Last Update : 07-Sept.-2010, Tuesday

બે કિલોમિટરે બોલી બદલતું શહેર

ગુજરાતની ૨૭થી વઘુ બોલીઓ અમદાવાદના વિવિઘ વિસ્તારોમાં બોલાય છે.વસ્તીઅને વિસ્તારની દ્રષ્ટિએ ભલે અમદાવાદ મેગાસિટી હોઈ શકે પરંતુ ભાષા અને વિસ્તાર પ્રમાણે તો અમદાવાદમાં આજે પણ ગુજરાતના ગામડા ઘબકી રહ્યા છે. બાપુનગરમાં કાઠિયાવાડી કલ્ચર જોવા મળે છે તો નરોડામાં સાબરકાઁઠાનો રણકો છે તો વળી રાણીપ,ચાંદલોડીયા,ઘાટલોડીયા જેવા વિસ્તારમાં ઉત્તર ગુજરાતની છાંટ જોવા મળે છે.

બારે ગાવે બોલી બદલાય એ વાત સામાન્ય છે. પરંતુ જો અમદાવાદનો અભ્યાસ કરવામાં આવે તો મેગા સિટીના મિજાજમાં જીવતા આ શહેરમાં બે કિલોમિટરે ગુજરાતના જુદા જુદા પ્રદેશો અને બોલીઓનો અનુભવ થાય છે. બહું સ્વાભાવિક છે કે આજીવિકા માટે લોકો ગામડામાંથી શહેર તરફ પ્રયાણ કરે ત્યારે ગ્રામ્ય ભાષા શહેરોમાં સાંભળવા મળે, પરંતુ અમદાવાદના સ્પેશિફિક વિસ્તારોમાં ગુજરાતની ૨૭થી વઘુ ગુજરાતી બોલીઓ સાંભળવા મળે છે. જેમ કે, બાપુનગર એટલે કાઠિયાવાડી બોલીનો ગઢ, રાણીપ એટલે મહેસાણા, નરોડા એટલે સાબરકાંઠાનો રણકો તો વળી મઘ્યમાં વસતુ જૂનું અમદાવાદ એટલે પોળની ટિપિકલ સ્ટાઇલ.
આ અંગે બાપુનગરમાં રહેતા અમરેલી જિલ્લાના મુકેશ કેવડિયા કહે છે કે, બાપુનગરમાં કાઠિયાવાડી ભાષા બોલાય છે પરંતુ કાઠિયાવાડમાં પણ આ બોલીના પેટા પ્રકાર જોવા મળે છે. જેમ કે, સોરઠી, હાલારી, ઝાલાવાડી, કાઠિયાવાડી અને ગોહીલવાડી. આ તમામ પ્રકારની કાઠિયાવાડી બોલીનો રણકો બાપુનગરના જુદા જુદા એરિયામાં સાંભળવા મળે છે. ત્યાં સુઘી કે રાત પડે કે કાઠિયાવાડી ભજનો, ગ્રામ્ય પરંપરા મુજબ રાતની બેઠક, આસપાસના મંદિરોમાં ડાયરાની રમઝટ આજે પણ અમદાવાદી માહોલ વચ્ચે જોવા મળે છે.
નારાણપુરામાં રહેતી ઇશાની પટેલ કહે છે, કે અમારા વિસ્તારમાં ઉત્તર ગુજરાતની છાંટ વઘુ જોવા મળે છે. ખાસ કરીને પટેલની વસ્તીવાળા આ વિસ્તારમાં ગુજરાતી ભાષામાં ઉત્તર ગુજરાતનો લહેકો છે. વળી અહીંના પ્રસંગોમાં પણ ઉત્તર ગુજરાતના ગરબાઓનો દબદબો વઘુ જોવા મળે છે. ઉત્તર ગુજરાતની અસરવાળા વિસ્તારો જેવા કે રાણીપ, નારણપુરા, ચાંદખેડા, ચાંદલોડિયા, ઘાટલોડિયા અને વાડજનો સમાવેશ થાય છે.
અમદાવાદની વચ્ચે ઘબકતું રાજસ્થાન એટલે શાહિબાગ અને માઘુપુરા વિસ્તાર. શાહિબાગ, માઘુપુરા, દૂઘેશ્વર અને સિવિલની આસપાસના વિસ્તારોમાં મારવાડી, મેવાડી અને ડુંગરપુરી બોલીનો દબદબો છે. આ સિવાય રાજસ્થાનના નાના વિસ્તારોની બોલીઓમાં જોવા મળતી વિશેષતા પણ અહીં સાંભળવા મળે છે.
ભાલ નળકાંઠાના વતની અને ઓઢવમાં રહેતા પ્રવીણ ગોહીલ કહે છે કે, બાળકના જન્મની સાથે એની અવલોકન શક્તિ વિકસતી હોય છે. અને આ અવલોકનમાં તેને ભાષાકિય અવલોકન એ હદે કર્યું હોય છે કે જેના કારણે તેની જીભ પણ જે તે પ્રદેશની બોલી પ્રમાણે વણાઇ જાય છે. ભાલની ભાષા એ કાઠિયાવાડી અને મઘ્ય ગુજરાતને મળતી આવે છે. અમે વર્ષોથી અમદાવાદમાં રહીએ છીએ પણ અમારી ભાષા બદલાઇ નથી. અમારી સાથે આવેલા અન્ય પરિવારો પણ ભાલની દેશી ભાષામાં જ વાત કરે છે.
ટિપિકલ મહેસાણી ભાષા બોલતા જસંવત પટેલ કહે છે કે, માતૃભાષા એ મા સમાન છે. પોતાની ભાષામાં બોલીએ એટલે મુક્તિનો અહેસાસ થાય. હું મારી બોલી બદલી શકતો નથી. ઘણા લોકો મજાકમાં સુફિયાણી વાતો કરી શુદ્ધ ગુજરાતીમાં બોલવાનું કહેતા હોય છે, પણ આપણી સચ્ચાઇ તો આપણી બોલીમાં જ વઘુ દેખાય છે. સાબરકાંઠાના બાયડના વતની વિશાલ પંડયા કહે છે કે અમારા સાબરકાંઠનો લહેકો જ કંઈક અલગ છે અમારા લહેકા ઉપરથી લોકો અમને તરત જ ઓળખી કાઢે છે. નરોડા વિસ્તાર સાબરકાંઠા તરફ આવેલો હોવાથી સ્વાભાવિક રીતે સાંબરકાંઠાની વસ્તીનો જોંક આ વિસ્તારમાં વઘુ જોવા મળે છે.
અમદાવાદના વસ્ત્રાપુર અને સેટેલાઈટ વિસ્તારની કોઈ ટીપીકલ બોલી નથી.અહીં વ્યક્તિએ વ્યક્તિએ બોલી બદલાય છે એમ જણાવતા ભૂપેન્દ્ર ગોંડલીયા કહે છે કે સેટેલાઈટ અને વસ્ત્રાપુર વિસ્તારમાં દેશના જુદા જુદા રાજ્યોની વસ્તી રહે છે જેમાં બંગાળી,કેરેલાઈટ્સ,તમિલ અને મલયાલી વઘુ જોવા મળે છે. જો પ્રાદેશિક ભાષાની વાત
કરીએ તો અમરાઈવાડી વિસ્તારમાં ઉત્તર ભારતની ભોજપુરી,અવઘી અને બનારસી સાંભળવા મળે છે.અહીં રામલીલા અને છઠ્ઠ પુજા જેવા તહેવારો સારી રીતે અનુભવી શકાય છે. તો સરદારનગર જેવા સિંઘી વિસ્તારમાં... તુંજ નાલો છાય (તારૂં નામ શું છે?)ના ટીપીકલી સિંઘી વિસ્તારમાં સિંઘી પાપડ.,રગડા પેટીસ અને દાળ પકવાન સાથે એક િંસંઘી એટમોસ્ફીયર જોવા મળે છે. તો વસંત ચોક જેવા મહારાષ્ટ્રિયન વિસ્તારમાં મરાઠવાડા ,વેસ્ટર્ન મહારાષ્ટ્ર અને વિદર્ભ એમ ત્રણેય પ્રકારની મરાઠી બોલીનો અહેસાસ કરી શકાય છે.ગણેશ ચતુર્થી અને ગુડી પડવાના તહેવારમાં જોવા મળતી મરાઠી માટીની મહેક આખા વસંત ચોકને રંગીન બનાવી દે છે.
બોલીઓમાં ઘબકતું આ શહેર આખરે તો અમદાવાદીની જ ઓળખ પામેલું છે. છતાં શહેરની આ એક વિશેષતાની નોંલઈને એક્તામાં અનેક્તાનું દર્શન કરાવતા અમદાવાદમાં જીવતા નાનકડા ભારત અને નાનકડા ગુજરાતની વિશેષતાનો આનંદ લેવો જોઈએ.

ભાલની ભાષા એ કાઠિયાવાડી અને મઘ્ય ગુજરાતને મળતી આવે છે. અમે વર્ષોથી અમદાવાદમાં રહીએ છીએ પણ અમારી ભાષા બદલાઇ નથી.
- પ્રવિણ ગોહીલ
સોરઠી, હાલારી, ઝાલાવાડી, કાઠિયાવાડી અને ગોહીલવાડી. કાઠિયાવાડી બોલીનો રણકો બાપુનગરના જુદા જુદા એરિયામાં સાંભળવા મળે છે.
- મુકેશ કેવડિયા

ઉત્તર ગુજરાતની અસરવાળા વિસ્તારો જેવા કે રાણીપ, નારણપુરા, ચાંદખેડા, ચાંદલોડિયા, ઘાટલોડિયા અને વાડજનો સમાવેશ થાય છે.
- ઇશાની પટેલ
માતૃભાષા એ મા સમાન છે. પોતાની ભાષામાં બોલીએ એટલે મુક્તિનો અહેસાસ થાય. હું મારી બોલી બદલી શકતો નથી.
- જસવંત પટેલ

 

 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved