Last Update : 07-Sept.-2010, Tuesday

રાહુલ ગાંધીનો કરિશ્મા દિલ્હીના વિદ્યાર્થી સંઘના જંગમાં નાકામિયાબ

વિદ્યાર્થી યુનિયનની ચૂંટણીમાં એબીવીપીની જીત
વિદ્યાર્થી સંઘોની કોઈ ચૂંટણીઓ રાજકારણ પર પ્રભાવ પાડી શકે એમ નથી હોતી
રાજકારણ પર સીધી અસર પાડતી ડીયુએસયુની ચૂંટણીઓના પ્રત્યાઘાત

એક તરફ બિહારમાં રાહુલ ગાંધીના ચૂંટણી પ્રચારની સભા ચાલતી હતી અને બીજી તરફ ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ દિલ્હી યુનિવર્સિટીમાં મળેલી ઝળહળતી જીતની ઉજવણી કરી હતી.
કોંગ્રેસ માટે દિલ્હી યુનિવર્સિટીના પરિણામો નિરાશાજનક છે. રાહુલ ગાંધીની કરિશ્માની વાતોનો પરપોટો ફુટી ગયો દેખાતો હતો. કોંગ્રેસના સીનિયર નેતાઓ દેખીતી રીતે જ ચિંતિત હતા. આ પરિણામો જીતના રાજકીય સમિકરણો સાથે બંધ બેસતા નહોતા.
રાહુલ ગાંધીનો કરિશ્મા દિલ્હી યુનિવ્સિટીની ચૂંટણીઓમાં કયાંય દેખાતો નહોતો. આ ચૂંટણીઓ પર આ કરિશ્માની કોઇ અસર થઇ નહોતી. રાહુલ ગાંધીના ફોટા સાથે ચૂંટણી પ્રચાર થયો હતો અને યુવા નેતાગીરીની દેશમાં તાતી જરૂર છે એવું જણાવાતું હતું.
એબીવીપી માટે પણ આ ઉત્સાહનો સંચાર કરતી જીત છે. એવું જ ભાજપ માટે પણ છે. આગામી મહિનાઓમાં આવી રહેલી ચૂંટણીઓમાં આ જીત તેમના માટે એક ‘બુસ્ટ’ બની રહેશે.
એક યુવા નેતાએ ખુબ સરસ વાત કહી હતી કે યુવાનોને રાષ્ટ્રીય સમસ્યામાં પણ રસ છે. જે રીતે નકસલવાદ અને ત્રાસવાદ સાથે સરકાર ડીલીંગ કરી રહી છે તેનાથી બધા નારાજ છે.
છેલ્લે સડેલા અનાજના મુદ્દા અંગે સરકારે જે બેદરકારી બતાવી તે પણ યુવા વર્ગ માટે આઘાતજનક બની હતી. યુવા વર્ગ સરકારથી નારાજ છે તે આ પરિણામો બતાવી આપે છે. અહીં ઉલ્લેખનીય છે કે એબીવીપીની જીતને બહુ હાઈ લાઇટ ના મળે તેમ કરવામાં કોંગ્રેસને સફળતા મળી હતી.
એક તરફ સોનિયા ગાંધી પક્ષના પ્રમુખ ચોથીવાર બન્યા તેના હારતોરા ચાલતા હતા તો બીજી તરફ એનએસયુઆઈના ધબડકાના સમાચારો આવ્યા હતા.
બધા પરિણામો આવ્યા પછી સોનિયા ગાંધીના આ કાણ-મોકાણ જેવા સમાચાર અપાયા હતા જયારે રાહુલ ગાંધીએ બિહારમાં સ્ટેજ પર બેઠેલાઓને પૂછયું હતું કે પરિણામ શું આવ્યું ત્યારે બિહારના કોંગી નેતાઓએ એવો ભાવ વ્યકત કર્યો હતો કે સાહેબ, તમે ઉમેદવારો પસંદ કરો પછી તો હારનો સવાલ જ નથી. રેલી પછી રાહુલ ગાંધીને તેમના પીએ દ્વારા એનએસયુઆઇના ધબડકાના સમાચાર મળ્યા હતા.
આ વખતની વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ પ્રત્યે રાહુલ ગાંધી બેદરકાર હતા એવું નથી. કેમ કે એનએસયુઆઈના ઉમેદવારોની પસંદગી ખુદ તેમણે કરી હતી.
કોંગ્રેસના પ્રવકતાઓએ રાહુલ ગાંધી હારની સમીક્ષા કરશે એમ કહીને હારની કોઇ અસર વર્તવા દીધી નહોતી પરંતુ સીનિયર કોંગીજનો દિલ્હીના વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓમાં હારનો અર્થ ખૂબ સારી રીતે ભાજપ ખુશ એટલા માટે છે કે ચાર રાજયોમાં ચૂંટણીઓ આવી રહી છે.
રાહુલ ગાંધીની નજર બિહારની લોકસભાની ૪૦ બેઠકો પર છે. તેઓ બિહારમાં ઉત્તર પ્રદેશવાળી કરવા માગે છે. પરંતુ દિલ્હી યુનિવર્સિટીએ તેમની વિકાસની ગાડીમાં પંચર પાડયું છે.
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર આયોજન બઘ્ધ છે. તેઓ દિલ્હી વિદ્યાર્થી સંઘમાં એનએસયુઆઈની હારને રાહુલ ગાંધીની હાર તરીકે વર્ણવશે. વિદ્યાર્થી સંઘોની કોઈ ચૂંટણીઓ રાજકારણ પર પ્રભાવ પાડી શકે એમ નથી હોતી પરંતુ ઈંદીરા ગાંધીના વખતથી આ દિલ્હી યુનિવર્સિટી એ રાજકીય ટ્રેન્ડનું બેરોમીટર બની ગઈ હતી. આ ચૂંટણીઓમાં રાજકીય પક્ષોનો પૈસો લડતો હતો અને રાજકીય પક્ષના અડ્ડા સમાન આ યુનિવર્સિટી બની ગઈ હતી.
રાહુલ ગાંધી હારની સમિક્ષા કરશે અને એનએસયુઆઇને વઘુ સક્રિય બનાવશે.
યુવા રાજકીય નેતાઓ વિદ્યાર્થી સંઘોની ચૂંટણીઓ દરમ્યાન ઝળકતા હોય છે. ચેતનવંતા અને સક્રિય નેતાઓને રાજકારણમાં આગળ વધવાની તક મળતી હોય છે.
આમ વિદ્યાર્થી સંઘોની ચૂંટણીઓ રાજકારણમાં પ્રવેશના પ્રથમ પગથિયાં સમાન બની ગઈ છે. એટલે જ ડીયુએસયુની ચૂંટણીનું મહત્વ વધતું જાય છે.

 

 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved