Last Update : 14-Feb-2011, Monday
એમસીએક્સ પર સોના-ચાંદીમાં રૃ.૧,૦૭,૩૯૨ કરોડનાં સાપ્તાહિક કામકાજ સાથે વાયદાના ભાવોમાં ઉછાળો ક્રૂડ તેલમાં સેંકડા ઘટયા

બિનલોહ ધાતુઓમાં મિશ્ર વધઘટ રિફાઈન્ડ સોયાતેલ, સીપીઓ, ચણા-દિલ્હી, એલચી અને ખાંડના વાયદામાં એકંદરે નરમાઈનો માહોલ

એમસીએક્સ ખાતે સમીક્ષા હેઠળના (૪થી ૧૦ ફેબ્રુઆરી) સપ્તાહ દરમિયાન ૨૬,૯૪,૦૧૧ સોદામાં કુલ રૃ.૨,૦૪,૬૧૪.૪૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં સોના-ચાંદીના વેપારનો હિસ્સો રૃ.૧,૦૭,૩૯૨.૩૯ કરોડનો હતો. કિંમતી ધાતુઓમાં સોના-ચાંદી બંનેના વાયદાના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વધઘટ ભાવમાં રહી હતી. એનર્જીમાં ક્રૂડ તેલમાં સેંકડા ઘટી આવ્યા હતા. નેચરલ ગેસ પણ ઢીલું હતું. કૃષિ અને અન્ય ચીજોમાં રિફાઈન્ડ સોયાતેલ, સીપીઓ, ચણા-દિલ્હી, એલચી અને ખાંડ-એમના વાયદાઓમાં એકંદરે નરમાઈ રહી હતી.
કિંમતી ધાતુઓમાં સોનાના વાયદાઓ ૧૦ ગ્રામદીઠ રૃ.૪૪થી રૃ.૧૧૮ની રેન્જમાં અને ગિનીના વાયદાઓ ૮ ગ્રામદીઠ રૃ.૩૯થી રૃ.૫૦ની રેન્જમાં વધ્યા હતા. સોનાનો એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૨૦,૩૦૯ ખૂલી, ઊપરમાં રૃ.૨૦,૪૮૫ અને નીચામાં રૃ.૨૦,૧૧૬ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૃ.૮૪ વધી રૃ.૨૦,૪૨૭ બંધ રહ્યો હતો. ગિનીનો ફેબ્રુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૃ.૧૬,૧૦૧ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૪૧ વધી રૃ.૧૬,૧૫૦ના સ્તરે બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૃ.૧૬,૧૮૦ અને નીચામાં રૃ.૧૫,૯૭૪ બોલાયો હતો. સોનાની માફક ચાંદીના વાયદાઓમાં પણ ઉછાળો હતો. જોકે ભાવમાં ઉછાળાની રેન્જ ચાંદીમાં કિલોદીઠ રૃ.૧,૫૯૧થી રૃ.૨,૨૧૭ જેટલી વ્યાપક હતી. ચાંદીનો માર્ચ વાયદો કિલોદીઠ રૃ.૪૪,૧૪૬ ખૂલી, ઊપરમાં રૃ.૪૬,૧૪૪ અને નીચામાં રૃ.૪૪,૦૨૦ રહી સપ્તાહના અંતે રૃ.૧,૬૦૪ના ઉછાળા સાથે બંધમાં રૃ.૪૫,૭૩૭ રહ્યો હતો. સોનામાં ૩,૪૯,૯૬૧ સોદામાં રૃ.૩૭,૮૭૪.૬૬ કરોડનાં ૧,૮૬,૬૨૦ કિલો અને ચાંદીમાં ૭,૮૯,૪૮૧ સોદામાં રૃ.૬૯,૫૧૭.૭૩ કરોડનાં ૧૫,૪૧૨.૭૨૫ ટનનાં કામકાજ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં તાંબુ, નિકલ અને એલ્યુમિનિયમમાં એકંદરે સુધારો હતો, જ્યારે સીસું અને જસત નરમ બંધ થયા હતા. સપ્તાહના અંતે તાંબાનો ફેબ્રુઆરી વાયદો ૨૦ પૈસા ઢીલો હતો, જ્યારે એપ્રિલ ૪૫ પૈસા અને જૂન રૃ.૧.૫૫ વધીને બંધ થયા હતા. નિકલના ત્રણેય વાયદા રૃ.૯.૬૦થી રૃ.૧૨.૨૦ વધ્યા હતા. એલ્યુમિનિયમનો ફેબ્રુઆરી વાયદો ૪૦ પૈસા અને માર્ચ ૨૦ પૈસા વધવા સામે એપ્રિલ ૩૫ પૈસા ઢીલો હતો. સીસાના વાયદા રૃ.૧.૫૦થી રૃ.૨.૫૦ અને જસતના વાયદા રૃ.૧.૭૦થી રૃ.૨.૧૫ની રેન્જમાં ઘટયા હતા. તાંબામાં ૫,૦૯,૯૦૩ ટન, નિકલમાં ૬૬,૯૪૩.૭૫૦ ટન, એલ્યુમિનિયમમાં ૧,૫૧,૧૫૫ ટન, સીસામાં ૪,૩૭,૬૨૫ ટન, મિની સીસામાં ૧,૦૦,૫૫૮ ટન, જસતમાં ૫,૪૫,૮૨૫ ટન અને મિની જસતમાં ૧,૫૧,૬૦૨ ટનનાં કામ થયાં હતાં. આયર્ન ઓરના વાયદાઓમાં ડીએમટીદીઠ રૃ.૧૧થી રૃ.૧૨૧ની વૃદ્ધિ ભાવમાં રહી હતી. આયર્ન ઓરમાં રૃ.૨૪.૪૧ કરોડનાં ૩૨,૫૦૦ ડીએમટીનો ધંધો થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓ બેરલદીઠ રૃ.૮૭થી રૃ.૧૭૩ અને નેચરલ ગેસના વાયદા એમએમબીટીયૂદીઠ રૃ.૧૫થી રૃ.૧૭.૭૦ ઘટયા હતા. ક્રૂડ તેલનો ફેબ્રુઆરી વાયદો સૌથી વધુ રૃ.૧૭૩ ઘટી બંધમાં રૃ.૩,૯૭૩ રહ્યો હતો, જ્યારે નેચરલ ગેસનો ફેબ્રુઆરી વાયદો રૃ.૧૭.૭૦ના ભાવઘટાડે રૃ.૧૮૩.૮૦ થયો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં રૃ.૪૧,૬૯૨ કરોડનાં ૧૦,૩૪,૬૨,૯૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૪,૫૧૧.૪૩ કરોડનાં ૨૩,૭૭,૨૫,૦૦૦ એમએમબીટીયૂના વેપાર થયા હતા.
કૃષિ અને અન્ય ચીજોમાં રિફાઈન્ડ સોયાતેલના વાયદા ૧૦ કિલોદીઠ રૃ.૯.૨૦થી રૃ.૧૪.૨૫ ઘટયા હતા. રિફાઈન્ડ સોયાતેલનો ફેબ્રુઆરી વાયદો રૃ.૧૪.૨૫ ઘટી રૃ.૬૫૧.૦૫ બંધ હતો. સીપીઓનો ફેબ્રુઆરી વાયદો રૃ.૧.૫૦ અને માર્ચ રૃ.૧ ઘટી બંધમાં અનુક્રમે રૃ.૫૮૭.૪૦ અને રૃ.૫૯૨.૯૦ રહ્યા હતા, જ્યારે એપ્રિલમાં ૮૦ પૈસાનો સુધારો હતો. ચણા-દિલ્હીનો ફેબ્રુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૃ.૭ ઘટી બંધમાં રૃ.૨,૫૭૦ના ભાવ રહ્યા હતા. એલચીના ચારેય વાયદા કિલોદીઠ રૃ.૩૩.૩૦થી રૃ.૬૯.૯૦ ઘટયા હતા. એલચી ફેબ્રુઆરી વાયદો રૃ.૬૯.૯૦ ઘટી રૃ.૧,૨૬૧.૯૦ બંધ હતો. ખાંડ-એમના દિલ્હી વાયદા ૧૦૦ કિલોદીઠ રૃ.૭૭થી રૃ.૭૮ અને કોલ્હાપુર વાયદા રૃ.૨૨થી રૃ.૬૬ નરમ રહ્યા હતા. દિલ્હી ફેબ્રુઆરી વાયદો રૃ.૭૮ ઘટી રૃ.૨,૮૩૨ અને કોલ્હાપુર એપ્રિલ વાયદો રૃ.૬૬ ઘટી રૃ.૨,૮૬૭ના ભાવ રહ્યા હતા. બટેટાની જાતોમાં આગ્રા વાયદા ૧૦૦ કિલોદીઠ રૃ.૪૬.૩૦થી રૃ.૪૯ અને તારકેશ્વર વાયદા રૃ.૧૫થી રૃ.૨૧ની રેન્જમાં સુધર્યા હતા. આગ્રા માર્ચ વાયદો રૃ.૪૬.૩૦ વધી રૃ.૭૧૧.૯૦ અને તારકેશ્વર માર્ચ વાયદો રૃ.૧૫.૮૦ વધી રૃ.૫૭૭ બંધ રહ્યા હતા. મેન્થા તેલના વાયદાઓમાં કિલોદીઠ ૫૦ પૈસાથી રૃ.૧૪.૫૦ની અને જવના વાયદામાં ૧૦૦ કિલોદીઠ રૃ.૨.૬૦થી રૃ.૧૨ની વધઘટ ભાવમાં રહી હતી. કપાસનો એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૃ.૧,૦૩૧.૪૦ ખૂલી, ઊપરમાં રૃ.૧,૨૦૪.૯૦ અને નીચામાં રૃ.૯૯૧.૧૦ બોલાઈ સપ્તાહના અંતે રૃ.૧૭૩.૫૦ના ઉછાળા સાથે રૃ.૧,૨૦૪.૯૦ બંધ રહ્યો હતો. મકાઈમાં ૧૦૦ કિલોદીઠ ફેબ્રુઆરી વાયદો રૃ.૪.૫૦ વધી રૃ.૧,૦૭૪.૫૦ના ભાવ બંધમાં રહ્યા હતા.
રિફાઈન્ડ સોયાતેલમાં રૃ.૩૪.૮૭ કરોડનાં ૫,૨૭૦ ટન, સીપીઓમાં રૃ.૫૭૩.૫૨ કરોડનાં ૯૬,૯૯૦ ટન, ચણા-દિલ્હીમાં રૃ.૨.૪૭ કરોડનાં ૯૫૦ ટન, એલચીમાં રૃ.૪૦૦.૬૮ કરોડનાં ૩,૦૭૧ ટન, ખાંડ-એમ દિલ્હીમાં રૃ.૩૬.૩૬ કરોડનાં ૧૨,૬૮૦ ટન, ખાંડ-એમ કોલ્હાપુરમાં રૃ.૫.૩૨ કરોડનાં ૧,૮૨૦ ટન, બટેટા-આગ્રામાં રૃ.૩૪૮.૮૯ કરોડનાં ૪,૯૭,૨૨૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૩૬.૯૫ કરોડનાં ૬૩,૮૭૦ ટન અને મેન્થા તેલમાં રૃ.૧,૪૪૫.૫૬ કરોડનાં ૧૩,૫૮૨ ટનના વેપાર થયા હતા. સોયાબીનમાં ૨૦ ટન, ગુવારસીડમાં ૨,૫૦૦ ટન, મકાઈમાં ૩,૧૪૦ ટન અને જવમાં ૨,૭૦૦ ટનનાં કામ થયાં હતાં. કપાસમાં ૧૦,૨૮૪ સોદામાં રૃ.૨૪૫.૯૧ કરોડનાં ૪૬,૯૪૪ ટનનાં કામકાજ થયાં હતાં.
એમસીએક્સ કોમડેક્સ ૩૦.૨૪ પોઈન્ટ ઘટી ૩૩૪૬.૯૨ બંધ રહ્યો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૩૮.૩૫ પોઈન્ટ અને એગ્રી ઈન્ડેક્સ ૧૮.૮૫ વધવા સામે એનર્જી ઈન્ડેક્સ ૧૨૬.૪૦ ઘટી ૨૯૧૦.૫૧ બંધ રહ્યો હતો.

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved