Last Update : 07-Sept.-2010, Tuesday
શેરીને પણ શાળા બનાવી દે તે શિક્ષક
આંબાવાડી વિસ્તારમાં રહેતા કમલ પરમાર છેલ્લા બાર વર્ષથી મ્યુનિસિપલ સ્કૂલના ગરીબ પરિવારના બાળકોેને મફતદ શિક્ષણ આપે છે. ગરીબ વિસ્તારના બાળકો અહીં રોડ પર જ પરીક્ષાની તૈયારી કરીને આગળ વઘી
રહ્યા છે.

આજે ટિચર્સ બાળકના એજ્યુકેશનને બદલે પોતાના પગાર પર વધારે ઘ્યાન આપે છે. ટિચર્સ જેટલું પોતાના બાળક પર ઘ્યાન આપે છે તેના ૫૦ ટકા પણ તેના સ્ટુડન્ટ પર ઘ્યાન આપે તો વિદ્યાર્થીનું ભવિષ્ય ખરેખર ઉજ્જવળ બને. આ શબ્દો છે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં છેલ્લા બાર વર્ષથી મ્યુનિસિપલ સ્કૂલના બાળકોને ફૂટપાથ પર શિક્ષણ આપતા કમલ પરમારના. ૫ સપ્ટેમ્બરના રોજ ટિચર્સ ડેની ભારે ધામઘૂમથી ઉજવણી થાય છે ત્યારે સવાલ એ છે કે શું આજનો શિક્ષક બાળકના ઉત્તમ ભવિષ્યનું નિર્માણ કરી શકવા માટે કેટલો સક્ષમ છે. અહીં આજે એવા શિક્ષકની વાત રજૂ કરવામાં આવી છે જેણે કોઇ પણ પ્રકારના સ્વાર્થ વગર માત્ર શિક્ષણના યક્ષને ચાલુ રાખ્યો છે.
આંબાવાડી વિસ્તારમાં માત્ર સાત ધોરણ સુધી ભણેલા કમલ પરમાર છેલ્લા ૩૦ વર્ષથી ફેબ્રિકેશનનું કામ કરે છે. આ કામની સાથે જ છેલ્લા બાર વર્ષથી તેઓ દરરોજ સાંજે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી મ્યુનિસિપલ સ્કૂલના, ૩થી ૭ ધોરણના ગરીબ પરિવારના બાળકોને ભણાવવાનું કામ કરે છે. કમલ પરમાર કહે છે, આજથી બાર વર્ષ પહેલાં હું જ્યારે મારા કારખાનામાં કામ કરતો હતો ત્યારે વિદ્યાર્થીઓનું એક ટોળું પરીક્ષા પછી પોતાનું પેપર સારું ગયું છે તેવી ચર્ચામાં વ્યસ્ત હતું. તેમણે મને પેપર બતાવ્યું. મેં તેમને આ પેપરના કેટલાક સવાલોના જવાબ અંગે પ્રશ્ર પૂછ્યો, પણ એક પણ કોર્પોરેશનની સ્કૂલના બાળકે તેનો જવાબ ન આપ્યો. આ છોકરાઓનાં અનુભવ પછી મેં નક્કી કર્યું કે તેમને વાંચતા- લખતાં શીખવાડવું જોઇે. ત્યારથી શરૂ કરેલું મારું આ કામ આજે પણ ચાલું છે. પાંચ વિદ્યાર્થીઓને ભણાવવાની શરૂઆત કરતાં આજે આ સંખ્યા ૧૧૫ પર પહોંચી છે. જો કે આ સમયગાળા દરમિયાન મેં એક પણ બાળકને ટપલી સરખી પણ મારી નથી. જ્યારે વિદ્યાર્થી ભૂલ કરે ત્યારે તેમને સેલ્ફ રિયલાઈઝેન કરાવવાનો પ્રયત્ન કરૂં છું. આ સાંભળતાં જ વિદ્યાર્થી બીજી વખત ભૂલ કરતો નથી અને ભણવા લાગે છે. કમલ પરમાર ભલે માત્ર સાત ચોપડી સુધી જ ભણેલા છે પણ એક શિક્ષક તરીકે તે ગરીબ પરિવારના બાળકોમાં એટલા જ લોકપ્રિય છે. બાળકોને મ્યુનિસિપલ સ્કૂલના ટિચર કરતાં આ ફૂટપાથ પર ભણાવતા ટિચર પાસે ભણવાની મઝા આવે છે. ભારતમાં ૫ સપ્ટેમ્બર ટિચર્સ ડે તરીકે ઉજવાય છે ત્યારે આપણને જરૂર છે આ પ્રકારના રિયલ ટિચર્સની જે વિદ્યાર્થીઓને આડેધડ મારઝૂડ કરવાને બદલે વિદ્યાર્થીની ભૂલ હોય તો ખુદ પોતે પોતાના ગાલ પર લાફો મારતા પણ અટકે નહીંં.

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved