Last Update : 14-Feb-2011, Monday

અઠવાડિક ભવિષ્ય તા. ૧૩-૨-૨૦૧૧ રવિવારથી તા. ૧૯ -૨-૨૦૧૧ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)

આપને આપની વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખી નોકરી-ધંધાના, પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન રાખવું પડે. ધીરજ, કુનેહ અને શાંતિપૂર્વક નિર્ણય કરવા યોગ્ય રહેશે. શેરોની, બજારોની વધઘટમાં નુકસાની થાય તેવો કોઈ નિર્ણય કરવો નહીં. તે સિવાય વિલંબમાં પડેલ કામ ઉકેલાતું જાય. મકાન, વાહન, ઓફિસની જગ્યા માટેની ખરીદી પોતાના માટે, તેમજ કુટુંબ-પરિવાર માટે થઈ શકે. આકસ્મિક ખર્ચ વધે છતાં આનંદ અનુભવો. ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, મિલન મુલાકાતથી હૃદય-મનની પ્રસન્નતા અનુભવાય. જુના સંબંધો સંસ્મરણો તાજા થાય. તા. ૧૩ રવિ પુત્ર પૌત્રાદિકનાં કામકાજમાં ધ્યાન આપવું પડે. તા. ૧૪ સોમ નોકરી ધંધાની મુલાકાતમાં, શેરોની કામગીરીમાં ધ્યાન રાખવું. તા. ૧૫ મંગળ વિલંબમાં પડેલ કામકાજ ઉકેલાય. ૧૬ બુધ હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. તા. ૧૭ ગુરુ નોકરી ધંધાના કામમાં ચિંતા-વ્યસ્તતા રહે. ખર્ચ થાય. તા. ૧૮ શુક્ર ચિંતા-વ્યથા હળવી થાય. તા. ૧૯ શની યાત્રા પ્રવાસ, મુલાકાત તેમજ ધર્મકાર્યથી આનંદ. જુના સંબંધો તાજા થાય.

 

વૃષભ (બ.વ.ઉ.)

આપના નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. પરંતુ ઘર પરિવાર-વડીલવર્ગની ચિંતાનાં કારણે તમારા રોજીંદા કામમાં વ્યસ્તતામાં વધારો થાય. ભાગીદારીવાળા ધંધામાં લોખંડ, સૂતર, ચાંદી, ખાંડ, ગોળ, ઘઉં તેલના વેપાર ધંધામાં તમારી ઉતાવળ, ભૂલ, જીદ્દ, મુમતના કારણે નુકસાન થાય નહીં તેની તકેદારી રાખવી. ક્ષણિક લાભ મળે, નફો મળે તેમાં સંતોષ માની ધંધાનો વ્યવહાર સાચવી રાખવો. તમારી વધારાની જવાબદારીમાં અટવાયા કરો. મુંઝવણ અનુભવો. તે સિવાય સગાસંબંધી, મિત્રવર્ગના વ્યવહારિક, સામાજીક, ધાર્મિક પ્રસંગે ખર્ચ થાય, યાત્રા પ્રવાસ, મુલાકાત થાય. તા. ૧૩ રવિ ખાવાપીવામાં વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. તા. ૧૪ સોમ કામકાજમાં સાનુકૂળતા પ્રગતિ. તા. ૧૫ મંગળ આનંદ ઉત્સાહ રહે. તા. ૧૬ બુધ યાત્રા પ્રવાસ મુલાકાતમાં ધ્યાન રાખવું. તા. ૧૭ ગુરુ આકસ્મિક લાભ-સફળતાથી આનંદ. તા. ૧૮ શુક્ર નોકરી ધંધાના કામમાં, વડીલવર્ગના કામમાં ધ્યાન રાખવું. તા. ૧૯ શનિ અન્યના કારણે ખર્ચ-ચિંતા બેચેની અનુભવાય.

 

મિથુન (ક.છ.ઘ.)

આપે આપના આવેશ-આપના વિચારો-ઉશ્કેરાટને અંકુશમાં રાખી, શાંતિથી સપ્તાહ પસાર કરવું હિતાવહ રહેશે. શારીરિક, માનસિક, અસ્વસ્થતાના કારણે કોઈ તકલીફ થાય નહીં તેનું ધ્યાન રાખવું. હરો-ફરો, કામકાજ કરો, વાહન ચલાવો કે કોઈની સાથે વાતચીત કરતા હોવ, તમારી સાથે કોઈ વાતચીત કરતું હોય પરંતુ તમારું સુષુપ્ત મન વિચારો, શૂન્યાવકાશના કારણે કંઈ અનુભવી શકે નહીં. નકારાત્મક વિચારો, આક્રમક વિચારોમાં તમને કંઈ સૂઝે નહીં. બિમાર વ્યક્તિ, વ્સસની હોય તેમને વધુ પીડા જણાય. સ્વસ્થ વ્યક્તિએ વાહનથી, પડવા વાગવાથી, ધક્કામુક્કીથી સંભાળવું પડે. નોકરી ધંધામાં મૌન રાખી શાંતિથી સપ્તાહ પસાર કરી લેવું. તા. ૧૩ રવિ ચિંતા ઉચાટ, વ્યગ્રતા અનુભવાય. તા. ૧૪ સોમ હૃદય-મનને શાંતિ જણાય નહીં. તા. ૧૫ મંગળ તન-મન-ધનથી વાહનથી તેમજ વિવાદથી સંભાળવું. તા. ૧૬ બુધ પત્ની સંતાન-પરિવારથી ચિંતા-બેચેની જણાય. તા. ૧૭ ગુરુ ચિંતા-વ્યથા હળવી થાય. તા. ૧૮ શુક્ર નોકરી, ધંધાના કામમાં ધ્યાન આપી શકો. તા. ૧૯ શની વિલંબમાં પડેલ કામનો ઉકેલાય.

 

કર્ક (ડ.હ.)

આપના માટે એક એક દિવસ આધિ-વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલો રહે. શારીરિક-માનસિક અસ્વસ્થતા આવી જાય. બિમાર વ્યક્તિ, વ્યસની વ્યક્તિની પીડા-ચિંતા-ખર્ચ વધે. સ્વસ્થ વ્યક્તિને નોકરી ધંધાની ઘર-પરિવાર-કુટુંબની ચિંતા-વ્યથા-વિવાદનાં કારણે શાંતિ-રાહત જણાય નહીં. રસ્તામાં આવતાં જતાં વાહનથી, પડવા વાગવાથી, ટક્કરથી, કૂતરાથી સંભાળવું પડે. યાત્રા પ્રવાસ કે રસ્તામાં આવતા જતાં પૈસા-પાકીટ મોબાઈલ, લેપટોપ, આભૂષણ વગેરે સંભાળપૂર્વક રાખવા. બેંકમાં પૈસા ભરવા જતાં કે ઉપાડીને પાછા ફરતાં સાવધાની રાખવી. નોકરીમાં લાંચ-ભ્રષ્ટાચાર કે અન્ય પરેશાની ચિંતા-ભય-દબાણનાં કારણે તમે શાંતિથી ઊંઘી શકો નહીં. ધંધામાં ઉઘરાણી કરનારની ભીંસ વધે. દેવાની ચૂકવણી કરવામાં મુંઝવણ-મુશ્કેલી અનુભવો. તા. ૧૩ રવિ ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સો મનની ચિંતા-મુંઝવણના કારણે આવી જાય. ૧૪ સોમ નોકરી-ધંધાના પ્રશ્નમાં ચિંતા. ૧૫ મંગળ તન-મનધનથી વાહનથી સંભાળવું. ૧૬ બુધ માનસિક શારીરિક અસ્વસ્થતા, ચિંતા. ૧૭ ગુરુ ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. ૧૮ શુક્ર હળવાશ, રાહત જણાય. તા. ૧૯ શની વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ધર્મકાર્યથી આનંદ રહે.

 

સિંહ (મ.ટ.)

આપના નોકરી-ધંધાના કામમાં, વ્યવહારિક, સામાજીક કામમાં સાનુકૂળતા રહે. ધંધામાં વધારો થાય. આવકમાં વધારો થાય. નાણાંની લેવડદેવડનાં વ્યવહારમાં હળવાશ અનુભવાય. પત્ની-સંતાન પરિવારના કામમાં ધ્યાન આપી શકો. પરંતુ સામાન્ય વાતમાં, કામમાં ઉશ્કેરાટ ગુસ્સાના કારણે મતભેદ અનુભવાય. સગા સંબંધી, મિત્રવર્ગના કારણે યાત્રા પ્રવાસ-ખર્ચ થાય. ધર્મકાર્ય, શુભકાર્યથી આનંદ રહે. સોના-ચાંદીના, ખાણી પીણીના ધંધામાં આવક થાય. મકાન, વાહનની ખરીદી થઈ શકે. તા. ૧૩ રવિ નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે. ૧૪ સોમ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧૫ મંગળ કામકાજમાં સફળતા, પ્રગતિ ૧૬ બુધ અન્યના કારણે ખર્ચ ચિંતા. ૧૭ ગુરુ નવા કામમાં, નોકરીધંધાના કામમાં સાનુકૂળતા રહે. ૧૮ શુક્ર ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ ખર્ચ થાય. ૧૯ શની શાંતિથી ધીરજથી કામકાજ કરવું.

 

કન્યા (પ.ઠ.ણ.)

આપના રોજીંદા કામ ઉપરાંત અન્ય વધારાના કામની વ્યસ્તતા રહે. જુના સંબંધો તાજા થાય. નવી ઓળખાણ, મિત્રતા થાય. નોકરી-ધંધામાં આવક થાય. સરકારી, રાજકીય-ખાતાકીય કે કાનૂની કામ અંગે, ભાઈભાંડુના કામ અંગે ચિંતા રહે. સગાં સંબંધી-મિત્રવર્ગના કામમાં તમારે મદદરૃપ થવું પડે. આંખ-દાંતમાં દર્દપીડા, ગુદામાં, કમરમાં દર્દપીડાના કારણે બેચેની અનુભવ્યા કરો. ઈન્કમટેક્ષના, વીમાના, પોસ્ટના કામકાજમાં ધ્યાન આપવું પડે. તા. ૧૩ રવિ પ્રવાસ-મુલાકાત. ૧૪ સોમ નોકરી ધંધાના કામ અંગે ચિંતા-વ્યથા. ૧૫ મંગળ પોતાની કામગીરીમાં સાવધાની રાખવી. ૧૬ બુધ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧૭ ગુરુ નોકરી-ધંધામાં ફાયદો-લાભ જણાય. અન્ય કામ થાય. ૧૮ શુક્ર ખર્ચ-ચિંતા, પ્રવાસ. ૧૯ શનિ સુસ્તી-બેચેની-અસ્વસ્થતા અનુભવો.

 

તુલા (ર.ત.)

આપના હૃદય-મનની વ્યગ્રતા ચિંતા ઓછી થતી જાય પરંતુ આ સપ્તાહમાં ધીરજ, શાંતિ રાખવી. વિવાદથી દૂર રહેવું. મકાન જમીન-વાહનના પ્રશ્નમાં તેમજ નોકરી ધંધાના કામમાં, આરોગ્યની બાબતમાં સંભાળવું. આડોશ, પાડોશના વ્યવહારમાં, મિત્રવર્ગમાં ગેરસમજ, મનદુઃખ કે બિમારી, ચિંતાનું આવરણ આવી જાય. સોના, ચાંદી, અનાજ કરિયાણાના વેપાર-ધંધામાં, ટ્રાવેલ્સના ધંધામાં આવક આવે. ધંધો મળી રહે. પુત્ર પૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ-લગ્નના પ્રશ્નમાં ચિંતા રહે. તા. ૧૩ રવિ હૃદય-મન વ્યગ્રતા અનુભવે. ૧૪ સોમ યાત્રા પ્રવાસ, મુલાકાતમાં સંભાળવું. ૧૫ મંગળ ચિંતા, વિવાદ-નુકશાનથી સંભાળવું. ૧૬ બુધ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૭ ગુરુ નોકરીધંધાના કામની વ્યસ્તતા રહે. ૧૮ શુક્ર વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧૯ શની ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં.

 

વૃશ્ચિક (ન.ય.)

આપના રોજીંદા તેમજ અન્ય કામકાજમાં ચિંતા, દોડધામમાં વધારો થાય. શારીરિક, માનસિક શ્રમ, થાક અનુભવાય. સમયસર પોતાની ગણત્રી, ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. સગા સંબંધી-મિત્રવર્ગમાં વ્યવહારિક, સામાજીક કામ, ધર્મકાર્ય કે બિમારીના લીધે તમારા કામમાં રૃકાવટ અનુભવો. ખર્ચ થાય. ઈચ્છા-અનિચ્છાએ બહાર કે બહારગામ જવાનું થાય. લોખંડ, ઓઈલ, ગેસ, પેટ્રોલ, ટ્રાવેલ્સના ધંધામાં, કપચી-પત્થર-કાચ-ચાના વેપારધંધામાં, તાંબાના વેપારમાં, ઈલેકટ્રીકના ધંધામાં સાવધાની રાખવી. તા. ૧૩ રવિ ચિંતા-પરિતાપ રહે. ૧૪ સોમ નોકરી ધંધામાં ઉચાટ-ઉદ્વેગ-અશાંતિ જણાય. ૧૫ મંગળ તન, મન, ધનથી વાહનથી સંભાળવું. ૧૬ બુધ શાંતિથી કામકાજ કરવું. ૧૭ ગુરુ આનંદ ઉત્સાહ રહે. કામમાં પ્રગતિ. ૧૮ શુક્ર નોકરી ધંધાનું કામ થાય. ૧૯ શનિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

આપના નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ધંધો થાય, નવું કામ મેળવી શકો. કમિશન-દલાલી-એજન્સીના કામ અંગે કોઈને મળવાનું થાય. ઉઘરાણીનાં નાણાં આવવાથી રાહત રહે. વિવાહ-લગ્ન અંગે વાતચીત હોય, પુત્ર પૌત્રાદિકના વિદ્યાભણતર કે વિવાહલગ્ન અંગેની કાર્યવાહી હોય તો તેમાં વ્યસ્ત રહેવાનું થાય. નોકર ચાકર, કારીગરવર્ગ, ભાઈભાંડુ સાથે વાતવાતમાં વિવાદ મનદુઃખ થાય નહીં તેની તકેદારી રાખવી. પરદેશમાં રહેતા સગાસંબંધી-મિત્રવર્ગની ચિંતા અનુભવાય. તે સિવાય મકાન-જમીન-વાહનના કામ અંગે, વ્યવહારિક, સામાજીક, કૌટુંબિક કામ અંગે ધ્યાન રાખવું પડે. તા. ૧૩ રવિ વિલંબમાં પડેલ કામમાં ધ્યાન આપવું પડે. ૧૪ સોમ નોકરીધંધાના કામમાં સાનુકૂળતા જણાય. ૧૫ મંગળ પુત્ર-પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા. ૧૬ બુધ યાત્રા પ્રવાસ, મુલાકાતમાં, વાહન ચલાવવામાં સાવધાની રાખવી. ૧૭ ગુરુ તનમન ધનથી વાહનથી સંભાળવું પડે. ૧૮ શુક્ર નોકરી-ધંધામાં વ્યસ્ત રહેવાનું થાય. ૧૯ શની કામકાજમાં સાનુકૂળતા, રાહત.

 

મકર (ખ.જ.)

આપના માનસિક પરિતાપ-ચિંતામાં ઘટાડો થાય પરંતુ ઘર-પરિવાર-કુટુંબના, પુત્રપૌત્રાદિકના કામની વ્યસ્તતાના કારણે શાંતિ-રાહત જણાય નહીં. એક કામ હોય એટલામાં અન્ય કામ આવી જાય, ખર્ચ થાય, બહાર જવાનું થાય. તે સિવાય નોકરી-ધંધાના સંબંધો તાજા થાય. વ્યવહારિક-સામાજીક સંબંધમાં નિકટના સ્વજન-સ્નેહીને, મિત્રવર્ગને મળવાનું થાય. આંખમાં દર્દપીડાથી સંભાળવું. બેંકના તેમજ અન્ય નાણાંકીય લેવડ-દેવડના વ્યવહારમાં સાવધાની રાખવી. ધર્મકાર્ય થાય. યાત્રા પ્રવાસ થાય. વીમાના ઈન્કમટેક્ષના કામમાં, કન્સલ્ટન્સીનાં કામમાં સાનુકૂળતા રહે. આકસ્મિક ખર્ચ આવી જવાથી નાણાંકીય મુંઝવણ અનુભવાય. તા. ૧૩ રવિ શાંતિથી ધીરજથી કામ કરવું. ૧૪ સોમ વિલંબમાં પડેલ કામમાં ધ્યાન આપવું પડે. ૧૫ મંગળ વ્યવહારિક-સામાજીક તેમજ નોકરી-ધંધામાં કોઈને મળવાનું થાય. ૧૬ બુધ ધર્મકાર્ય, શુભકાર્ય થાય. ૧૭ ગુરુ આનંદ ઉત્સાહ રહે, ખર્ચ ખરીદી થાય. ૧૮ શુક્ર નોકરી ધંધાની મુલાકાતમાં, યાત્રા પ્રવાસ, નિર્ણયમાં સાવધ રહેવું. ૧૯ શની શારીરિક-માનસિક અસ્વસ્થતા, શ્રમ, થાક, કંટાળો અનુભવાય.

 

કુંભ (ગ.સ.શ.ષ.)

આપે ધીરજ શાંતિ, સ્વસ્થતા રાખીને આ સપ્તાહ પસાર કરવું હિતાવહ રહેશે. વાણીમાં મિઠાશ, વ્યવહારમાં નમ્રતા રાખવી. ઉશ્કેરાટ, ગુસ્સામાં, ઉતાવળમાં તમે પોતે મુશ્કેલીમાં મુકાવ અને પસ્તાવો કરવો પડે. પત્ની-સંતાન, પરિવાર, કુટુંબથી ચિંતા-ખર્ચ-મુંઝવણ અનુભવાય. પત્નીના સ્વભાવ કે આરોગ્યથી, પત્નીપક્ષના સગાસંબંધી, મિત્રવર્ગથી ચિંતીત રહો. સાંસારીક જીવનમાં વિવાદ-અશાંતિ કે કાનૂની પ્રશ્ન હોય તો તેમાં તમારી પીછેહઠ થાય. નોકરી ધંધામાં પોતાની ગણતરી ધારણા કરતાં આવળું બને. ભાગીદારીમાં ધંધો હોય તો તેમાં મનદુઃખ, વિવાદ, ઝઘડો થઈ જાય તેવું બને. તે સિવાય નવા ધંધા અંગે, ધંધાની જગા કે બેંક લોન અંગેની કામગીરીમાં રૃકાવટ આવેલી હોય, નોકરીની ફેરફારી અંગેની વાતચીત હોય તો તેમાં આગામી સમય પ્રગતિકારક સાનુકૂળ બનતો જાય. તા. ૧૩ રવિ ઘર પરિવાર, મિત્રવર્ગ, આડોશ પાડોશનાં કારણે ચિંતા-વ્યથા, ઉચાટ રહે. ૧૪ સોમ નોકરી ધંધામાં ધીરજ શાંતિ રાખી આગળ વધવું. ૧૫ મંગળ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧૬ બુધ નોકરી ધંધાના કામમાં, ધર્મકાર્યમાં ધ્યાન આપી શકો. ૧૭ ગુરુ નોકરીધંધાના સંબંધો તાજા થાય, આનંદ રહે. ૧૮ શુક્ર ચિંતા પરિતાપ પછી રાહત, કામમાં પ્રગતિ. ૧૯ શની સગાંસંબંધી મિત્રવર્ગને મળવાનું થાય. બહાર જવાનું થાય.

 

મીન (દ.ચ.ઝ.થ.)

આપને એક ચિંતા-ઉપાધિ હોય એટલામાં અન્ય ચિંતા ઉપાધિ આવવાના કારણે આગામી દિવસ જેમ જેમ પસાર થાય તેમ તેમ શાંતિ, રાહત જણાય નહીં. ખર્ચ ચિંતા-વિવાદ મુશ્કેલી-મુંઝવણમાંથી સમય પસાર કરવો પડે. સરકારી રાજકીય, ખાતાકીય, નાણાંકીય કે કાનૂની પ્રશ્ને સાવધાની રાખવી પડે. વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક પ્રશ્નમાં, નોકરી, ધંધાના કામકાજમાં તમે મુશ્કેલીમાં અટવાયા કરો. જેમની સાથે સારા સંબંધો હોય તેમનાથી મનદુઃખ, વિવાદ થાય. ધંધામાં લોભ-લાલચ કરી, માલનો ભરાવો કરવો નહીં. ઉધારી ધંધો કરવો નહીં. નોકરીમાં નાણાંકીય કામકાજમાં, આયોજનમાં સંભાળવું. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. પુત્ર પૌત્રાદિકના ઘર-પરિવારના પ્રશ્ને ચિંતા રહે. તા. ૧૩ રવિ રસ્તામાં જતાં-આવતાં, વાહન ચલાવતાં ગાફેલ રહેવું નહીં. ૧૪ સોમ આકસ્મિક ચિંતા-વ્યથા અનુભવાય. ૧૫ મંગળ હૃદય-મનને શાંતિ, રાહત જણાય નહીં. ૧૬ બુધ શેરોના, પુત્રપૌત્રાદિકના કામમાં ચિંતા, ખર્ચ. ૧૭ ગુરુ રોજીંદા કામ ઉપરાંત વધારાના કામની વ્યસ્તતા રહે. ૧૮ શુક્ર નોકરી ધંધામાં સાવધાની રાખવી. ૧૯ શનિ વિલંબમાં પડેલ કામમાં ધ્યાન આપવું પડે.

 

[Top]
 
 
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved