Last Update : 07-Sept.-2010, Tuesday
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
મરે યુ એસ ઓપનમાં ચેમ્પિયન બનવા માટેનો દાવેદાર હતો
નડાલ અંતિમ ૧૬ના રાઉન્ડમાં
ન્યુયોર્ક, તા. ૬
જેના માટે યુ એસ ઓપનના ચેમ્પિયન બનવાની આશા રખાતી હતી તેવા બ્રિટનના એન્ડી મરેનો ત્રીજા રાઉન્ડમાં પરાજય થતા એક પ્રકારનો અપસેટ સર્જાયો હતો. સ્વીત્ઝર્લેન્ડના વાવરિન્કાએ મરેને ૬-૭ (૭/૩), ૭-૬ (૭/૪), ૬-૩, ૬-૩થી પરાજય આપ્યો હતો. છેલ્લા વર્ષના સતત સુધરતા જતા પ્રદર્શનને કારણે મરે આ વખતે ચેમ્પિયન્સ બનવાની રેસમાં નડાલ, ફેડરર, યોકોવિચ જોડે હતો.
જો આગેકૂચ કરી હોત તો મરેનો સેમિ ફાઇનલમાં નડાલ સામે ડ્રીમ મુકાબલો થવાનો હતો. મરેએ પ્રથમ સેટમાં ૨-૫થી પાછળ રહ્યા પછી ટાઇબ્રેકરમાં પ્રથમ સેટ જીત્યો ત્યારે લાગતું હતું કે તેણે જરૃરી આત્મવિશ્વાસ મેળવી લીધો છે. પણ બીજા સેટમાં ૩-૫થી પાછળ રહ્યા પછી તેણે અચાનક મેચમાંથી લય ગુમાવી દીધો હતો. ચોથા ક્રમાંકિત મરેએ હતાશા સાથે કહ્યું હતું કે સારૃ રમ્યો કે ખરાબ રમ્યો, કારણ મહત્વનું નથી. હું હાર્યો તે જ વાસ્તવિકતા છે.
મરેએ ગયા મહિને જ નડાલ અને ફેડરરને ઉપરાછાપરી હરાવીને ટોરોન્ટો ટુર્નામેન્ટ જીતીને યુ એસ ઓપન માટે પડકાર સર્જ્યો હતો. ટોપ સીડેડ નડાલે અંતિમ ૧૬માં પહોંચતા ફ્રાંસના સિમોનને ૬-૪, ૬-૪, ૬-૨થી પરાજય આપ્યો હતો. હવે નડાલ ક્વાર્ટર ફાઇનલમાં તેના જ દેશ સ્પેનના સામે રમશે. નડાલ તમામ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતનાર સૌથી યુવા ખેલાડી બનવાના લક્ષ્ય સાથે આ ટુર્નામેન્ટમાં ઉતર્યો છે.
સિમોને ૨૦૦૮માં મેન્ડ્રીડ ઓપનમાં નડાલને તેના ઘરઆંગણે જ હરાવ્યો હોઇ આ મેચમાં એક પ્રકારની કુતુહુલતા જોવા મળતી હતી. જોકે આ મેચમાં નડાલે જાણે ટુર્નામેન્ટનું પ્રથમ રાઉન્ડ રમતો હોય તેટલી સહેલાઇથી સિમોનને પરાજીત કર્યો હતો.
પ્રથમ સેટમાં નડાલે ૩-૧થી સરસાઇ લીધા પછી ઔપચારિકતા પૂરી કરી હતી. નડાલે પ્રથમ સેટ ૪૭ મિનિટની રમતમાં જીત્યો હતો.
બીજા સેટમાં સિમોને ૩-૩ સુધી સ્કોર રાખીને બરાબરી કરી હતી પણ તે પછી આઠ વખત ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતી ચુકેલા નડાલની રમત સામે તે સ્વાભાવિક રીતે ફિક્કો પડી ગયો હતો.
વીમેન્સ વિભાગમાં પાંચમી ક્રમાંકિત સ્ટોસુરે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવતા રશિયાની ડેમેન્તી એવાને ૬-૩, ૨-૬, ૭-૬થી પરાજય આપ્યો હતો.
ફ્રેન્ચ ઓપનની રનર અપ સ્ટોસુરને માટે ક્વાર્ટર ફાઈનલમાં ક્લાઇટર્સ જેવી મજબુત ખેલાડી સામે મુકાબલો કરવાનો આવ્યો છે.
બેલ્જીયમની ક્લાઈસ્ટર્સ કે જે બીજી ક્રમાંકિત છે તેણે સર્બિયાની ભૂતપૂર્વ નંબર વન ઈવાનોવિચને ૬-૨, ૬-૧થી હરાવી હતી.
ઈજાગ્રસ્ત બહેન સેરેનાની ગેરહાજરી છે પણ તેની બહેન વિનેસ જોરદાર ફોર્મ બતાવી રહી છે. વિનસે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશતા ઈઝરાયેલની ૧૬મી ક્રમાંકિત પીરને ૭-૬, ૬-૩થી હરાવી હતી. વિનસ હવે ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન સ્કીઆવોન સામે રમશે. તેણે આગેકૂચ કરતા રશિયાની પેવલીચેન્કુવાને ૬-૩, ૬-૦થી ૬૮ મિનિટમાં જ હરાવી હતી.
Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved