Last Update : 14-Feb-2011, Monday
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!

 

ગ્લોબલ વોર્મિંગના પ્રતાપે હિમશીલાઓ અને બર્ફીલી પાટો ઓગળતાં દરિયાની સપાટીમાં કેટલો વધારો થશે એ વિષેની અટકળો થતી આવી છે.
મુંબઈ જેવા શહેરનો કેટલોક હિસ્સો અને બાંગ્લાદેશ જેવા દેશનો તો મોટા ભાગનો હિસ્સો દરિયામાં ડૂબી જશે, એવું વર્ષોથી કહેવાય છે પરંતુ હજુ એ વિશે ખાતરીપૂર્વકની જાણકારી મળતી નથી. ૨૦૦૭માં ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ કરતી આંતરરાષ્ટ્રીય પેનલે જાહેર કર્યું હતું કે સન ૨૧૦૦ સુધીમાં દરિયાની સપાટીમાં ૧૮ થી ૫૯ સે.મી. જેટલો વધારો થવાનો સંભવ છે પરંતુ 'ન્યૂ સાયન્ટીસ્ટ'માં પ્રગટ થયેલા તાજા અહેવાલો પ્રમાણે, એક સંશોધક ટીમે વર્તારો કાઢ્યો છે કે દરિયાની સપાટીમાં વધુમાં વધુ ૨ મીટરનો ઉમેરો થઈ શકે છે. દરિયાની સપાટી મહત્તમ કેટલી વધી શકે છે, તે જાણવાનું ભવિષ્યના આયોજન માટે જરૃરી ગણાય છે. યુનિવર્સિટી ઓફ કોલોરાડીના સંશોધક ટેડ ફેફરના જણાવ્યા પ્રમાણે, ''આપણે દરિયાની સપાટી ૩ મીટર ઊંચે જશે એમ ધારીને બધી તૈયારીમાં નાણા વાપરીએ અને સપાટી ફક્ત ૬૦ સે.મી. વધે, તો આપણોબધો ખર્ચ પાણીમાં જાય.''
ન્યૂયોર્કની ગૌડાર્ડ ઈન્સ્ટીટયુટ ઓફ સ્પેસ સ્ટડીઝના વડા જેમ્સ હાનસેન જેવા કેટલાક સંશોધકોઅમેરિકાની સરકારને સરકારની ધારણા કરતા વહેલા પાણીમાં ગરક થઈ જાય તેની તૈયારી રાખવી પડશેકેમ કે સપાટી મહત્તમ કેટલી વધી શકે છે તેના આંકડા ઉપલબ્ધ નથી.
વચગાળાના અંદાજ તરીકે ટેડવેફર અને તેની ટુકડીએ ૨ મીટરનો આંકડો જાહેર કર્યો છે.
ગ્રીનલેન્ડના કાંઠે બર્ફીલી પાટો દરિયામાં ભળવાની ઝડપ અને તેને નડતા અવરોધોની ગણતરી કરીને સંશોધક ટુકડીએ જુદી જુદી શક્યતાઓ ચકાસી જોઈ હતી. તેમણે દરિયાની સપાટીમાં ૫ મીટરનો વધારો થઈ શકે કે કેમ, એ પણ ચકાસી જોયું પરંતુ ગ્રીનલેન્ડમાં તમામ પરિબળો ધ્યાનમાં રાખતાં તેમને ૫ મીટરનો આંકડો શક્ય લાગ્યો નહીં.

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved