Last Update : 14-Feb-2011, Monday
બજેટ પૂર્વે સાવચેતી જરૃરી ઃ સેન્સેક્ષ ૧૮૦૮૮થી ૧૭૩૭૭, નિફ્ટી ૫૪૧૧થી ૫૨૧૧ વચ્ચે અથડાશે
આર્થિક કૌભાંડોમાં હજુ કોર્પોરેટ ડેવલપમેન્ટ બજારને હચમચાવશે!

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
કોર્પોરેટ ઇન્ડિયાના ત્રીજા ત્રિમાસિકના પરિણામોની સીઝન પૂરી થવામાં છે, ત્યારે આ વખતે કોર્પોરેટ પરિણામો એકંદર પ્રોત્સાહક નીવડી અત્યાર સુધીમાં ૨૫૩૫ કંપનીઓના પરિણામો ચોખ્ખા નફામાં ૨૧.૬ ટકાની વૃદ્ધિ આપનારા જાહેર થયો, જે એકંદર પ્રોત્સાહક કરી શકાય, પરંતુ પરિણામના પોઝિટીવ પરિબળથી વિશેષ પાછલા દિવસોમાં મોંઘવારી, આર્થિક કૌભાંડો અને કૌભાંડો બાદ કોર્પોરેટ જગતમાં શરૃ થયેલો ધરપકડનો દોર તેમ જ કૌભાંડોમાં જેપીસી તપાસની માગની વિપક્ષોની જીદથી કેન્દ્રિય બજેટ રજૂ કરવાની અનિશ્ચિતતા સહિતના સંખ્યાબંધ સ્થાનિક નેગેટીવ પરિબળોએ એફઆઇઆઇને કેલેન્ડર વર્ષ ૨૦૧૧ના આરંભથી જ ભારતીય શેરબજારોથી વિમુખ બનાવી સેન્સેક્ષને ૨૧૨૧૮ની ઊંચાઇથી ફરી ૧૭૨૯૬ના તળીયે લાવી દઇ લગભગ ૩૦૦૦ પોઇન્ટનું કરેક્શન બતાવી દીધું છે.
એફઆઇઆઇ હજુ બજેટ સુધી આક્રમક ખરીદીમાં સાવચેતી વર્તશે! કોર્પોરેટ ડેવલપમેન્ટ પર નજર
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારો માટે ચાલુ વર્ષના આરંભમાં ભારતીય બજારોથી સાવચેત રહેવા માટે પણ અર્થસભર કારણો હતા. મોંઘવારીથી ફાટફાટ થતાં ભારતીય કોમોડિટીઝ બજારો, રીયાલ્ટી ક્ષેત્ર, કંપનીઓ પરનો વધતો વેતન બોજ એક સાથે અનેક આર્થિક કૌભાંડોએ રાજકીય અસ્થિરતા પ્રમુખ પરિબળો હતો. કોમોડિટીઝના ઊંચા ભ ાવો, વધતા વેતન બોજથી કોર્પોરેટ ઇન્ડિયા માટે પાછલા કેટલાક વર્ષોમાં અવિરત મેળવાયેલા નફાના ઊંચા માર્જીનને આગામી વર્ષોમાં જાળવવું મુશ્કેલ હોવાના પડકાર તેમજ ઓવરબોટ પોઝિશનમાં બજાર સ્થિતિએ નફો બુક કરવો જરૃરી હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા, યુરોપના દેશોની પાછલા વર્ષોમાં કથળેલી આર્થિક સ્થિતિ, બેરોજગારીના ઉંચા પ્રમાણ અન નાણાકીય કટોકટીએ ઇન્વેસ્ટરોનો બેંકિંગ, ફાઇનાન્શિયલ- બ્રોકિંગ જાયન્ટો પરનો વિશ્વાસ તળીયે જતાં અનેક કંપનીઓના શેરો, સિક્યુરિટીઝના ભાવો તળીયે પહોંચ્યા હતા. લાંબા સમયથી જોવાયેલી આ પરિસ્થિતિમાં પાછલા દિવસોમાં યુ.એસ.માં ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિના નોંધનીય આંક સાથે બેરોજગારીમાં નોંધાયેલા નોંધપાત્ર ઘટાડાએ વિકાસશીલ દેશોના બજારોમાં કેટલાક વર્ષોથી ધામા નાખી બેસેલા વિદેશી ફંડો આકર્ષક વેલ્યુએશન ઉપલબ્ધ યુ.એસ. યુરોપના બજારોમાં રોકાણ માટે આકર્ષાયા છે.
મોંઘવારી ઘટી પરંતુ કૌભાંડોમાં પ્રથમ છોટે બંધુ બાદ હવે બડે બંધુની ફાચર પાડશે?
મોંઘવારીનો આંક ભારતમાં ૧૭.૦૫ ટકાથી ઘટીને ૧૩ ટકાની સપાટીએ આવ્યો છે, પરંતુ આર્થિક કૌભાંડોમાં હવે રાજકીય પક્ષો સપાટામાં આવ્યા બાદ કંપનીઓના પ્રમોટરની ધરપકડના દોર શરૃ કરી દેવાયો હોઇ અને પાછલા સપ્તાહમાં છોટે બંધુના કોર્પોરેટ ગુ્રપ વિરુદ્ધ અફવાઓએ ધોવાણની જેમ આગામી દિવસોમાં બડે બંધુના ગેસ મામલે કૌભાંડ, કૌભાંડના પદાર્ફાશની હવા ચગાવી બજારના બાર વગાડવામાં આવે તો! આ સંભવિત જોખમી પરિબળો અને રેલવે- સામાન્ય કેન્દ્રિય બજેટ જૂ કરવા પૂર્વે રાજકીય પક્ષો કૌભાંડોમાં તપાસનું પ્રેશર લાવી સાથે રાજ્યોમાં પશ્ચિમ બંગાળ સહિતમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી હોઇ સાથી પક્ષો માગણીઓનું દબાણ લાવીને આર્થિક વૃદ્ધિને અટકાવતી પોપ્યુલીસ્ટ જોગવાઇઓ કરાવશે એવી શક્યતાએ એફઆઇઆઇ આકર્શષ વેલ્યુએશન છતાં શેરોમાં નવી મોટી ખરીદીથી હાલ તુરંત દૂર રહે એવી સંભાવના છે.
હજુ ૧૭૦૦૦ની સપાટી તૂટવાની શક્યતા યથાવત ઃ પ્રત્યાઘાતી ઉછાળે આંચકા જોવાશે
હજુ બે સપ્તાહ પૂર્વે જ અહીંથી મોંઘવારીની પરિસ્થિતિ વધુ વણસવામાં સંજોગોમાં શેરબજારો ડામાડોળ બનશે અને આર્થિક કૌભાંડો વચ્ચે ખરાબ પરિસ્થિતિમાં સેન્સેક્ષના ૧૬૬૦૦થી ૧૬૭૦૦ સુધીની શક્યતા બતાવી હતી. જે મુજબ બજાર હાલ ૩૦૦૦ પોઇન્ટનું કરેક્શન બતાવી ૧૭૨૯૬ આઠ મહિનાની નીચી સપાટીએ આવી પાછો ફર્યો છે. સપ્તાહ પૂર્વે ૧૭.૦૫ ટકાની ઊંચી સપાટીએ અન્ન મોંઘવારી આંક પહોંચ્યા બાદ નવા સપ્તાહમાં આ પરિબળને બજાર ડિસ્કાઉન્ટ કરીને પ્રત્યાઘાતી ઉછાળો બતાવશે એવી શક્યતા બતાવી હતી. પરંતુ હજુ વિશ્વાસની કટોકટી અને બજેટ પૂર્વેના કોર્પોરેટ ડેવલપમેન્ટ, બાકી કોર્પોરેટ પરિણામો પર નજરે એફઆઇઆઇની નવી ખરીદીના અભાવ વચ્ચે સેન્સેક્ષમાં ૧૭૦૦૦ની સપાટી તૂટવાની શક્યતા યથાવત રહેશે.
બજેટ કાઉન્ટ-ડાઉનમાં હવે ઉછાળે સાવચેતી વધશે ઃ નવી મોટી ખરીદીમાં સાવચેતી જરૃરી
અન્ન મોંઘવારીના આંકમાં ઘટાડા બાદ હવે જાન્યુઆરી ૨૦૧૧ માટેનો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્ષ પર આધારીત ફુગાવાનો આંક સોમવારે ૧૪, ફેબુ્રઆરીના જાહેર થનાર છે. આ આંક નવેમ્બર ૨૦૧૦ના ૭.૪૮ ટકાથી વધીને ડિસેમ્બર ૨૦૧૦માં ૮.૪૩ ટકા પહોંચ્યો હતો. જે ઘટીને ફરી ૮ ટકાની સપાટી અંદર આવવાની શક્યતાએ બજાર માટે આગામી સપ્તાહનો આરંભ સુધારાની ચાલ આગળ વધવાથી થશે. પરંતુ વધ્યામથાળે બજેટ કાઉન્ટ-ડાઉન અને અન્ય સંભવિત કોર્પોરેટ ડેવલપમેન્ટ સાથે યુ.એસ- યુરોપ પર નજરે બજારમાં સાવચેતી વધતી જોવાશે.
સપ્તાહના અંતે ઉછાળામાં એફઆઇઆઇનું સતત સેલીંગ ઃ દિગ્ગજોએ માત્ર શોર્ટ કવરીંગ કર્યું!
ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિના ડિસેમ્બર ૨૦૧૦ મહિનાના આંક ૧.૬ ટકાની વૃદ્ધિ દર્શાવતા જાહેર થયા છે. બજારની ધારણા નેગેટીવથી એક ટકાની અંદર વૃદ્ધિની હતી, ત્યારે ૧.૬ ટકાની વૃદ્ધિએ ઓવરસોલ્ડ શેરોમાં ગત અઠવાડિયાના અંતિમ બે દિવસમાં શોર્ટ કવરીંગ પૂરતો મોટો ઉછાળો આવ્યો છે. જેમાં દિગ્ગજોએ પોતાના ડીલીવરીના શેરો પેટે ઊભી કરેલી શોર્ટ પોઝિશન મોટી સરખી કરી છે. નવી ડીલીવરી બેઝડ મોટી ખરીદી હજુ શરૃ કરી નથી. જેથી બજાર ઉછાળે અથડાઇ જઇ આગામી બજેટ દિવસોમાં નિરસતાનો ટ્રેન્ડ પણ બતાવશે. એફઆઇઆઇ પણ શુક્રવારના ૨૬૫ પોઇન્ટના ઉછાળામાં ખરીદીને બદલે વેચવાલ રહી હોઇ આ ટ્રેન્ડ ચિંતાજનક ગણી શકાય.
નિફ્ટી ૫૪૧૧થી ૫૨૧૧ અને સેન્સેક્ષ ઉપરમાં ૧૮૦૮૮થી ૧૭૩૭૭ વચ્ચે અથડાશે
આગામી સપ્તાહમાં સેન્સેક્ષ ઉપરમાં ૧૮૦૮૮થી નીચામાં ૧૭૩૭૭ અને નિફ્ટી ઉપરમાં ૫૨૧૧થી નીચામાં ૫૪૧૧ વચ્ચે અથડાતા જોવાશે એવી શક્યતા છે.
ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, યુનીટેકના પરિણામો પર નજર
કોર્પોરેટ પરિણામોના અંતિમ દોરમાં ટાટા મોટર્સના પાછલા સપ્તાહના અંતે પ્રોત્સાહક પરિણામ બાદ હવે આગામી અઠવાડિયે ટાટા સ્ટીલ લિમિટેડના ૧૫, ફેબુ્રઆરીના પરિણામ તેમજ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર, ટાટા પાવર, કોલ ઇન્ડિયા અને યુનીટેકના પરિણામ જાહેર થનારા હોઇ હજુ આ હેવીવેઇટ પરિણામો પણ બજારના ટ્રેન્ડમાં મોટી ભૂમિકા ભજવશે.

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved