Last Update : 14-Feb-2011, Monday

પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવ

ઈંગ્લેન્ડમાં ભજવાયેલા જીવસટોસટના 'ચેઝ' દ્રશ્યોમાં અનિલ (કપૂર), અજય (દેવગણ) અને ઝાયેદે ભાગ લીધો

મુંબઈ - અક્ષયકુમારની કોલાની જાહેરખબરમાં તમે જે પાર્કોરનાં દ્રશ્ય જોયાં છે એ અદભુત રહ્યાં છે એમ તમે જો માનતાં હો તો એ તમારી ભૂલ છે. પ્રિયદર્શનની આગામી એકશન થ્રીલર ફિલ્મ 'તેઝ'માં પાર્કોરનાં બે અદ્ભુત દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યાં છે. નિર્માતા રતન જૈનના બેનર વિનસ હેઠળ તૈયાર થતી આ ફિલ્મમાં અનિલ કપૂર, અજય દેવગણ, ઝાયેદ ખાન અને સમીરા રેડ્ડી કામ કરી રહ્યા છે.

હોલીવૂડના એકશન સ્ટાર મેટ ડેમોનની ફિલ્મ 'ધ બોર્ને અલ્ટીમેટમ' ફિલ્મનાં એકશન દ્રશ્યો તૈયાર કરનારા એકશન દિગ્દર્શક ગેરાથ મિલ્નેએ આ હિન્દી ફિલ્મનાં દ્રશ્યોનું દિગ્દર્શન કર્યું છે, અને અત્યારે આ એકશન દ્રશ્ય એ બોલીવૂડમાંના સૌથી મોંઘા એકશન દ્રશ્યો ગણાય છે.

આ એક્શન દ્રશ્યો ફિલ્માવતાં અગાઉ કલાકારોએ ચાર દિવસ સુધી પાર્કોરનું રિહર્સલ કર્યું હતું અને ત્યારબાદ ઈંગ્લેન્ડના બર્મિંગહામ વિસ્તારમાં આ દ્રશ્યોનું અઠવાડિયા સુધી શૂટિંગ કરવામાં આવ્યું હતું. અહીં રસપ્રદ બાબત એ છે કે આ એક્શન દ્રશ્યોમાં અજય દેવગણની બહુ જરૃર નહોતી કારણ કે છેલ્લે તે ઝાયેદ ખાન સાથે જેટ સ્કી પર બેસીને ભાગી જાય છે એવું દ્રશ્ય હતું.

મોટાભાગના એકશન દ્રશ્ય અનિલ કપૂર, ઝાયેદ ખાન અને સમીરા રેડ્ડી પર ફિલ્માવાયા હતા. શહેરની વચ્ચોવચ્ચ આવેલી કેનાલમાં અનિલ કપૂર ઝાયેદ ખાનનો પીછો કરે છે. અજય (દેવગણ) તેમનાં પર નજર રાખી રહ્યો છે અંતે તે ઝાયેદને લઈને જેટ સ્કી પર ભાગી જાય છે. આ 'પીછા કરો'ના દ્રશ્ય ઈંગ્લેન્ડના મુખ્ય વિસ્તારમાં ઝડપાયા હતા અને તેમાં લગભગ છ સ્થળ આવરી લેવાયા હતા. આ દ્રશ્યો ફિલ્માવવા સહેલા નહોતા. બેથી ત્રણ વાર તો અજય દેવગણની જેટ સ્કી પાણીમાં પલટી મારી ગઈ હતી, એમ જૈને જણાવ્યું હતું.

આ સિવાય ફિલ્મમાં હેલિકોપ્ટર, કાર અને મોટરસાયકલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દ્રશ્યમાં અનિલ કપૂર અજય દેવગણને બાન છોડાવવા માટે નાણા આપવા જાય છે ત્યારે દેવગણ કારમાં ભાગવાની કોશિશ કરે છે અને સમીરા રેડ્ડી સ્કુટર પર તેનો પીછો કરે છે. અજય (દેવગણ) અને અનિલ (કપૂર) વચ્ચે અહીં ઘણા એકશન દ્રશ્યો ભજવાયા છે, એમ રતન જૈને વધુમાં જણાવ્યું હતું.

હોલીવૂડના એક્શન દિગ્દર્શકની કામ કરવાની સ્ટાઈલ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, 'એકવાર તેમને વાર્તા સમજાવી દીધાં પછી તેમણે એકશન દ્રશ્યોનું ખૂબ જ પ્લાનિંગ કર્યું હતું. ગેરાથ અને તેમની ટીમ પૂરતી તૈયારી સાથે સેટ પર આવી હતી અને સલામતીનાં યોગ્ય પગલાં લેવાયા હતા જેથી કોઈ પ્રકારની દુર્ઘટના ન સર્જાય' એમ નિર્માતાએ ભારપૂર્વક જણાવ્યું હતું.

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved