Last Update : 07-Sept.-2010, Tuesday
આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના વાતાવરણમાં
રહે છે એ વાતાવરણમાં થતી રહેતી વિવિધ સંવેદનાઓને તે પોતાની પાંચેય જ્ઞાાનેન્દ્રિયો (આંખ, કાન, નાક, જીભ, ત્વચા) દ્વારા સતત ગ્રહણ કરતો રહે છે.
વિજ્ઞાન એ વાતની સાક્ષી પૂરે છે કે મનુષ્ય એક એવું પ્રાણી છે કે તેને જે પણ વાતાવરણ મળે તેની સાથે તે ઝડપથી અનુકૂલન સાધી લે છે. એટલું જ નહીં, તે પોતાને મળતા વાતાવરણને અનુરુપ પોતાનામાં એ મનોદૈહિક (Psychosomatic)ફેરફારો કરતા પણ શીખી લે છે. તેની આ અદ્ભૂત ક્ષમતાને કારણે તે પૃથ્વી પરનું સૌથી નબળું પ્રાણી હોવા છતાં પૃથ્વી પર ટકી ગયું છે અને આગામી દિવસોમાં ટકી રહેશે.


માણસના શરીરને એક વિશાળ ફેક્ટરી તરીકે કલ્પવામાં આવે તો અવિરત ચાલુ રહેતા આ કારખાનામાં આખો વહીવટ તેના વિવિધ ડીપાર્ટમેન્ટ્સ (તંત્રો) દ્વારા ચાલે છે. આ ડિપાર્ટમેન્ટ્સ છે, શ્વસન તંત્ર, પાચન તંત્ર, રૃધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર, કંકાલતંત્ર, ઉત્સર્ગતંત્ર અને પ્રજનન તંત્ર. આ બધા તંત્રો આમ જૂઓ તો પરસ્પર જોડાયેલા છે. છતાંયે એ દરેક તંત્રને કુદરતે તે કામગીરી સોંપી છે તેને તેઓ કશુળતાપૂર્વક નિભાવી અને આ માનવ શરીર નામક ફેક્ટરીને ચોવીસે કલાક ધમધમતી રાખે છે.

આધુનિક મનૌવિજ્ઞાાન દ્વારા 'માનવ મન' અને 'માનવ મગજ'ની સંયુક્ત કામગીરીને સમજાવવા માટે એક નવા જ તંત્રનો ખ્યાલ ઉદ્ઘાટીત થયો છે. આ તંત્રને 'માહિતી સંસ્કરણ તંત્ર' (Information Processing Unit)કહે છે. આ ખ્યાલ પ્રચલિત થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અત્યાર સુધી માહિતીની આપ-લેને માત્ર ટ્રાન્સફરની પ્રક્રિયા જ ગણવામાં આવતી. જેમ કે પેનડ્રાઈવમાંથી કમ્પ્યુટરમાં કે કમ્પ્યુટરમાંથી કાર્ડ રીડર કે મોબાઈલમાં ડેટા ટ્રાન્સફર થાય છે કાંઈક એવું, પરંતુ એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિ પાસેથી કશુંક જ્ઞાાન કે માહિતી મેળવે છે ત્યારે તેમાં બે જીવંત માનવી વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન થાય છે.
 
આથી માહિતી મેળવનાર વ્યક્તિ પોતાના મગજમાં માહિતી સંગ્રહ કરે ત્યારે તે તેમાં પોતાનું કાંઈક નવું જ્ઞાાન ઉમેરે છે. એટલે માહિતીનું આદાનપ્રદાન એ ટ્રાન્સફરની પ્રક્રિયાથી કશુંક વિશેષ બની જાય છે. આ નવું ઉમેરવામાં આવતું જ્ઞાાન એ જે તે માણસની માનસિક શક્તિઓ પર આધારીત હોય છે. એક ઉદાહરણ, એક મ્યુઝિક એકેડેમીમાં મ્યુઝિક માસ્ટર તેના ચાલીસ સ્ટુડન્ટસને એક જ સિમ્ફની શીખવે છે પરંતુ એ સિમ્ફનીનો ઉપયોગ દરેક વિદ્યાર્થી પોતાના મ્યુઝિક કમ્પોઝિશનમાં અલગ અલગ રીતે કરશે. આ ઘટના એ વાત સાબિત કરે છે કે દરેક વ્યક્તિ એ જ્ઞાાનનો એક્ટીવ પ્રોસેસર છે. માટે જે માનવ મગજમાં આકાર લેતી સ્મૃતિ એ તે વ્યક્તિ દ્વારા તેને મળેલ માહિતી પર તેણે કેટલી ચોકસાઈપૂર્વક પ્રોસેસીંગ કર્યું છે તેના પર આધાર રાખે છે.

માણસ જે પ્રકારના વાતાવરણમાં રહે છે એ વાતાવરણમાં થતી રહેતી વિવિધ સંવેદનાઓને તે પોતાની પાંચેય જ્ઞાાનેન્દ્રિયો (આંખ, કાન, નાક, જીભ, ત્વચા) દ્વારા સતત ગ્રહણ કરતો રહે છે. દા.ત. કોઈ એક વ્યક્તિ ડ્રોઇંગરુમમાં બેસી અને વાર્તાનું પુસ્તક વાંચે ત્યારે એકી સાથે તેની આસપાસ બનતી બાબતો જેવી કે તે પુસ્તકમાંથી વંચાતા શબ્દો, રુમની ઘડિયાળમાં પડતા ટકોરા, એ રુમમાં સ્પ્રે છાંટીને પ્રવેશતી વ્યક્તિના કપડામાંથી આવતી સુગંધ, મોઢામાં ચગળાતી ચોકલેટનો સ્વાદ અને રુમના એ.સી.ની ઠંડકની સંવેદનાઓના અનુભવોને તે જાણ્યે અજાણ્યે ગ્રહણ કરતો રહે છે. આ તમામ બાબતો વિવિધ સંવેદના સ્વરૃપે તેના માહિતી સંસ્કરણ તંત્રના સેન્સરીંગ યુનિટમાં એકાદ બે ક્ષણમાં આવે છે પરંતુ આ તમામ બાબતો પૈકી જે બાબત તેને સૌથી વધારે આકર્ષે તેના પર એ ધ્યાન આપે છે. જેના પર તે ધ્યાન આપે છે તેનું તેના મનમાં વિઝ્યુલાઈઝેશન થાય છે. પુસ્તકની વાર્તા તેને રસપ્રદ લાગતી હોય તો તે વાર્તા વિઝ્યુલાઈઝ થઈ પ્રોસેસીંગ પામવા આગળ વધે છે જ્યારે બાકીની તમામ સંવેદનાઓ સેન્સસરી યુનિટમાં સ્થાન પામ્યા વગર બહાર ફેંકાય જાય છે.

હવે જે બાબતને વિઝ્યુલાઈઝ કરે છે તે બાબત (જેમ કે અહીં પુસ્તકની વાર્તા) તેના માહિતી સંસ્કરણ તંત્રના બીજો વિભાગ કે જેને 'ટૂંકા ગાળાનો સ્મૃતિ સંગ્રહ' કહે છે તેમાં પ્રવેશે છે આ ટૂંકા ગાળાની સ્મૃતિ કે જેને 'જાગૃત મન' કે 'એક્ટીવ મેમરી' પણ કહે છે ત્યાં આ વિગતો ૨૦ થી ૩૦ સેકન્ડ રહે છે. આ શોર્ટ ટર્મ મેમરી સ્ટોરેજ બે-ત્રણ કામ કરે છે. એક, તે આવેલી માહિતીને ૨૦ થી ૩૦ સેકન્ડ સુધી તેના મૂળ સ્વરૃપમાં પકડી રાખે છે બીજું, આવેલી માહિતીને અનુરુપ કોઈ જૂનો ડેટા તેના 'લાંબા ગાળાના સ્મૃતિ સંગ્રહ'માં અગાઉથી પડેલો હોય તો તેને ત્યાંથી પાછો ખેંચી લાવી નવી અને જૂની માહિતીના ડેટાનું સંકલન કરી સમગ્ર માહિતીને અપડેટ કરે છે. જેમ કે, દરેક વ્યક્તિ એ પોતાની જિંદગીમાં કારને ક્યારેક તો જોઈ જ હોય છે. આથી કારના રૃપ રંગ વિશેનો ડેટા પ્રત્યેક વ્યક્તિના લાંબા ગાળાની સ્મૃતિમાં પડેલો હોય જ.

હવે જ્યારે વ્યક્તિ બજારમાં મૂકાયેલી કોઈ નવી કારનું મૉડેલ જૂએ છે ત્યારે તે નવી કારના મોડેલની નવિનતાની માહિતી તેના શોર્ટ ટર્મ મેમરી સ્ટોરેજમાં સંયોજીત થઈ લેટેસ્ટ માહિતી બની ફરીથી એ વ્યક્તિના લોંગ ટર્મ મેમરી સ્ટોરેજમાં પ્રવેશે છે. ક્યારેક એવું બને કે નવી આવેલી માહિતી ખૂબજ જટીલ અને યાદ ન રહે તેવી હોય તો તેને વિવિધ ટૂકડામાં વિભાજિત કરી તેને મગજમાં જાળવવામાં આવે છે. જેમ કે દસ આંકડાનો મોબાઈલ નંબર બે કે ત્રણ ટૂકડાઓ વહેંચી યાદ રાખી લે છે. આમ શોર્ટ ટર્મ મેમરી સ્ટોરેજમાં દ્રઢ અને સ્થિર થયેલી માહિતી સંકેતીકરણ (coding)પામી વ્યક્તિના લાંબા ગાળાની સ્મૃતિ સંગ્રહમાં સેટ થાય છે. આ સંકેતીકરણ પણ એક વિશિષ્ટ બાબત છે. જેમ કે, કોઈ હોટલનો રસોયો નવી આઈટેમ બનાવતા શીખે ત્યારે તે આઈટેમ બનાવવાની પદ્ધતિને આખા વાક્યો સ્વરુપે નહીં પરંતુ તે આઈટેમ બનાવવા વપરાતી સામગ્રી, સમયમર્યાદા, સામગ્રીનો જથ્થો, પકાવવા માટેનો સમય એમ જુદા જુદા વિભાગમાં તેને પોતાની સ્મૃતિમાં સંગ્રહે છે.

હવે વાત આવે છે 'લોંગ ટર્મ મેમરી સ્ટોરેજ'ની. જે બાબત શોર્ટ ટર્મ મેમરીમાંથી અહીં પ્રવેશે છે તે લાંબા ગાળાની સ્મૃતિ બને છે. આ સંગ્રહ પણ ત્રણ વિભાગમાં વહેંચાયેલો છે. એક ટેકનોલોજીકલ મેમરી સ્ટોરેજ. અહીં આપણે આખા દિવસ દરમિયાન જે ટેક્નિકો શિખ્યા હોઈ ેતે એકઠી થાય છે. જેમ કે, સ્કૂટર ચલાવવાની, કમ્પ્યુટર ઓપરેટ કરવાની ટેકનીક વગરેે. આ સ્ટોરેજને કારણે જ આપણે સ્કૂટર કે કમ્પ્યુટર રોજ શીખવું પડતું નથી. આ બધી બાબતો અહીં સ્ટોરેજ થયેલી હોય છે જે જરૃર પડયે આપણે ફરીથી તેને ટૂંકા ગાળાની સ્મૃતિમાં લાવી કામ ચલાવીએ છીએ.

બીજો વિભાગ છે ઈવન્ટ મેમરી સ્ટોરેજ, અહીં જીવનમાં બનતા પ્રસંગો કે ઘટનાઓ સંકેત સ્વરૃપે પડેલા હોય છે જેવા કે સ્વજનોના લગ્નપ્રસંગો, મૃત્યુની ઘટના વગેરે. જ્યારે ત્રીજો વિભાગ છે ક્રિએટીવ મેમરી સ્ટોરેજ. અહીં જગતની તમામ બાબતો કે જેના સંપર્કમાં આપણે સમગ્ર જીવન દરમિયાન આવતા હોઈએ તે બાબતો સંગ્રહ પામેલી હોય છે. આ બાબતોના જોડાણ દ્વારા આપણે આપણી ક્રિએટીવીટી પ્રગટ કરતા રહીએ છીએ. જેમ કે પ્રકૃતિના વિવિધ પરીબળોના સંગઠન દ્વારા કોઈ ચિત્રકાર 'કુદરતી દ્રશ્ય'નું ચિત્ર બનાવે છે. જગતમાં થયેલી તમામ શોધખોળો આ વિભાગને આભારી છે.

કોઈપણ વ્યક્તિને શ્રેષ્ઠતા આપવા માટે તેનું આ ઈન્ફોર્મેશન પ્રોસેસિંગ યુનિટ મહત્વનું છે પરંતુ એ માટે એ વ્યક્તિ કેવા વાતાવરણમાં રહે છે તે બાબત ખૂબજ અગત્યની ગણાય. એ સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિ એ ખરાબ વાતાવરણ વચ્ચે જ રહેવાનું થાય તો તેનું આ તંત્ર ખરાબ સંવેદનાઓનો સંગ્રહ કરી લે છે અને ફલતઃ તેનું જીવન અને સમગ્ર વ્યક્તિત્વ નેગેટીવ બની રહે છે. આમેય, આપણે ત્યાં કહેવત છે ને કે જેવો સંગ તેવો રંગ.
- હરીષ થાનકી
 

 

 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved