Last Update : 14-Feb-2011, Monday
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
- નિર્ણયનગરની શાળાઓના બાળકોએ કોમ્પ્યુટર કાર્નિવલમાં એપ્લાઈડ સાયન્સ અને મેથ્સ મેજીકના અનોખા પ્રયોગો વડે આ વિષયોને કેવી રીતે માણી શકાય તે વાત આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી

સ્કૂલના બાળકોમાં કોમ્યુનિકેશન સ્કિલની સાથે સાથે કોન્ફિડન્સ લેવલ પણ વધે તેમજ ટિમ વર્ક અને લિડરશિપનનો ખ્યાલ મળે તે હેતુથી અમદાવાદની સ્કૂલોમાં હવે કાર્નિવલ યોજાય છે. જેમાં ટ્રેનસિટી પ્રોજેક્ટ, કોમ્પ્યૂટર કાર્નિવલ અને પતંગ અને મેથ્સના સમન્વયથી બાળકો સરળતાથી સ્ટડી કરી શકે તે પ્રકારના પ્રોજેક્ટ મૂકવામાં આવે છે. આવા જ એક કાર્નિવલનું ડી.પી. કેમ્પસની નેસ્ટ પબ્લિક સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારથી અલગ અલગ સ્કૂલના ધો. ૫થી ૭ના બાળકોએ કોમ્પ્યૂટર પર વર્ગ અને વર્ગમૂળ, મેજિક વર્લ્ડ, વોટર પોલ્યુશન સહિતના મુદ્દાઓ પર પ્રેઝન્ટેશન કર્યું છે. આ સાથે જ ધોરણ -૯ના બાળકોએ ટિચર્સની મદદથી ટ્રેન સિટી પ્રોજેક્ટ પણ તૈયાર કર્યો છે. મેથ્સ અને કોમ્પ્યૂટર રાઇઝેશનનું મહત્ત્વ સમજાવવા માટે આ પ્રોજેક્ટ તૈયાર થયો છે. જેમાં ભારત ૨૦૧૨માં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે પરિવહન વિકાસ કરી શકે છે તે દર્શાવવામાં આવ્યું છે.

સ્કૂલના કાર્નિવલમાં ટ્રેન સિટી પ્રોજેક્ટ અંગે ધો. ૯ના સ્ટુડન્ટ શુભમ શાહ કહે છે, અમે ૮ મહિનાના અંતે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેમાં ટિચર્સની મદદ વડે અમે જર્મનીથી ટ્રેનના મોડેલ લાવ્યા હતા. ત્યાર પછી તાજમહેલ, બ્રિજ, રોડ નેટવર્ક, એરપોર્ટ, હોટેલના મોડેલ તૈયાર કરીને આખો ટ્રેન પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. ૨૦૧૨ સુધીમાં ભારતમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરિવહન વિકાસ થઇ શકે છે તે અમે જણાવ્યું છે. કોમ્પ્યૂટર પર ધોરણ ૭ના સ્ટુડન્ટ્સે પોતાની ક્ષમતાનો પરિચય આપતાં થ્રીડી વિઝ્યુઅલ્સ અને એનિમેશન અને ગિમિક્સ વડે પેટ પકડીને હસાવ્યા હતા. કિરણ પટેલ કહે છે, હવે પ્રાયમરી લેવલના સ્ટુન્ડ્સ પણ વેબસાઇટ અને ઇ-મેઇલ વર્લ્ડને ઓળખી ચૂક્યા છે. કાર્નિવલમાં પતંગ અને મેથ્સનો સમન્વય કરીને બાળકોને ઇઝી મેથ્સનો ખ્યાલ આપવામાં આવ્યો હતો.વિદ્યાર્થી મેહુલ પાઠક કહે છે, કેટલાક બાળકો એવા પણ હોય છે જે સ્ટડી દરમિયાન મેથ્સને એવોઇડ કરે છે. આ ન થાય તે માટે પતંગ દ્વારા ડેલ્ટા, ષટકોણ, પેન્ટાગોન અને અષ્ટકોણની માહિતી આપવામાં આવી રહી છે. બાળક જો ઇઝી મેથ્સ વડે આગળ વધે તો તેના વિકાસની દિશા બદલાઇ શકે છે. મનોરંજન વડે જ્ઞાાન આશ્ચર્યચકિત થઇ જવાય તેવા પ્રોજેક્ટ રજૂ કરાતાબાળકોએ તેમાં રસ લઇને ભાગ લીધો હતો.

 

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved