Last Update : 14-Feb-2011, Monday
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વીજ ઉત્પાદન ક્ષમતામાં ૧૦ વર્ષમાં માત્ર ૧૨૯ મે.વો.ની વધારો કર્યો
(પ્રતિનિધિ તરરફથી) અમદાવાદ,શનિવાર
પાવર સરપ્લસ સ્ટેટનો દાવો કરતી આવેલી ગુજરાત સરકારની જ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કંપનીએ ૨૦૦૯-૧૦ના વર્ષમાં રૃા. ૩૨૭ કરોડની ખોટ કરી છે. ગુજરાત વીજ નિયમન પંચે તેના હિસાબો મંજૂર કરતી વેળાએ ૧૪ ડિસેમ્બર ૨૦૦૯ના આપેલા ચૂકાદામાં ૨૦૦૯-૧૦ના વર્ષ દરમિયાન રૃા. ૯૯ કરોડની ખોટ જશે તો તે સહ્ય ગણાશે એમ જણાવ્યું હતું. તેની સામે આ કંપનીએ વર્ષ દરમિયાન રૃા. ૨૨૮ કરોડની વધુ ખોટ સાથે કુલ રૃા. ૩૨૭ કરોડની ખોટ કરી છે.
ખોટમાંથી ૨૯ કરોડનો બોજ પ્રજાને માથે નાખવા દેવાની માગણીનો વિરોધ
સરકારી કંપનીઓની ઉત્પાદન ક્ષમતા વધારવાને બદલે ખાનગી કંપનીઓ પર વધુ મદાર બાંધવાનું વલણ વધ્યું
આગામી પાંચ વર્ષમાં ભાડા વધારા માટે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કંપનીએ ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ કરેલી પીટીશનમાં નવા નાણાંકીય વર્ષ દરમિયાન આ ખોટમાંથી રૃા. ૨૯ કરોડ તેણે સામાન્ય જનતા પાસેથી વસૂલ કરવાની માગણી કરી છે. તેનો કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે વિરોધ કર્યો છે. કંપનીની કાર્યક્ષમતાના અભાવને કારણે આ ખોટ વધી હોવાથી સામાન્ય પ્રજા પાસેથી તેની વસૂલી કરવાની છૂટ તેમને આપવી જોઈએ નહિ.
તેમનું કહેવું છે કે ગુજરાત વીજ નિયમન પંચે મંજૂર કરેલા હીટ રેટ વધુ આવ્યો છે. વીજળીનું ઉત્પાદન કરવા માટે વપરાતા ઇંધણમાંથી પેદા થતી ગરમીના પ્રમાણને હીટ રેટ તરીકે ઓળખાવવામાં આવે છે. પરિણામે તેનો ઉત્પાદન ખર્ચ ઊંચો આવે છે. આ ખર્ચ ઘટાડવા માટે કંપની દ્વારા જોઈએ તેવા પગલાં લેવાયા ન હોવાથી લોકોને માથે તેનો બોજ નાખવાની મંજૂરી તેમને આપવી ન જોઈએ.
ઉકાઇ, સિક્કા અને કચ્છ લિગ્નાઈટ વીજ ઉત્પાદન પ્લાન્ટના નબળા પરફોર્મન્સને કારણે હીટ રેટ વધુ આવ્યો છે. તેથી જ ખોટ વધી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ કંપની હેઠળના ગુજરાત સરકારના વીજ ઉત્પાદન એકમોમાં જરૃર કરતા વધુ કોલસા, ગેસ કે અન્ય ઇંધણનો વપરાશ થયો છે.
તેવી જ રીતે કંપનીનો પ્લાન્ટ લોડ ફેક્ટર પણ ઘણો જ નીચો ગયો છે. કંપની તેની કુલ ઉત્પાદન ક્ષમતાની તુલનાએ કેટલી ક્ષમતાએ કામ કરે છે તેને પ્લાન્ટ લોડ ફેક્ટર તરીકે ઓળખાવવામાં આવે છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કંપની હેઠળ ચાલતી વીજ ઉત્પાદન કંપનીઓમાંથી ઉકાઈ, કચ્છ લિગ્નાઈટ પાવર સ્ટેશન અને જામનગર પાસેનું સિક્કા વીજ ઉત્પાદન મથકનો પ્લાન્ટ લોડ ફેક્ટર મંજૂર કરેલા પ્લાન્ટ લોડ ફેક્ટર કરતાં ઓછો છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ફાળવવામાં આવતી વીજળીની સરખામણીમાં ગુજરાત સરકાર વર્ષના મોટાભાગના સમયગાળામાં કેન્દ્રએ ફાળવેલી વીજળીના જથ્થા કરતાં ૪૦ ટકા ઓછી વીજળી ખરીદે છે. તેની સામે ગુજરાતની ખાનગી કંપનીઓ પાસે વધુ વીજળી ખરીદી રહી છે. પરિણામે ગુજરાતના વીજ વપરાશકારોને માથે વીજબિલનો વધારાનો બોજ આવી રહ્યો છે અને તેનો સીધો લાભ અદાણી એનર્જી, એસ્સાર પાવર અને જીપેક ગુજરાત જેવી કંપનીઓને મળી રહ્યો છે. બીજી તરફ ગુજરાત સરકારની વીજળી કંપનીઓ તેની ઉત્પાદન ક્ષમતામાં ખાસ કોઈ વધારો કરતી નથી. તેની પોતાની વીજ ઉત્પાદન ક્ષમતામાં છેલ્લા બાર વર્ષમા માંડ ૧૨૯ મેગાવોટનો વધારો થયો છે.

 

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved