Last Update : 14-Feb-2011, Monday
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન

- નાસાના 'સ્ટારડસ્ટ નેક્સ્ટ' યાન ધૂમકેતુ ટેમ્પલ-૧ સાથે ૨૦૦૫માં મુલાકાત થઈ ચૂકી છે. હવે તેણે સૂર્યની એક પ્રદક્ષિણા પૂરી કરીને પોતાની કક્ષામાં આગળ વધી રહ્યો છે. ત્યારે ૧૪મી ફેબુ્રઆરી, ૨૦૧૧ના રોજ ૨૦૦ કિલોમીટર દૂર 'સ્ટારડસ્ટ નેકસ્ટ' યાન ફરી નજીક હશે. સૂર્યની ધખધખતી ગરમીએ તેનો ચહેરો કેવો બગાડયો છે તે તપાસીએ.

રી એકવાર અમેરિકાની અવકાશી સંશોધન સંસ્થા 'નાસા'ના વૈજ્ઞાાનિકો ૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧ના રોજ એક ધૂમકેતુ અને એક અવકાશયાનનું નજીકથી મિલન યોજી રહ્યા છે. 'સ્ટારડસ્ટ નેક્સ્ટ' નામનું અવકાશયાન ટેમ્પેલ-૧ નામના ધૂમકેતુથી માત્ર ૨૦૦ કિલોમીટર અંતરેથી પસાર થવાનું છે. આ દિવસને પૃથ્વી પર ખાસ કરીને પશ્ચિમના દેશો 'વેલેન્ટાઇન ડે' પ્રેમની અભિવ્યક્તિનો દિવસ ગણે છે. ખૂબસૂરત કાર્ડ મોકલાવીને સુંદર ભેટ મોકલીને, ગુલાબનું ફૂલ કે પુષ્પગુચ્છ મોકલીને કે હવે તો એસએમએસ મોકલીને કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ કરતી હોય છે. અલબત્ત આપણી સંસ્કૃતિ પ્રત્યે તેનો મેળ ખાતો નથી. તેથી તેનો કેટલાક સખત વિરોધ પણ કરે છે. વળી પ્રેમની લાગણી એક પક્ષે હોય ત્યારે આવી અભિવ્યક્તિ ગેરસમજણ ઉભી કરે છે અને પરિણામે વિખવાદો પણ થાય છે. પરંતુ અહીં તો ધૂમકેતુ અને યાનના મિલનની વાત છે. તે મિલન 'નાસા'એ પ્રયોજ્યું છે. આ મિલન 'વેલેન્ટાઇન ડે'એ યોજાયેલ છે તે તો માત્ર નિમિત્ત છે આવું એક મિલન અગાઉ ૧૪ ફેબુ્રઆરી ૨૦૦૧ના રોજ પણ નાસાએ સફળતાપૂર્વક યોજ્યું હતું. તે એક લઘુગ્રહ ઇરોઝ અને અવકાશયાન 'નીઅર શૂમેકર' વચ્ચે યોજાયેલ હતું. ઇરોઝ એક લઘુગ્રહ છે. મંગળના ગ્રહ અને ગુરૃના ગ્રહ વચ્ચે અનેક લઘુગ્રહો આવેલા છે જે સૂર્યની પ્રદક્ષિણા કરી રહ્યા છે. અસંખ્ય લઘુગ્રહો પૈકી ૫૦,૦૦૦ તો એવા છે એટલે કે એટલા મોટા છે કે તે દૂરબીનથી જોઈ શકાય છે. તેમાંના ૨૦૦૦ તો સારી રીતે જોઈ શકાય છે. સૌથી મોટા એવા કેટલાક લઘુગ્રહોમાં સેરેસ ૧૦૦૩ કિલોમીટર પહોળાઈનો, પલ્લાસ ૬૦૮ કિલોમીટર પહોળાઈનો, વેસ્ટા ૫૦૩ કિલોમીટર પહોળાઈનો, હાઇજીબા ૪૫૦ કિલોમીટર પહોળાઈનો અને યુફ્રોસાઇન ૩૭૦ કિલો મીટર પહોળાઈનો છે. આ લઘુગ્રહો સૂર્યથી ૩૫થી ૫૦ કરોડ કિલોમીટર અંતરે આવેલા છે. સૂર્ય ફરતે એક પરિભ્રમણ ૩.૬ વર્ષથી ૫.૬ વર્ષના ગાળે પૂરું કરે છે. પૃથ્વીની પહોળાઈ આશરે ૧૨,૮૦૦ કિલોમીટર ગણીએ તો તેની સરખામણીમાં મોટામાં મોટા લઘુગ્રહની પહોળાઈ પણ ઘણી નાની ગણાય. આ લઘુગ્રહો પૈકી કેટલાકનું બંધારણ ખડકાળ હોય છે અને તેમાં કિંમતી ખનિજો ભંડારાયેલા છે. પૃથ્વી માનવીની નજીક આ ખનિજો પર છે તેને મેળવવા 'સ્પેસ માઇનિંગ' વિષે તે વિચારવા મંડેલ છે.

 

આપણી પૃથ્વીથી ૨૬ કરોડ કિલોમીટર દૂર રહેલો એક પહાડ જેવડો ખડક સૂર્યની આસપાસ ભ્રમણ કરી રહ્યો છે. પૃથ્વી કદની સરખામણીમાં ન ગણ્ય કહી શકાય તેટલા કદનો છે. તે ખડકને લઘુગ્રહ કહે છે. અંગ્રેજીમાં તેને એસ્ટેરોઇડ કહે છે. પૃથ્વીના ખગોળવિજ્ઞાાનીઓએ તેનું નામ 'ઇરોઝ' રાખેલું આપણી પુરાણકથામાં કામદેવની વાત પ્રેમના દેવતા તરીકે આવે છે તેવી રીતે ગ્રીસની પુરાણ કથાઓમાં પ્રેમના દેવતા તરીકે 'ઇરોઝ' વાત આવે છે. ઇ.સ. ૨૦૦૦ના વર્ષે ૧૪મી ફેબુ્રઆરીએ પૃથ્વી પર લોકો વેલેન્ટાઇન ડે ઉજવવા મશગુલ હતા ત્યારે પૃથ્વી પરથી અમેરિકાના અવકાશ વિજ્ઞાાનીઓએ મોકલેલ એક અવકાશયાન તે પ્રેમના દેવતાના નામધારી લધુગ્રહ ઇરોઝની નજીક પહોંચી ગયું હતું અને પ્રેમમાં પાગલ હોય તેમ તેના ફરતે ચક્કર મારવા લાગ્યું હતું. આ યાનનું નામ 'નીઅર શૂમેકર' હતું. એક આખું વર્ષ ચક્કરો માર્યા પછી બીજા વેલેન્ટાઇન ડે પહેલાં એક દિવસ અગાઉ તે ઇરોઝ પર ઉતર્યું હતું. કોઈ લધુગ્રહ પર પૃથ્વીના કોઈ પિંડનો આ પ્રથમ સ્પર્શ હતો. આ સ્પર્શે કેટલાયના સ્પેસમાઇનિંગના સ્વપ્નો, કેટલાયના ગ્રહમાળાની ઉત્પતિના રહસ્યો ઉકેલવાના સ્વપ્નો સાકાર કરવાના દરવાજા ખુલી ગયા હોય તેમ લાગે છે. 'નીયર શૂમેકર' યાન ઇરોઝ પર સલામત કરશે કે નહીં તેની મુંઝવણ અનુભવતા ભૂમિમથક પરના વૈજ્ઞાાનિકોએ તેણે હળવેથી સલામત ઉતરાણ કર્યું તેવા સમાચાર જાણી ઝૂમી ઉઠયા હતા. જ્યારે યાનમાંથી આવતાં 'બીપ બીપ' સંકેતો પૃથ્વી પરના વૈજ્ઞાાનિકોને પહોંચ્યા ત્યારે તે વસંતમાં કોયલના ટહૂકા જેવા લાગ્યા હોય તો નવાઈ પામવા જેવું નથી. 'નીયર શૂમેકર' યાનનું ઇરોઝ પર ઉતરાણ એક શકવર્તી ઘટના હતી તેણે તસ્વીરો મોકલી તે સંશોધન માટેનો મોટો ખજાનો કહી શકાય.

 

પરંતુ આ વાત તો ઇ.સ. ૨૦૦૧ની છે આજે આપણે વાત કરીએ છીએ તે ૨૦૧૧ના વેલેન્ટાઇન ડે એટલે કે ૧૪ ફેબુ્રઆરીની છે. આ વખતે પણ નાસાનું યાન 'સ્ટારડસ્ટ નેકસ્ટ' લઘુગ્રહ નહીં પણ ટેમ્પેલ-૧ નામના ધૂમકેતુની નજીકથી પસાર થવાનું છે. લઘુગ્રહો જેમ સૌરમંડળના પિંડો છે તેમ ધૂમકેતુઓની સંખ્યા અસંખ્ય છે. સૂર્યમાં પૃથ્વી સુધીના અંતર (ખગોળીય એકમ) કરતા ૩૦થી ૩૦૦ ગણા અંતરે એક 'કુપિયર બેલ્ટ' નામનો એક પટ્ટો આવેલો છે. તે પટ્ટામાં અનેક ધુમકેતુઓ વસે છે તે પૈકી કેટલાક સૂર્યની પ્રદક્ષિણાએ છૂટા પડી નીકળે છે. એવી રીતે સૂર્યથી એક લાખ ખગોળીય એકમ દૂર એક સૂર્ય ફરતે એક વાદળ વીંટળાયેલું છે તેને 'ઓપિક ઊર્ટ'નું વાદળ કહે છે આ વાદળમાં પણ ૧૦૦ અબજ જેટલા ધૂમકેતુઓ આવેલા છે. તે પૈકી પણ કેટલાક છૂટા પડી સૂર્યની પ્રદક્ષિણા કરવા નીકળી પડે છે. સૌરમંડળની નજીકથી પસાર થતા કોઈ તારાના ગુરૃત્વના ઘાતથી તે છૂટા પડી સૂર્યની પ્રદક્ષિણા કરવા નીકળે છે.

ધૂમકેતુઓ ગંદા બરફના ગોળા જેવા હોય છે. તેને ગંદા બર્ફીલા ગોળા કહી શકાય છે. તે જ્યારે સૂર્યની 'નજીક' પહોંચે છે. ત્યારે તેના ત્રણ ભાગ રચાય છે. એક ભાગ કે ન્યુક્લિયસ અથવા નાભિ કહે છે તે ધૂમકેતુનું હાર્દ છે તેની ફરતે ધૂમકેતુ એક મોટું વાતાવરણ હોય છે. તેને 'કોમા' કહે છે ત્રીજો ભાગ ધૂમકેતુની પૂંછડી છે આ પૂંછડીના કારણે 'ધૂમકેતુ' જ્યારે જ્યારે પૃથ્વી પરથી દેખાય છે ત્યારે આકર્ષક લાગે છે સાથે સાથે ઘણાં લોકોમાં તે ભયની લાગણીઓ ઉભી કરે છે. અંધશ્રદ્ધા પણ પ્રેરે છે. પૃથ્વી પર આવનારા અશુભનો સંકેત માનવામાં આવે છે. પરંતુ એવું કશું નથી. તે માત્ર સૌરમંડળના આકાશીય પિંડો છે. કેટલાક સૂર્ય ફરતે નાની કક્ષામાં કેટલાક મધ્યમકક્ષામાં તો કેટલાક દીર્ઘ અને અદીર્ઘ કક્ષામાં પરિભ્રમણ કરે છે. હેલીનો ધુમકેતુ જાણીતો ધૂમકેતુ છે તે ૭૫.૫ વર્ષે ફરી ફરી દેખાતો રહે છે. છેલ્લે તે ૧૯૮૬માં દેખાયો હતો. ૧૯૭૫- ૭૬માં દેખાયેલ વેસ્ટ નામના ધૂમકેતુઓનો આવર્તન કાળ ૧૬૦૦૦ હતો. એ-કેનો ધૂમકેતુ એવો છે જેનો આવર્તન કાળ ૩.૩ વર્ષ છે. ધૂમકેતુની કક્ષા દીર્ઘ વર્તુળાકાર પરવલયાકાર અને અતિવલયાકાર હોય છે. જવલ્લે જ વર્તુળાકાર હોય છે. ધૂમકેતુઓના ત્રણ વર્ગો પાડવામાં આવેલા છે. એક મોટા આવર્તનકાળ એટલે ૨૦૦ વર્ષથી મોટા આવર્તનકાળ વાળા, બીજા ૨૦૦ વર્ષથી ૨૦ વર્ષ વચ્ચેના આવર્તનકાળ વાળા અને ત્રીજા ૨૦ વર્ષથી ઓછા આવર્તનકાળવાળા ધૂમકેતુઓ હોય છે.

 

ધૂમકેતુ પ્રત્યક્ષ તપાસ કરવા ૨૦૦૪માં 'સ્ટારડસ્ટ'નું એક યાન વાઇલ્ડ-૨ નામના ધૂમકેતુની સમીપ પહોંચ્યું હતું. તેણે ધૂમકેતુના ભાગોની તસ્વીરો નજીકથી ઝડપી મોકલી હતી. તેણે ધૂમકેતુની રજ એકઠી કરી હતી અને તે જે સાધનમાં એકઠી કરી હતી તે સાધન એક કેપ્સ્યુલમાં ૧૫ જાન્યુઆરી ૨૦૦૬ના રોજ અમેરિકામાં ઉટાહના રણમાં ઉતરાણ કર્યું હતું.

 

૨૦૧૧ના ૧૪મી ફેબુ્રઆરીએ જે યાન ધૂમકેતુ ટેમ્પલ ૧ની નજીકથી પસાર થવાનું છે તે 'સ્ટારડસ્ટ નેકસ્ટ' છે તે એકબીજાથી માત્ર ૨૦૦ કિલોમીટર અંતરેથી પસાર થનાર છે. 'સ્ટારડસ્ટ નેક્સ્ટ'માં 'નેક્સ્ટ' ટૂંકુ નામ છે. તેનું પૂરું નામ 'ન્યુ એકસ્પ્લોરેશન ઓફ ટેમ્પલ-૧' છે તેનો અર્થ ેટેમ્પલ-૧ની નવી ખોજ એવો થાય છે.

'સ્ટારડસ્ટ નેકસ્ટ' ધૂમકેતુ ટેમ્પલ-૧ પાસેથી ઝડપથી પસાર થશે ત્યારે તેની ઝડપથી તસ્વીરો લેશે. ટેમ્પલ-૧ ધૂમકેતુ સૂર્યની પ્રદક્ષિણા કરી રહ્યો છે. તેની કક્ષા એવી છે કે તે સૂર્યની નજીક મંગળના ગ્રહ જેટલા અંતરે પહોંચે છે. આ ધૂમકેતુ છ કિલોમીટર પહોળાઈ ધરાવે છે ખગોળ વિજ્ઞાાનીઓને જાણવું છે કે સૂર્ય આસપાસની તેની એક પ્રદક્ષિણા તેની સપાટી પર કેવી અસર કરી છે.

ટેમ્પલ-૧ નજીકમાં નજીક મંગળ અને દૂરમાં દૂર ગુરૃ જેટલા અંતરો વચ્ચેની કક્ષામાં એક પ્રદક્ષિણા પાંચ વર્ષે પૂરી કરે છે. નાસાના 'ડીપઇમ્પેસ્ટ' નામના મિશને ૨૦૦૫માં તેની ઝલક થઈ હતી. ત્યારે તે ઝડપથી સૂર્ય તરફ ધસી રહ્યો હતો. તેમનો આ ભેટો તો કાંકરીચાળા જેવો હતો.

ડીપ ઇમ્પેક્ટ નામના અન્વેષક યાનથી ધૂમકેતુને 'ઠોંસો' માર્યો આ ઠોંસો વાગવાથી જે દ્રવ્ય ધૂમકેતુમાંથી બહાર નીકળ્યુ ંતેનાથી વૈજ્ઞાાનિકો આશ્ચર્યમાં પડી ગયા હતા. પાવડર જેવા દ્રવ્યોનું એક વાદળ ઉદ્ભવ્યું. તેમાં ધારવામાં આવેલ પાણી, બરફ કે રજ બહાર આવ્યા ન હતા. ડીપઇમ્પેક્ટ યાનને ટેમ્પલ-૧ ધૂમકેતુની સપાટી પર બરફના પુરાવા પણ મળ્યા હવે વિજ્ઞાાનીઓ જાણવા માંગે છે ધોમધખતા સૂર્ય ફરતે એક પ્રદક્ષિણા પૂરા કર્યા પછી ધૂમકેતુમાં કેવા ફેરફાર થયેલ છે ?

સ્ટારડસ્ટ નેકસ્ટના મુખ્ય અન્વેષક પ્રો. જો વેવર્કાના કહેવા પ્રમાણે રોજેરોજ અમે વધુ ને વધુ નજીક જઈ રહ્યા છીએ તેથી અમે વધારે ને વધારે ઉત્તેજના અનુભવી રહ્યા છીએ. અમે ધૂમકેતુને લગતા કેટલાક મૂળભૂત પ્રશ્નોના જવાબોની રાહમાં છીએ ટેમ્પેલ-૧ની ફરી નજીક જતાં ધૂમકેતુઓ કેવી રીતે કામ કરે છે અને સાડા ચાર અબજ વર્ષ પહેલાં તે બધા કેવી રીતે એકઠા થયા હતા તેના પર નવી દ્રષ્ટિ પડશે. તેના વિશે નવું ઉંડાણ લાધશે. સાડા ચાર અબજ વર્ષ પહેલાં સૌરમંડળની ઉત્પતિ થઈ હતી.

જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં તેને ટેમ્પલ-૧નો ભેટો થવાનો છે. તેનાથી એક કરોડ ૫૩ લાખ માઇલ દૂર હતું તેમનો મેળાપ પૃથ્વીથી ૩૩ કરોડ ૬૦ લાખ કિલોમીટર દૂર થવાનો છે. આ મેળાપની આછડતી તસ્વીરો ૧૫મી ફેબુ્રઆરી ૨૦૧૧ના રોજ મળનાર છે. વૈજ્ઞાાનિકો ૧૪મી ફેબુ્રઆરી ૨૦૧૧ના દિવસે એટલે કે ટેમ્પલ-૧ અને 'સ્ટારડસ્ટ નેકસ્ટ'ના મિલનનો બેતાબીથી ઇન્તજાર કરી રહ્યા છે.

 
Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved