Last Update : 14-Feb-2011, Monday
દેશભરમાં આત્મહત્યા કરનારાઓની સંખ્યામાં ગૃહિણીઓની ટકાવારી વધુ
 

મુંબઈ, તા.૧૨
ભારતમાં દર કલાકે ૧૫ લોકો આત્મહત્યા કરે છે. આમાંના દર ત્રણ જણાએ એક ૧૫થી ૨૯ વર્ષની વય સુધીનો હોય છે. સૌથી ખરાબ બાબત તો એ છે કે દેશમાં વર્ષે એક લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે તે પૈકીના ૨૫ ટકા લોકો પારિવારીક કારણોસર આયખુ ટૂંકાવે છે. એમ તાજેતરમાં જારી કરાયેલા નેશનલ ક્રાઈમ રેકોર્ડઝ બ્યુરો (એનસીઆરબી)ના ૨૦૦૯ના અહેવાલમાં જણાવાયું છે.
દર ત્રણ જણાએ એક યુવાન, તો દર પાંચ આત્મહત્યાએ એક ગૃહિણી જીવન ટૂંકાવે છે
એનસીઆરબીના આંકડા દર્શાવે છે કે દેશભરમાં રોજ ૨૨૩ પુરુષો આત્મહત્યાનું અંતિમ પગલું ભરે છે. જ્યારે ૧૨૫ મહિલાઓ રોજ મોતને વ્હાલું કરે છે. ચોંકાવનારી બાબત એ છે કે આ પૈકીની ૬૯ મહિલાઓ ગૃહિણી હોય છે.
વરિષ્ઠ નાગરિકોની આત્મહત્યાના કિસ્સાઓની દ્રષ્ટિએ કેરળ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સંવેદનશીલ રાજ્યો તરીકે ઉભરી આવ્યાં છે. આ રાજ્યોમાં આત્મહત્યા કરનારા લોકોમાં ૫૪.૭ ટકા ૬૦ વર્ષ કે તેથી વધુ વયના હોવાનું માલુમ પડયું છે. ૧૧.૨ ટકા વૃધ્ધોએ મોતને આમંત્રણ આપ્યું હોવાના આંક સાથે મહારાષ્ટ્ર આ રાજ્યોમાં ત્રીજા ક્રમે છે.
અહેવાલમાં જણાવાયું છે કે મોતને બાથ ભરતા ૨૯ વર્ષની વય સુધીના લોકો બેરોજગારી, પરીક્ષામાં નિષ્ફળતા, ગરીબી અને દહેજના કંકાસને કારણે આવું પગલું ભરે છે. રોજ ગરીબીને કારણે આઠ, નાદાર બનવાને પગલે નવ તથા બેરોજગારીને લીધે સાત ભારતીયો જીવનને ટૂંકાવે છે. બેરોજગારી તથા વ્યવસાય કે કારકિર્દીની સમસ્યાને કારણે કરવામાં આવતી આત્મહત્યાની સંખ્યામાં અનુક્રમે ૧૮.૮ ટકા અને ૧૫.૧ ટકાનો વધારો થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
એ બાબતની નોંધ લેવી ખરેખર ખેદજનક છે કે ગૃહિણીઓ આટલી મોટી સંખ્યામાં આપઘાતને માર્ગે જાય છે. દર પાંચ આત્મહત્યાએ એક આત્મહત્યા ગૃહિણીની હોય છે. ૨૦૦૯માં આત્મહત્યાના સૌથી વધુ કિસ્સો બેંગલોરમાં (૨,૧૬૦) નોંધાયા હતા. તે પછીના ક્રમે ૧,૪૧૨ના આંક સાથે ચેન્નઈ, ૧,૨૧૫નાં આંક સાથે દિલ્હી અને ૧,૦૫૧ની સંખ્યા સાથે મુંબઈ હતાં. યોગાનુયોગ, દેશમાં આત્મહત્યાનો સૌથી ઓછો દર કોલકાતાનો છે.

 

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 

મુંબઈ - ૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મહારાષ્ટ્રના- એટીએસ અધિકારી અશોક કામ્ટેની પત્ની વિનિતા મારૃતિ રાવ કામ્ટેના ઘરમાંથી ચોરાયેલા રૃપિયા ૫૦ લાખના દાગીના ગુરુવારે બિહારની પોલીસે તેમને પરત કર્યા હતા.

જે દિવસે તેમના પતિ પર હુમલો થયો એના સમાચાર મળતા તે જ દિવસે કામ્ટે કુટુંબ પુણેથી મુંબઈ આવવા નિકળ્યું ત્યારે તેમના ઘરમાં ચોરી થઈ હતી. એ વખતે ઘરમાં માત્ર તેમનો ૧૫ વર્ષનો નોકર જય પ્રકાશ સાહ હતો. તે ઘણા વર્ષોથી કામ્ટેના ઘરમાં કામ કરતો હતો. બિહારના સરન જિલ્લાના ચિત્રા પરસા ગામના વતની સાહે એકલતાના લાભ લઈને કામ્ટેનું કબાટ ખોલીને દાગીના ચોરી લીધા ત્યારબાદ તેણે પિતા રામ ચંદ્ર સાહને સરનથી પુણેથી બોલાવીને દાગીના આપી દીધા.

મુંબઈથી આવ્યા બાદ કામ્ટે પરિવારને જાણવા મળ્યું કે દાગીના ખોવાઈ ગયા છે એટલે તેમણે પોલીસને ફરિયાદ કરી હતી. તપાસમાં સરનની પોલીસે રામ ચંદ્રની ધરપકડ કરતા તેણે વટાણા વેરી દીધા હતા. સરનની અદાલતના ન્યાયાધીશને નિર્દેશ મુજબ મંગળવારે વિનિતા છાપરા પહોંચ્યા હતા. કોર્ટમાં તેમણે જયને આરોપીના પાંજરા જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠયું.
તેમણે કોર્ટમાં અરજી કરીને અદાલત બહાર કેસનો નિવેડો લાવવા પરવાનગી આપવા વિનંતી કરીહતી. નવ મહિનાથી જેલમાં સબડતા જયને માફી આપવા પણ અરજી કરી હતી કેમ કે તેમણે એને દીકરાની જેમ સાચવ્યો હતો.

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved