Last Update : 14-Feb-2011, Monday
ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી રૃ.૧૫૫ તૂટયાઃ સોનામાં પણ પીછેહટ

ઈજીપ્તમાં સ્થિતિ થાળે પડતાં ક્રૂડતેલના ભાવો નીચે આવતાં ઔવિશ્વબજારમાં સોના તથા ચાંદીમાં ઉછાળે ફંડોની વધેલી વેચવાલી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતૂઓના ભાવો વધતા અટકી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. ચાંદીના ભાવો આજે કિલોના રૃ.૧૫૫ તૂટયા હતા જ્યારે સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૬૫ નરમ રહ્યા હતા. ચાંદી ૯૯૯ના ભાવો રૃ.૪૬૧૫૫ વાળા આજે રૃ.૪૬૦૦૦ રહ્યા હતા જ્યારે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૦૨૮૦ વાળા રૃ.૨૦૨૧૫ અને ૯૯.૯૦ના રૃ.૨૦૩૮૦ વાળા રૃ.૨૦૩૧૫ રહ્યા હતા. વિશ્વબજારમાં આજે સોનાના ભાવો ૧૩૬૦.૬૦ વાળા ઉંચામાં ૧૩૬૬ થઈ નીચામાં ૧૩૫૩.૫૦ થઈ છેલલે ૧૩૫૭.૩૦થી ૧૩૫૭.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. ચાંદીના ભાવો ૩૦.૦૩ વાળા ઉંચામાં ૩૦.૩૦ થઈ નીચામાં ૨૯.૬૮ થઈ છેલ્લે ૨૯.૮૫થી ૨૯.૯૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વબજાર પાછળ મુંબઈ બજારોમાં પણ આજે બંને કિંમતી ધાતૂઓમાં ઉછાળે નવી માંગના અભાવે માનસ વેંચવાનું રહ્યું હતું. મુંબઈમાં છેલ્લે ચાંદીના ભાવો રૃ.૪૫૯૫૦થી ૪૬૦૦૦ અને કેશમાં ભાવો રૃ.૪૫૭૫૦થી ૪૫૮૦૦ રહ્યા હતા. ખાસ વેપારો ન હતા. દરમિયાન, સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો જે શુક્રવારે મોડી સાંજે રૃ.૨૩૮૨૦૦ રહ્યા હતા જે આજે રૃ.૧૨૦૦ ઘટી રૃ.૨૩૭૦૦૦ રહ્યા હતા. દિલ્હી ઝવેરીબજારમાં આજે ચાંદી હાજરના ભાવો રૃ.૩૦૦ ઘટી રૃ.૪૫૮૦૦ રહ્યા હતા જ્યારે વિકલી ડિલીવરીના ભાવો રૃ.૨૦૫ ઘટી રૃ.૪૫૫૧૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં સોનાના ભાવો આજે રૃ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૨૦૪૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૦૫૨૦ રહ્યા હતા. ઈજીપ્તમાં તાજેતરની તંગદીલી પછી સ્થિતિ થાળે પડતાં વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવો ઉંચેથી નીચા આવી રહ્યા છે અને તેના કારણે પણ સોના- ચાંદીમાં ઉછાળે ફંડોની વેચવાલી આવી રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. ડોલર મજબૂત રહેવાની ધારણા તથા અમેરીકામાં અર્થતંત્રમાં દેખાતા સુધારાની પણ સોના તથા ચાંદીના ભાવો દબાણ હેઠળ રહ્યા છે.
રૃમાં ઉછાળા ઉભરા જેવા નિવડયાઃ ભાવો ફરી તૂટયાઃ પોલીએસ્ટર ફાઈબરના ભાવો વધ્યાના નિર્દેશો
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો આંચકા પચાવી ફરી વધ્યા પછી નવેસરથી નીચા આવ્યા હતા. બે-તરફી મોટી અફડાતફડી ભાવોમાં રહી હતી. કપાસના ભાવો મથકોએ ઉંચા રહેતાં રૃમાં પડતરો ઉંચી જ હોતાં સ્પોટ પર રૃમાં આંચકા પચાવી ભાવો ઘટયા ભાવથી આજે એક તબક્કે ઉછળીને ગુજરાત, મહારાષ્ટ્ર તથા એમ.પી. બાજુ જાતવાર રૃ.૬૨૦૦૦થી ૬૪૦૦૦ થઈ ગયા પછી સાંજે ભાવો ફરી ઘટી રૃ.૫૯૦૦૦થી ૬૧૦૦૦ રહ્યાના સમાચારો હતા. નોર્થના સમાચારો પણ નરમામાં ઉછાળે નરમાઈ બતાવી રહ્યા હતા. દરમિયાન, ઉંચા ભાવો વચ્ચે મથકોએ મિલોની નવી માંગ નહિંવત્ રહી હતી. નવી નિકાસ માંગ પણ ગેરહાજર રહી હતી. કેન્દ્ર સરકાર વધૂ નિકાસ છૂટ આપે એવી શક્યતા બજારમાં ઓછી બતાવાઈ રહી હતી. કપાસના ભાવો રાજકોટ બેઠા બેઠા રૃ.૧૪૧૦થી ૧૪૨૦ રહ્યા હતા. પોલીએસ્ટર ફાઈબરના ભાવો સાત રૃપિયા વધ્યાના નિર્દેશીએ પણ રૃ બજારમાં આજે એક તબક્કે ભાવો ઉછળ્યા હતા પરંતુ પાછળથી ઉછાળા ઉભરા જેવા નિવડયા હતા. દરમિયાન, ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે વધુ ૨૩૯, ૫૮ અને ૮૨ પોઈન્ટનો ઉછાળો બતાવી રહ્યા હતા. જોકે ત્યાં દૂરની ડિલીવરીના ભાવો ઉંચેથી ૨૯૭ પોઈન્ટ ઘટયાના સમાચારો હતા.

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved