Last Update : 21-Nov.-2010, Sunday
ચીનના વિરાટ પાંડા, અમેરિકાના રીંછ, ભારતના વાઘ

વૈશ્વિક તાપમાનની વૃદ્ધિનો ભોગ બનેલા
આગામી દિવસોમાં વધુ પડતી ગરમીને કારણે કેટલાક પશુ- પંખીઓની જાત લુપ્ત થઈ જશે

વૈશ્વિક વધતા જતા તાપમાનને કારણે ક્રમશઃ વિશ્વનું હવામાન ગરમ બની રહ્યું છે જેની અસર માનવી ઉપરાંત પશુ-પંખીઓને પણ થઈ રહી છે.
અમેરિકાના વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડના ચોંકાવનારા અહેવાલે તો વિશ્વનું હવામાન ગરમ બનતા કયા પશુ-પંખીઓનો પહેલો વિનાશ થશે તેની યાદી તૈયાર કરી છે. તેમના જણાવ્યા અનુસાર વિશ્વના ઘણા સુરક્ષિત ઉદ્યાનો પણ અસર પામી રહ્યા છે. એટલું જ નહિ તેમાં રહેતા કેટલાક પશુ-પંખીઓ પણ વિનાશની દિશામાં આગળ વધી રહ્યા છે જે ખરેખર ચિંતાનો વિષય છે.
વર્લ્ડ લાઇફ ફંડ ફોર નેચરના હવામાન પરિવર્તન ઝુંબેશના નિયામકશ્રી, આદમ માર્ખમના જણાવ્યા અનુસાર ચીનના વિરાટ પાંડા, અમેરિકાના રીંછ, ભારતના કાન્હા નેશનલ પાર્કના વાઘ વગેરે વૈશ્વિક તાપમાનની વૃદ્ધિનો ભોગ બન્યા છે. સામાન્ય રીતે બદલાતા આબોહવા સાથે ઘણા પશુ-પંખીઓ પ્રાકૃતિક રીતે તાદાત્મ્ય જાળવી લેતા હોય છે. પરંતુ કેટલીક જાતો બદલાયેલી આબોહવામાં ગોઠવાઈ શકતા નથી. દા.ત. પાંડા વસવાટનું પર્યાવરણ અને આબોહવા ધીરે ધીરે બદલાય તો તેથી તેઓ તેને અનુકૂળ પણ થઈ શકે પરંતુ જંગલો કપાવા લાગે, વાતાવરણમાં ગરમી વધવા લાગે તો રહી શકે નહિ.
ધુ્રવ પ્રદેશના રીંછને રહેવા- ઘુમવા માટે જાડો બરફ જોઈએ પરંતુ બરફની પણ હવે તંગી વર્તાય છે, સાથે સાથે ખોરાકની પણ તંગી વર્તાય છે. ઉત્તર તુંદ્રમાં રેન્ડીયર માટે ખોરાક પાણી ઘટતા જાય છે અને વિજ્ઞાાનીઓ આગાહી કરે છે કે આગામી એક સૈકામાં ટુંડ્ર પ્રદેશની પ્રાકૃતિક સમતુલા ખોરવાઈ જશે.
ઉષ્ણતામાન પ્રત્યે અત્યંત સંવેદનશીલ નાજાક જીવક્રીસ વહેલનો ખોરાક છે પૃથ્વી પર તાપમાન વધતું જવાથી પાણી વધુ ગરમ થવાથી ક્રીલની વસ્તી ઘટતી જાય છે એટલે વ્હેલ પણ જોખમમાં આવી જાય છે. ખાસ કરીને બર્ફીલા પહાડોના પક્ષીઓને વસવાટ પીગળવા માંડતા તેઓ વસવાટના નવા સ્થાન શોધે છે.
'વર્લ્ડ વોચ ઇન્સ્ટીટયૂટ' નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાના અહેવાલમાં જણાવેલી હકીકત અનુસાર પશુ- પક્ષીઓની સંખ્યા બંધ વિવિધતા ધરાવતા ભારતમાંથી વિવિધ જાતોના પશુ-પંખીઓનો ખૂબ જ ઝડપે નાશ થઈ રહ્યો છે જે ચિંતાજનક છે.
ભારતમાં વસતા ૩૧૬ સસ્તન પ્રાણીઓની જાતમાંથી ૨૪ ટકા જાત અને ૧૨૧૯ પક્ષીઓની જાતમાંથી છ ટકા જાત લુપ્ત થઈ જવાની તૈયારીમાં છે એટલે કે દેશમાંથી આ પશુ પક્ષીઓ કાયમ માટે ખતમ થઈ જશે.
વિશ્વભરમાંથી વિનાશને આરે આવીને ઉભેલી પશુ-પંખીઓની જાત કઈ અને કેટલી ગણતરી કરવામાં આવ્યા બાદ બહાર આવેલી વિગતો મુજબ ભારત, જાપાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે બનતા એશિયો- પેસિફીક વિસ્તારના ત્રિકોણાકાર પ્રદેશમાં વસતા પશુ- પંખીઓનો વિશ્વમાં સૌથી વધુ ઝડપે નાશ થઈ રહ્યો છે. પશુઓની લુપ્ત થઈ રહેલી જાતિઓનાં વાત કરીએ તો વિશ્વમાં ભારત પાંચમા ક્રમે અને લુપ્ત થથા પક્ષીઓની બાબતે ભારત વિશ્વમાં સાતમા ક્રમે આવે છે.
બેફામ રીતે થતા શિકાર અને દુર્લભ જાતિઓની રક્ષણ પ્રત્યેના સરકારના બેધ્યાનપણાને કારણે દેશમાં આ હાલત સર્જાઈ છે વિશ્વભરમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં બિનવસવાટી વિસ્તારોમાં વસાહતીઓ અને શહેરીકરણનો દર ઉંચો જતા વન્યજીવન ખોરવાઈ ગયું છે. માનવ દ્વારા લાગેલી આગને કારણે હજારો હેક્ટર વન, ખરાબાની જમીન તથા ઝરણાઓનો નાશ થતા વરસાદી જંગલોનું પ્રમાણ ઘટયું છે. મોરેશિયસના ડોડોની જેમ વિનાશને આરે આવીને ઉભેલા રાલીયું ગીધ, રાખોડી, વ્હેલ, દાંતીયુ બાજુ, ફ્લોરિડાના દીપડા વિનાશને આરે આવી ઉભા ભારતમાં ચિતાઓ ઓછા થઈ રહ્યા છે. જંગલોમાં કૂતરા, બિલાડી, ડુક્કર, બકરા, ઘેટાં અને ઢોરઢાંખરની ઘટતી જતી વસ્તીને કારણે ખોરાક ઘટતા ચિત્તાઓની સંખ્યા ઘટી છે. પેંગ સરોવરમાં પ્રવાસી પંખીઓનો બેફામ શિકાર થઈ રહ્યો છે.
તો સાઇબિરીયાઈ મરઘીઓ પર શિકારીઓની વિશેષ નજર છે દર વર્ષે તેમની સંખ્યા ઘટી રહી છે. ત્યાર પછી શિકારીઓના હીટલીસ્ટમાં ફલૂલિકા પ્રજાતિના કેશરી મરઘા પણ આવી ગયા છે, શિકારી ગોળીનું નિશાન ચૂકી ગયેલા પક્ષીઓ એટલા બધા ડરી જાય છે કે બીજા વર્ષે અહીં આવવાનું નામ જ નથી લેતા. ઉપરાંત સરોવરમાંથી પથરાયેલી જાળો દ્વારા પણ રોજેરોજ સંખ્યાબંધ પક્ષીઓ પકડીને ચોરીછૂપીથી બજારમાં વેચી મારવામાં આવે છે. આમ આપણા કુદરતને સ્વર્ગની સુંદરતા બક્ષતા આ પક્ષીઓની નામશેષ થતી જાતિ પર્યાવરણ માટે અનેક પ્રશ્નો ઉભા કરશે.
- દીપક જગતાપ
 

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આવનારાં વર્ષોની ભવિષ્યવાણી...
સ્પર્ધકો આહારમાંથી ઊર્જા કેવી રીતે મેળવે છે ?
સાયકલ રેસમાં ગોલ્ડમેડલ કોણ મેળવી શકે?
ચીનના વિરાટ પાંડા, અમેરિકાના રીંછ, ભારતના વાઘ
 

Gujarat Samachar Plus

હેરિટેજ ડેની શરૂઆત દેસાઇની પોળથી થઇ હતી
વૌઠાનો મેળો વરસાદની ઝીંક ઝીલીને પણ શરૂ
ચિત્રો દ્વારા દર્શાવાઇ સમુદ્રની વિરાસત
પોળોનાં જૂના મકાનો હવે નવો શણગાર સજી રહ્યાં છે
 
 
lagnavisha
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી

વિક્રમ સંવત ૨૦૬૭ નું રાશિ ભવિષ્ય

વિક્રમ સંવત ૨૦૬૭ નું રાજકીય ભવિષ્ય
વિક્રમ સંવત ૨૦૬૭ નું શેરબજાર
   
usa

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved