Last Update : 07-Sept.-2010, Tuesday

રસોડામાં અકસ્માતથી બચવા...

 

દિવસ દરમિયાન મહિલાઓનો મોટા ભાગનો સમય રસોડામાં જ વિતતો હોય છે અને ઘરમાં અકસ્માતો પણ રસોડામાં થતી લાપરવાહીને કારણે જ થતા હોય છે.અને એમ ન થાય માટે ફક્ત આટલું જ ઘ્યાન રાખવાની જરૂર છે.
*રસોડામાં પડદા લગાડવા નહીં.
*ઉઘાડા પગે વિદ્યુત ઉપકરણો વાપરવા નહીં. પગમાં હંમેશા રબરના જોડા પહેરવા.
*સુતરાઉ કપડાં પહેરીને જ રસોઇ કરવી.
*ગેસનું સિલિન્ડર ચૂલા કરતાં નીચું હોવું જોઇએ.
*ગેસ ઉપયોગમાં ન લેવાતો હોય તો રેગ્યુલેટર બંધ રાખવું.
*ગેસનો ચૂલો કમરની ઉંચાઇ સુધીનો જ હોવો જોઇએ જેથી રસોઇ કરવામાં સરળતા પડે.
*કાચનો ટૂકડો હાથેથી ન ઉપાડતાં ભીના કપડામાં લપેટીને ઉપાડવો.
*કોઇ પણ અન્ય જ્વલનશીલ પદાર્થ ગેસ સિલિન્ડર પાસે રાખવો નહીં.
*ગેસ પેટાવતી વખતે માચિસ કે લાઇટર તૈયાર રાખવા.
*રસોડામાં એપ્રન પહેરીને કામ કરવાથી કપડાં ખરાબ થતા નથી.
*રસોડાની લાદી ભીની ન હોય તેનું ઘ્યાન રાખવું જેથી લપસી ન પડાય.
*ગરમ વાસણ ઉપાડવા હાથ નહીં પરંતુ સાણસીનો જ ઉપયોગ કરવો.
*રસોડામાં ઉપરના ભાગ પર બનાવેલી કેબિનેટના દરવાજા બંધ રાખવા. રસોઇમાં વ્યસ્ત સ્ત્રી ઉઘાડા દરવાજા પ્રત્યે બેઘ્યાન રહેતાં માથામાં લાગી જવાની શક્યતા રહેલી છે.
* રસોડાનો નેપકિન જુદો હોવો જોઇએ અને તે નિયમિત ધોવાતો હોવો જોઇએ.
* રસોડામાં એકઝોસ્ટ ફેન લગાડવાથી ઘૂમાડો બહાર નીકળી જાય છે.
* ગેસની દુર્ગંધ આવતી હોય તો ઘરના દરેક બારી-દરવાજા ખોલી નાખવા, તેમજ વીજળીની કોઇ પણ સ્વિચ ઓન કે ઓફ ન કરવી.
*સાડી પહેરીને રસોઇ કરતા હો તો પાલવ કમર ફરતે વીંટાળીને રાખવો.
*કેરોસિનવાળા સ્ટવ વાપરનારાએ સ્ટવમાં બહુ હવા ભરવી નહીં, ફાટવાનો ડર રહે છે.
*નીચે બેસી સ્ટવ પર રસોઇ કરવાની હોય તો સ્ટવથી સુરક્ષિત અંતર જાળવવું.
*ગેસ લીક થાય તો સિલિન્ડર પર સાબુનો ઘોળ નાખવો.
*ગરમ બર્નરને એ રીતે પકડવું કે દાઝી ન જવાય.
*તેજ ધારવાળા ચાકુ વાપરતી વખતે હાથ ન કપાઇ જાય તેનું ઘ્યાન રાખવું.
*રસોડામાં કાંઇ પણ ઢોળાય જાય તો તરત જ સાફ કરી નાખવું અન્યથા વાંદા, માખી મચ્છરનો ઉપદ્રવ થવાની શક્યતા રહે છે.
*ચાલુ ચૂલા પરથી સાડીના પાલવ, દુપટ્ટો કે કપડાથી વાસણ ઉતારવું નહીં. દાઝી જવાની ઘટના ઘટી શકે છે.
*રસોઇમાં જીવજંતુ ન પડે માટે દરેક વાસણ ઢાંકીને રાખવા.
*તળતી વખતે લોયું વધારે પડતા તેલ-ઘીથી ભરેલું ન હોય તેનું ઘ્યાન રાખવું.
*જરૂરિયાત પ્રમાણે જ નાના-મોટા વાસણનો ઉપયોગ કરવો.
*અણસમજુ બાળકો રસોડામાં આવી ન જાય તેનું ખાસ ઘ્યાન રાખવું.
* રસોઈ કરતી વખતે ટેલિફોેન કે સેલફોનનો ઉપયોગ ટાળવો.
* રસોઇ કરતી વખતે ઢીલાઢફ કપડાં પહેરવા નહીં અકસ્માત થવાનો ભય રહે છે.
* કેરોસિન ગેસ સિલિન્ડર પાસે રાખવું નહીં.
* ભીના હાથે વીજળી ઉપકરણો જેવા કે ટોસ્ટર, મિક્સર, કિટલી વાપરવા નહીં.
* મિક્સરની સ્વિચ બંધ કર્યા વગર મિક્સરમાં ચમચો હલાવવો નહીં કે ખાદ્ય પદાર્થ કાઢવો નહીં.
સુરેખા

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved