Last Update : 07-Sept.-2010, Tuesday
ભારતીય પક્ષીવિદ્ સલીમ અલી હવે આવી હસ્તીઓ
ભારતીય પક્ષીવિદ્ સલીમ અલી હવે આવી હસ્તીઓ જોવા નથી મળતી
પક્ષીઓના સંશોધનમાં દેશ-વિદેશનો પ્રવાસ ખેડી પક્ષીઓ ઉપર સંશોધન કરનાર

ઇ.સ. ૧૯૨૪ ની વાત છે. બોમ્બે નેચરલ હોસ્ટરી સોસાયટીના જનરલમાં ઇ.સ. સ્ટઅર્ટ બેફરે લખેલ ફોના ઓફ બ્રિટિશ ઇન્ડિયા ના પક્ષીઓ વિશે બીજા ખંડોના પક્ષીઓના નિરિક્ષણ કરતા આ પરિક્ષકે લખેલુ કે બફરે આ પક્ષીઓ વિશેના અભ્યાસના સંદર્ભ માટે કરેલા પુસ્તકોમાં એક પણ ભારતીય લેખક કે પક્ષીવિદનું નામ નથી. એ ખરેખર ખેદજનક ઘટના કહેવાય. ભારતીય પક્ષીવિદ સલીમ અલીના ઘ્યાનમાં આ વાત આવી ભારતીય લેખક માટે કરેલી આ ગંભીર ટીકા એમને સ્પર્શી ગઈ. એજ ક્ષણે એમણે નકકી કર્યું કે હું આ પરિક્ષકની માન્યતા જ બદલી નાખીશ. ત્યારથી સલીમ અલીએ વેપાર ધંધો છોડી દીધો. અને પક્ષીઓના વિશ્વમાં ખોવાઈ ગયા.

એજ સોસાયટીના ૧૯૨૬ના વર્ષમાં જર્નલમાં સલીમ અલીની પક્ષીઓ બદલ એક નિરિક્ષણ નોંધ પ્રસિઘ્ધ થઇ. એ પછી ૧૯૨૮માં સલીમ અલી પક્ષીઓ વિષયક વઘુ અભ્યાસના સંદર્ભે જર્મની ગયા. ત્યાં જઈને તેમને પ્રા. એર્વિન સ્ટેસમાન ના હાથ નીચે કામગીરી કરી પક્ષીઓનું વર્ગીકરણ એમનું શરીરશાસ્ત્ર વગેરેનો વસ્તૂત અભ્યાસ કર્યો. મૃત પક્ષીઓની ચામડી ઉતારવી, એમા માવો ભરી સિવી દેવું, એનું માપન નક્કી કરવું. આ બઘુ તેઓ એમની પાસેથી શિખ્યા. જર્મનીથી પાછા ફર્યા પછી એક જ કામગીરી ન કરતા એમને મૃત પક્ષીઓ ઉપરાંત જીવંત પક્ષીઓ વિશેના અભ્યાસ શરૂ કર્યો. પક્ષીઓના સ્વભાવ વિશે, એમના વિવિધ અવાજો વિશે, પક્ષીઓના વિશિષ્ટ પ્રદેશો, અનુકૂલન, પક્ષીઓની વિવિધ જાતો વગેરે વિશે કુતુહલતાથી અભ્યાસ કરી માહિતી ભેગી કરવા માંડી. એ માટે દેશને ખુણે ખુણે પણ જવાની તેમની તૈયારી હતી.

પક્ષીઓ વિશેનું સંશોધન કરવું એટલે કંઇ ખાવાના ખેલ નહોતા. રખડપટ્ટી તો કરવી જ પડે. કચ્છના રણથી માંડીને અરૂણાચલ પ્રદેશના જંગલો સુધી, લડાખના હાડ ઘુ્રજાવી દેતા ઠંડા વિસ્તારોથી માંડીને દક્ષિણના વિવિધ ભાગોમાં તાપ-તડકો ઠંડી-ગરમી જોયા વિના તેમને સતત ભ્રમણ કર્યું. હિમાલયમાં સતત બરફનો વરસાદ પડતો હોય, કચ્છના રણમાં અતિશય ગરમી હોય તો પણ સલીમ અલી માટે પક્ષીઓ જ  એક માત્ર લક્ષ્ય હતું.

પક્ષીઓના સંશોધન માટે અભ્યાસ માટે દેશભરનો પ્રવાસ ખેડવો પડે. આર્થિક અને શારીરિક સમસ્યાઓ તો આવે જ. જે જે પક્ષીઓ વિશેની માહિતી એમને મળતી તેનું સંશોધન-વૃત્તાંત તેઓ પ્રસિદ્ધ કરાવતા છતાં એ સમયકાળમાં અન્ય દેશોના પક્ષી શાસ્ત્રીઓ તરફથી કોઈ પ્રોત્સાહન મળ્યું નહીં. બી.એમ.એચ.એસ.ના જર્નલમાં તેમના વિસ્તૃત લેખો દ્વારા એમનું નામ યુરોપમાં અને અમેરિકા સુધી પહોંચ્યું છે. એમનું લખાણ માહિતિપૂર્ણ, રસપ્રદ સંશોધનીય રહ્યું. પક્ષીઓના અભ્યાસ માટે કરવો પડતો ખર્ચ અને સાથે સાથે ઘરચલાઉ કામગીરી તેમના માટે કપરૂ થઈ પડયું હતું. એના સગા સંબંધીઓ એને પક્ષીવેડા બંધ કરવાનું કહેતા. પરંતુ તેઓ કયારેય ચલિત થતા ન હતા. એક માત્ર તેમની પત્ની તેહમિના તેમનો સારો સાથ આપ્યો. પ્રવાસ દરમ્યાન તેઓ સાથે જ રહેતા.

કેરલમાંથી પક્ષી નિરિક્ષણ દરમ્યાન તેમણે બે પક્ષીઓની ઉપ જાતી શોધી કાઢી. એમને સલામતી ધરા નામ પણ આપવામાં આવ્યું. એકનું નામ હતું ઇન્ડિયન એમરાલ્ડ ડવ અને બીજાનું નામ હતું ત્રાવણહાર સ્ટેરકડ ધેન ટેલ વાર્ભલર જયારે સલીમ અલીના પત્ની તહમિના ધરા નામાંકિત થયેલા અન્ય ગોલ્ડન બેહડ વુડપેકર અને સોનાપાઠી સુથાર પક્ષીઓની ઉપજાતિ પણ કેરલમાંથી જ મળી આવી હતી. એમનું વૈજ્ઞાનિક નામ છે Dinopinm Beughalense Tehminde..

૧૮૨૭-૨૮ માં એમણે બી.એન.એચ.એસ.ના જર્નલનું સંપાદન કાર્ય પણ કર્યું. થોડા વખત તેમણે સોસાયટીમા આસિ. કમ્પ્યુટર અને નેચર એજયુકેશન ઓર્ગેનાઇઝર તરીકે પણ કામ કર્યું. ભારત સ્વતંત્ર થયા પછી એચ.એસ. પ્રેટર અને ચાલ્સ મેકન જારે એમના વતન ચાલ્યા ગયા ત્યારે સોસાયટીના જર્નલ સંપાદન કરવાની સંપૂર્ણ જવાબદારી સલીમ અલીએ જ સ્વીકારી. ૧૯૪૧માં ધ બુક ઓફ એફ ઇન્ડિયન બર્ડ નામનું પુસ્તક પ્રકાશિત થયું. જે સમગ્ર દેશભરમાં અને પક્ષી પ્રેમીઓમાં અત્યંત લોકપ્રિય થયું. આ વર્ષે ડૉ. સલીમ અલીની જન્મ શતાબ્દિ નિમિત્તે આ પુસ્તકની ૧૨મી નિધનથી સલીમ અલીના જીવનમાં શુન્યાવકાશ વ્યાપી ગયો હતો. પરંતુ આ શુન્યાવકાશ તેમણે પક્ષીઓના સંશોધન કાર્યથી સભર બનાવીને પુરી દીધો. ત્યાર પછી એમનું શેષ જીવન માત્ર પક્ષીઓ વિશેના ગહન અભ્યાસ અને લેખન પ્રવૃત્તિમાં જ વિતાવવાનુ નક્કી કર્યું.

છેલ્લી ક્ષણો સુધી એમણે પ્રવાસ ચાલુ જ રાખ્યો. હસમુખા અને પ્રેમાળ સ્વભાવના અલી પક્ષી નિરિક્ષણ માટે બહાર નીકળ્યા પછી તદ્ન શાંત અને ગંભીર સ્વભાવના બની જતા. આવા સમયે વચ્ચે કોઈ બોલી ખલેલ પાડે તો તરત જ તેઓ ગુસ્સે થઇ જતા. અને કહેતા ઘરે ચાલ્યા જાવ. પક્ષી નિરિક્ષણ વખત પક્ષીઓ પ્રત્યે સહાનુભૂતિ પ્રેમ એમને ડર કે સહાનુભૂતિનો સંકોચ ન અનુભવવા દેવો એ એમના માટે મહત્વની વાત હતી. પક્ષીઓની તસ્વીર લેતી વખતે તેઓ ખુબ કાળજી રાખતા. નજીકથી પક્ષીઓને જોવાનું મળે ત્યારે પક્ષીદર્શનના મોહમાં તેઓ સાનભાન પણ વિસરી જતા. એક વખત પક્ષી નિરિક્ષણ વખતે એક પક્ષીને નિરીક્ષણ કરવા માટે ભીત પર ચઢયા અને ત્યાથી નીચે પડયા. પીઠમા વાગ્યુ પણ ખરુ પરંતુ આવી પરિસ્થિતિમાં પણ પોતાના પ્રયોગ કાર્ય તેઓ છોડવા માંગતા ન હતા. અને પક્ષીઓને નિહાળવાનો સંપૂર્ણ સંતોષ તેમના ચહેરા પર જણાતો.

સ્વાતંત્ર્યપૂર્વે અહિંના અંગ્રેજ શાસકોએ શોખ ખાતર (બી.એન.એચ.એસ.) સોસાયટી શરૂ કરેલી. સ્વાતંત્ર્ય પછી એને સર્વાંગ સુંદર અને પરિપૂર્ણ કરવાનું કામ ડૉ. અલીએ જ કર્યું. ત્યાં એમની પાસે બર્ડસ ઓફ કચ્છ, બર્ડસ ઓફ કેરાલા, ફીલ્ડ ગાઈડ રુધ બર્ડસ ઓફ ઇસ્ટર્ન હિમાલયા, ઈંડિયન હીલ બર્ડસ વગેરે વિશિષ્ટ રાજયોમાંથી મળી આવેલા પક્ષીઓની સચિત્ર માહિતી હતી. પાછળથી એમને પુસ્તક પણ લખ્યું. એમનું પક્ષી જગતમાં સૌથી મહત્વનું અને વિશિષ્ટ સ્થાન એટલે સિડને ડીલન રીપ્લ એમની સાથે ભારત અને પાકિસ્તનમાંથી લગભગ ૧૨૦૦ જાતીના અને ઉપજાતીના પક્ષીઓની સંપૂર્ણ માહિતી ૧૦ ભાગમાં પ્રસિઘ્ધ કરી હતી. આ કામ પ્રોજેકટના ભારોભાર વખાણ દેશ વિદેશમાં પણ થયા. એ માટે એમને IUCN   આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંઘરનનો ‘પરિયાવરણ પુરસ્કાર’ તથા ‘જે પોલગેટી’ જેવી પ્રતિષ્ઠિત સન્માનિય પારિતોષીકો પણ મળ્યા. માત્ર પક્ષીઓ માટે ૫૦ થી વઘુ વર્ષ શોધ કરવા બદલ ડૉ. સલીમ અલીને પદ્મ વિભૂષણ નો ઇલ્કાબ પણ અપાયો. જો કે સલીમ અલીને પુરસ્કાર કે તેમની પ્રશંસા કોઈ કરે એમાં રસ નહોતો. તેઓ તો કામ કરવામાં જ મગ્ન રહેતા.

ડૉ. અલીના પ્રયત્નોથી જ કેરલનું સાલયન્ટ વેલીનું જંગલ સુરક્ષિત રહ્યું હતું. નહિતર ડેમના પ્રોજેકટમાં નાશ થઈ ચૂકયુ હોત. ભરતપુરને પક્ષીઓ માટેના અભ્યારણ તરીકેની જે માન્યતા મળી એમાં પણ ડો. અલીનો એટલો જ મહત્વનો ફાળો હતો. આવા અને બીજા કેટલાય વન્ય પ્રદેશોને તેમણે પક્ષીઓ માટે બચાવી લીધા. રાજયસભામાં પક્ષીઓના પ્રવકતા તરીકે એમની ખાસ નિમણુંક કરવામાં આવી. પક્ષીઓ વિશેની તમામ નોંધો તેઓ તરત જ ટપકાવી લેતા. એમની સાથેના સહકાર્યોને પણ નોંધ કરવા બાબતે શીખવતા. એમના હાથ નીચે એસ.એ. હુસેન, જે.સી. ડેનીથલ, એ.આર. રહેમાની, ભારત ભૂષણ, આર કન્નન, રાબર્ટ ગ્રલ જેવા અનેક સંશોધકોએ કામ કર્યું. એમને મળેલા પુરસ્કાર, આંતરરાષ્ટ્રીય એવોર્ડની મળેલી રકમ સંશોધન, શિષ્યવૃત્તિ શરૂ કરવા માટે સોસાયટીને દાનમાં આપી દીધી.

આ વર્ષે ડૉ. સલીમ અલીના જન્મ શતાબ્દિ વર્ષ નિમિત્તે બોમ્બે નેચરલ હીસ્ટ્રી સોસાયટી એ વર્ષ દરમ્યાન અનેક વિવિધ કાર્યકરો યોજયા. જેમાં સેમિનાર દ્વારા પક્ષીઓ અને પ્રકૃતિ વિષયક દુર્લભ પુસ્તકોનું પ્રદર્શન, રંગોલી ધરા તૈયાર કરેલા પક્ષીઓનું પ્રદર્શન, પક્ષીઓ અને પ્રકૃતિ વિષયક તસવીરો અને વિજેતા તસ્વીરોનું પ્રદર્શન હોર્નબિલ ત્રૈમાસિકમાં ડૉ. સલીમ અલી વિશેષાંક, એમના બે નવા પુસ્તકોની સુધારેલી આવૃત્તિ વગેરેનું સુંદર ભવ્ય પ્રદર્શન યોજાવમાં આવ્યું હતું.

વિક્રમ સંવત ૨૦૫૩ ના પ્રારંભિક દિવસે એટલે કે ૧૨મી નવેમ્બર ૯૬ ના રોજ ભારતીય ટપાલ ખાતાએ વિશ્વ વિખ્યાત પક્ષીવિદ સલીમ અલીની સંસ્કૃતિ આઠ અને અગિયાર રૂપિયાની બે આકર્ષક ટિકિટો બહાર પાડી. પહેલી ટિકિટમાં પેન્ટેડ સ્ટોકર્સ, પક્ષીઓનું ઝુંડ જોવા મળતું. અને બીજું ચિત્ર સ્વ. અલીનું છે. પેન્ટેડ સ્ટોકર્સ, ધી ગ્રેટ ઇન્ડિયન બર્ડસ વગેરે પક્ષીઓને શ્રી અલીએજ લુપ્ત થતા બચાવ્યા હતા.

ડૉ. સલીમ અલી ૮૭ વર્ષની વયે પણ સ્વસ્થ અને સક્રિય હતા. ૧૯૮૩માં બિમારીના દિવસોમાં તેમણે ધી ફોલ ઓફ એ સ્પેરો શીર્ષકની પોતાની મનોરંજક આત્મકથાના લેખનનું કામ પરિપૂર્ણ કર્યું. ડૉ. અલીએ સમગ્ર જીવન પક્ષી વિજ્ઞાનને સમર્પિત કરી દીઘું. ૧૯૮૭માં ડૉ. અલીએ આ પૃથ્વી પરથી હંમેશને માટે સ્થળાંતર કર્યું. આજે પણ સમગ્ર વિશ્વમાં આ પક્ષીવિદ વિરંગરાજના પુનરાગમનની કાગડોળે વાટ જોવાય છે. ડૉ. અલીએ કરેલું પક્ષી જગતની સેવા, સંશોધન કાર્ય કયારેય વિસરાય નહિ. અસ્તુ.
- દીપક જગતાપ

 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved