Last Update : 14-Feb-2011, Monday
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ

કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને જોઈતી વીજળી મફતમાં મળી શકે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વાપી-વલસાડ રિજ્યનની કચેરીએ દરોડા પાડીને અગિયાર પેપર મિલોને ક્લોઝરની નોટિસ આપ્યા પછી આજથી બંધ કરાવવા માંડી છે. આ કંપનીઓમાં પેપર સાથે અંદાજે બે ટકા પ્લાસ્ટિક વેસ્ટ આવે છે. પરિણામે વાપીમાં રોજ ૮૦ ટન જેટલું પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ થાય છે. આ પ્લાસ્ટિકને પેપર મિલો ગમે ત્યાં ખાલી જગ્યામાં કે કોતરોમાં નાખી દઈને મોટે પાયે પર્યાવરણને નુકસાન પહોંચાડતી હોવાથી તેમને ક્લોઝરની નોટિસ આપવામાં આવી હતી અને આજથી એકમો બંધ કરવામાં આવ્યા છે.
૫૦ કરોડની ભઠ્ઠી નાખી વેસ્ટમાંથી ૩ મેગાવોટ વીજળી પેદા થઇ શકે જે કોમન એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ઉપયોગી
પેપર સાથે આવતા પ્લાસ્ટિકના વ્યવસ્થિત નિકાલ માટેની વ્યવસ્થા આ પેપર મિલો ધરાવતી નથી. તેમને કારણે જ એક જ સ્થળે ચાર હજાર ટનથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો જમા થઈ ગયો છે. તેનો નિકાલ એક સમસ્યા બનવા માંડી છે. પરિણામે આ કંપનીઓને તેમને ઠાલવી દીધેલા પ્લાસ્ટિકના જથ્થાને એક ગાંસડીમાં બાંધીને વ્યવસ્થિત એક પ્લોટ પર જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ જ હેતુસર તેમને વાપીમાં આવેલી હેઝાર્ડસ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટની બાજુમાં એક પ્લોટ કામચલાઉ ધોરણે ફાળવવાનું નક્કી કરાયું છે. આ પ્લોટમાં વેરવિખેર પડેલા પ્લાસ્ટિક વેસ્ટને ઠેકાણે પાડવાની સૂચના આપી દેવામાં આવી છે. તેમ જ આ વિસ્તારને ફેન્સિંગ કરાવી દેવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. તેમ જ ફાયર હાઈડ્રન્ટ લાઈન નાખવાની સૂચના પણ અપાઈ છે.
આ પ્લાસ્ટિકમાંથી વીજળી પેદા કરવા માટેની ખાસ ભઠ્ઠી વસાવી લેવા માટેનું સૂચન આ પેપર કંપનીઓ અને વાપી જીઆઈડીસીના સીઈટીપીના સંચાલકોને કરવામાં આવ્યુ છે. વાપી જીઆઈડીસીમાં રોજ જનરેટ થતાં પ્લાસ્ટિકના વેસ્ટમાંથી અંદાજે રોજની ત્રણ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. આ વીજળીની મદદથી વાપી જી.આઈ. ડી.સી.નો સીઈટીપી-કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલી શકે છે. તેમ થાય તો સીઈટીપીના માસિક રૃા. ૬૦થી ૭૦ લાખના બિલના ખર્ચબોજમાંથી તેમને છૂટકારો મળી શકે છે. પાંચથી છ વર્ષમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી વીજળીનું ઉત્પાદન કરવા માટેની ભઠ્ઠી માટે કરવો પડનારો રૃા. ૫૦થી ૬૦ લાખનો ખર્ચ નીકળી શકે છે. ત્યારબાદ વરસોના વરસ સુધી તેઓ વગર વીજળી બિલે પ્લાન્ટ ચલાવી શકશે.
પ્લાસ્ટિક બાળવાથી નીકળતા કાર્બન મોનોક્સાઈડ જનરેટ ન થાય અને સલ્ફર ડાયોક્સાઈડ શોષી લે તેવા અને સસ્પેન્ડેડ પાર્ટિક્યૂલેટ મેટર્સને હવામાં જતા અટકાવવા માટે ખાસ પ્રકારના સ્ક્રબર્સ આ પ્લાન્ટમાં લાગેલા હોવાથી હવાના પ્રદૂષણની સમસ્યા મર્યાદિત રહેવાની સંભાવના આ ટેકનોલોજીમાં ઉપલબ્ધ છે. સિંગાપોર અને ઇતર દેશમાં આ ટેક્નોલોજીનો ખાસ્સો ઉપયોગ થાય છે.

 

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved