Last Update : 14-Feb-2011, Monday

જાન્યુઆરીમાં નિકાસ ૩૨.૫ ટકા વધી ૨૧ અબજ ડોલર

 
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૨
ભારતના માલસામાનની નિકાસમાં વાર્ષિક ધોરણે જાન્યુઆરી મહિનામાં ૩૨.૫ ટકાનો ઊછાળો નોંધાયો હતો અને નિકાસ ૨૦.૬ અબજ ડોલરની થઇ હતી. યુએસ અને લેટિન અમેરિકાની માગ વધવાના કારણે વર્તમાન નાણા વર્ષના અંતે કુલ નિકાસ ૨૨૦ અબજ ડોલરને સ્પર્શી જાય તેવી ધારણા છે. ૨૦૧૦-૧૧ના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં નિકાસમાં ૨૯.૪ ટકાનો વધારો થઇ વાર્ષિક ધોરણે ૧૮૪.૬ અબજ ડોલર થયો હતો.
અમેરિકા સહિતના દેશોમાં માંગ ખુલતા નાણાકીય વર્ષને અંતે નિકાસ ૨૨૦ અબજ ડોલર થવાની ધારણા
વાણિજય સચિવ રાહુલ ખુલ્લરે જણાવ્યું હતું કે આ મોટો ઉછાળો છે. આગામી મહિનામાં ૨૦૦ અબજ ડોલરના આંકને પાર કરી ૨૨૦-૨૨૫ અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. નિકાસકારોની સંસ્થા FIEO એ જણાવ્યું હતું કે દેશની નિકાસો યુએસ અને એશિયામાં વધવાની સાથે લેટિન અમેરિકા અને આફ્રિકાના નવા બજારોમાં પણ વધી રહી છે. ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ આ મહિનામાં આયાત ૧૩.૧ ટકા વધી ૨૮.૬ અબજ ડોલર થતાં વેપારમાં આઠ અબજ ડોલરની ખાધ રહી હતી.
વર્તમાન ૨૦૧૦-૧૧ નાણાવર્ષના એપ્રિલ-જાન્યુઆરી સમયગાળામાં સારો દેખાવ કરનારા ક્ષેત્રોમાં જેમ્સ અને જવેલરી (૯.૩ ટકા), એન્જિનિયરિંગ (૭૦ ટકા), પેટ્રોલિયમ અને ઓઇલ લુબ્રિકન્ટસ (૩૬ ટકા)નો સમાવેશ થાય છે. નાણા વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં વેપાર ખાધ ૮૯ અબજ ડોલર થઇ હતી અને વર્ષના અંતે તે ૧૦૫-૧૧૦ અબજ ડોલર થશે તેમ વાણિજય સચિવ જણાવ્યું હતું.
સરકારે આ વર્ષ માટે ૨૦૦ અબજ ડોલરનું નિકાસ લક્ષ્યાંક રાખ્યું છે. ડીસેમ્બર ૨૦૧૦માં દેશની નિકાસમાં વાર્ષિક ધોરણે ૩૬.૪ ટકાના વધારા સાથે ૨૨.૫ અબજ ડોલર થઇ હતી, જે ૩૩ મહિનામાં સર્વોચ્ચ આંક હતો. ખુલ્લરે જણાવ્યું હતું કે જો આ દરે દેશની નિકાસમાં વધારો થતો રહેશે તો આગામી ત્રણ વર્ષમાં શિપમેન્ટ ૫૦૦ અબજ ડોલરના નજીક પહોંચી જશે. લોહખનિજ, ફળ અને શાકભાજી ચોખાને બાદ કરતા જાન્યુઆરીમાં અન્ય તમામ ક્ષેત્રોમાં નિકાસનું ધોરણ તંદુરસ્ત રહ્યું હતું.

 

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved