Last Update : 07-Sept.-2010, Tuesday

આપણે શું પ્રલયની નજદીક જઈ રહ્યા છીએ?

લેહ-લડાખમાં વાદળોનું ફાટવું શું બતાવે છે?
દિલ્લીમાં યમુના નદીના પાણી ભયજનક સપાટી વટાવે એનો શું અર્થ?
ડેન્ગુ જેવા નવા નવા રોગો પેદા થાય એ શું બતાવે છે?
ભવિષ્ય સચોટ ભાખનાર નોસ્રદામસે જે પ્રલયની આગાહી કરી છે એ શું શરૂ થઈ ગયો છે? ‘૨૦૧૨’ નામની ફિલ્મમાં જે બતાવ્યું એ શું સાચું પડશે?

અભૂતપૂર્વ જ થઈ ગયું એ લડાખમાં.
જાણે પ્રલયની ઝાંખી કરાવી. પ્રલયનું ટ્રેલર.
વાદળો ફાટ્યા અને લડાખ જેવા પૃથ્વી પરના સ્વર્ગમાં તબાહી બોલી ગઈ.
દિલ્લીમાં શું થયું ત્યારે ?યમુના નદી ભયજનક સપાટી ઉપરથી વહેલા લાગી અને એમાં દિલ્લીનો ઘણો ભાગ ડૂબી પણ ગયો. દિલ્લીમાં લેહ કરતાં પણ વઘુ તબાહી થતી બચી ગઈ.
ત્યારે પાકિસ્તાન તો નદીઓના પૂરમાં એવું તબાહ થઈ ગયું કે.. વિદેશી પત્રકારોના મતે એ દસ-પંદર વર્ષ સુધી ઊંચું જ નહીં આવી શકે. બલુચિસ્તાન, સ્વાત જેવા જ્યાં કદી વરસાદ કે પૂર નથી આવ્યા ત્યાં પૂરથી તબાહી બોલી ગઈ છે.
આ બધા આપણા મામૈદેવથી માંડી ફ્રાન્સના નોસ્રદામસ સુધીનાઓએ કરેલી આગાહીઓનું ‘ટ્રેલર’ છે.
ફ્રાન્સના ભવિષ્યવેત્તા નોસ્રદામસે ૪૦૦ વર્ષ પહેલાં પછીના ૧૦૦૦ વર્ષ સુધીની જે જે આગાહીઓ કરેલી છે એમાંની એકપણ આગાહી ખોટી નથી પડી. કદાચ એક-બે વર્ષ આઘાપાછા હોય શકે, નામોમાં ભૂલ થાય પણ જે કંઈ આગાહીઓ એણે કરી છે એ ખોટી નથી પડી. જે કંઈ ખોટી પડી હોવાનું લાગે છે એમાં આપણે ખોટા હોય શકીએ અથવા આપણે અર્થઘટન કરવામાં ભૂલ કરી હોય તો એવું બને (કારણ કે એની ભાષા ૪૦૦ વર્ષ પહેલાંની ફ્રાન્સની ભાષા છે.)
દક્ષિણ અમેરિકામાં બ્રાઝીલ વગેરેમાં જે માયા સંસ્કૃતિ છે એની ખગોળવિદ્યા બહુ સચોટ ગણાય છે. એણે પણ આ પ્રકારની આગાહી કરી છે. માયા સંસ્કૃતિ કહે છે કે... ૨૦૧૨માં દુનિયામાં મોટી ક્રાંતિ થશે. એના કેલેન્ડર પ્રમાણે... આપણે વર્તમાન યુગના અંતમાં જીવી રહ્યા છીએ. આ સમય એવો છે કે જેમાં જૂની સંસ્કૃતિઓનો અંત છે અને નવી સંસ્કૃતિનો આરંભ છે.
આપણા હિસાબે જોઈએ તો.. બલિરાજા અને વિષ્ણુ વચ્ચેનું યુદ્ધ, રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ, મહાભારતનું કૌરવ અને પાંડવો વચ્ચેનું યુદ્ધ... વગેરે યુગ પરિવર્તનકારી યુદ્ધો હતા.
બાઈબલમાં ડેનીયલ નામના એક ‘પ્રોફેટ’ એટલે ઋષિની વાત છે. એ ૨૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયા. યહુદીઓ એને બહુ પૂજનીય ગણે છે. એણે પણ લખ્યું છે કે... ૨૦૧૧ના મેની ૨૧મી તારીખે પૃથ્વી પરના તમામ પ્રાણીઓ માટે પાંચ મહિનાનો ભયાનક વિપત્તિઓનો સમય શરૂ થશે. એના કહેવા પ્રમાણે... અત્યાર સુધી જેટલા લોકોના મૃત્યુ થયા છે એ બધાને ઇશ્વર કબરમાંથી જીવીત કરશે અને સમસ્ત પૃથ્વી ઉપર ધરતીકંપ થશે અને ધરતી મૃતદેહોને છૂપાવી શકશે નહિં અને ઉઘ્ધાર કરેલા માણસોની જેમ મરેલા માણસો જિવીત થઈ જશે. એ પછી ભગવાનના સાન્નિઘ્યમાં જ રહેવા તેઓ હમેશ માટે આ પૃથ્વી છોડી દેશે. ચારે બાજુ મૃત્યુનું જ તાંડવ રહેશે. ૨૧મે ૨૦૧૧થી પાંચ મહિના વીત્યા બાદ એટલે ૨૧ ઓક્ટોબર ૨૦૧૧ના દિવસે બાઈબલ અંગેના મંડપોનો તહેવાર આવે છે.
મહાન ચિત્રકાર, અઘ્યાત્મવાદી, તત્ત્વજ્ઞાની અને વૈજ્ઞાનિક લિયોનાર્ડો દ વિંચી ઇટલીનો હતો. એણે પણ ભવિષ્યવાણી કરેલી કે ૪૦૦૬માં દુનિયા ખતમ થઈ જશે.
પેલો અપંગ વૈજ્ઞાનિક હોકીન્સ પણ ૨૦૧૨માં પ્રલય થવાનું કહે છે તો ઇન્ટરનેટ પર કેટલાક વૈજ્ઞાનિકો લખે છે કે... ‘પ્લેનેટ એક્સ નિબરૂ’ નામનો એક ગ્રહ ડિસેમ્બર ૨૦૧૨માં ધરતીની તદ્દન નજદીકથી પસાર થશે અને પૃથ્વી સાથે ટકરાશે. એના આધારે કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે... જે ગ્રહ ટકરાવાના કારણે પૃથ્વી ઉપરથી ડાયનોસોર જેવા પ્રાણીઓનો નાશ થયેલો એવી એ ટક્કર હશે.
ચીનનો એક ધાર્મિક ગ્રંથ આઈ ચિંગ નામનો છે અને ધી નેશનલ ફિલ્મ બોર્ડ ઓફ કેનેડા છે. એ બન્નેએ કહ્યું છે કે... પૃથ્વીનો નાશ થશે.
જ્યારે નાસાના મુખ્ય વૈજ્ઞાનિક અને ઓસ્ક ધી એસ્ટ્રો બાયોલોજીકલના વડા ડૉ. ડેવિડ મોરિસને તો... આવી કોઈ સર્વનાશની શક્યતાને નકારી કાઢી હતી.
હિન્દુ પરંપરામાં ટાંકરી કેલેન્ડર નામનું એક કેલેન્ડર ૫૧૨૩ વર્ષ જુનું છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના કૌલાંતક પીઠના પ્રમુખ મહાયોગી સત્યેન્દ્રનાથ પાસે એ કેલેન્ડર છે. એ પણ કહે છે કે ૨૦૧૨માં કોઈ પમ જાતનો પ્રલય નથી થવાનો. વઘુમાં એ કહે છે કે... કલિયુગમાં સતયુગની પેટા દશા આવવાની.
આવી યુગ પરિવર્તનકારી પેટા દશાઓ ધરતી ઉપર અવારનવાર બનતી હોય છે.
આ બધી ચર્ચાચર્ચી પેલા નોર્સ દામસના કારણે કરવામાં આવી છે. નોસ્રદામસે લખ્યું છે કે ૨૦૦૯થી ૨૦૧૨ દરમ્યાન દુનિયામાં મોટી ઉથલપાથલ થશે. એના કહેવા પ્રમાણે એ દરમ્યાન મુશ્કેલીઓ, નિરાશા, ખરાબ વિચારો અને કાર્યો વધશે. એ સાથે એણે એમ પણ કહ્યું છે કે... એની વચમાં પણ આશા અને ઉમંગના કિરણો પણ હશે.
નોસ્ર દામસની ભવિષ્યવાણીનું વિશ્વ્લેષણ કરતા વિદ્વાનોએ એવું કહ્યું કે... એના કારણે સમાજના આધારભૂત પાયા તૂટી જશે.
આ બઘું દુનિયામાં પહેલીવાર નથી થયું. દુનિયાનો વિનાશ નિકટમાં જ છે... એવું અગાઉ પણ આજના વૈજ્ઞાનિકો, ભવિષ્યવેત્તાઓ અને તત્ત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે. એ પાછા આપણા ભારતના નથી પણ બહારના, આઘુનિક દુનિયાના, પોતાને પ્રગતિશાળી ગણાવનારા દેશનાઓએ કહ્યું છે. અગાઉ તેઓએ એવું કહેલું કે... ૨૦૧૦ સુધીમાં પૃથ્વી ઉપર ભયંકર ધરતીકંપો થશે, સુનામી આવશે, કોઈક ગ્રહ કે ઉપગ્રહ પૃથ્વી સાથે ભટકાશે અને બઘું જ ખેદાનમેદાન થઈ જશે.
આવી વાતોથી સામાન્ય જનતા ભયભીત થઈ જાય છે અને પ્રલયની રાહ જોવા લાગે છે. પરંતુ વિજ્ઞાન એને મહત્વ નથી આપતું. વૈજ્ઞાનિકો એને નિરર્થક ચર્ચામાં ખપાવે છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો તો પોતાના નવા નવા પ્રયોગો કર્યા જ કરતા હોય છે. એમાંના એક પણ વિજ્ઞાનિકે સૃષ્ટિના નાશની વાત સ્વીકારી નથી.
એમાં ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના ફ્રેન્ક ફેનર નામના એક પ્રોફેસરે ‘દુનિયા હવે એકસો વર્ષ પછી નાશ પામશે’ કહીને સનસનાટી ફેલાવી દીધેલી. દુનિયા નાશ પામવાના કારણોમાં તેઓ ગ્લોબલ વોર્મંિગ, ઔદ્યોગિક પ્રદૂષણ, નવતર બિમારીઓ, જંગલી જાનવરો વગેરેને ગણે છે. દા.ત. એમેઝોનનું અતિવિશાળ જંગલને મનુષ્ય નાશ કરવા લાગ્યો છે. એના નાશ માટે વિજ્ઞાનનો જ મહત્વનો ફાળો છે. કારણ કે પહેલાં કુહાડી જેવા સાધનથી ઝાડો કાપવા પડતા હતા જે મુશ્કેલ અને અઘરું થઈ પડતું જ્યારે હવે વિજ્ઞાને એવા સાધનો શોઘ્યા બનાવ્યા છે કે પાંચ-દસ મિનિટમાં જ ઝાડોનો ખુડદો બોલી જાય. એ એમેઝોનનું જંગલ બનતા કરોડો વર્ષ લાગેલા જે દસ-વીસ જ વર્ષમાં ખતમ કરી નાખ્યું. એવું જ પેટ્રોલનું છે. પૃથ્વીના પેટાળમાં જે પેટ્રોલને બનતા ૪૦ કરોડ વર્ષ લાગેલા એ માનવીએ ૪૦ જ વર્ષમાં ખાલીખમ કરી નાંખ્યું!
વૈજ્ઞાનિકો જે કંઈ શોધસંશોધન કરે છે એ વિકાસ માટે કરે છે જ્યારે માનવી એને વિનાશના રસ્તે લઈ જાય છે. વિજ્ઞાને દુનિયાને ઉન્નતિના રસ્તા બતાવ્યા છે જ્યારે માનવી એનો ઉપયોગ અવનતિ માટે કરવાના રસ્તા કરે છે!
એટલે જ... દુનિયા ખતમ થવાની છે, પ્રલય આવવાનો છે, વગેરે વાતોથી વિજ્ઞાનિકો હસી લે છે. કારણ કે આજનો વિજ્ઞાનિક સર્વશક્તિમાન કોઈ રહસ્યમય શક્તિમાં, બ્રહ્માંડ સમગ્રને ચલાવનાર કોઈ અદ્રશ્ય શક્તિમાં માનવા લાગ્યો છે. પહેલાં કરતાં ભય અને જોખમ વઘ્યા છે તે સામે શ્રઘ્ધા પણ વધી છે.
આજના વિજ્ઞાનિકોને બ્રહ્માંડના રહસ્યો, બ્રહ્માંડની ઉત્પત્તિ વિષેની જાણકારી મેળવવાની વઘુ ઈંતેજારી છે. એ માટે એમણે ફ્રાન્સ અને સ્વીટ્ઝરલેન્ડની સરહદ ઉપર ‘લાર્જ હેડ્રોન કોલાઈડર’ નામનું ૨૭ કીલોમીટર લાંબુ એક મહાયંત્ર બનાવ્યું છે. કેટલાક વૈજ્ઞાનિકો આવા પ્રયોગને પ્રલયનું કારણ ગણાવે છે.
એ જે હો તે, પણ આપણે સૌ જે છેલ્લા કેટલાક વર્ષોથી અનુભવી રહ્યા છીએ તે એ છે કે... ઋતુચક્ર કંઈક જુદું જ ચાલવા લાગ્યું છે. હાલની જ વાત કરીએ તો... (૧) વરસાદ તો દર વર્ષે આવતો હતો અને આવે છે. પણ વરસાદ પડવામાં જે વિલંબ થયો એણે લોકોને હોમહવન કરવા દોડાવેલા. એ પછી વરસાદ શરૂ થયો ને એવો શરૂ થયો કે જ્યાં ઓછો વરસાદ જ વર્ષોથી નોંધાતો આવ્યો છે એ કચ્છમાં પૂર આવ્યા અને મુંબઈમાં વરસાદ ખમૈયા જ નથી કરતો.
ટૂંકમાં, વાતાવરણનું આવું પરિવર્તન કદી જોવા નથી મળ્યું. રણમાં પૂર આવે તો મેદાનોમાં રણ જેવી સ્થિતિ થઈ જાય! દુનિયાભરના વૈજ્ઞાનિકો સૂરજ ઉપર થનારા તોફાનનો અણસારો મેળવવામાં પડ્યા છે. તેઓ માને છે કે સૂરજ ઉપર તોફાન થશે તો દુનિયા આખી ઉપર આફતોના ધોધ વરસશે. એ તોફાન સેટેલાઈટ કેન્દ્રોથી માંડી ઈલેકટ્રીક ગ્રીડને ઠપ કરી નાંખશે. પરિણામે, પાણી, વીજળી, મોબાઈલ ફોન, ટી.વી., રેડિયો બઘુ જ બંધ થઈ જશે.
આમ એ તોફાન પૃથ્વીને સંપૂર્ણપણે પોતાની મુઠ્ઠીમાં લઈ લેશે. એટલે જીયોમેગ્નેટીક આંદોલનો થશે, રેડિયો એક્ટીવ પ્રવાહ વહેલા લાગશે, ઓઝોનનું પડ નાશ પામશે. વાતાવરણમાં ચુંબકીય તોફાન થતા ચારે બાજુ આગ વરસવા લાગશે અને બરફ પીગળવા લાગશે, નદીઓમાં પૂર આવશે, સમુદ્રના કાંઠે આવેલા શહેરો, ગામો, પ્રદેશ... બઘું ડૂબી જશે.
સૂરજ ઉપર નજર રાખવાની જે વૈજ્ઞાનિકોની જવાબદારી છે તેઓ કહે છે કે... ધરતી ઉપર સૂર્યનો પ્રકોપ વધી રહ્યો છે. (અપૂર્ણ)
- ગુણવંત છો. શાહ


કાનમાં કહું!

ભાજપના પ્રમુખ ગડકરી હિન્દુવાદી પણ નહીં, સંઘવાદી પણ નહીં, પણ રા.સ્વ. સંઘની જેમ મરાઠાવાદી!
ભાજપ અત્યાર સુધી મરાઠા વાદથી દૂર હતો પણ એના પ્રમુખ ગડકરીએ તો ભાજપને સંઘની જેમ જ (સંઘના અખિલ ભારતીય લીસ્ટમાં મરાઠાઓના જ નામ પહેલાંથી રહ્યાં છે. ત્યાં ફક્ત એક રજ્જુભૈયા એટલે પ્રો. રાજેન્દ્રસિંહ જ બિનમરાઠી વડા બનેલા.) મરાઠાવાદથી ભરી દીધો છે. ભાજપીઓ જ કહે છે કે... ‘ભાઉ હી ભાએ’ ભાજપનું રાષ્ટ્રીય કાર્યાલય નવી દિલ્લીના અશોક રોડ પર છે. ત્યાં પણ મરાઠીઓનું વર્ચસ્વ દેખાય છે. એમની પાસેથી કામ કઢાવવું હોય તો પણ ‘ભાઉ ભાઉ’ કરનારનો બેડો પાર! પત્રકાર પણ બિનમરાઠી હોય તો એ ‘ભાઉ’ બહુ દાદ નથી દેતા.
પ્રમુખનો હોદ્દો સંભાળ્યાને આઠેક મહિના થયા દરમ્યાનમાં એમણે પોતાનો જે અખિલ ભારતીય ‘ગટ’ બનાવ્યો એમાં ન મળ્યાં ત્યાં જ બિનમરાઠીને બેસાડ્યા છે બાકી બધે ‘માઝા ભાઉ’ જ છે. દરેક ‘પ્રકોષ્ટ’માં હોદ્દા ઉપર કોઈને કોઈ મરાઠી રહે એનું એમણે ઘ્યાન રાખ્યું છે.
ગડકરીની નિકટતા શિવસેનાના બાળ અને ઉઘ્ધવ ઠાકરે ઉપરાંત રાજ ઠાકરે સાથે વર્ષોથી છે.

 

 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved