Last Update : 14-Feb-2011, Monday

વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ

- ભારતીય ક્રિકેટરોએ કોમેન્ટો કરવાનું છોડીને પ્રેક્ટિસ કરવામાં વધુ સમય આપવાની જરૃર છે ઃ પુંછડિયા ખેલાડીઓએ ભારતને ૨૦૦ના સ્કોર સુધી પહોંચાડયું

બેંગ્લોર,તા.૧૩
વર્લ્ડ કપ જીતવા માટે હોટફેવરિટ મનાતા ભારતના સુપરસ્ટાર બેટ્સમેનોએ પ્રેક્ટિસ મેચમાં નાલેશીભર્યા ધબડકા સાથે જે પ્રકારે ઓસ્ટ્રેલિયાના બોલરોની શરણાગતિ સ્વીકારી લીધી તેના કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા ફેલાવા પામી છે. સામાન્ય રીતે પ્રેક્ટિસનું પરિણાંમ કે દેખાવ મહત્વના હોતા નથી પણ ભારતીય ચાહકો માને છ કે જે ખેલાડીઓ પ્રેક્ટિસ મેચમાં આવો દેખાવ કરતાં હોય તેમની પાસે વધુ શું આશા રાખી શકાય.

ક્રિકેટ વિવેચકો માને છે કે વર્લ્ડ કપ અગાઉ ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચ ભારત માટે ચેતવણી સમાન છે. ખાસ કરીને બેટ્સમેનોએ અને બોલરોએ પોતાની વ્યુહરચના પર ધ્યાન આપવાની સાથે જવાબદારીભરી રમત દર્શાવવી જોઇએ. ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં તેંડુલકર, ઝહીર, શ્રીસંત અને મુનાફ પટેલ રમ્યા નહતા.

બોલીંજર ઓપનર ગંભીરને ૬ રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન ભેગો કર્યો હતો. સાઉથ આફ્રિકામાં વન ડે શ્રેણીમાં ન રમનારા સેહવાગે પોતાની ફિટનેસની સાબિતી આપવાની સાથે આગવી લય મેળવતા ૫૬ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૪ રન ફટકાર્યા હતા. શરૃઆતમાં તેણે એક છેડો સાચવી રાખતાં ઓસ્ટ્રેલિયન બોલરો-ફિલ્ડરોને હંફાવ્યા હતા. જો કે ઓસ્ટ્રેલિયાએ સામેના છેડાના બેટ્સમેનોને નિશાન બનાવ્યા હતા. યુવા સ્પિનર હેસ્ટિંગ્સે કોહલીને ૨૧ રને ડેવિડ હસીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જ્યારે યુવરાજ માત્ર ૧ રને જોહન્સનનો શિકાર બન્યો હતો.

ધોની ૧૧ રને હેસ્ટિંગ્સનો શિકાર બન્યો હતો. ક્રેઝાએ સેહવાગની ક્લાસિક ઇનિંગનો અંત આણ્યો હતો. જ્યારે રૈના ૧૨ રને બ્રેટ લીનો શિકાર બન્યા હતા. બ્રેટ લીએ ત્યાર બાદ ડેન્જરસન બેટ્સમેન હરભજન (૪) અને ચાવલા (૦)ને ક્લિન બોલ્ડ કર્યા હતા. આ તબક્કે ભારતનો સ્કોર ૧૩૮ રનમાં આઠ વિકેટ થઇ ગયો હતો. યુસુફ પઠાણે ફરી એક વખત બાજી સંભાળવાની કોશીશ કરતાં અશ્વિન સાથે નવમી વિકેટની ભાગીદારીમાં ૪૯ રન જોડયા હતા.

પઠાણે ૩૮ બોલમાં ૨ છગ્ગા સાથે ૩૨ રન ફટકાર્યા હતા. જેને ડેવિડ હસીએ ક્રેઝાના હાથમાં ઝીલાવી દીધો હતો. અશ્વિને એક છેડો સાચવી રાખતાં ૪૭ બોલમાં ૨ ચોગ્ગા સાથે ૨૫ રન ફટકાર્યા હતા. તેણે અને નેહરા (૧૯)ની જોડીએ આખરી વિકેટની ભાગીદારીમં ૩૭ રન કરતાં ભારતનો સ્કોર ૨૦૦થી પાર પહોંચાડયો હતો. ઓસ્ટ્રેલિયાના બોલરોએ ૨૫ નોબોલ નાંખીને પણ ભારતને મદદ કરી હતી.
પહેલી પ્રેક્ટિસ મેચમાં જ બેટ્સમેનોના નાલેશીભર્યા દેખાવને કારણે કેટલાક ચાહકોનો ધોની એન્ડ કંપની પરનો ભરોસો ડગવા માંડયો છે. કેટલાક ચાહકો માને છે કે ખેલાડીઓ કોમેન્ટો કરવાને બદલે તેટલો સમય પ્રેક્ટિસ કરવામાં કે પોતાની નબળાઇ દૂર કરવામાં ગાળવો જોઇએ. વર્લ્ડ કપ અગાઉ હજુ ભારતને બીજી પ્રેક્ટિસ મેચ ન્યુઝીલેન્ડ સામે રમવાની છે. જે ખેલાડીઓ માટે આખરી તક સમાન રહેશે. જો બેટ્સમેનો જવાબદારીથી રમતાં જંગી સ્કોર નહીં ખડકે તો ભારતને ઘરઆંગણ યોજાનારા વર્લ્ડ કપમાં ભારે શરમજનક સ્થિતીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.

 

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved