Last Update : 14-Feb-2011, Monday
ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?

- એક નવી ક્રાન્તિ કે ઉત્ક્રાન્તિ...

રૃઆત સાણંદ પાસેના કોલટ ગામથી થઈ હતી. પ્રથમ શિકાર હતી અમીના મોમીન પછી અન્યનો નંબર આવવાનો હતો. જ્યારે સમાચારપત્રો અને ટી.વી. ઉપર ફફડાટ ફેલાવનાર રોગ અને વાયરસ નામ રજુઆત પામ્યા ત્યારે લોકોએ એક નવા રોગનું નામ સાંભળ્યું. 'ક્રિમેઅન કોંગો હેમરેજીક ફિવર'. જેને મનુષ્યમાં ફેલાવવાનો શ્રેય જાય છે ક્રિમેઅન કોંગો હેમરેજીક વાયરસને. દુધાળા પશુને લાગતી બગાઈ, ચીપકી, ઈતરડી દ્વારા આ વાયરસ મનુષ્ય સુધી પહોંચી શક્યો છે. ભારતમાં આ રોગનાં સૌપ્રથમ કેસ ગુજરાતના સાણંદના કોલટ ગામે નોધાયા છે. થોડા સમય માટે ત્રણેક લોકોનાં ભોગ લેનાર ‘CCHF' નાં કારણે લોકોની સાથે સાથે ડોક્ટરોમાં પણ ભય વ્યાપી ગયો હતો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નાં રિપોર્ટ પ્રમાણે 'પોલીઓ' જેવો રોગ પણ વિશ્વના અન્ય ખૂણે એટલે કે સાઉથ આફ્રિકાનાં કોંગોમાં તરખાટ મચાવી રહ્યો છે. કોંગોમાં જે વાયરસ અને ફીવરનાં પ્રથણ કેસ નોંધાયા તે ક્રિમેઅન કોંગો ફિવર ભારતમાં ફફડાટ ફેલાવી ગયો છે. જ્યારે 'પોલીયો' 'દો બુંદ જીંદગી કી'ની રસીકરણનો કાર્યક્રમ ભારતમાં આપણે આગળ ધપાવી રહ્યા છીએ ત્યારે, પોલીયો કોંગોમાં પહોંચી ફફડાટ ફેલાવી રહ્યો છે. ગયા ઓક્ટોબર મહિનાથી તેનો નવો આતંક શરૃ થયો છે. અને નવા તેવર સાથે. અત્યાર સુધી કોંગોમાં ૪૭૬ લોકોને 'પોલીયો' લાગી ચુક્યો છે એ તમે નહીં માનો પરંતુ... ૧૭૯ લોકોનાં મૃત્યુ પણ થયા છે. એટલે કે મૃત્યુ દર ૪૨% જેટલો થયો. WHO નાં આંકડાઓ મુજબ દર ૨૦૦ માણસોએ ફક્ત એક વ્યક્તિને 'પોલીયો' લાગુ પડે છે અને રોગનો શિકાર થનાંરાઓમાંથી માત્ર ૫%નાં મૃત્યુ થાય છે. આ સામાન્ય માહિતી છે. પોલીયો મોટા ભાગે પાંચ વર્ષથી નાના બાળકોને લાગતો હોય છે પરંતુ કોંગોનો પોલીયો કંઈક અલગ તાસીર બતાવી રહ્યો છે. કોંગોમાં પોલીયોનો ભોગ બનનાર વ્યક્તિ ૧૫ થી ૨૫ વર્ષનાં પુરૃષો છે. વિશ્વમાં એવા ઘણા રોગો છે જેનાથી લોકોને ખતરો છે. આવા સમયે એક નાનાં ભોળા બાળકનાં મનમાં પેદા થાય તેવો સવાલ જરૃર આપણા મગજમાં પણ ઘંટડી વગાડી જાય તેમ છે. ''શું ખતરનાક અને ફફડાટ ફેલાવનાર રોગોને જળમુળથી ઉખાડીને ફેંકી શકાય નહીં?''

વૈજ્ઞાાનિકો કેટલાંક રોગોને જડમુળથી ઉખાડીને ફેંકી દેવાના મૂડમાં છે. તેઓએ તો કેટલાંક રોગો માટે 'ડેડલાઈન' પણ ફિક્સ કરી રાખી છે. તેઓ માને છે કે ત્યારબાદ આવાં રોગ મનુષ્યોને ફરીવાર સતાવશે જ નહીં. અત્યાર સુધી શીતળા એટલે કે 'સ્મોલ પોક્સ' એવો રોગ છે જેને વૈજ્ઞાાનિકોએ જડમુળથી દૂર કરી નાખ્યો છે. હવે ફરીવાર 'શિતળા'નો રોગ માનવજાતને સતાવી શકે તેમ નથી. વૈજ્ઞાાનિકોનાં લીસ્ટ પર હવે કયાં રોગ છે જેને નજીકનાં ભવિષ્યમાં નામશેષ કરી શકાય તેમ છે?

૧૯૮૬માં WHO ની એસેમ્બલી ભરાઈ જેમાં ગીનીયા વોર્મ ડીસીઝ માટે ૧૯૯૫નું ટાર્ગેટ રાખવામાં આવ્યું હતું. પોલીયો માટે ૨૦૦૦ની સાલ નક્કી કરવામાં આવી હતી. આજે આપણે જાણીયે છીએ કે આ ટાર્ગેટ બસ્ટ થઈ ગયા છે. બંનેમાંથી એકપણ રોગ નામશેષ થઈ શક્યો નથી. શા માટે આપણે નિશ્ચીત 'ડેડલાઈન' જાળવી શકતા નથી? વિકાસશીલ દેશોની દલીલ છે કે વર્ષે દહાડે પુરા વિશ્વમાં પોલીયોનાં ૨૦૦૦ કેસ નોંધાય છે. તેના માટે થઈ ખોટા ડોલર અને સમય વેડફવાનો અર્થ ખરો? મુળ સવાલ અહીં પોલીટીક્સ અને સાયન્ટીસ્ટ વચ્ચે વિચારસરણીને લગતો છે. ૯/૧૧ નો હુમલો અને એન્થ્રેક્સનાં લેટર બોમ્બે અમેરીકાને ગભરાટનાં માર્યા ધૂ્રજતું કરી નાખ્યું હતું. જો કોઈ ટેરરીસ્ટ દ્વારા બાયો-ટેરરનાં હથિયાર તરીકે પ્રાણઘાતક રોગોનાં જીવાણુ કે વિષાણુ છોડવામાં આવે તો, કદાચ અમેરીકા ઉંઘમાંથી જાગીને વિચારસરણી બદલે ખરૃં! જે રોગોને ગંભીરતાથી ન લઈએ પરંતુ જે રોગ ઘાતક અને ખુબજ ગંભીર છે જેમ કે AIDS અથવા TB તો એનું શું? બીલ ગેટ્સ અને તેની પત્નીએ 'મેલેરીયા'નાં સંપૂર્ણ '૨૦૦૭' નક્કી કરી હતી. વૈજ્ઞાાનિકો 'મેલેરીયા'ને સંપૂર્ણ અટકાવવાનો કોઈ 'રામબાણ' ઈલાજ શોધી શક્યા નથી. આ પહેલાં WHO એ મેલેરીયા અટકાવવા માટે ૧૯૬૦નાં દાયકામાં ઘરે ઘરે જઈ મચ્છરનાં ખાતમા માટે DDT નો છંટકાવ કરવાની યોજના કરી હતી. પછી ખબર પડી કે મચ્છરોની નવી જમાત DDT સામે રક્ષાત્મક પાવર પેદા કરીને જન્મી ચુકી હતી. છેવટે DDT પોતેજ પર્યાવરણના મુદ્દે 'આરોપી' તરીકે આવી ગઈ. DDT નાં કારણે કેટલાય સજીવોમાં 'હોર્મોન્સ'નાં ફેરફારોનાં કારણે ખોડ-ખાંપણવાળા સજીવો જન્મ લેવા લાગ્યા હતા.

મેલેરીયા બાબતે કહેવાય છે કે 'યુરોપ'માંથી મેલેરીયા સંપૂર્ણ નાબુદ થઈ ચુક્યો છે. વૈજ્ઞાાનિકોનાં અથાગ મહેનત અને હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ઉમદા કામગીરીને કારણે સુંદર પરીણામ મળ્યું છે પરંતુ પુરી પૃથ્વી પરથી 'મેલેરીયા' નાબુદ થાય ત્યારે કહેવાય કે હવે પૃથ્વી પર મેલેરીયા નામનો રોગ બચ્યો નથી.

એક સમયે ખતરનાક ગણાતો ગીનીઆ વોર્મ ડીસીઝ, વિશ્વનાં ૨૦ કરતાં વધારે દેશોમાં પોતાનો પગપેસારો કરી ચુક્યો હતો. આજે આફ્રિકાનાં ચારેક દેશોમાં વર્ષે દહાડે ૩૫ લાખ કેસ નોંધાય છે. અમેરીકા ખંડમાં પોલીયોનાં એકપણ કેસ નોંધાયા નથી. આફ્રીકા, ભારત, રશિયા અને તેની આસપાસનાં દેશોમાં હજી પોલીયોનાં કેસ નોંધાતા રહે છે.

 

૨૦૦૨માં ચીનમાં અચાનક દેખા દીધેલ SARS (સાર્સ)નાં વાયરસે વિશ્વનાં દરેક દેશોને એલર્ટની સ્થીતીમાં લાવી દીધા હતાં. સાર્સ કોરોના વાયરસ વડે ફેલાય. આ રોગનાં ૨૦૦૪ પછી એકપણ કેસ નોંધાયા નથી. આજે ૨૦૧૧માં આપણે એમ કહી શકીએ ખરા કે આજે પૃથ્વી પર 'સાર્સ' બચ્યો નથી? વૈજ્ઞાાનિકો તેનો જવાબ 'હા'માં આપે છે. રોગ ફાટી નિકળ્યો ત્યારે જ દર્દીને અલગ 'કોરેન્ટાઈન' કરવા માટે 'આઈસોલેશન'માં લઈ જવા માટે વૈજ્ઞાાનિકો અને હેલ્થ વર્કરોએ જે જહેમત ઉઠાવી એ કાબીલે દાદ હતી. વિશ્વને ભરડામાં લેનાર અન્ય એક રોગ છે Lymphetic Filarisis જેને 'એલીફેન્યાસીસ' પણ કહે છે. ગુજરાતીમાં આપણે તેને 'હાથી પગા' તરીકે ઓળખીએ છીએ. મચ્છરો દ્વારા ફેલાતો આ રોગ બીજો વ્યાપક રોગ છે. અત્યાર સુધી ૧૨ કરોડ લોકો તેનો ભોગ બન્યાનો આંકડો WHO આપે છે. કેટલીક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ બનાવનારી કંપનીઓ તેની ટ્રીટમેન્ટમાં વપરાતી દવા મફતમાં આપવા તૈયાર થઈ છે. આ રોગને સામુહીક સારવાર (માસ ટ્રીટમેન્ટ) આપીને ૨૦૨૦ સુધીમાં ખતમ કરવાનું નવું 'ટાર્ગેટ' વૈજ્ઞાાનીકો મુકી ચુક્યાં છે.
ઓરી એટલે કે મિસલ્સ એ દુનિયાનાં લગભગ દરેક દેશનાં નાગરીકને સતાવતો બીજો 'ગ્લોબલ' રોગ છે. મિસલ્સ વાયરસથી આ રોગ ફેલાય છે. ૨૦૦૨ સુધીમાં અમેરીકાએ આ રોગ ઉપર કાબુ મેળવી લીધો હતો. બીજા અર્થમાં એમ પણ કહી શકાય તેમ હતું કે અમેરીકામાં 'ઓરી'નો રોગનો સફાયો થઈ ચુક્યો હતો. પરંતુ ત્યારબાદ ઓરીનાં નવાં કેસો અમેરિકામાં પણ નોંધાતા રહે છે. એક વર્ષમાં પુરા વિશ્વમાં લગભગ 'ઓરી'નાં એક કરોડ નવાં કેસ નોંધાય છે. WHO ની એક્સપર્ટ કમિટીનું કહેવું છે કે પુરાં વિશ્વમાંથી 'ઓરી'ને ખતમ કરવા માટે WHO એ ગ્રીન સીગ્નલ આપી દીધું છે. કેટલાંક વિરોધીઓ કહે છે પહેલાં 'પોલીયો'નો કેસ તો સોલ્વ કરો?!

આફ્રીકા અને દક્ષિણ અમેરિકા ખંડને સતાવતો બીજો વિલન 'રીવર બ્લાઈંડનેસ' છે. રાઉન્ડ વોર્મ (ગોળ કૃમિ) અને બ્લેક ફ્લાય (કાળી માખી)નાં કારણે આ રોગ ફેલાય છે. રીવર બ્લાઈન્ડનેસનો શીકાર બનનાર લોકોની સંખ્યા બે કરોડની છે. આંતરરાષ્ટ્રીય સંગઠન અને સહીયારા પ્રયત્નો સારાં પરીણામ આપી રહ્યાં છે. જો આમ ને આમ ચાલશે તો આવનારા દસ વર્ષમાં 'રીવર બ્લાઈન્ડનેસ'ને પૃથ્વીવાસી અલવીદા કરી શકશે. આવોજ આશાવાદ વૈજ્ઞાાનીકોને 'મેલેરીયા' માટે પણ છે. તમને લાગશે કે આ સિવાયનાં બીજા રોગો ખતરનાક અથવા ગંભીર નથી? કેન્સર અને ટી.બી.એ રોગોનાં લીસ્ટમાં સૌથી ઉપર આવતું નામ છે. ટોપ ટેનમાં લીસ્ટમાં AIDS ને પડતો મુકી શકાય નહીં. આ સીવાય ડાયેરીયા, ફેફસાને લગતા રોગો અને બાળકોમા થતા નાની ઉંમરના બાળરોગો અને બાળ મરણનું પ્રમાણ ઉચું છે. દેશ જેટલો વિકાસશીલ તેટલાં સ્વાસ્થ્યલક્ષી સ્વાવલંબી પ્રયત્નો કરી શકે છે પરંતુ ગરીબ દેશોની સ્થીતી આ મામલે કફોડી છે.

કેન્સર અને AIDS માટે તો હજી યોગ્ય સારવાર અને જડમુળથી નાબુદ કરી શકાય તેવી રસી કે ડ્રગ્સ વિકસાવવાનાં હજી બાકી છે. નવજાત શિશુમાં 'હુબેલા' વાયરસ, ખોડખાંપણ નોંતરે છે. ગુજરાતમાં ભય ફેલાવનાર ક્રિમીઅન-કોંગો હેમરેજીક ફીવરની વાત કરીએ તો, રોગ CCH વાયરસ દ્વારા ફેલાય છે. સ્તનાધારી પ્રાણીઓનાં શરીર પર ચોંટતી ઈતરડી ‘Ticks'નાં શરીરમાં આ વાયરસ ઘટ કરે છે. સામાન્ય રીતે દુધાળાં ઢોરનાં શરીરમાં આ વાયરસ કોઈ અસર બતાવતો નથી. પરંતુ મનુષ્યનાં શરીરમાં પ્રવેશે છે ત્યારે તે પોતાની અસલ જાત બતાવી દે છે. ૧૯૪૪-૪૫ એટલે કે બીજા વિશ્વયુદ્ધનાં ગાળામાં આ રોગનો શિકાર રશિયાનાં સૈનિકો બન્યાં હતાં. ૧૯૬૭માં રશિયન વાયરોલોજીસ્ટ મિસાઈલ ચુમાકોવે સેન્ટ્રલ એશિયાનાં પ્રાચીન સીલ્ક રૃટ-સમરકંદનાં દર્દીના શરીરમાંથી વાયરસ અલગ તારવ્યો હતો. ૧૯૫૬માં કોંગોમાંથી ગ્લીસલેઈન ફોર્ટીસે કોંગો વાયરસ અલગ તારવીને, અમેરીકાની રોકફેલર ફાઉન્ડેશન વાયરસ લેબોરેટરી (RFVL)માં મોકલ્યા હતાં. યુગાન્ડામાંથી પણ આ વાયરસનાં અલગ સ્ટ્રેઈન અમેરીકા મોકલવામાં આવ્યા હતા. સોવિયેત વાયરસ નિષ્ણાંતે અલગ તારવેલ વાયરસ અને કોંગો વાયરસ મળતાં આવતાં હતાં. ૧૯૭૩માં આ વાયરસનું સંયુક્ત નામ ક્રિમીઅન કોંગો વાયરસ પાડવામાં આવ્યું. જો કે વૈજ્ઞાાનિકોની જીભે હજી કોંગો વાયરસ નામ વધારે ચઢે છે. ભારત સિવાય કોસોવોમાં પણ ૨૦૧૦માં CCHF નાં ૭૦થી વધારે કેસ નોંધાયા છે અને ૪ વ્યક્તિનાં મોત થઈ ચુક્યાં છે. યોગ્ય પગલાં ભરવાથી આ રોગ ફેલાતો અટકાવી શકાયો છે. CCHF માટે કોઈ નિશ્ચીત સારવાર નથી પરંતુ 'રીબાવીરીન' દવા આ વાયરસ સામે અસરકારક પુરવાર થતી હોવાનું ડોક્ટરોનું કહેવું છે. પ્રયોગાત્મક ટ્રાયલનાં પુરાવાઓ કે એનાલીસ ઉપલબ્ધ નથી. હવે જો કે ગુજરાતમાં પણ આ રોગ નિયંત્રણમાં આવી ગયો છે એટલે ગભરાવાની જરૃર નથી.

 

શિતળાની રસી શોધનાર બ્રિટીશ ડોક્ટર કમ વૈજ્ઞાાનિક એડવર્ડ જેનરે ૧૮૦૧માં લખ્યું હતું કે 'મનુષ્ય જાતને હેરાન પરેશાન કરનાર સ્મોલ પોક્સનો ખાત્મો બોલાવવો, મારાં સંશોધનથી શક્ય બને તેમ છે.' ટુંકા ભવિષ્યમાં વિશ્વ શિતળા વિહીન હોવાનું સ્વપ્ન એડવર્ડ જેનરે જોયું હતું. આપણે જાણીએ છીએ કે એડવર્ડ જેનરનાં સ્વપ્નને સાકાર થવા માટે ૧૮૦ વર્ષો જેટલો લાંબો સમય લાગ્યો છે. આશાવાદ અમર છે. ભવિષ્યનાં કોઈ એક દિવસે પૃથ્વી પરથી ખરતનાક અને જાનલેવા 'રોગો' સદાકાળ માટે દુર થઈ જશે.

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved