Last Update : 02-Nov.-2010, Tuesday

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

આજનું પંચાંગ
તા. ૨-૧૧-૨૦૧૦ મંગળવાર
આસો વદ અગીયારસ
રમા એકાદશી

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૭ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૩ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૦ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૪ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૩૫ મિ., (સૂ) ૭ ક. ૩૧ મિ., (મું) ૭ ક. ૨૮ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૧ ક. ૦૧ મિ. સુધીમાં જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની કન્યા (પ. ઠ. ણ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પૂર્વાફાલ્ગુની સાંજના ૭ ક. ૩૫ મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુની.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - તુલા, મંગળ - વૃશ્વિક, બુધ - તુલા, ગુરૃ - કુંભ, શુક્ર - તુલા, શનિ - કન્યા, રાહુ - ધન, કેતુ - મિથુન, હર્ષલ (યુરેનસ) -૦ મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - રાત્રે ૧ ક. ૦૧ મિ. સુધી સિંહ પછી કન્યા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૬, શાકે ઃ ૧૯૩૨, જૈનવીર સંવત ઃ ૨૫૩૬
વિક્રમ સંવત્સર ઃ પ્લવ, શક સંવત્સર ઃ વિકૃતિ, દક્ષિણાયન હેમંત ઋતુ, આસો વદ અગિયારસને મંગળવાર. રમા એકાદશી. વૈદ્યુતિયોગ રાત્રે ક. ૧ મિ. ૪૦ મિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૧ જીલ્કાદ માસનો ચોવીસમો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ ખોરદાદ માસનો સોળમો રોજ મહેર.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

આજનું ભવિષ્ય
તા. ૨-૧૧-૨૦૧૦ મંગળવાર
મેષ ઃ ગુરૃ ગ્રહની પ્રબળતા આપને ક્ષણિક લાભદાયી રહે. યશ-સફળતા મળે, ધર્મકાર્ય, શુભકાર્યનો ખર્ચ થાય, આનંદ રહે.

વૃષભ ઃ આપના ઘર-પરિવાર-વડીલવર્ગના પ્રશ્ને આપને ચિંતા-ખર્ચ-વ્યસ્ત રહેવાનું થાય. નોકરી-ધંધામાં શ્રમ-થાક જણાય.

મિથુન ઃ આપ ક્ષણિક ચિંતા-મુશ્કેલીના ચક્કરમાં રાહત અનુભવો. દેશ-પરદેશના-વતનના કામમાં પ્રગતિ જણાય. આનંદ રહે.

કર્ક ઃ આપના કોટુંબિક, સામાજિક, વ્યવહારિક પ્રશ્નમાં તેમજ નોકરી-ધંધાના પ્રશ્નમાં ચિંતા-વ્યગ્રતા અનુભવો. ધીરજ રાખવી.

સિંહ ઃ સંતાનના વિવાહ-લગ્ન કે પ્રેમ-મિત્રતાના સંબંધમાં ચર્ચા વિચારણા થાય. ધંધામાં વધારો થાય. આવક થાય. આનંદ રહે.

કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં રૃકાવટ, ચિંતા રહે. વિલંબ થાય. ચર્ચા-વિચારણામાં દ્વિધા-મુંઝવણ અનુભવો.

તુલા ઃ આકસ્મિક ફાયદો-લાભ થાય, ઉઘરાણીના નાણાં આવવાથી, ધંધો થવાથી રાહત રહે. નોકરીમાં સાનુકૂળતા રહે.

વૃશ્વિક ઃ શરદી-કફ-દમ-શ્વાસ-સીઝનલ બીમારી, કોઈપણ ચીજવસ્તુની એલર્જીથી તમારા રોજીંદા કામમાં તકલીફ અનુભવો.

ધન ઃ નોકરી-ધંધાના કામ અંગેકોઈને મળવાનું થાય. ઉઘરાણીના નાણાં માટે, ધંધા માટે બહાર જવાનું થાય.

મકર ઃ આજે આપે તન-મન-ધનથી-વાહનથી, બેંકના, નાણાંના કામથી સંભાળવું પડે. સાવધાની, જાગૃતિ રાખવી.

કુંભ ઃ આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. પત્ની-સંતાન-મિત્રવર્ગથી ચિંતા હળવી થાય.

મીન ઃ ખર્ચ-ચિંતા-મુંઝવણ-મુશ્કેલીના વિચારોના કારણે નિર્ણય લેવામાં, કામ કરવામાં વિલંબ થાય, ચિંતા રહે.
- પ્રા. અગ્નિદત્ત પદમનાભ
જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૨ નવેમ્બર ૨૦૧૦ મંગળવાર
આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ આરોહ, અવરોહનું રહે. વિવાદ-ચિંતા, માનસિક પરિતાપ, અસ્વસ્થતા છતાં તમારા નોકરી, ધંધાના, ઘર, પરિવારના કામમાં ધ્યાન આપવું પડે. શેરોના કે અન્ય જોખમી નાણાંકીય રોકાણમાં પૈસા ફસાય. કોઈના જામીન બનવામાં મુશ્કેલીમાં મુકાવ. તે સિવાય તમારી આવક આવતી રહેવાથી તમારો વ્યવહાર સચવાઈ રહે. જેમને નોકરી ન હોય, નોકરી છુટી ગઈ હોય તેમને સમય અનુસાર નોકરી મળી રહે. પરંતુ કામ અને પગારનો સંતોષ જણાય નહીં. ધંધામાં યથાવત ચાલ્યા કરે. નવા જોખમો વધારવા નહીં. સ્ત્રી વર્ગને વર્ષ મધ્યમ રહે. પતિ-સંતાનના પ્રશ્નમાં ચિંતા રહે. અવિવાહિતને રૃકાવટ-ચિંતા પછી સફળતા. વિદ્યાર્થીર્વગને મહેનત કરવી પડે. તબિયત સાચવવી પડે.

 

[Top]
 

સુપ્રભાતમ્

મેઘ તો સકળ જગતના ભરણપોષણ માટે સમુદ્રની સેવા કરે છે પણ, તેને (સમુદ્રની) અંદર રહેલો અગ્નિ પેટભરો બનીને હંમેશાં નષ્ફળ કરે છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

 

[Top]
 
 

આજ નું ઔષધ

પાયોરિયા શું છે ?

''પાયોરિયા'' શબ્દ તો ઘણો જાણીતો છે અને પાયોરિયા એ પેઢાનો મુખ્ય રોગ છે, પરંતુ આ રોગ અંગેની પૂરતી માહિતી બહુ ઓછા લોકો પાસે હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સૌથી વધુ માણસોને લાગુ પડતો રોગ એ મોટી ઉંમરે થતો ક્રોનિક પાયોરીયા છે. વિશ્વનાં ૮૫ થી ૯૦ ટકા લોકોને પાયોરીયા લાગુ પડે છે.
અગાઉનાં લેખમાં જોયા મુજબ, જીન્જીવાઈટીસ (પેઢાનો સોજો) જ્યારે પેઢાની અંદર રહેલા હાડકા તથા પેરીયો-ડોન્ટલ મેમ્બ્રેનમાં ફેલાઈ જાય છે ત્યારે તેને પાયોરિયામાં કહેવામાં આવે છે. પાયોરિયામાં દાંતની આજુબાજુ રહેલું હાડકું ઘસાવા લાગે છે. જેથી દાંત હલવા માંડે છે. દાંતને ટેકો આપતું હાડકું તથા દાંત અને હાંડકાને જોડતા પેરિયોડોન્ટલ મેમ્બ્રોનનાં તાંતણાં તૂટવા લાગે છે.
પાયોરિયાનાં પ્રકારો ઃ
મુખ્ય ત્રણ પ્રકારનાં પાયોરિયા જોવા મળે છે.
(૧) મોટી ઉંમરમાં થતો ક્રોનિક પાયોરિયા.
(૨) નાની ઉંમરમાં થતો અગ્રેસિવ પાયોરિયા.
(૩) શરીરમાં થતાં વિવિધ સિન્ડ્રોમનાં લીધે થતો પાયોરિયા ક્રોનિક પાયોરિયા ૮૦ થી ૯૦ ટકા લોકોને તથા અગ્રેસિવ પાયોરિયા ૦.૧ ટકા લોકોને લાગુ પડે છે.
* પાયોરિયા થવાનાં કારણો ઃ
આ અગાઉ આ જ કોલમમાં જોઈ ગયા મુજબ, નરી આંખે ના દેખાતી દાંત પર જમા થતી છારી (ડેન્ટલ પ્લાક) અને પથ્થર જેવી કઠણ છારી (કેલ્કયુલસ)માં કરોડો-અબજોની સંખ્યામાં જીવાણુઓ રહેલા હોય છે. આ છારીનાં લીધે સૌ પ્રથમ પેઢામાં સોજો આવે છે. જેને જીન્જીવાઈટીસ કહેવાય છે. અને જો જીન્જીવાઈટીસની સારવાર જલ્દીથી ના કરવામાં આવે તો તે પાયોરિયામાં પરીણમે છે. આથી, દાંત પર જમા થતી છારી એ પાયોરિયાનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત, અન્ય કારણો પણ જવાબદાર છે. પરંતુ જો દાંત પર છારી જમા ના થઈ હોય તો આ અન્ય કારણો કોઈ પણ પ્રકારનો ભાગ ભજવતા નથી. આ અન્ય કારણોમાં તમાકુ, બીડી, સીગારેટ, પડીકીની કુટેવ, અંતઃસ્ત્રાવોની વધઘટ (જેમકે, માસિક સ્ત્રાવ વખતે, પ્રેગનન્સી વખતે), ડાયાબીટીસનાં દર્દીઓમાં, વિટામીન સીની ઊણપ, વાંકા ચૂકા દાંત હોવા, વગેરે....
* સારવાર ઃ
પાયોરિયા થવાનું મુખ્ય કારણ છારી હોવાથી, દાંત પર જમા થતી આ કઠણ છારી દૂર કરવામાં આવે, એ જ પાયોરિયાની મુખ્ય સારવાર ગણાય છે. આ છારી સાફ કરવાની પદ્ધતિને સ્કેલિંગ - દાંતની સફાઈ કહેવામાં આવે છે. આ સારવારથી પાયોરિયા આગળ વધતો અટકે છે, પરંતુ પેઢા અને દાંતને જેટલું નુકશાન થઈ ગયું હોય, તે મોટા ભાગનાં કેસોમાં ભરપાઈ થઈ શકતું નથી. આ ઉપરાંત, દાંત પરથી પેઢુ થોડું અલગ કરી અથવા પેઢા ખોલીને દાંત પરથી છારી સાફ કરવાની સર્જરી, હાડકાનો પાવડર ભરીને હાડકુ વધારવાની સર્જરી વગેરે જેવી અનેકવિધ સર્જરીઓ કરી પાયોરિયાને અટકાવવામાં આવે છે. આ ઉપરાંત, જો વિટામીન સી ની ઊણપ હોય તો તે અંગેની ગોળીઓ આપવામાં આવે છે. ડાયાબિટીસ કંટ્રોલમાં લેવાય છે, તમાકુ, બીડી જેવી કુટેવો છોડવા માટે દર્દીને કહેવામાં આવે છે. અંતઃ સ્ત્રાવોમાં ફેરફાર (જેમકે પ્રેગનન્સી વખતે, માસિક સ્ત્રાવ વખતે....) માટે ફક્ત દાંતની સફાઈ જ પૂરતી છે.
દાંતની સફાઈ - સ્કેલિંગ કોઈ પણ ડેન્ટિસ્ટ કરી શકે. પરંતુ પેઢાનાં વિવિધ ઓપરેશનો કરવા માટે પેઢાનાં રોગોનાં નિષ્ણાંતની સલાહ લેવી.
* પાયોરિયા થતો રોકવા માટે શું કરશો ?
પાયોરિયા એ દાંત પર જમા થતી છારીનાં લીધે થતો હોવાથી, દાંત પર છારી જમા ના થવા દેવી જોઈએ. આ માટે, દિવસમાં બે વાર યોગ્ય પદ્ધતિથી બ્રશ કરવું જોઈએ. દાંતની વચ્ચે ખોરાક જમા ના થાય તેની કાળજી રાખવી. દર છ મહિને દાંતનાં ડૉક્ટરની મુલાકાત અવશ્ય લેવી. (જેથી કરીને, જો પાયોરિયા પ્રથમ તબક્કામાં હોય ત્યારે જ નિદાન અને સારવાર થઈ શકે.) જાહેરાતોથી આકર્ષાઈને પોતાની રીતે કોઈ પણ માઉથવોશનો ઉપયોગ ના કરવો. દાંત સાફ રાખવા ટુથપેસ્ટ વાપરવી, જેલ કે ટુથ પાઉડર ના વાપરવો.
યાદ રાખો, પાયોરિયા કદી પણ કબજીયાત કે અજીર્ણથી થતો નથી. આથી, તેના માટે કોઈ પણ ''બાબા'' એ આપેલા કોઈ પણ ચૂર્ણ કામ આવતા નથી. (આ બાબત માટેનાં પુરાવા અને સાબિતી છે.) આથી, પાયોરીયાની સારવાર માટે કોઈ પણ ચૂર્ણ કે દવા-ગોળી ના વાપરવી.
દરેક પ્રકારનાં પાયોરિયાના લક્ષણો અને સારવાર અંગે વિગતવાર માહિતી પછીના લેખમાં પ્રગટ થશે...
- આરતી પંડયા

Top]
 

આજ ની જોક

છગનના ઘરમાં ત્રણ ઘડિયાળ હતી અને ત્રણેય ઘડિયાળમાં જુદો જુદો સમય હતો... એકમાં ૧૦ વાગ્યા હતા, બીજીમાં ૧૦- ૧૦ વાગેલા અને ત્રીજીમાં ૧૦- ૨૦.
મગને એ જોઈને છગનને કહ્યું, ''અરે ભલા માણસ, તારા ઘરની ત્રણે ઘડિયાળમાં અલગ અલગ સમય એ કેવું ?''
''એનું કારણ છે...'' છગને જવાબ આપ્યો.
''કારણ ? શું કારણ ?'' મગનને નવાઈ લાગી.
''જો ત્રણ ઘડિયાળમાં એક સરખો સમય રાખું તો'' છગને કહ્યું, ''ત્રણ ઘડિયાળો રાખવાનો શું અર્થ, બોલ ?''

[Top]
 

આજ ની રેસીપી

નવાબી દૂધી ઃ

સામગ્રીઃ એક નાની દૂધી, પોણો કપ વટાણાં બાફેલાં, અડધો કપ ખમણેલું ગાજર, એક નાની ચમચી આદુમરચાંની પેસ્ટ, પોણો કપ માવો ખમણેલો, એક મોટો ચમચો ઝીણો સમારેલો સુકો મેવો, એક ચપટી એલચી પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, બે ચમચી તેલ, નમક સ્વાદાનુસાર અને તેલ.

રીત ઃ દૂધીને ધોઈને છાલ ઉતરી લો. બંને બાજુથી કિનારી પાસેથી કાપી લો. સ્કૂપર વડે દૂધીનો અંદરનો ભાગ ખોતરીને કાઢી લોે. તેને નમક લગાવીને મુકી દો. કડાઈમાં તેલ ગરમ કરી આદુમરચાંની પેસ્ટ નાખો. તેમાં ગાજર, વટાણા અને માવો નાખી એક મિનિટ સુધી સાંતળો. નમક અને ગરમ મસાલો નાખી હલાવો. મિક્સ સુકો મેવો નાખી એક મિનિટ ઢાંકી રાખો. તૈયાર થયેલું મિશ્રણ દૂધીમાં ભરો. કુકરમાં એક કપ પાણી નાખો. કુકરમાં જાળી મુકીને તેના પર દૂધી મુકી એક સિટી વગાવડાવો, ત્યારબાદ નોનસ્ટિક પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેની ઉપર કુકરમાંથી કાઢેલી દૂધી મુકી ચારે બાજુથી ફેરવો. સર્વિંગ ડીશમાં દૂધી મુકીને તેને સ્લાઈસની જેમ કાપો. નવાબી દૂધી ગરમ ગરમ પીરસો.

[Top]
lagnavisha    Diwali Gifts to India
Diwali Gifts to India, Diwali Gifts Online, Send Diwali Gifts
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
usa

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved