Last Update : 14-Feb-2011, Monday
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાલતી

અમદાવાદ,શનિવાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષોથી ચાલતી અમદાવાદ દર્શનની બસને મુસાફરો ન મળતાં હાલમાં ખોટમાં ચાલી રહી છે. છેલ્લા કેટલાય સમયથી શહેરના નાગરિકોની માગણી છતાં જૂના અને નકામા બનેલા રુટ પર જ આ બસ દોડાવવાની રોજના ૫૫ની સામે માત્ર ૧૫થી ૨૦ જ મુસાફરો તેમાં બેસે છે. એટલું જ નહીં, મ્યુનિ.ની બસમાં અમદાવાદ દર્શન કર્યા પછી મુસાફરો ખાસ કંઇ ન જોયાની અને છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે.
શહેરના આકર્ષણરૃપ સ્થળો ન ઉમેરાતાં માત્ર ૧૫-૨૦ ટુરિસ્ટ જ મળે છે ઃ મુસાફરોને છેતરાયાની થતી લાગણી
મ્યુનિ. દ્વારા હાલમાં લાલદરવાજાથી સવારે ૯ વાગ્યે ્અને બપોરે ૧.૩૦ એમ બે બસ ચાલે છે. જેમા ૬૦ રુપિયામાં ચાર કલાક અમદાવાદનું દર્શન કરાવાયા છે. ચાર કલાકમાં અમદાવાદનું દર્શન કેવી રીતે થઇ શકે તે પ્રશ્ન કોઇને પણ થયા વગર ન થાય. પરંતુ મ્યુનિ. ચાર જ કલાકમાં અમદાવાદ બતાવી દે છે. આ ચાર કલાક બતાવવામાં આવતા સ્થળોમાં માત્ર કાંકરિયા, શ્રેયસ ફાઉન્ડેશન, ગાંધી આશ્રમ, હઠીસીંગના દેરા વગેરે ત્રણ-ચાર સ્થળે જ મુસાફરને ઉતારવામાં આવે છે. બાકી સ્થળો તો બસમાં બેઠાબેઠા જ બતાવી દેવામાં આવે છે. જેના કારણે મુસાફરોને કંઇ જ ન જોયાની લાગણી થઇ રહી છે.
શહેરના નાગરિકોને એવી લાગણી થઇ રહી છે કે મહેમાનો આવે તો અમદાવાદ કેવી રીતે બતાવવું. કારણ કે પશ્ચિમ અમદાવાદમાં શરુ થયેલા ઇસ્કોન, બાલાજી મંદિર, વૈષ્ણોદેવી, સાયન્સ સિટી, અડાલજની વાવ વગેરે જેવા સ્થળો તો કોઇ જોઇ જ નથી શકતું. અમદાવાદને શાંઘાઇ જેવું શહેર બનાવવાની વાતો ચાલે છે. પરંતુ હકીકત એ છે કે જૂનું અમદાવાદ અને નવા અમદાવાદ બંનેનું દર્શન કરાવી શકે તેવી એસી લક્ઝરી બસ હજુ સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન આપી શક્યું નથી. કોર્પોરેશનની હાલમાં ચાલતી બંને બસો ખખડધજ બની ગઇ છે. શહેરમાં આવતાં મુસાફરો અને વિદેશીઓ આ બંને બસ પરથી જ મ્યુનિ. કોર્પોરેશનની કિંમત કરી જાય છે. એએમટીએસના રજૂ થયેલા બજેટમાં પણ આ બસો વિશે કોઇ જ વાત કરવામાં આવી નથી.
કયા સ્થળે ફેરવાય છે?
અમદાવાદ,શનિવાર
અમદાવાદ દર્શનનો રુટ જૂનો છે, તેમાં પશ્ચિમના કે પોળના રીયલ કલ્ચર સમી હવેલીઓ બતાવવાનું કોઇ સ્થળ નથી. ભદ્રનો કિલ્લો, સીદી સૈયદની જાળી, રાણી સીપ્રી મસ્જિદ, કાંકરિયા, ઝુલતા મિનારા, હઠીસીંગ દેરા, શાહિબાગ બેપ્સ મંદિર, સરદાર પટેલ સ્મારક, ગાંધીઆશ્રમ, ગુજરાત યુનિ., એલડી મ્યુઝિયમ, શ્રેયસ ફાઉન્ડેશન, સંસ્કાર કેન્દ્ર, ટાઉન હોલ. આ સ્થળોમાંથી મોટાભાગના સ્થળોમાંથી ત્રણ ચાર જગ્યાએ જ નીચે ઉતારાય છે. બાકી તો બસમાંથી જ બતાવી દેવાય છે.

-

સાયન્સ સિટી

-

સરખેજ રોજા

-

ઇસ્કોન મંદિર

-

બાલાજી મંદિર

-

વૈષ્ણોદેવી

-

અડાલજ વાવ

-

અમદાવાદની વાવો

-

ગુજરાત હાઇકોર્ટ

 

 

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved