Last Update : 14-Feb-2011, Monday
ભારત જેવા પડોશી દેશો સાથે યુદ્ધે ચડવાની ચીનની ધમકી

અમેરિકા સાથે મળી વિરોધી ધરી રચતા

(પીટીઆઈ) બેઈજિંગ, તા. ૧૨
ચીને ભારત, જાપાન સહિતના પડોશી રાષ્ટ્રોને સ્પષ્ટ સંકેતો પાઠવ્યા હતા કે તે પોતાના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે યુદ્ધે ચડવાની તૈયારી પણ રાખે છે. આ દેશો અમેરિકા સાથે મળી ચીન વિરોધી જૂથમાં જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચીને પોતાના પડોશીઓને અંકુશમાં રાખવા શસ્ત્ર તરીકે આર્થિક પ્રભુત્વ અને વેપારનો ઉપયોગ કરવો જોઈએ તેવો મત દર્શાવાય છે.
રાષ્ટ્રીય હિતની સુરક્ષા માત્ર મંત્રણાઓથી નહિ પરંતુ યુદ્ધથી જ થતી હોવાનો ચીની સામ્યવાદી પક્ષનો નવો મંત્ર
શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC) ના સત્તાવાર પ્રકાશન કિવયુશી જર્નલના લેખમાં જણાવાયું છે કે ચીને યુદ્ધની પહેલ નહિ કરવાના પાયારૃપ વ્યૂહાત્મક સિદ્ધાંતને વળગી રહેવું જોઈએ, પરંતુ વળતાં પ્રહાર માટે પણ તૈયાર રહેવું જોઈએ. આપણે પડોશી રાષ્ટ્રોને સ્પષ્ટ સંકેતો મોકલવા જોઈએ કે આપણા રાષ્ટ્રીય હિતોનાં રક્ષણ માટે કોઈ પણ સમયે યુદ્ધ માટે તૈયાર છીએ.
નવા ચીનના ઈતિહાસમાં શાંતિ કદી સમાધાનથી મેળવાઈ નથી, પરંતુ યુદ્ધ થકી જ હાંસલ થઈ છે, તેમ કહેતા લેખમાં જણાવાયું છે કે રાષ્ટ્રીય હિતોની રક્ષા માત્ર વાટાઘાટોથી નહિ પણ યુદ્ધથી જ હાંસલ કરાઈ છે. જાપાન, ભારત, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઈન્સ, કોરિયા અને ઈન્ડોનેશિયા જેવા દેશો ચીન વિરોધી જૂથમાં જોડાવા પ્રયત્ન કરે છે કારણકે તેમના હિતોનો સંઘર્ષ છે અથવા ચીન સાથે યુદ્ધ થયેલાં છે. યુએસ ખુલ્લેઆમ આ પડોશી દેશોને ચીન વિરૃદ્ધ જવા ઉશ્કેરે છે. આ માટે માત્ર યુએસને દોષ આપી શકાય નહિ.
આ પડોશી દેશો યુએસનો ઉપયોગ કરી લાભ મેળવવા પ્રયત્નશીલ હોવાનું પણ લેખ જણાવે છે. ચીને પડોશીઓને અંકુશમાં રાખવા પોતાના આર્થિક પ્રભુત્વ અને વેપારનો શસ્ત્રરૃપે ઉપયોગ કરવો જોઈએ. ચીનના પડોશી દેશોને ચીનના આંતરરાષ્ટ્રીય વેપારની વધુ જરૃર છે. આથી, ચીનને ગુસ્સે કરીને તેમને જ વધુ નુકસાન થવાનું છે. ચીને પોતાની આર્થિક સરસાઈ અને વ્યૂહાત્મક સત્તાઓનો સારો ઉપયોગ કરવો જોઈએ. યુદ્ધને ટાળવાના આ સૌથી અસરકારક સાધન છે.
લેખમાં જણાવાયું છે કે અમેરિકાએ ચીનને નિયંત્રણમાં રાખવા અનેક પગલાં લીધાં છે. વળતાં પગલાંરૃપે અમેરિકા સાથે ગઠબંધનમાં જોડાતાં પડોશી રાષ્ટ્રોને નિયંત્રણમાં રાખવાની નીતિમાં યુદ્ધે ચડવાના અને લેટિન અમેરિકા - આફ્રિકામાં યુએસ વિરોધી ગઠબંધનો રચવાની તરફેણ આ લેખમાં કરવામાં આવી હતી.

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved