Last Update : 04-Feb-2011, Friday
બ્રહ્માંડનું સર્જન, બ્રહ્માંડ પૂર્વેની સ્થિતિ, ગતિશીલ અવકાશી પદાર્થો વિશેના પ્રત્યુત્તરો આજે પણ અનુત્તર...

 

બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. ત્યારથી પૃથ્વી સહિત બ્રહ્માંડના રહસ્યોના તાગ મેળવવા માટે સદીઓથી વિશ્વભરના વિજ્ઞાાનીઓ તનતોડ મથામણ કરી રહ્યા છે. ઈશ્વર સુધી પહોંચવા માંગતા માનવીના અનેક વૈજ્ઞાાનિક પ્રયોગ પછી ઈશ્વર સાથેના તાદાત્મ્ય સાધવામાં છેલ્લા ૧૮ માસના વિશ્વભરના વૈજ્ઞાાનિકોની અથાક્ મથામણને સફળતા મળી છે. એનાથી વિશ્વભરના વિજ્ઞાાનીઓ રોમાંચિત થઈ ગયા છે.
વિજ્ઞાાનીઓએ બિગબેંગ અને પ્રોટોન કોલીઝન પ્રયોગમાં સફળતા મેળવીને વિજ્ઞાાનના નવા યુગના મંડાણ કર્યા છે. ૧૮ મહિનાથી ભારે મથામણ કરતા પ્રોટોન- કોલિઝન પ્રયોગમાં ફ્રાન્સ અને સ્વીત્ઝર્લેન્ડ સરહદે જીનિવા પાસે વિજ્ઞાાનીઓએ લાર્જ હેડ્રોન કોલાઈડરમાં પ્રોટોનના બે કિરણો સામસામે અથડાવી પ્રયોગ કરી અદભૂત સફળતા મેળવી છે. આ પ્રયોગમાં ભારત સહિત વિશ્વભરના વૈજ્ઞાાનિકો જોડાયા છે. આ કામગીરીમાં યુરોપીયન ઓર્ગનાઈઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ ઉર્ફે સર્ન સીઈઆએન ફ્રેન્ચ ભાષાના ટુંકાક્ષરોના આ કંટ્રોલ રૃમ સાથે વિશ્વના મહત્ત્વના કેન્દ્રોના વિજ્ઞાાનીઓ પણ સતત સંપર્કમાં રહ્યા હતા. આ પ્રયોગમાં હેડ્રોન કોલોઈડર એલએચસી કણોને પરસ્પર સાથે અથડાવી તેમાંથી ઊર્જાના તદ્દન ઝીણા ઝીણા સ્કૂલ્લીંગો ઉત્પન્ન કરી બીગ બેંગ થયો તે સમયની પરિસ્થિતિને ફરીથી સર્જીત કરી છે. જો આ પ્રયોગ ઘડીના છઠ્ઠા ભાગમાં એટલે કે આ પ્રયોગ સેકન્ડના તદ્દન નાના ભાગ પુરતો રહ્યો હતો. જીનીવા પાસેનું આ લાર્જ હેડ્રોન કોલોઈડર ૧૭ માઈલ (૨૭ કિમી) લંબાઈની ગોળાકાર ટનલ છે. જે ફ્રેન્ચ સ્વીસ જમીનમાં ૧૦૦ મીટર નીચે રહેલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રયોગની શુભ શરૃઆત ૧૦ સપ્ટેમ્બર ૨૦૦૮થી થઈ હતી પરંતુ ૧૯મીએ તેમાં અવરોધ ઊભો થયો હતો. જેમાં ફ્રીઝંગ હેલીયમ ગેસ લીક થવાથી ખામી ઉત્પન્ન થઈ હતી. જેને રીવેટ કરવામાં ખાસ્સો સમય ગયો હતો. તેનો સમારકામનો ખર્ચ જ ૨.૪૦ કરોડ થયો હતો. ખરેખર તો આ મશીન સાત ટ્રીલીયન વોલ્ટની શક્તિ ધરાવતા પ્રોટોનના બે બીમને અથડાવવા માટે કરવામાં આવ્યો હતો. પરંતુ આ લેબોરેટરીના વ્યવસ્થાપકોએ જાન્યુઆરી માસમાં જ એવો નિર્ણય લીધો હતો કે તેની શક્તિ ઘટાડી અર્ધી કરી આ પ્રયોગ ૨૦૧૧ સુધી વારંવાર કરતા રહેલો આ બીગ બેંગ થિયરી પ્રચંડ વિસ્ફોટ સિધ્ધાંત વિષે હાથ ધરાયેલો આ પ્રયોગ અત્યાર સુધીમાં કરાયેલો સૌથી મહત્ત્વકાંક્ષી પ્રયોગ હતો. આ પૂર્વેના થયેલા સંશોધનોમાં સંશોધકોએ જણાવ્યું છે કે વિશ્વનો ચોક્કસ સમયે પ્રારંભ તો થયો હોવો જ જોઈએ. આ વિશ્વ એક સિન્ગ્યુલારીટી સાથે આશરે ૧૩.૭ અબજ વર્ષ પૂર્વે ઉદભવ્યું હશે. એ પૂર્વે કશું જ નહોતું.
બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું. એક્ઝેટ ક્યારે થયું. જ્યારે બ્રહ્માંડ જ નહોતું તે પૂર્વે શું હતું ! એ પ્રશ્નનો જવાબ આજે પણ વિજ્ઞાાનીઓ પાસે નથી. ગુરૃત્વાકર્ષણના સિધ્ધાંતને આધારે સમસ્ત બ્રહ્માંડમાં તારાઓ, ગ્રહો, નિહારિકાઓ, લઘુગ્રહો, ઉલ્કાખંડો વગેરે અવકાશી પદાર્થો લાખો કરોડો વર્ષોથી અવકાશમાં અધ્ધર કેવી રીતે રહી શક્યા છે,સતત ગતિશીલ બ્રહ્માંડના આ અવકાશી પદાર્થો એકબીજા સાથે અથડાતા પણ નથી... આ બધાની પાછળ કઈ ચમત્કારિક શક્તિ કામ કરે છે ? તે લાખ રૃપિયાના સવાલનો જવાબ શોધતા માનવી આજે પણ માથું ખંજવાળે છે. સો ગ્રામ માટી કે એક ટીપું લોહીનું સર્જન ન કરી શકતો માનવી મૃત્યુ અને મૃત્યુ પછી આત્માનું શું ? તેને પણ સમજી કે રહસ્ય શોધવામાં નિષ્ફળ રહેલો માનવી આ ચમત્કારિક અદભૂત શક્તિને ઈશ્વર- ભગવાન તરીકે ઓળખે છે. આ ઐશ્વરીય તાકાત- શક્તિને સમજવાનો પ્રયોગ વિજ્ઞાાનીઓએ કર્યો છે. સાચા અર્થમાં કહીએ ઈશ્વરની વૈજ્ઞાાનિક શક્તિ અને તેના ગુઢ રહસ્યને સમજવાનો આ પ્રયોગ કરાયો છે જેમાં તેને થોડી ઘણી સફળતા મળી છે.
આ પૂર્વે એક થિયરી એવી પણ હતી કે આ સિન્ગ્યુલારીટી બ્લેકહોલમાં સમાયેલી હશે આ બ્લેક હોલ્સ વાસ્તવમાં પ્રચંડ ગુરુત્વાકર્ષણ ધરાવતા અંતરિક્ષમાં અવકાશમાં ઘુમતા પદાર્થ હોય છે. આ વિસ્તારોને સિંગ્યુલારીટી માનવામાં આવતા હતા. આનો ગાણિતીક વિચાર જ મગજ ફેરવી દે તેવો છે. બ્રહ્માંડના સર્જન વિશે આજે પણ ઘણા મહમતાંતરો છે. વિશ્વ ખૂબ જ નાના અત્યંત ઉષ્ણ અને અત્યંત ઘન સિન્ગ્યુલારીટી (એકત્વ) દ્વારા જન્મ્યું હશે. તે ક્યાંથી ઉદ્ભવ્યું હશે એ આપણે જાણતા નથી. શા માટે ઉદભવ્યું હશે તે પણ જાણતા નથી. માત્ર એટલું જ જાણીએ છીએ કે તેના પ્રારંભ પછી તે અત્યંત વિકસ્યું અને હજી વિકસી રહ્યું છે. આ બીગ બેંગ થિયરી છે જેમાં પદાર્થ કેન્દ્ર તરફ ખેંચાઈ પ્રચંડ દબાણને લીધે ફરી વિસ્ફોટ થઈ પદાર્થ બહાર ફેંકાય છે. આ પ્રચંડ વિસ્ફોટ તે જ બિગ બેન્ગ કહેવાય છે. આ પછી બીગ-બેન્ગમાંથી ફેંકાયેલા અત્યંત ઉષ્ણ પદાર્થો ધીમે ધીમે ઠંડા પડતા ગયા અને હજી પણ ઠંડા પડતા જાય છે. આ બીગ બેન્ગમાંથી જ અબજો નિહારિકાઓ, આકાશ ગંગાઓ અને આકાશગંગાઓ પૈકીની એક આકાશગંગામાં આપણે સૂર્ય તેના સૂર્યમંડળ- ગ્રહો સાથે રહેલો છે. જે પૈકીનો પૃથ્વી પણ એક ગ્રહ છે. જેમાં વસતા આપણે માનવીઓ એક ટપકાં જેવા છીએ તેમ છતાં માનવી (વિજ્ઞાાનીઓ)એ કરેલા આ પ્રચંડ પ્રયત્નો અને તેમાંથી મેળવેલા અદભૂત તારણો માનવીનું ઈશ્વર સાથેનું તાદાત્મ્ય સિદ્ધ કરે છે.
પૃથ્વી કેવી રીતે બની ? બ્રહ્માંડ (વિશ્વ)નું સર્જન કેવી રીતે થયું ? આ દિશામાં સંશોધન હાથ ધરવા ૧૦૦ દેશોના ૧૦ હજારથી વધુ વિજ્ઞાાનીઓ જીનીવામાં એકઠા થયા અને વિશ્વના સૌથી મોટા મહા વૈજ્ઞાાનિક પ્રયોગનો આરંભ થયો. આ પ્રયોગને વિશ્વના સૌથી માટા અને અતિ ખર્ચાળ પ્રયોગ અને સૌથી લાંબા પ્રયોગ તરીકે ઓળખી શકાશે. વિશ્વના અસ્તિત્વ વિશે જાણવા માટે પ્રકાશની નહિ સાથે પ્રોટોનની ટક્કર કરવામાં આવશે. પ્રકાશની ગતિ સાથે પ્રોટોન અથડાવાથી ૭ અરબ વોલ્ટ જેટલી પ્રચંડ ઊર્જા ઉત્પન્ન થશે. લગભગ બે વર્ષ સુધી ચાલનારા આ મહાપ્રયોગ દરમ્યાન અનેક નવી જાણકારી, જાણવા મળશે. પ્રયોગ દરમ્યાન અનેકવાર પ્રકાશની ગતિ સાથે પ્રોટોનને અથડાવામાં આવશે. આ પ્રયોગ પાછળ અત્યાર સુધીમાં ૯ અરબ ડોલરનો ખર્ચ થઈ ચૂક્યો છે. હજી ઘણી રકમ વપરાશે.
વિશ્વના સૌથી મોટા પરમાણુ અથડામણ માટેના બોગદામાં ૩૦ માર્ચ ૧૦ના રોજ ક્યારેય ન થયા હોય એવી તીવ્ર ઝડપે બે પ્રોટોન પરમાણુઓ વચ્ચે અથડામણ કરવામાં આવી હતી. પ્રોટોનના બે કિરણોને અગાઉ કરતા ત્રણ ગણી ઝડપે સામસામા અથડાવી જોવાનો આ પ્રયોગ સફળ થયો છે. તેમાં વિજ્ઞાાનીઓ ભારે રોમાંચીત થયા છે. આ અથડામણ બ્લેક એનર્જી અને ગોલ્ડ પાર્ટીકલ શોધવાના પ્રયોગની પૂર્વ તૈયારી સ્વરૃપે કરવામાં આવ્યો હતો. હાલ વિજ્ઞાાનીઓ આ પ્રયોગના પરિણામો જે સૂક્ષ્મ સંવેદકો અને કોમ્પ્યુટરોએ નોંધ્યા છે. તેનો ઝીણવટપૂર્વક અભ્યાસ ચાલી રહ્યો છે. આ પ્રયોગમાં ૭,૦૦,૦૦૦ કરોડ ઈલેક્ટ્રોન વોલ્ટ ધરાવતા પ્રોટોનના કરોડો કણ અથડાવવામાં આવ્યા છ. આ કણ લગભગ પ્રકાશ જેટલી ઝડપે દોડતા સામસામે અથડાતા આ અથડામણને પરિણામે બ્રહ્માંડના જન્મ વખતે જેવું વાદળ સર્જાયું હતું તેવું બીગબેન્ગ જેવો ધડાકો થયો હતો. લાર્જ હેડ્રન કોલીડર નામનું વિશ્વનું સૌથી મોટું પરમાણુ અથડામણ કરવાનું સંયત્ર છે. જેને ધરતીમાં ૨૭ કિમી લાંબી ગોળાકાર ભૂગર્ભ બોગદામાં પ્રોટોનના કિરણોનો મારો ચલાવી અથડાવવામાં આવ્યા હતા. તે વખતે બ્રહ્માંડના જન્મ સમયે જે ઘટના બની હતી તેના સાથી મંગળવારની અથડામણ સૂક્ષ્મ સ્વરૃપે બની તેના વિજ્ઞાાનીકો સાક્ષી બન્યા હતા.
વિજ્ઞાાનીઓનું જણાવવું છે કે બ્રહ્માંડના જન્મની થીયરી રજૂ કરતા પાર્ટીકલ ફિઝીક્સમાં ખૂટતી એકમાત્ર કડી ''હિગ્સ બોસન''ની આ પ્રયોગમાં ખાતરી થઈ જશે. લાર્જ હેડ્રન કોલીડર નામના આ લાંબા બોગદાની કિંમત ૧૦ ્બજ ડોલરના ખર્ચે બનાવાયું છે. તેમાં સમયન ું અસ્તિત્વ, હિગ્સ બોસન, બ્લેક એનર્જી વગેરે અનેક રહસ્ય મય રહેલી વૈજ્ઞાાનિક બાબતો હોવા કે નહોવાની સાબિતી મળી જશે. આ પ્રયોગ દોઢ વર્ષ અગાઉ ચાલુ કરાયો હતો. પરંતુ તેમાં ત્રુટી ધ્યાનમાં આવતા તેને બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ તેનું સમારકામ કરીને તેને ફરીથી ચાલુ કરવામાં આવ્યું તેને પણ ફરીથી અટકાવાયા બાદ હવે ત્રીજા પ્રયાસે તેનું પ્રથમ સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. જો કે આ પ્રયોગમાં હજી ઘણા પ્રશ્નાર્થો છે. જેવા કે ખરેખર બીગ બેન્ગ ધડાકાથી બ્રહ્માંડની ઉત્પત્તી થાય તેવું વાતાવરણ બને છે ? પરમાણુઓને દળ પુરૃ પાડનાર હિંગ્સ બોસન કહેવાતી ઊર્જા ખરેખર અસ્તિત્વમાં આવે છે ? જે ઊર્જા કદી જાણી શકાઈ નથી, ગોલ્ડપાર્ટીકલ કહેવાતી દરેક અણુને જન્મ આપનાર કલાર્કનું કાચી સામગ્રી આવા ધડાકામાં સર્જાય છે ! બ્રહ્માંડની ઉત્પત્તી ખરેખર વિજ્ઞાાનીઓએ ગણતરી કરીને કહ્યું છે તે રીતે જ થઈ હતી કે નહિ ? તે પણ આ પ્રયોગથી સાબિત થશે. આ અથડામણની માહિતી ''ઈશ્વરીય કણ'' અથવા 'હિગ્સ બોસોન'ની શોધ તરફ દોરી જશે. બ્રહ્માંડનું સર્જન થયું ત્યારે હિગ્સ બોસોન કલાનું અસ્તિત્વ હતું તેમ મનાય છે. આ પ્રયોગ દરમ્યાન વૈજ્ઞાાનિકો બ્રહ્માંડની ઉત્પત્તી વેળાએ સેકન્ડના પણ અંશમાં જે પરિસ્થિતિઓ અસ્તિત્વમાં હતી તેની તપાસનો પ્રયોગ કરાશે. પ્રોટોનના કણો આખરે એટલી ગતિ પકડશેકે ત્યારે બ્રહ્માંડના સર્જનની સ્થિતિ ઊભી થશે. આ ગતિ સ્થિર થયા પછી અથડામણો શરૃ કરાઈ હતી. હાલ હેડ્રોન કોલોઈડર ચ ્ીપ ના બે પ્રોટોબીમ્સની અથડામણો કરાવવા સક્ષમ છે. પરંતુ ૨૦૧૧ના અંત સુધી અડધા વિદ્યુત પુરવઠાએ ચલાવાશે. આ મશીન એક વર્ષ માટે બંધ રખાશે. અને ૨૦૧૩માં પાવર બ્રેકઅપ વિના સતત ચાલુ રખાશે. - દિપક જગતાપ

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

હવે માત્ર વિચારોથી મોબાઈલ ફોન ઓપરેટ થશે !
નાતાલના દિવસે ઈસરોમાં ફરી વળેલું નિરાશાનું મોજું
૨૦૧૨માં આવનારા અવનવા મશીનો અને મટીરિઅલ...!
બ્રહ્માંડનું સર્જન, બ્રહ્માંડ પૂર્વેની સ્થિતિ, ગતિશીલ અવકાશી પદાર્થો વિશેના પ્રત્યુત્તરો આજે પણ અનુત્તર...
પૃથ્વી પર પ્રતિવર્ષ ૧.૫ ટકાના દરે જંગલો નષ્ટ થઈ રહ્યા છે.
 

Gujarat Samachar Plus

૮૭ વર્ષે સ્ફૂર્તીથી આખા જગતને જાદુ બતાવતા કે.લાલ કહે છે ઝડપનું બીજું નામ એટલે જાદુ
કાર ચલાવતી વખતે અમે અમારી વિકલાંગતા ભુલી જઈએ છીએ
સપ્તપદીના ફેરા ફરતા પહેલા દસ પેઢીને કંકોત્રીમાં અંકિત કરાવતા પરિવારો
અમેરિકાના ઈરાક પરના હુમલાને મેં મારા ડાન્સમાં રજૂ કર્યો
 
 
lagnavisha
archive
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved