Last Update : 14-Feb-2011, Monday
ખાંડમાં નીચા મથાળે નિકળેલી માંગઃ નિકાસ પ્રતિબંધ દૂર થશે?

 

નવી મુંબઈ ખાંડબજારમાં આજે હાજરમાં ભાવો અથડાતા રહ્યા હતા. નીચા મથાળે આજે હાજર ભાવો શાંત રહ્યા હતા જ્યારે મોડી સાંજે માંગ વધતા નાકા ડિલીવરીના ભાવો નીચા મથાળેથી વધી આવ્યાના સમાચારો હતા. હાજર ભાવો કિવ.ના રૃ.૨૭૮૧થી ૨૮૩૧ તથા સારાના રૃ.૨૮૦૧થી ૨૮૮૧ રહ્યા હતા. નાકા ડિલીવરીના ભાવો બપોરે રૃ.૨૭૨૦થી ૨૭૪૫ તથા સારાના રૃ.૨૭૫૦થી ૨૮૨૫ રહ્યા હતા. મોડી સાંજે જોકે નાકાના ભાવો વધી રૃ.૨૭૩૦થી ૨૭૭૦ અને સારાના રૃ.૨૭૮૦થી ૨૮૪૦ રહ્યાના સમાચારો હતા જ્યારે મિલો પર ભાવો છેલ્લે નાકાના ભાવોથી રૃ.૮૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા. હવામાનમાં ગરમી વધતાં હવે ખાંડમાં વપરાશી દેશાવરોની તથા બલ્ક વપરાશકારોની માંગ વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં જોકે શુક્રવારે છેલ્લે ખાંડના ભાવો રિફાઈન્ડ વ્હાઈટ માલોના વધતા અટકી મે વાયદાના ૧૧.૫૦ ડોલર ઘટીને ટનના ૭૬૧.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. દરમિયાન, ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવાની માગણી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને કરી છે અને કેન્દ્રના કૃષિ પ્રધાને પણ આ માગણીને ટેકો આપતાં કેન્દ્ર સરકાર આ દિશામાં ગંભીર વિચારણા કરી રહ્યાના નિર્દેશો દિલ્હીથી વહેતા થયા છે. કાંદાના પ્રશ્ને પણ આવી વિચારણા ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને કેન્દ્રના વાણિજય પ્રધાનને રજૂઆત કરી છે અને આ પ્રશ્ને વાણિજય મંત્રાલય અને નાણાં મંત્રાલય વચ્ચે ચર્ચા શરૃ થઈ છે. ખાંડના ઉત્પાદનના ફાઈનલ આંકડા ૧૫મી ફેબુ્રઆરી સુધીમાં આવી જવાની શક્યતા છે અને ત્યાર પછી નિકાસ અંગે નિર્ણય થવાની આશા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ઓપન જનરલ પરવાનાઓ હેઠળ પાંચ લાખ ટનની નિકાસ છૂટ આપી હતી પરંતુ ત્યાર પછી ફુગાવો વધતાં આવી નિકાસ છૂટ સામે રિલીઝ ઓર્રો ઈસ્યુ થતાં અટકાવી દીધા હતા.

રૃ.૫૫૦૦ કૂદાવી નવો રેકોર્ડ બનાવતો એરંડા વાયદોઃ શિકાગો સોયાતેલમાં ઘટાડો
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં રેકોર્ડ તેજી આગળ વધતાં ભાવો નવા ઉછાળા વચ્ચે રૃ.૫૫૦૦ની સપાટીને પાર કરી ગયા હતા. મુંબઈ એરંડા માર્ચના ભાવો રૃ.૫૪૧૩ વાળા રૃ.૫૪૭૫ ખુલી રૃ.૫૫૭૦ બંધ રહ્યા હતા. જોકે મુંબઈ હાજર એરંડાના ભાવો વધતા અટકી રૃ.૬૦૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા. મુંબઈ દિવેલના ભાવો પણ આજે વધ્યા મથાળે શાંત રહ્યા હતા. દરમિયાન, એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, કચ્છ વિ. બાજુ મળીને ૮૦ હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ એરંડાના હાજર ભાવો ગામડાના ૧૧૨૫ વાળા રૃ.૧૧૮૦થી ૧૧૯૦ રહ્યાના સમાચારો હતા. હાજર બજારમાં મથકોએ તેજીવાળાઓ તથા શિપરો છાપાછાપી કરી રહ્યાની ચર્ચા હતી. રાજકોટ વાયદો વધી રૃ.૫૫૭૮ની સર્કીટને આંબી છેલ્લે રૃ.૫૫૨૨ આસપાસ રહ્યાની ચર્ચા હતી. આ ભાવોએ ઓળીયા સુલ્ટાવવાના પ્રયત્નો શરૃ થયાની પણ ચર્ચા સંભળાઈ હતી. હૈદ્રાબાદ બાજુ આજે ૧૦૦૦થી ૧૨૦૦ ગુણીની આવકો વચ્ચે ત્યાં ભાવો એરંડાના રૃ.૫૩૦૦ તથા દિવેલના રૃ.૧૧૫૦ રહ્યા હતા. દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૫૫ પોઈન્ટ નરમ રહ્યો હતો જ્યારે ઈન્દોરમાં સોયાતેલ વાયદો રૃ.૬૬૭.૭૦ વાળો ઘટી રૃ.૬૬૦.૭૦ આસપાસ છેલ્લે રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોયાતેલના ભાવો રિફાઈન્ડના રૃ.૬૩૫ વાળા રૃ.૬૩૦ અને ડિગમના રૃ.૬૧૦ રહ્યા હતા જ્યારે પામતેલના ભાવો રૃ.૬૦૮ વાળા રૃ.૬૧૨ તથા સીપીઓના રૃ.૫૭૮ રહ્યા હતા. સિંગતેલના ભાવો રૃ.૭૬૫ આસપાસ ટકેલા રહ્યા હતા. જ્યારે રાજકોટ બાજુ ભાવો રૃ.૭૫૦થી ૭૬૦ અને ૧૫ કિલોના રૃ.૧૧૬૦થી ૧૧૭૦ છેલ્લે રહ્યા હતા. મથકોએ આંધ્ર તથા કર્ણાટક બાજુ સિંગદાણામાં નિકાસકારોની માંગ વધતાં ભાવો વધી આવ્યાના સમાચારો હતા. મુંબઈમાં સન ફલાવરના ભાવો રૃ.૬૮૦ વાળા રૃ.૬૭૫ તથા રિફાઈન્ડના રૃ.૭૨૦ વાળા રૃ.૭૧૫ રહ્યા હતા. કપાસિયા તેલના ભાવો રૃ.૬૨૫ના મથાળે શાંત રહ્યા હતા. જ્યારે રાજકોટ બાજુ છેલ્લે કોટન વોશ્ડના ભાવો રૃ.૬૦૫થી ૬૦૮ રહ્યાના નિર્દેશો હતા. ઈન્દોર બાજુ છેલ્લે ભાવો સોયાતેલના રૃ.૫૭૫થી ૫૮૦ તથા રિફાઈન્ડના રૃ.૬૦૪થી ૬૧૦ રહ્યા હતા. જ્યારે ત્યાં સોયાસીડના ભાવો રૃ.૨૩૪૦થી ૨૩૮૦ રહ્યા હતા. સીડની આવકો આજે ત્યાં ૮૦ હજાર ગુણી આવી હતી. મુંબઈ તેલબજારમાં આજે કામકાજો પાંખા રહ્યા હતા.
ટીનમાં આંચકા પચાવી ફરી રૃ.૩૦૦૦ વધ્યાઃ કોપર અને નિકલમાં પણ તેજી આવી
મુંબઈ ધાતૂબજારમાં આજે ટીનમાં આંચકા પચાવી ભાવો ફરી ઉછળ્યા હતા. સામે નિકલ, કોપર તથા સીસાના ભાવો પણ વધી આવ્યા હતા. અન્ય ધાતૂઓ જોકે ટકેલી રહી હતી. હાજર બજારમાં આજે કિવ.ના ભાવો ટીનના રૃ.૩૦૦૦ વધી રૃ.૧૬૯૦૦૦ રહ્યા હતા જ્યારે નિકલના ભાવો રૃ.૧૨૦૦ વધી રૃ.૧૩૬૭૦૦ રહ્યા હતા. કોપર વાયર બારના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૫૦૩૦૦ રહ્યા હતા જ્યારે કોપર સ્ક્રેપ તથા બ્રાસ સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૧૦૦થી ૨૦૦ વધ્યા હતા. સીસાના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૧૧૮૦૦ રહ્યા હતા. જ્યારે જસતના ભાવો રૃ.૧૩૩૦૦, એલ્યુમિનિયમ સ્ક્રેપના રૃ.૧૦૬૦૦ અને ઈન્ગોટના રૃ.૧૩૫૦૦ આસપાસ અથડાતા રહ્યા હતા. લંડન મેટલ એક્સચેન્જમાં શુક્રવારે છેલ્લે ત્રણ મહિનાના ભાવો કોપરના ૯૯૦૬ ડોલર, ટીનના ૩૧૬૦૦ ડોલર, એલ્યુમિનિયમના ૨૫૦૯થી ૨૫૧૦ ડોલર, સીસાનાી ૨૫૦૫ ડોલર, જસતના ૨૪૩૦થી ૨૪૩૧ ડોલર અને નિકલના ૨૭૯૦૦ ડોલર રહ્યાના સમાચારો હતા.

 

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved