Last Update : 14-Feb-2011, Monday

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૪-૨-૨૦૧૧ સોમવાર
માહસુદ અગિયારસ
હવામાનમાં - બજારોમાં ફેરફારી જણાય !
વેલેન્ટાઈન ડે


દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૬ મિ.
નવકારસી સમયઃ (અ) ૮ ક. ૦૩ મિ. (સૂ) ૭ ક. ૫૯ મિ. (મું) ૭ ક. ૫૭ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મૃગશીર્ષ બપોરના ૧૨ ક. ૩૧ મિ. સુધી પછી આદ્રૉ
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-કુંભ મંગળ-મકર, બુધ-મકર, ગુરૃ-મીન, શુક્ર-ધન, શનિ-કન્યા, રાહુ-ધન, કેતુ-મિથુન, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મિથુન
વિક્રમ સંવત ઃ ૨૦૬૭ શાકે ઃ ૧૯૩૨, જૈનવીર સંવતઃ ૨૫૩૭
વિક્રમ સંવત્સર ઃ શુભકૃત શક સંવત્સર ઃ વિકૃતિ ઉત્તરાયણ શિશીર ઋતુ
માહ સુદ અગિયારને સોમવાર જયા એકાદશી વિષ્ટી ૧૩ ક. ૩૫ મિ.થી રાત્રે ૨૪ ક. ૫૮ મિ. સુધી. હવામાનમાં, બજારોમાં ફેરફારી જણાય ?
તા. ૧૪ ફેબુ્રઆરી ૧૯૯૭માં દિલ્હીમાં મહિલા સંસદોનું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું. ૧૪૮૨ હિન્દીમાં સલ્તનત શાસન શરૃ કરનાર બાબરનો જન્મ દિવસ. આજે વેલેન્ટાઈન ડે. નાવિક વિજ્ઞાાની જેમ્સ કૂકની પુણ્યતિથિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૨ રબી ઉલ અવ્વલ માસનો દસમો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ શહેરેવર માસનો ત્રીસમો રોજ અનેશન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ ભાઈભાંડુ, સગાસંબંધી, નોકરચાકર, સહકાર્યકર, ઉપરી વર્ગના કામમાં ધ્યાન આપવું પડે. નોકરી ધંધાના કામમાં વધારો થાય.
વૃષભ ઃ નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. શેરોના કમિશનના, બેંકના કામમાં ધ્યાન આપી શકો.
મિથુન ઃ નકારાત્મક વિચારો, નિર્ણયમાં, જીદ્દ-મુમત-અહમમાં તમારી પીછેહઠ થાય. નોકરી ધંધાના, ઘર, પરિવારના પ્રશ્ને ચિંતા રહે.
કર્ક ઃ નુકસાની-કાનૂની પ્રશ્ન, સરકારી તપાસ, નાણાંની ઉઘરાણી કે ચૂકવણીના પ્રશ્ને શાંતિ-રાહત જણાય નહીં. ઊંઘ આવે નહીં.
સિંહ ઃ પત્નીથી હળવાશ, રાહત રહે. નોકરી ધંધાના, સંતાનના કામમાં ધ્યાન આપી શકો. પેટ, કમર, મસ્તકમાં દર્દપીડાથી સંભાળવું.
કન્યા ઃ વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. નોકરી ધંધાના રોજીંદા તેમજ વધારાના કામની વ્યસ્તતા રહે. ધંધો થાય.
તુલા ઃ નોકરી ધંધાના કામમાં ધ્યાન આપી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સંતાનની ચિંતા રહે. સીઝનલ ધંધો થાય.
વૃશ્ચિક ઃ આપ હરોફરો પરંતુ હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. બી.પી.ની વધઘટ, હાડકાની તકલીફ કે અન્ય બિમારીથી, પડવા વાગવાથી સંભાળવું.
ધન ઃ આપના કામનો ઉકેલ આવવાથી હળવાશ, રાહત અનુભવતા જાવ. અન્યના સહકારથી સાનુકૂળતા રાહત રહે. કામ ઉકેલાય.
મકર ઃ નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. વધારાનું કામકાજ કરી શકો. પુત્ર પૌત્રાદિકના કામ અંગે ચિંતા રહે.
કુંભ ઃ ઉશ્કેરાટ-ગુસ્સો કર્યા વગર, ઉતાવળ કર્યા વગર શાંતિથી પત્ની-પરિવાર, નોકરી ધંધાનું, ભાગીદારીનું કામ કરવું.
મીન ઃ સરકારી-રાજકીય-ખાતાકીય- ઈન્કમટેક્ષ- સેલટેક્ષના કામ અંગે ચિંતા-ખર્ચ-વ્યસ્તતા અનુભવાય. પરિવારની ચિંતા રહે.

[Top]
 

સુપ્રભાતમ્

જેનો સાર નાશ પામ્યો નથી તેવું પાણીદાર રત્ન ભલેને પાષાણનો ટુકડો હોય પણ તેનું મૂલ્ય કરતાં વસુંધરા પણ ઓછી પડે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

શિયાળો પૂરો થતાં પહેલાં વર્ષભરની શક્તિ મેળવી લેજો
શિયાળો એ આયુર્વેદની દ્રષ્ટિએ શક્તિ સંચયની ઋતુ છે. વ્યક્તિ ઇચ્છે તો વર્ષભરની શક્તિ આ ઋતુમાં એકઠી કરી શકે છે. શિયાળા દરમિયાન કુદરતી રીતે જ ભૂખ ખૂલવા લાગે છે. ચોમાસામાં બપોરે જમ્યા હોઈએ તો પણ સાંજે પેટ ભારે રહે છે અને કકડીને ભૂખ લાગતી નથી. જ્યારે શિયાળામાં સવાર, બપોર અને સાંજ એમ ત્રણ વાર જમીએ તો પણ પેટ ભારે થતું નથી. આ ઋતુમાં પાચનતંત્ર સુધરતું હોવાથી અને ભારે ખોરાક પણ પચી જતો હોવાથી ઘી, ગોળ, દૂધ, દહીં, માખણ, વિવિધ વસાણા, પાક પકવાન, અડદિયા, સાલમ પાક, ગુંદર પાક, ખજૂર પાક, ચીકી વગેરે ખાવાની પરંપરા છે.
શિયાળામાં તાજા શાકભાજી અને ફળફળાદિ પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. આપણે ત્યાં ઊંધિયું, જલેબી, લીલવાની કચોરી વગેરે ખાવાની પરંપરા છે. દરેકે પોતાની આર્થિક અનુકૂળતા પ્રમાણે તાજા શાકભાજી જરૃર ખાવા. શિયાળામાં રીંગણનું ભડથુ, બાજરીના રોટલા, અડદની દાળ, ગોળ, લસણની ચટણી, માખણ અને તાજી છાશ કે દહીં એ એક પ્રકારનું પૂર્ણ ભોજન બની જાય છે. આમાં છએ છ રસ અને બધા જ પોષક તત્વો આવી જાય છે.
શિયાળામાં લોકો ચ્યવનપ્રાશ કે આમળાનું જીવન પણ ખાસ ખાતા હોય છે. શાસ્ત્રીય રીતે બનાવેલો ચ્યવનપ્રાશ આપણી રોગપ્રતિકારક શક્તિને વિકસિત કરે છે. એમાં આવતા મોટાભાગના દ્રવ્યો જીવનીય અને રસાયન છે. આમળા, ઘી, સાકર, ઉપરાંત અનેક ઔષધોના સંયોજનથી ચ્યવનપ્રાશ કે જીવન બને છે. ચ્યવનપ્રાશના નિયમિત સેવનથી વ્યક્તિ નિત્ય નીરોગી રહી શકે છે. રોગપ્રતિકાર શક્તિ વધતી હોવાથી રોગ તથા વૃદ્ધાવસ્થા દૂર રહે છે.
શિયાળા દરમિયાન જુદા જુદા ઉપાયોથી પોતાનું પાચન સુધારી, પૌષ્ટિક આહારનું સેવન કરી પોતાના આરોગ્યને અને બળ તથા સ્ફૂર્તિને વધારી શકે છે. શિયાળો આ માટેની સર્વોત્તમ ઋતુ છે. રોજ સવારે વહેલા ઊઠી ચાલવા જનારા લોકો સશક્ત અને નીરોગી રહી શકે છે.
શિયાળા દરમિયાન સમજદાર લોકોએ તલ તેલ કે સરસિયા તેલથી માલિશ કરી વ્યાયામ કરવો જોઈએ. નિષ્ણાત યોગગુરુની દેખરેખ નીચે કરવામાં આવેલા યોગાસનો પણ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. શૌચાદિ પતાવ્યા પછી તેલ માલિશ કરવી. માલિશ માટે તલ તેલ ઉત્તમ મનાય છે. આમ છતાં શિયાળામાં સરસિયું તેલ પણ ચાલે. સરસવ ગુણમાં ગરમ છે તેથી તેનું તેલ શરીરને ગરમી આપે છે. તેલને ગરમ કરી તેમાં થોડું સિંધાલૂણ ઉમેરી હૂંફાળું હોય ત્યારે જ માલિશ કરવી. માથામાં, પગના તળિયે અને કાનના મૂળમાં માલિશ ખાસ કરવી. શિયાળામાં ચામડી લૂખી થતી હોય છે. તેલ માલિશથી ચામડી સૂકોમળ બને છે. ત્વચાના છિદ્રો દ્વારા અંદર ઉતરેલું તેલ શરીરને પુષ્ટ તથા ચામડીને સુંવાળી બનાવે છે. તેલ માલિશનો સૌથી મહત્વનો ગુણ એ છે કે તે સ્થૂળ શરીરને પાતળું અને સુકલકડી શરીરને પુષ્ટ બનાવે છે. તેલ માલિશથી શરીર પર એકઠો થયેલો વણજોતો મેદ ઘટે છે. અને માંસ તથા સ્નાયુને પોષણ મળતું હોવાથી શરીર સુદ્રઢ અને પુષ્ટ બને છે.
શિયાળામાં માલિશ કરી લીધા પછી જ કસરત કરવી. કસરત પૂરી થયા પછી ગરમ પાણીથી સ્નાન કરવું.
જેમને હૃદયરોગ હોય, બ્લડપ્રેશરની કે શ્વાસની તકલીફ રહેતી હોય તેમણે વ્યાયામ ન કરવો. ઘડપણમાં હળવો વ્યાયામ કરવો. સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી તરત પણ શરીરને શ્રમ પડે એવો વ્યાયામ ન કરવો. રોજ સવારે અને સાંજે ખુલ્લી હવામાં કે શુદ્ધ ઓક્સિજન મળી રહે તેવી જગ્યામાં ચાલવું તે શ્રેષ્ઠ વ્યાયામ છે. યુવાન તથા શક્તિશાળી લોકો સૂર્ય નમસ્કાર અને દંડબેઠક પણ કરી શકે. કુસ્તી, મગદળ, વેઇટ લિફ્ટીંગ અને પુલઅપ્સ જેવો ભારે વ્યાયામ પોતાની શક્તિ અને પ્રકૃતિને ધ્યાનમાં રાખીને કરવો. વ્યાયામ પછી તરત નહાવું નહીં. થોડીવાર આરામ કે શવાસન કરીને પછીજ નહાવું.
જેમને આસન પ્રાણાયામમાં રસ હોય તેમણે યોગ વિશેષજ્ઞા પાસેથી આસન શીખી રોજ કરવા.
શિયાળામાં ઠંડો પડેલો, વાસી કે લૂખો ખોરાક ન ખાવો. તાજો, ગરમ ગરમ અને પૌષ્ટિક ખોરાક જ ખાવો. ઉપવાસ માટે આ ઋતુ અનુકૂળ નથી. હા, શિયાળો પૂરો થાય પછી જે વસંત ઋતુ આવે તેમાં કફ કરે તેવા આહાર વિહાર ન કરવા. બાકી શિયાળા દરમિયાન તો સારું પાચન હોય એવા લોકોએ પોષ્ટિક ખોરાક ઘી, દૂધ, ગોળ, સૂકો મેવો અને વસાણા ખાસ ખાવા. એક વાત ખાસ યાદ રાખવી કે પાક પકવાન બધા લોકો માટે ઉપયોગી નથી. જેમનું પાચનતંત્ર સારું હોય એમને જ પાક પકવાન કે અવલેહથી પોષણ અને શક્તિ મળે છે. બાકી જેમને કાયમી શરદી, કફ રહ્યા કરતા હોય કે પાચન તંત્રની નબળાઈ હોય તેમણે સૂંઠ-ગોળની લાડુડી, સૂંઠિયું, ચિત્રક હરીતકી અવલેહ અને મેથીના લાડુ ખાવા.
આર્થિક અનુકૂળતા હોય એવા લોકોએ શિયાળામાં સુવર્ણ વસંત માલતી, મકરધ્વજ વટી, વસંત કુસુમાકર રસ અને શિલાજિતનું સેવન કરવું. શરદી હોય એવા લોકોએ આદુંપાક બનાવીને ખાવો.
બીમાર પડયા વિના નિત્યનીરોગી રહીને જીવવું હોય તો શિયાળા દરમિયાન સેવન કરવા યોગ્ય એક રસ પ્રયોગ પણ સૂચવું છું. તાજા રસદાર લીલા આમળાં, કુમળું આદું, લીલી હળદર, તુલસીના તાજા પાન અને ફુદીનો આ પાંચ વસ્તુનો પોતાની જરૃરત પ્રમાણે રસ કાઢી વ્યક્તિદીઠ અડધો કપ જેટલો રસ બે ચમચી ચોખ્ખું મધ મેળવીને પી જવો. આ રસના સેવનથી શરીર તંદુરસ્ત રહે છે. ડાયાબિટીસ થતો નથી અને થયો હોય તો એનું જોર ઘટે છે. વર્ષભર પાચનતંત્ર સારું રહે છે. અને શરદી, કફ, ગેસ તથા કબજિયાત જેવા રોગો દૂર રહે છે. લસણનો બાધ ન હોય તેવા લોકો રસ કાઢતી વખતે લીલું-સૂકું લસણ ઉમેરી શકે છે. લસણથી હૃદયરોગ, કોલેસ્ટરોલ, હાઈ બી.પી. અને ગેસના દરદીને ફાયદો થાય છે. શ્વાસ અને શરદી હોય એવા લોકો આમળાની જગ્યાએ અરડૂસીના તાજા પાન ઉમેરી શકે છે.
- વત્સલ વસાણી

Top]
 

આજ ની જોક

આજની નવી જોક
છગને પોતાની પ્રેમિકા લીલી ઉપર પ્રભાવ પાડતા તે દિવસે બગીચામાં બેઠા બેઠા કહ્યું, ‘‘દરરોજ સવારના જેમ બીજા ભગવાનને યાદ કરતા હોય છે એમ હું દરરોજ સવારના સૌ પ્રથમ તને યાદ કરૂં છું એટલો હું તને પ્રેમ કરૂં છું....’’
‘‘તે એમાં નવાઈ શું છે ?’’ લીલી બોલી ‘‘પેલો મગન, લલ્લુ, ચમન બધા પણ એમ જ કહે છે.’’
‘‘ખાક છે એમની, ‘છગને કહ્યું,’’ એ બધા મારા પછી કલાક બે કલાકે જાગનારા છે...મારા કરતાં વહેલાં શાના યાદ કરી શકે ?’’

[Top]
 

આજ ની રેસીપી

સ્પેશિયલ વેજ પુલાવ

સામગ્રીઃ ૨૦૦ ગ્રામ જાડો ચણાનો લોટ, ૨ મોટા ચમચા છીણેલું ફ્લાવર, ૧ ચમચો કોબીજ છીણેલી, ૧ મોટો ચમચો ગાજર છીણેલું, ચપટી હિંગ, ચપટી ખાવાના સોડા, ૧ ચમચી જીરા પાઉડર, ૧/૨ ચમચી આદું-લસણની પેસ્ટ, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી રિફાઇન્ડ તેલ, ૧/૨ ચમચી દહીં, મીઠું સ્વાદ મુજબ, ગટ્ટા તળવા માટે તેલ.
પુલાવ માટેની સામગ્રીઃ ૧ કપ બાસમતી ચોખા, ૧/૨ ચમચી હળદર, ૨ લીલાં મરચાં, ૧ ચમચી જીરા પાઉડર, ચપટી તેજાનો, લવિંગ, મોટો એલચો, તમાલપત્ર, મરી પાઉડર, મીઠું સ્વાદ મુજબ, ૨ મોટા ચમચા તેલ.

રીતઃ ગટ્ટાની બધી સામગ્રી મિક્સ કરી દહીંની સાથે કઠણ લોટ બાંધો. તેના પાતળા લાંબા લૂઆ બનાવી. ઊકળતા પાણીમાં ૨૦ મિનિટ સુધી રાખો. પછી પાણીમાંથી બહાર કાઢીને ઠંડા કરી રિફાઇન્ડ તેલમાં તળી લો.
ચોખાને ૧૫ મિનિટ સુધી પલાળી રાખો. એક તપેલીમાં તેલ ગરમ કરો. તેમાં બધા મસાલાનો કરી ચોખામાંથી પાણી નિતારીને તેમાં નાખો. મીઠું અને ગટ્ટાના ટુકડા પણ નાખી ભાત રંધાઇ જાય એટલે આંચ બંધ કરો સ્પેશિયલ વેજ પુલાવ તૈયાર છે.

[Top]
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved