Last Update : 14-Feb-2011, Monday
ખાડિયામાં વકરતો કમળો ૮૦ લોકો રોગના ભરડામાં

વઘુ ૧૦ દર્દીઓ નોંધાયા

અમદાવાદ, શનિવાર
અમદાવાદમાં કોટ વિસ્તારમાં આવેલા ખાડિયામાં કમળાનો રોગચાળો વકરી રહ્યો છે. આજે ખાડિયા-રાયપુરમાં કમળાના વધુ ૧૦ કેસ નોંધાયા છે. આ સાથે તાજેતરમાં વકરેલા કમળાના ૫૦ કેસ નોંધાયા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. જોકે, બિન-સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ કમળાના ભરડામાં ૮૦થી વધુ લોકો આવી ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પાણીજન્ય રોગચાળાને કાબૂમાં લેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. કમળાને કારણે અસર પામેલા વિસ્તારોમાં મેડિકલ ટીમ મૂકવામાં આવી છે.
બે સ્થળે પાણીના લીકેજ મળ્યાઃ મ્યુનિ હેલ્થ-મેડિકલ ટીમો દ્વારા ૪,૫૦૦ મકાનોનો સર્વે કરવા સહિત પગલાં લેવાયાં
અમદાવાદમાં મધ્ય ઝોનમાં પાણી અને ડ્રેનેજની લાઈનો વર્ષો પહેલાં નાંખવામાં આવી છે. કોટ વિસ્તારમાં આવેલી પાણી અને ગટરની લાઈનો ખવાઈ ગઈ છે. વર્ષો જૂની આ પાઈપલાઈનમાં લીકેજ હોવાને કારણે ગટરનું પાણી અને પીવાના પાણીમાં ભળી જવાને કારણે પીવાનું પાણી પ્રદૂષિત થવાને કારણે આ પાણીજન્ય રોગચાળો ફેલાયો હોય તેમ લાગે છે. ખાડિયા-રાયપુરમાં આવેલી પોળોમાં છેલ્લાં પાંચ દિવસથી પ્રદૂષિત અને વાસ મારતું પાણી આવે છે. પખાલીની પોળ, આત્મારામનું ડહેલુ, લાલજી મહારાજનું ડહેલું, વિઠ્ઠલ શેરી, નાઈવાડો, વગેરે વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. આ કમળાના વધુ ૧૦ કેસ નોંધાયા છે અને આ સાથે છેલ્લાં પાંચ દિવસમાં કમળાના કેસ વધીને ૫૦ થયા હોવાનું સત્તાવાર સૂત્રોએ કહ્યું છે. જોકે, બિન-સત્તાવાર સૂત્રોએ કહ્યું છે કે, ખાડિયા-રાયપુરમાં કમળાના વાવરમાં ૮૦ જેટલા લોકો સપડાયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાડિયા-રાયપુર વિસ્તારમાં કમળાના રોગચાળાને કાબૂમાં લેવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. આમ છતાં કમળાનો રોગચાળો કાબૂમાં આવતો નથી. આ વિસ્તારોમાં એન્જિનીયરિંગ વિભાગ અને મેડિકલ વિભાગને કામે લગાડવામાં આવ્યો છે. ગટરના પાણીનું લીકેજ શોધવા માટે ખોદકામ કરાયું છે અને બે સ્થળે પાણીના લીકેજ મળી આવ્યા હતા જે બંધ કરાયા છે. હેલ્થ વિભાગના વડા ડો.કુલકર્ણી અને ડે. હેલ્થ ઓફિસર ભાવિન જોશીએ કહ્યું કે, મ્યુનિ. દ્વારા મેડિકલ ટીમ મોકલવામાં આવી છે અને ૩ મોબાઈલ ડીસ્પેન્સરી વાન તથા એમ્બ્યુલન્સ પણ મૂકાઈ છે. આજે સવારે અને બપોરે ૧૯ મેડિકલ અને હેલ્થ ટીમ દ્વારા ૪,૫૦૦ મકાનનો સર્વે કરાયો છે. પ્રદૂષિત પાણીથી અસર પામેલા વિસ્તારોમાં ક્લોરિનની ગોળીનું વિતરણ કરાયું છે. ઈજનેર વિભાગ દ્વારા ડીશિલ્ટિંગ માટે ૨ ટીમ મૂકીને સફાઈ કામગીરી હાથ ધરાઈ છે.

 

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved