Last Update : 14-Feb-2011, Monday

ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું

કંપનીના મૅનેજિંગ ડિરેકટર શાહીદ બાલવાની ધરપકડ બાદ લેવાયેલો નિર્ણય

મુંબઈ - ડીબી રિઅલ્ટીસના મેનેજીંગ ડિરેકટર શાહીદ બાલવાની ધરપકડ કરવામાં આવ્યા બાદ મુંબઈ શહેરના પશ્ચિમના ઉપનગરોમાં નો-ડેવલપમેન્ટ ઝોનમાં ટાવરો બાંધવાના કંપનીના પ્રસ્તાવોને રાજ્ય સરકારનો એક પણ અધિકારી મંજૂરી આપવા ઈચ્છુક ન હોવા સાથે થાણે સ્થિત બેયર ક્રોપ સાયન્સનો ૧૦૮ એકરનો પ્લોટ ખરીદવાનું પણ કંપનીએ માંડી વાળ્યું છે.

આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડ બાદ મંત્રાલયના નગર વિકાસ વિભાગના અધિકારીઓ નો-ડેવલપમેન્ટ ઝોન હેઠળના પ્રસ્તાવોને મંજૂરી આપવા ઈચ્છતા નથી.
૨-જી સ્પેકટ્રમ કૌભાંડમાં શાહીદ બાલવાની ધરપકડ કરવામાં આવ્યા બાદ મલાડમાં મઢ નજીક નો-ડેવલપમેન્ટ ઝોન હેઠળના ૨૦ એકરના પ્લોટને વિકસાવવાના કંપનીના પ્રસ્તાવ ઉપર ઠંડુ પાણી ફરી વળે એમ છે.

ગત સપ્ટેમ્બર ૨૦૦૯માં કંપનીના પ્રસ્તાવને પગલે સરકારને ૨૦ એકરના પ્લોટ ઉપર નિવાસી ફલેટો બાંધવા ફેરફાર કરવા તૈયારી દર્શાવી હતી અને તેમાં ડીબી રિઅલ્ટી તરફથી પોલીસો માટે વિનામૂલ્યે ઘરો બાંધી દેવામાં આવનાર હતા.

આ પ્લોટ ઉપર સરકાર કંપનીને ચાર એફ.એસ.આઈ. આપવાની હતી પરંતુ એક સ્વૈચ્છિક સંસ્થાએ ઉપાડેલા વાંધાથી અત્યાર સુધી કંપનીને પરવાનગી મળી ન હતી અને હવે પરિસ્થિતિ વધુ વિકટ થઈ ગઈ છે.

દરમિયાન થાણે ખાતે ૧૫૦૦ કરોડની કિંમતે ૧૦૮ એકરનો પ્લોટ લેવાનું કંપનીએ અત્યારે માંડી વાળ્યું છે. કંપનીના ચેરમેન વિનોદ ગોએન્કાએ આ અહેવાલને સમર્થન આપતાં જણાવ્યું હતું કે જમીનનું ટાઈટલ બરોબર ન હોવાથી અમે પ્લોટ લેવાનું માંડી વાળ્યું છે. જમીનની માલિકીના વિવાદ ઉપરાંત આર્થિક મુદ્દા પણ મહત્ત્વના હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ઓક્ટોબર ૨૦૧૦માં બેયર પાસેથી પ્લોટ ખરીદવામાં એકમાત્ર ડીબી રિઅલ્ટી અગ્રેસર હતી પરંતુ ત્યારે રીઅલ એસ્ટેટ માર્કેટમાં તેજી હતી અને હવે ધીરે ધીરે મંદી આવી રહી છે. ડીબીરિઅલ્ટીએ વાંદરા પૂર્વમાં સરકારી કોલોની ખરીદવાનો સોદો કર્યો છે પરંતુ તેના પૈસાની પણ હજી સુધી ચૂકવણી થઈ ન હોવાથી રાજ્ય સરકાર આ સોદો રદ કરે એવી શક્યતા છે.

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved