Last Update : 14-Feb-2011, Monday
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
કાકા-ભત્રીજીની ગેંગ મેમનગરના સોનીને 'મામા' બનાવી ગઈ
અમદાવાદ, શનિવાર
દુકાનદાર કોઈપણ ગ્રાહક ઉપર તરત ભરોસો મુકતા હોતા નથી. આવી માનસિકતાને ધ્યાન ઉપર રાખી 'કાકા-ભત્રીજી'ની ઠગ ટોળકીએ 'કાયમી ગ્રાહક' હોય તેવો વર્તાવ કરી મેમનગરના સોની સાથે લાખોની છેતરપિંડી કરી છે. દિવાળી પહેલા પુષ્યનક્ષત્રમાં વિંટી ખરીદ્યા પછી લગ્નના બહાને દાગીના જાંગડ લઈ જઈ તેમાંથી છૂટક ખરીદી કરી પૈસા પણ ચૂકવી આપ્યા હતા. આ પ્રકારે વિશ્વાસ કેળવ્યા બાદ ૪ આરોપીઓ ગણત્રીના કલાકોમાં બે તબક્કે ૧૦.૬૫ લાખના દાગીના જાંગડ લઈ ગઈ રફૂચક્કર થઈ ગયા છે. કાકા-ભત્રીજીના સ્વાંગમાં આવેલી ગેંગની તસ્વીરો જ્વેલર્સના કેમેરામાં કેદ થઈ છે. આ ગેંગ પકડાશે કે કેમ તે સમય જ બતાવશે.
પુષ્યનક્ષત્રમાં વિંટી ખરીદ્યા બાદ લગ્નના બહાને દાગીના જાગંડ લઈ જઈ છૂટક ખરીદી કરીઃ વિશ્વાસ કેળવી મોટો હાથ માર્યો
મેમનગરના સુભાષ ચોકમાં મહેન્દ્રભાઈ જેઠાભાઈ પટેલ (ઉ.વ. ૫૨)ની હરીશ્રી જ્વેલર્સ નામની જ્વેલરી શોપ આવેલી છે. ધનતેરસ પહેલા પુષ્યનક્ષત્રમાં એક યુવક અને એક યુવતી શુભમૂહુર્તની ખરીદી કરવા આવ્યા હતા. તેલના ધંધાર્થી હોવાનું અને મનિષ પટેલ નામ આપનાર યુવકે તેની સાથે રહેલી યુવતી તેની ભત્રીજી હોય તેવું ચિત્ર ઉપસાવ્યું હતું. થલતેજના નારાયણ બંગ્લોઝમાં રહેતા હોવાની વાત કરનાર કાકા-ભત્રીજી શુભમુહૂર્તમાં રૃા. ૫,૦૦૦ની વિંટી ખરીદી ગયા હતા.
વાત વાતમાં, દુકાનદારની સ્થિતિ અને માનસિકતા જાણ્યા બાદ મહિનાઓ પછી બન્ને દેખાયા હતા. તા. ૭ જાન્યુઆરીએ આવેલા કાકા-ભત્રીજીએ લગ્નપ્રસંગ હોવાથી દાગીના ખરીદવાના હોવાની વાત કરી હતી. આ સમયે બે વિંટી જાંગડ લઈ જઈ તેમાંથી એક વિંટી પરત કરી બીજી વિંટી ખરીદીના રૃા. ૮,૭૦૦ સોની મહેન્દ્રભાઈને ચૂકવી આપ્યા હતા. આ પછી જાન્યુઆરી મહિનામાં તા. ૧૧, ૧૭, ૨૨, ૨૭ અને ૩૧ના રોજ મનિષ અથવા મનિષની કથિત ભત્રીજી દુકાને આવતા રહ્યા હતા. પાંચ વખતની મુલાકાત દરમ્યાન ચેઈન અને વિંટી જેવી વસ્તુઓ જાંગડ લઈ જતા હતા. જાંગડ લઈ જવાયેલી વસ્તુઓમાંથી રૃા. ૬થી ૩૦ હજાર સુધીની ખરીદી કરી બાકીના દાગીના સોનીને પાછા આપી દેતા હતા. એક તબક્કે મનિષ પટેલે તેની માતાની બંગડીઓ બનાવવા આપી રૃા. ૯૭,૦૦૦ પણ ચૂકવ્યા હતા. પોતાની દુકાનના કર્મચારી કહેવાતા સંજય નામના શખ્સને એક વખત પૈસા ચૂકવવા મોકલ્યો હતો અને એક મિત્રને મોકલી ૫,૦૦૦ની ચેઈન ખરીદી કરાવી હતી. આ પ્રકારે 'કાયમી ગ્રાહક' તરીકે સોની મહેન્દ્રભાઈ અને દુકાનમાં સાથે બેસતા મનુભાઈ કાંતિભાઈ પટેલનો વિશ્વાસ આ ગેંગે કેળવી લીધો હતો.
તા. ૪ ફેબુ્રઆરીએ મહેન્દ્રભાઈની દુકાને પહોંચ્યો હતો. મનિષ લગ્ન માટે ૩.૭૫ લાખની કિંમતના ચેન, વિંટીઓ, ડોકીયા જાંગડ લઈ ગયો હતો. બીજા દિવસે તા. ૫ના બપોરે ૧૨-૩૦ વાગ્યે મનિષની ભત્રીજી દુકાને આવી હતી અને કહ્યું હતું કે- 'ઘેર મહેમાન છે, દાગીના પસંદ કરવા લઈ જવા છે.' મહેન્દ્રભાઈના કહેવાથી ભત્રીજીએ મનિષ સાથે ટેલીફોન ઉપર વાત કરાવી હતી. બપોરે ચાર વાગતા સુધીમાં દાગીના પાછા આપી દઈશું અને હીસાબ કરી જઈ તેવી વાત મનિષે કરતા સોની મહેન્દ્રભાઈ ભોળવાયા હતા. મનિષની ભત્રીજી સોનાના ૪ સેટ, ૩ મંગળસૂત્ર, મગમાળા, બે ચેઈન, વિંટીઓ અને ચાર બંગડી મળી ૩૦૮ ગ્રામ સોનાના દાગીના જાંગડ લઈ ગઈ હતી.
તા. ૪ અને ૫, બે દિવસમાં ૧૦.૬૫ લાખની કિંમતના ૪૭૨ ગ્રામ સોનાના દાગીના લઈ ગયેલા મનિષભાઈ અને તેમની ભત્રીજી મોડીસાંજ સુધી પાછા ન ફરતા સોની મહેન્દ્રભાઈએ ફોન કરવાનું ચાલુ કર્યું હતું. મનિષના ત્રણેય મોબાઈલ ફોન બંધ આવતા હતા. અંતે, મનિષે ઘરનું સરનામું આપ્યું હતું તે થલતેજના નારાયણ બંગ્લોઝમાં તપાસ કરતા આવી કોઈ વ્યક્તિ રહેતી નહીં હોવાનું જણાતાં પોતે છેતરાયાનો અહેસાસ મહેન્દ્રભાઈને થયો હતો. મહેન્દ્રભાઈએ દુકાનના સી.સી.ટી.વી. કેમેરાના રેકોર્ડિંગમાંથી 'કાકા-ભત્રીજી'ની ઠગ ટોળકીના કાકા, સ્વરૃપવાન ભત્રીજી ઉપરાંત સંજય પટેલ અને દુકાનના માણસના ફોટોગ્રાફ્સ કાઢયા છે. નવતર પ્રકારની ઠગાઈથી પોલીસ પણ અચંબિત બની ગઈ છે.

 

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved