડાલની આગેકૂચ ઃ વોઝનીઆકી-સ્ટોસુર બહાર
ગંભીરના કમિટમેન્ટ સામે સવાલ ન ઉઠાવવો જોઇએ
આજે IPLની ફાઈનલ ઃ જીતવા માટે ચેન્નઈ હોટ ફેવરિટ
ચેન્નઇને આજની ફાઇનલમાં હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળશે
મુંબઈ હુમલામાં તોઈબાને બે વખત નિષ્ફળતા સાંપડી હતી
મુંબઈ હુમલા પછી હેડલીની પત્ની પણ ખુશ થઈ હતી
CIAના નિષ્ણાતો બિન લાદેનના અબોટાબાદના ઘરની તપાસ કરશે
લાદેનને આશરો આપવાને મુદ્દે પાક.ને અમેરિકાની ક્લીન ચિટ
  More News
અમિતાભ બચ્ચનના સંચાલન હેઠળના શૉનું ૧૫મી ઑગસ્ટથી પ્રસારણ થશે
શાહરૃખ ખાનની પાર્ટીમાં હાજર રહી અભિષેક બચ્ચને વિવાદ સર્જ્યો
ઝોયા અખ્તરની ફિલ્મના હૃતિક અને કેટરીનાના એક ગીતમાં ફેરફાર કરાયો
સલમાન ખાન પોતાની ફિલ્મ માટે ગીતકાર પણ બન્યો
દિગ્દર્શક અનિસ બઝમી અને ફિલ્મના નિર્માતા વચ્ચેનું યુદ્ધ વકરી રહ્યું છે
વિશ્વની સૌથી કઠિન મેરેથોનમાં મુંબઈના નવ દોડવીરો ભાગ લેશે
પવિત્ર બાણગંગા કુંડ બેદરકારી અને પ્રદૂષણનો ભોગ બની રહ્યું છે
'ડ્રીમ ગર્લ' સાંસદ હેમા માલિનીના બંગલોમાં દીપડો ઘૂસી ગયો
ભારતની સૌથી ઝડપી લોકલ ગણતરીના અઠવાડિયામાં શહેરમાં દોડતી થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

તમારૃ પ્રથમ સંતાન કયું હોય તો તમને ગમે..છોકરો કે છોકરી...?

કાચીંડાની જેમ રંગ બદલતી રણગાડી CHAMELEON TANKS
ફોટોગ્રાફી તમારી 'ક્રિએટિવિટી' દર્શાવે છે
ઇટાલિઅન બાલ્દી..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

મારા પિતા જે ના કરી શક્યા તે હું કરીશ
સારા ટકા સાથે પ્રાકૃત જેવી પ્રાચિન ભાષાનું જ્ઞાન
દીકરા- દીકરીઓનું ઉંચું પરિણામ જોઈને પાનનો ગલ્લો ચલાવતા પિતા ઘુ્રસકેને ઘુ્રસકે રડ્યા
મારા પિતાની મજૂરીને વિચારીને હું મહેનત કરતી થઈ
મા-દીકરાના કપરા સંઘર્ષ પછીની મીઠી સફળતા
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved