Last Update : 07-Sept.-2010, Tuesday

બેડરૂમમાં ‘બોડી-લુક’ અને ‘ડ્રેસ-લુક’નું કામણ

 

દેખાતું નૈ તેથી નૈ, એ વાત ના સૈ. જેવું દેખાય છે તેવું સઘળું હોતું નથી. અંગ્રેજીમાં પણ કહેવત છે કે ‘અપીઅરન્સિસ આર ઓલમોસ્ટ ડિસેપ્ટિવ.’ દેખાવ કે ‘લુક્સ’ મોટેભાગે છેતરામણા હોય છે. પરંતુ સ્ત્રી-પુરુષના સેક્સ-સંબંધમાં અને ખાસ કરીને શયનપથારીમાં આ વાત ખોટી પુરવાર થાય છે.
પિકનિક-પાર્ટીમાં, લગ્નસમારંભમાં કે બોર્ડરૂમમાં જતી વખતે વસ્ત્રોનો વટ પડે છે, તેમ બેડરૂમમાં પણ તમારા લાઇફ-પાર્ટનર સામે તમારા સેકસી મિજાજનો વટ પાડવામાં તમારો ‘બોડી-લુક’ અને ‘ડ્રેસ-લુક’ તમારા સાથીને ઉત્તેજિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
જો કે કેટલાક કહેશે કે બેડરૂમમાં વળી શા સાજ-શણગાર સજવાના ? એકમેકને છેવટે નિર્વસ્ત્ર જ થવાનું છે અને સમાગમ-સુખ માણવાનું છે. અને એકવાર બંને નિર્વસ્ત્ર થાય એટલે આપોઆપ કામોત્તેજના જાગે અને કામાતુર બનીને નિકટ આવવા પ્રેરાય.
પરંતુ નરી નગ્નતા કરતાં અલ્પ વસ્ત્રોમાંથી ઝલકતું રૂપ વઘુ માદક-ઉન્માદક હોય છે. ખાસ કરીને પુરુષો માટે આ વઘુ સાચું છે. પતિ જેટલો વ્યવસ્થિત પોશાકમાં સજ્જ હશે, એટલો પત્નીને તે વઘુ આકર્ષી શકશે અને શયનકક્ષમાં જલદી તેની કામવાસના જગાડી શકશે.
મેલોઘેલો લેંઘો કે ચડ્ડી બનિયાન અથવા ઢીલુંઢફ ટી-શર્ટ અને કોથળા જેવું જિન્સ પેન્ટ પહેરીને પત્ની સામે જનારા પતિ કરતાં સુંદર નાઇટડ્રેસ કે કડક કુર્તા-પાયજામામાં સજ્જ થઇ ઊભેલા પતિને જોતાંવેંત પત્ની આવેશમાં આવીને તેના બાહુપાશમાં જકડાઇ જશે. આવો પતિ નિર્વસ્ત્ર થયા પછી પણ પત્નીના મનમાં તેના આકર્ષક ‘લુક’ની છબી અંકિત થઇ જશે. પત્ની પણ ચોળાયેલાં ચણિયા-ચોળી કે સાડી-બ્લાઉઝને બદલે પારદર્શક કાપડનો સ્લીવલેસ નાઇટગાઉન પહેરીને અથવા કયારેક મિની-સ્કર્ટ અને લો-વેસ્ટ ટૉપ જેવા ડ્રેસમાં પતિ સમક્ષ આવે, તો પતિ પહેલી નજરે જ કામવિવશ બની તેને આલિંગન આપવા અથવા બેઉ હાથે ઉંચકી લેવા આતુર બનશે.
વસ્ત્રોની પસંદગી પછી બેડરૂમમાં લાઇટની રોશની પણ બંનેને રોમેન્ટિક બનાવવામાં ઘણો ભાગ ભજવે છે. શયનખંડમાં સાવ અંધારું કે ઝળહળ પ્રકાશને બદલે આછો કે મંદ અજવાસ ફેલાય એવી નિયોન લાઇટ રાખવાથી લાઇટ-બિલ પણ ઓછું આવશે અને દિલમાં કામેચ્છાનો દીવો પ્રગટશે. પીળી લાઇટ અથવા લેમ્પ શેડમાંથી ચળાઇને આવતી સૌમ્ય રોશની તમારી બોડી- લેંગ્વેજ અને વસ્ત્રોના રંગ પર કામણ પાથરશે.
શયનખંડમાં પ્રવેશતી વખતે અને ડબલ-બેડ પર બેસતી વખતે તમારું શરીર ટટાર અને એટેન્શનની મુદ્રામાં રાખવું. હારી ગયેલા ખેલાડીની જેમ સુસ્તીથી ચાલવાને બદલે કે ટૂંટિયું વાળીને પત્નીની પડખે પડી જવાને બદલે ઉત્સાહભેર પ્રસન્ન ચહેરે પત્ની પાસે જાઓ. તેનાથી તમારો અને એનો, બંનેના આત્મવિશ્વાસ વધશે અને સહશયનમાં આનંદ આવશે. તમારું શારીરિક હલનચલન તમારી કામેચ્છાની આતુરતા પ્રગટ કરે છે.
કેટલાક કામશાસ્ત્રીઓ કહે છે કે પુરુષના પરસેવાની ગંધ સ્ત્રીને જલદી ઉત્તેજિત કરે છે. પરંતુ બેડરૂમમાં પસીનાની વાસથી પત્ની પડખું ફેરવી લે અને તેનો કામાવેગ મંદ પડી જાય તેવું બને છે. માટે સમાગમ કરવા પહેલાં કાયમ સ્નાન કરવું આવશ્યક છે. ત્યારબાદ સુંદર બોડી-સ્પ્રે છાંટીને પત્ની પાસે જશો, તો આવા મઘમઘતા માહોલમાં સ્પર્શસુખ અને આલિંગન વઘુ માદક અને મોહક બની રહેશે. તમારાં આંતરવસ્ત્રોની પસંદગીમાં પણ બ્રા-પેન્ટી અને અંડરવેર ખરીદવામાં એકમેકને ગમતાં રંગીન પટ્ટી કે લેસવાળા અથવા નેટવાળાં ઇનરવેર સેકસી સાબિત થશે અને કામક્રીડાના આનંદમાં ઉમેરો કરશે.
હવે બોડી-લુકની બ્યુટીની વાત કરીએ તો સ્ત્રીઓને સામાન્ય રીતે પુરુષોની છાતીના વાળ વઘુ ઉત્તેજિત કરતા હોય છે. કેટલીક માનુનીઓને વળી દાઢીના વાળ રોમાંચિત કરે છે. પરંતુ ભાગ્યે જ કોઇ સ્ત્રીને વાળના જંગલ જેવો દેહ ગમતો હશે. એટલે પત્નીની પસંદ જાણીને કાં તો કલીન-શેવ ચહેરા સાથે અથવા વ્યવસ્થિત રીતે ટ્રિમ કરેલી દાઢીવાળા ચહેરા સાથે બેડરૂમમાં પ્રવેશવું. સ્ત્રીઓની ઝુલ્ફો અને લટોના આકર્ષણ પર તો ઘણું લખાયું છે. છતાં આજે ટૂંકા વાળની ફેશન જોતાં એટલું કહી શકાય કે બાંધેલા વાળ કરતાં શેમ્પૂથી ધોયેલા છૂટા વાળ પુરુષોને વઘુ આકર્ષે છે. બેડરૂમના આછા અંધકારમાં ચહેરા કે છાતી પર વિખરાયેલા લાંબા રેશમી વાળ જોઇને જો પુરુષ બહેકે નહિ તોજ નવાઇ લાગે.
સરવાળે સેક્સના સંતોષ માટે પતિ કે પત્ની બેમાંથી કોઇએ લઘરવઘર ન રહેવું, કેમ કે આપણે ત્યાં ‘કામ’ને ‘દેવતા’ માન્યો છે અને કામક્રીડા એ કેવળ તનોરંજન કે મનોરંજન નથી, પણ સર્જનની ‘પૂજા’ છે.
ભારતેન્દ્ર શુક્લ

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved