Last Update : 20-May-2011, Friday
 
રાજયની ૪૦ જેટલી બી.એડ કોલેજોમાં કાઉન્સિલની તપાસ
અગાઉ નો એડમીશન ઝોનમાં મુકાયેલી
અમદાવાદ,ગુરુવાર
રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી ૧૨૯ જેટલી બી.એડ કોલેજોને જે તે સમયે સમિતિ દ્વારા નો એડમીશન ઝોનમાં મુકવામાં આવી હતી. જેની સામે ભારે વિરોધ થતાં સંચાલકોએ હાઇકોર્ટનો આશરો લીધો હતો.જેમાં સમયાંતરેે કેટલીક કોલેજોને મંજુરી મળતાં આખરે ૪૦ જેટલી કોલેજો વધી હતી. હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે હાલ આ તમામ કોલેજોનું એનસીટીઇ દ્વારા ઇન્સ્પેક્શન શરૃ કરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી કાઉન્સિલના જુદા જુદા સભ્યોની ટીમે અમદાવાદ ઉપરાંત ગુજરાતની કોલેજોની તપાસ કરીને આગામી દિવસો એનસીટીઇને અહેવાલ સુપ્રત કરશે જેના આધારે આખરી નિર્ણય લેવામાં આવશે.
ગુજરાત યુનિ.ની ૧૫ કોલેજોમાં છેલ્લા બે દિવસથી જૂના નિયમો પ્રમાણ ઇન્સ્પેક્શન ઃ અહેવાલ બાદ પ્રવેશમાં સામેલ કરાશે
પ્રાપ્ત વિગતો અનુસાર રાજયમાં બી.એડમા પ્રવેશ અને ફી નિયમન કરવા માટે અલગ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ બી.એડ કોલેજોને મંજુરી મળી તે સમયના નિયમોનું પાલન થાય છે કે નહી તેની ચકાસણી કરવાના બદલે નવા નિયમો પ્રમાણે તપાસ શરૃ કરી હતી. જેના કારણે રાજયની ૧૨૯ જેટલી બી.એડ કોલેજોને નો એડમીશન લીસ્ટમાં મુકી દેવામાં આવી હતી. જો કે,સમિતિના આ નિર્ણય સામે ભારે વિરોધ થયો હતો. સંચાલકોએ આ નિર્ણયને કોર્ટમાં પણ પડકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે સમિતિ સામે પણ અનેક પ્રશ્નો ઉભા થતાં છેવટે સમિતિનું વિસર્જન કરી નાંખવામાં આવ્યું હતું.
કોર્ટમાં ગયેલી કોલેજો પૈકી સમયાંતરે ધીમે ધીમે અનેક કોલેજોને મંજુરી આપી દેવામાં આવી હતી. આમછતાં ૪૦ જેટલી કોલેજો વધી હતી. આ કોલેજોમાં હાલ હાઇકોર્ટના નિર્દેશન પ્રમાણે એનસીટીઇ એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજયની અંદાજે ૪૦ કોલેજોમાં ૧૫ કોલેજો ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. આ કોલેજો માન્ય હોવાછતાં ગુજરાત યુનિવર્સિટીએ ચાલુવર્ષે હાથ ધરેલી પ્રવેશ પ્રક્રિયાના ફોર્મમાં આ કોલેજોને નો એડમીશન ઝોનમાં દર્શાવી હતી. છેલ્લા બે દિવસથી એનસીટીઇ દ્વારા આ કોલેજોમાં જૂના નિયમો પ્રમાણે તપાસ કર્યા બાદ આગામી દિવસોમાં અહેવાલ જાહેર કરવામાં આવશે જેના આધારે ચાલુ વર્ષે થનારા પ્રવેશમાં આ કોલેજને સામેલ કરવાનું નક્કી કરાયું છે.

 

Share |
  More News
ધોની જાહેરખબર વિશ્વમાંં નડાલ અને બ્રાયન્ટ કરતાં પણ આગળ
માર્ટિન ક્રોવના પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પુનરાગમન કરવાના નિર્ણયથી આશ્ચર્ય
ફેરર, અલ્માગ્રો અને બર્ડિચ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા
પાકિસ્તાનની વન ડે ટીમના કેપ્ટન તરીકે આફ્રિદીની હકાલપટ્ટી થઇ
ગોલ્ફર ટાઇગર વુડ્ઝ હજુ પણ સ્પોર્ટસ સેલિબ્રિટીઝમાં ટોચના ક્રમે
GEBએ કોમર્શિયલ ગ્રાહકોના ચાર્જમાં ૧૦૦૦ ટકાનો વધારો માગ્યો
ચેમ્બરને બંધારણને મુદ્દે સ્પષ્ટતા કરવા સિટી સિવિલ કોર્ટની નોટિસ
MBAમાં ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીને પાસ જાહેર કરવા પડશે
હરિફ ઈન્વેસ્ટમેન્ટ કંપનીને ડૂબાડવાની ખેંચતાણ 'હિંસક' બનવાની ભીતિ
  More News
સંજય દત્તની ફિલ્મ સાથેની ટક્કર ટાળવા સલમાને પોતાની ફિલ્મની રિલીઝ પાછળ ધકેલી
ફિલ્મસર્જકો આશુતોષ ગોવારીકર અને મધુર ભંડારકર ફરી મિત્ર બન્યા
મહેશ ભટ્ટ અને વિક્રમ ભટ્ટ છ વર્ષે ફરી ભેગા થયા
વિનય પાઠકને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી 'ભેજાફ્રાય-૨' સેન્સરના સકંજામાં ફસાઈ
રણબીર કપૂર અને ઇમરાન ખાન વચ્ચેની હરિફાઈમાં હવે નવો વળાંક
IMFના મેનેજિંગ ડિરેક્ટર કાનનું રાજીનામું ઃ મોન્ટેકસિંહ રેસમાં
સિટિગુ્રપના વડા વિક્રમ પંડિતને ૧.૬ કરોડ ડૉલરનું ખાસ વળતર
લાદેનને પાક. અધિકારીઓએ જ આશરો આપ્યો હતો ઃ ગેટ્સ
સીરક્રીક મુદ્દે ભારત- પાક. મંત્રણા કરશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

૨૦૧૧ના તરોતાજા પુસ્તકોનો સાયન્ટીફીક આસ્વાદ... વેકેશન... જોય ઑફ રીડીંગ....

સ્ટેલ્થ ટેકનોલોજી શું છે ?
સ્ટ્રેસ ડિટેક્ટર... !
પ્રકાશના રંગોને બદલી શકાશે...!
વિશ્વના ટૉપ ૧૦ કેમેરા
 

Gujarat Samachar Plus

આખું ગામ મારી સાયકલની ઘંટડીએ બહાર આવી જતું
ગુજરાતી મેદસ્વી મહિલાઓ હવે લિપોસક્શન ના શરણે
શાળાના પર્ફોર્મન્સ માટે બાળકનું ભાવિ દાવ પર
ઓનલાઈન લેબર સિસ્ટમ સામે... કડિયાનાકા તુટતા જાય છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved