Last Update : 07-Sept.-2010, Tuesday

પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ

છેલ્લાં પાંચ વર્ષના ક્રિકેટરો, કોચ, પસંદગીકારો, મેનેજરો પર નજર
ક્રિકેટરોને તપાસ પંચ સજા જાહેર કરે અને પાક. બોર્ડ તેઓને માફ કરી દે છે , પાક. સરકાર અને બોર્ડના નવા નાટકથી ક્રિકેટ વિશ્વને આશા નથી , ક્રિકેટરોની કાર સહિતની લકઝરીની વિગતો એકત્રિત કરાશે

ઈસ્લામાબાદ, તા. ૬
પાકિસ્તાનના ખેલાડીઓ દ્વારા છેલ્લાં વર્ષોમાં વ્યાપક પ્રમાણમાં મેચ ફિક્સિંગ વધ્યું છે તેવા અહેવાલોને પગલે ક્રિકેટ વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે. પાકિસ્તાન સરકારે તેની આદત મુજબ આઈસીસી અને ક્રિકેટ વિશ્વને બતાવવા એવી જાહેરાત કરી છે કે છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય sportsક્રિકેટ રમી ચુકેલા તમામ ક્રિકેટરોની મિલકત અંગે માહિતી લેવામાં આવશે. પાકિસ્તાન સરકાર હેઠળના ફેડરલ બ્યુરો ઓફ રેવન્યુના પ્રાદેશિક ઓફિસરોને જણાવવામાં આવ્યું છે કે આવા તમામ ક્રિકેટરોના બેંક ખાતાઓ તથા દેશ-વિદેશ વ્યાપી અન્ય મિલકતોની વિગતો એકત્રિત કરવાનો બ્યુરો ઓફ રેવન્યુના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. મિલ્કતો જ નહીં ખેલાડીઓ જે કાર ધરાવે છે તેના નંબરો નોંધવાનું પણ જણાવવામાં આવ્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પણ જણાવાયું છે કે ખેલાડીઓને છેલ્લા વર્ષો દરમ્યાન શું ચુકવાયું છે તેની વિસ્તૃત વિગતો મોકલે. ખેલાડીઓ ઉપરાંત પસંદગી સમિતિ, કોચ અને મેનેજરોને અપાયેલી રકમ પણ જણાવવાની રહેશે.
ફેડરલ બ્યુરો પાકિસ્તાન બોર્ડ દ્વારા ચુકવાયેલી રકમ કરતા જો વધુ રકમ અને મિલકતો ખેલાડી પાસે હશે તો તે ક્યાંથી પ્રાપ્ત થઈ તે અંગે ખુલાસો માંગવા માટેની આવી પ્રક્રિયા કરવાનું છે.
ફેડરલ બ્યુરો ઓફ રેવન્યુના ઓફિસર ઇશરાહ રઉફે પણ સરકારનો આવોે હુકમ થયો છે તે વાતને મીડિયા સમક્ષ સમર્થન આપ્યું હતું.
ખરેખર તો પાકિસ્તાન બોર્ડ અને પાકિસ્તાન સરકાર છેલ્લા દાયકાથી પાકિસ્તાનના ક્રિકેટરો બોલ ટેમ્પરિંગથી માંડી ડ્રગ કે ફિક્સિંગમાં સપડાય છે ત્યારે આવી જાહેરાતો કરતા હોય છે. એટલું જ નહીં અખ્તર, આસિફ, આફ્રીદી, મલિક, અકમલ, યુસુફ જેવા ક્રિકેટરોને છેલ્લા વર્ષોમાં ડ્રેસિંગ રૃમમાં મારામારી, ડ્રગમાં કસૂરવાર ઠરે ત્યારે કે મેચ ફિક્સિંગ જેવા કિસ્સાઓમાં તેઓને જંગી રકમનો દંડ, એક વર્ષથી પણ આજીવન પ્રતિબંધ જેવી સજા જાહેર કરે છે.
પાકિસ્તાન બોર્ડ વર્ષોથી આવી ઘટના બને એટલે તપાસ સમિતિ રચી દે છે. થોડા સમય માટે સજા જારી રહે છે. ક્રિકેટ વિશ્વ વિવાદ ભુલી જાય એટલે જે તે ખેલાડી અગાઉથી ગોઠવાયેલા નાટક પ્રમાણે બોર્ડ સમક્ષ માફી માંગી સજા પાછી ખેંચી લેવા અપીલ કરે છે. બોર્ડ તેને દેખાવ પૂરતી શરત મુકીને પાછી ખેંચી લે છે.
પાકિસ્તાનના ઓફિસરો પણ સટ્ટાકાંડમાં સંડોવાયા છે તે તેઓના ભૂતકાળના આવા વર્તનને કારણે વધુ શંકા જન્માવે છે.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપનર બોયકોટથી માંડી ઘણા સિનિયરોનું કહેવું છે કે પાકિસ્તાન બોર્ડે જ પાકિસ્તનના ક્રિકેટના આવા હાલ માટે જવાબદાર છે.
વર્તમાન કટોકટીમાં પણ સમય જતા ''જૈસે થે'' જેવું થઈ જશે. પાકિસ્તાન સરકાર પણ આ જ રીતે ભ્રષ્ટ છે.
દુનિયાને બતાવવા પાકિસ્તાનના સાંસદોની કમિટિ પણ ટીમના ખરાબ દેખાવ બદલ ખેલાડીઓને બોલાવતી હોય છે પણ તે પછી કંઈ થતું નથી.

 

 

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved