Last Update : 16-May-2011, Monday
 
નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં હજુય પાણીનું નેટવર્ક ગોઠવાયું નથી
 
પાંચ વર્ષે પણ સ્થિતિ ઠેરની ઠેર

અમદાવાદ, રવિવાર
સ્વર્ણિમ જયંતિ વર્ષના પ્રારંભે મ્યુનિ. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ ગુલબાંગો પોકારીને ગોલ્ડન ગોલની જાહેરાતો કરી હતી. આ અંગે અપાયેલા વચનોમાં અમદાવાદના ૧૦૦ વિસ્તારોમાં પાણી પુરુ પાડવાની વાત મોખરે હતી. સ્વર્ણિમ ઉજવણીની પુર્ણાહુતી થઈ ગઈ છતાં આ અને આવા બીજા વચનોમાં ભાગ્યે જ કોઈ નોંધપાત્ર સિધ્ધી હાંસલ થઈ છે. સેટેલાઈટ, બોડકદેવ, થલતેજ જેવા નવા પશ્ચિમ ઝોનના વિકસિત વિસ્તારમાં પણ સંખ્યાબંધ સોસાયટીઓમાં હજુ સુધી પાણી પહોંચી શક્યું નથી અને જ્યાં પહોંચ્યું છે ત્યાં એકદમ ઓછું પાણી મળે છે.
૧૦૦ ટકા વિસ્તારોને પાણી આપવાનો ગોલ્ડન ગોલ સ્ટેન્ડિંગ ચેરમેનના વિસ્તારમાં જ નિષ્ફળ ઃ પાઈપલાઈનનું માળખું નવેસરથી કરવું પડે તેવી સ્થિતિ
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ઔડાનો વિસ્તાર મ્યુનિ.ની હદમાં મળ્યાને પાંચેક વર્ષનો ગાળો પસાર થઈ જવા છતાં પાણી જેવી પ્રાથમિક સુવિધાનું નેટવર્ક પણ વ્યવસ્થિત રીતે ગોઠવી શકાયું નથી. આ વિસ્તારની અનેક સોસાયટીઓને હજુ જોડાણ મળ્યું જ નથી તો બીજી તરફ કોમર્શીયલ પ્રોપર્ટીને જોડાણ જ અપાતું નથી. શહેરના અન્ય વિસ્તારોમાં ઘરે ઘરે પાણી મળે છે જ્યારે સૌથી વધુ પ્રોપર્ટીટેક્ષ ભરતા સ્ટેન્ડીંગ ચેરમેન જ્યાં રહે છે તે વિસ્તારમાં જ એક સંપમાં આખી સોસાયટી વચ્ચે એકજ જોડાણ અપાય છે, જેમાં નહિવત્ પાણીનો જથ્થો મળે છે.
આ અંગે અધિકારીઓને પૂછતાં જણાવ્યું છે કે, અગાઉનું નેટવર્ક પ્લાસ્ટીકની પાઈપ લાઈનનું છે તે બદલીને ગેલ્વેનાઇઝનું કરવાનું છે. પ્રેશર આપીએ તો પાઈપલાઈન ફાટી જાય છે. અગાઉના નગરપાલિકાના સંપ નાના હતા તેથી નવા ૯ જેટલા સંપ બનાવવાના છે. કેટલાંક વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચતું ના હોવાથી બોરનું પાણી આપવામાં આવે છે. જ્યારે સંકલિત નગર જેવા વિસ્તારમાં ટેન્કરથી પાણી અપાય છે.
આ વિસ્તારમાં ઘરે ઘરેનું પાણીનું નેટવર્ક ગોઠવતા હજુય વર્ષો નીકળી જશે તેમ મ્યુનિ.ની મંથર ગતિને જોતા લાગે છે. ઔડાના વખતમાં પ્લાસ્ટીકની પાઈપ લાઈનો નખાઈ તે ના ચાલી એટલે હવે મ્યુનિ. નવી પાઈપ લાઈનો નાખશે. સરવાળે સમય અને પૈસા તો પ્રજાના જ બગડવાના છેને?

 

Share |
  More News
કેટલાક મહંતોએ મોદીને ભાવિ PM ગણાવતા ભારે ચણભણાટ
માત્ર ૯૨ હોસ્પિટલમાં જ કેશલેસ સારવાર ઃ ડૉક્ટરોનો જોરદાર વિરોધ
દસ લાખ લઈ પચ્ચીસ લાખની જાલીનોટો પધરાવીઃ ૩ પકડાયા
ગુનાખોરી ને ટ્રાફિક પર કેમેરાની 'તિસરી આંખ'થી નજર રખાશે
બેંક ઓફ બરોડાના સ્ટાફની ગુંડાગીરી ગ્રાહકને ધમકી આપી પૂરી દીધો
અભિષેક-ઐશ્વર્યાની ફિલ્મ શૂટિંગ શરૃ થાય ઔતે અગાઉ જ રૃા. ૨૮ કરોડમાં વેચાઈ
ફિલ્મના પ્રમોશનલ વિડિયોનું દિગ્દર્શન પત્ની કિરણને સોંપતો આમિર ખાન
લલચામણી ઑફર છતાં કરીના કપૂરે માંસાહારના બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ના પાડી
સલમાન ખાન ટૂંક સમયમાં પોતાનું નિર્માણ હાઉસ શરૃ કરવાની વેતરણમાં
  More News
અમારા પરના એકપક્ષી ડ્રોન હુમલા બંધ કરો, નહીંતર...
ઓબામા ઓસામાના હિટ લિસ્ટમાં હતા
વીઝા પૂરા થવા છતાં રહેતા અમેરિકી નાગરિકની પેશાવર હવાઇમથકે ધરપકડ
લાદેન નવાઝ શરીફને પૈસા મોકલતો હતો ? અમેરિકાએ સ્પષ્ટતા માગી
ઓસામાના ઘરેથી જપ્ત થયેલા કમ્પ્યુટરમાં અશ્લીલ સામગ્રીનો જથ્થો મળ્યો
ચાંદીમાં તેજી અટકી ભાવો રૃ.૮૦૦ તૂટી રૃ.૫૫૦૦૦ની સપાટીની અંદર જતા રહ્યા
મલેરિયાને નાથવા માટે મુંબઈમાં પાંચ સરકારી ઇમારત તોડી પડાઇ
બનાવટી એન્કાઉન્ટર કરતા હત્યારા પોલીસ ઑફિસરો ફાંસીની સજાને લાયક
ચેમ્બુરમાં કેરોસિન છાંટી ગૃહિણીને સળગાવી મારી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

થ્રી-પેરેન્ટસ ટેસ્ટ ટયુબ બેબી
ઇશ્વરી કણની શકવર્તી ખોજના સંકેતલાર્જ...
આપણી જીનેટિક પેટર્ન પ્રાચીન છે અને...
મસલ્સ ખેંચો અને રોગમુક્ત બનો... !
રક્તસ્ત્રાવ ગંભીર બાબત છે ઃ
 

Gujarat Samachar Plus

અમદાવાદના હીરાઘસુ માતાપિતાએ કરકસર કરીને પોતાના સંતાનોને ભણાવ્યા
બોર્ડના વિદ્યાર્થીઓ કહે છે, ગ્રેડંિગ સિસ્ટમે અમારું સ્ટ્રેસ લેવલ ઓછું કર્યું છે
ઝુઆવ કમ્ફર્ટની સાથે કિલર લૂક આપતા પેન્ટસ્‌ એટલે...
દુબઈમાં દર શુક્રવારે ગુજરાતીઓના ગીતાપાઠ
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved