Last Update : 14-Feb-2011, Monday

પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ

રમેશ સિપ્પીએ આદરણીય ફિલ્મસર્જક સામેની ગેરવર્તણુકને વખોડી - ગિલ્ડમાં બે જૂથ પડી ગયાં

મુંબઇ - બોલીવૂડના એક અત્યંત પ્રતિષ્ઠિત ફિલ્મસર્જક પર આપખુદશાહીનો આરોપ મુકવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે યોજાયેલી પ્રોડયુસર્સ ગિલ્ડની બેઠકમાં અમિત ખન્ના અને અન્ય કેટલાંક નિર્માતાઓેએ યશ ચોપરા પર ગિલ્ડમાં ગેરવહીવટ કરવાનો અને તેને સંપૂર્ણપણે આપખુદશાહીથી ચલાવવાનો આરોપ મુક્યો હતો. આને પગલે પ્રોડયુસર્સ ગિલ્ડના પ્રમુખ રમેશ સિપ્પિએ ફિલ્મોદ્યોગના મહત્વના સભ્યોને પત્ર લખીને ચોપરા જેવા એક સિનિયર સિનેમા સર્જક સાથે કરવામાં આવેલી ગેરવર્તણુંક સામે સખત વાંધો ઉઠાવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે આરંભના તબક્કે માત્ર વહીવટ મુદ્દે ચર્ચા થઇ હતી. પરંતુ જોતજોતામાં પરિસ્થિતિ વણસી ગઇ હતી. લોકો એકમેક પર આરોપ-પ્રત્યારોપ કરવા લાગી ગયા હતા. રાજ તિલકે અમિત ખન્નાની વાતમાં સાથ પુરાવ્યો હતો. રમેશ સિપ્પિએ આ લડાઇ સામે સખત નારાજગી દર્શાવી હતી. તેઓ તેને કારણે અત્યંત વિચલિત થઇ ગયા હતા.

આ સંબંધે પ્રશ્ન પૂછતાં અમિત ખન્નાએ એકદમ કુનેહપૂર્વક વાત વાળતાં કહ્યું હતું કે યશ ચોપરા સાથે મારા સંબંધો એકદમ સરસ છે. મને તેમની સામે કોઇ વાંધો નથી. જોકે ગિલ્ડના સિનિયર સભ્ય મનમોહન શેટ્ટીએ કહ્યું હતું કે તેમને રમેશ સિપ્પિનો પત્ર મળ્યો છે.

હવે એવું લાગે છે કે ગિલ્ડ બે ભાગમાં વહેંચાઇ ગયું છે. વાસ્તવમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો ગિલ્ડના વહીવટ બાબતે હતો. પણ કેટલાંક સભ્યોએ યશ ચોપરા પર ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો આરોપ મુક્તાં કહ્યું હતું કે તેઓ હમેશાં પબ્લિસિટિ મેળવવા પ્રયત્ન કરતાં હોય છે. મુકેશ ભટ્ટે પણ લડાઇની વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે ગિલ્ડ બે ભાગમાં નથી વહેંચાઇ ગયું. ૯૭ ટકા સભ્યો જાણે છે કે રમેશ સિપ્પિ, યશ ચોપરા અને મને કોઇ અંગત સ્વાર્થ નથી અને અમે માત્ર ગિલ્ડનું જ હિત ઇચ્છીએ છીએ. માત્ર અમિત ખન્ના, રાજ તિલક જેવાં કેટલાંક લોકો જ જુદી રીતે વિચારે છે.

મુકેશ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે ગિલ્ડની છેલ્લી બેઠકમાં જે થયું તેનાથી મને આઘાત લાગ્યો છે. ૪૦ વર્ષ પહેલા 'ઇન્ડિયન મોશન પિકચર પ્રોડયુસર્સ એસોસિયેશન' (ઇમ્પા)ના અરાજકતાના પગલે રાજ કપૂર, વી. શાંતારામ અને જે.ઓમપ્રકાશે તેમાંથી નીકળી જઇને ગિલ્ડની સ્થાપના કરી હતી. ગિલ્ડની રચના કરવા પાછળનો હેતું આવા મુદ્દે શાંતિપૂર્વક વાતચીત કરવાનો હતો. ૪૦ વર્ષ સુધી કાંઇ ન થયું પણ હવે વાત હાથમાં નથી રહી.

મુકેશ ભટ્ટે માત્ર યશ ચોપરા પર નિશાન સાધવા બદલ કહ્યું હતું કે અમિત ખન્નાને લાગે છે કે યશ ચોપરા ગિલ્ડનો કારોબાર માત્ર પબ્લિસિટિ મેળવવા કરે છે. પણ શું યશ ચોપરા જેવા સિનેમા સર્જકને પબ્લિસિટિની જરૃર છે ખરી ? વિશ્વભરમાં તેઓ ભારતીય સિનેમાનો ચહેરો છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા યશ ચોપરા કરતાં સારું બીજું કોઇ હોઇ શકે ખરૃં ? ઉદ્યોગ તરફથી પ્રધાનો સાથે વાતચીત કરવા તેઓ જ ગયા હતા. કોઇ પણ કટોકટી વખતે તેઓ સૌથી પહેલા આગળ આવીને ઉભા રહે છે. હવે અમિત ખન્નાને ગિલ્ડના સભ્યપદેથી હાંકી કાઢવામાં આવશે કે કેમ તે ગિલ્ડની આગામી બેઠકમાં નક્કી થશે.

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved