Last Update : 07-Sept.-2010, Tuesday
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો

હમીદની કોમેન્ટ જોડે ચેડા થયા હોવાની સ્પષ્ટતા
હમીદનો બચાવ ઃ મેં તો અખબારોમાં કેવી વાતો ઉછળી છે તેની જ એજન્ટને માહિતી આપી હતી

લંડન, તા. ૬
પાકિસ્તાનના ઓપનર યાસીર હમીદે એક સ્ટીંગ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનની મોટા ભાગની મેચો ફિક્સ હોય છે તેવી સનસનીખેજ કોમેન્ટ કર્યા પછી પાકિસ્તાન બોર્ડ અને ક્રિકેટ ટીમ હચમચી ઉઠી છે. આ ઘટનાને નાટકીય રીતે દબાવી દેવા માટેે પાકિસ્તાનની લંડન સ્થિત હાઇકમિશનની ઓફિસમાં તેને અધિકારીઓ તરફ સ્પષ્ટતા કરવા માટે બોલાવાયો હતો. સ્વાભાવિકપણે હમીદે કરેલી કોમેન્ટથી સર્જાયેલ વાવાઝોડાનું શમન કરી તેમાંથી ચોખ્ખા બહાર આવવાની જ આ કવાયત હતી.
હમીદને હાઇકમિશનની ઓફિસમાં ચાર કલાક માટે બેસાડવામાં આવ્યો હતો. ત્યાર પછી ખરેખર તેની જોડે શું બન્યું હતું અને લંડનના અખબારે કઈ રીતે સ્ટીંગના નામે સનસનાટી જગાવતા કવરેજ આપ્યું હતું તેની સ્પષ્ટતા કરી હતી. રસપ્રદ વાત એ છે કે ખેલાડીની જગ્યાએ હાઇકમિશને દરમિયાનગીરી કરીને લેખિત નિવેદન જારી કર્યું હતું.
હમીદે એમ જણાવ્યું હતું કે, ગત ૨૫ ઓગસ્ટે એક એરલાઇનના બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ઓફર સાથે એક એજન્ટ આવ્યો હતો તેણે મને ૫૦,૦૦૦ પાઉન્ડની ઓફર કરી હતી. અન્ય ખેલાડીઓની જરૃર હોઈ મેં ગુલ, આફ્રિદી, આલમના નામ સૂચવ્યા હતા. ત્યાર પછી આ આબીદખાન નામના એજન્ટે પાકિસ્તાનના ક્રિકેટરોને સંડોવતા મેચ ફિક્સિંગની વાત છેડી હતી, મેં મિડિયામાં જે અહેવાલો આવે છે તેનાથી તેને વાકેફ કરતા કહ્યું હતું કે, મિડિયા શું કહે છે.
થોડા દિવસો પછી તેણે મને ફોન કરીને આમીર, બટ, આસિફના નામો યોગ્ય રીતે જ ઉછળ્યા છે તેમ બોલાવવાનો પ્રયત્ન કરતા ૨૫૦૦૦ પાઉન્ડ ઓફર કર્યા હતા. મેં ફોન જવાબ આપ્યા વગર જ મૂકી દીધો હતો તેમ હમીદે કહ્યું હતું.
મીડીયા રિપોર્ટ પ્રમાણે હમીદે એજન્ટને એમ કહ્યું હતું કે, સીડની ટેસ્ટ ૧૮ લાખ પાઉન્ડમાં ફિક્સ થઈ હતી. હમીદે આ વાતને નકારી હતી. પાકિસ્તાન બોર્ડની જગાએ હાઇ કમિશન કેમ આ પ્રકરણમાં વચ્ચે પડયું તે અંગે ક્રિકેટ વિશ્વમાં કુુતુહલતા પ્રવર્તે છે.
 

 

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved