Last Update : 07-Sept.-2010, Tuesday

ગરદનની ગરીમા વધારવાના ઉપાયો

 


ગરદન અને છાતીના ઉપરના ભાગની ત્વચા ચહેરાની ત્વચા જેટલી જ કોમળ હોય છે. અને મોટા ભાગે આ શરીરના આ ભાગને પણ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપવાની જરૂર હોય છે. અને તેથી જ ચહેરાની કાળજી માટે ઉપયોગમાં લેવામાં આવતું એસપીએફ લગાડવું ચૂકવું નહીં. ગરદનની સુંદરતા જાળવવા ફક્ત આટલું કરવું જરૂરી છે ઃ
ક્લિનઝ, ટોન, મોઇશ્ચરાઇઝ અને ત્વચાના રક્ષણ બાબત કોઇ સમાધાન કરવું નહીં.
નિયમિતતા
*સવારે, સ્નાનના સમયે ફેશિયલ ક્લિન્ઝર અથવા ફેસવોશને ગરદન અને છાતીના ઉપરના ભાગ પર લગાડવું. મુલાયમ સ્પોન્જથી હળવે-હળવે મસાજ કરવો જેથી ક્લિન્ઝર બરાબર ત્વચા પર ઓગળે. અને પછી ધોઇ નાખવું.
*ગરદન અને છાતીના ઉપરના ભાગની ત્વચા પર ટોનિંગ કરવું. જે રીતે ચહેરા પર હળવે હળવે કરતા હો એ રીતે જ કરવું નહીં તો ગરદનની મુલાયમ ત્વચા પર કરચલી પડી શકે છે.
*ત્વચાની સંવેદનશીલતાને ઘ્યાનમાં રાખીને ફેસિયલ મોઇશ્ચરાઇઝર અથવા બોડી લોશનચ લગાડવું. વઘુ પડતી રૂક્ષ ત્વચા હશે તો ફેસ ક્રિમનો ઉપયોગ કરવો.
* ચહેરા પર જેટલું એસપીએફ જરૂરી છે તેટલું જ મહત્વ પણ ગરદનની ત્વચા માટે છે. ગરદન અને છાતીની ઉપરની ભાગની ત્વચાને સૂર્યના આકરા કિરણોથી રક્ષણ કરવું જરૂરી છે.
* જો તડકામાં વધારે સમય રહેવું પડતું હોય તો એસપીએફ નિયમિત લગાડવું.
* ફાઉન્ડેશન તેમજ કોમ્પેકટ આ ભાગ પર લગાડતા હોવાથી મેકઅપ રિમૂવરથી આ ભાગ સાફ કરવો.જે રીતે ચહેરાને મેકઅપ રિમૂવરથી સાફ કરાય તે જ રીતે કરવું.
* રાતના સૂતા પહેલાં નાઇટ ક્રિમ ગરદન અને છાતીના ઉપરના ભાગ પર લગાડવું.
મેકઅપ ટિપ્સ
ચહેરા પર જે ફાઉન્ડેશન લગાડતા હો તે જ ફાઉન્ડેશન અંગૂઠા પર લઇ ગરદન અને છાતીના ઉપરના ભાગ પર પ્રસારવું. તેથી જ ત્વચાનો રંગ એકસાર દેખાય.
ફેશનટિપ્સ
ટોપનો ‘વી’ આકાર વધારે શોભે છે. તેનાથી ગરદન લાંબી દેખાય છે.સાથેસાથે એક વાત ઘ્યાન રાખવી કે આ આકારના ગળાથી ડબલચીન હશે તો ઉઘાડી પડી જશે તેથી તેને ઢાંકવા ટર્ટલ નેક પસંદ કરવું.
ઓપન કોલર શર્ટસ અને વી નેકના શર્ટથી મોટી બસ્ટલાઇન ઢાંકી શકાય છે. નાની બસ્ટલાઇનને મોટી હોવાનો આભાસ ઉત્પન્ન કરવા માટે બોટ-નેક અને જ્વેલ-નેક સ્ટાઇલ પસંદ કરવી.
હાર્ટ શેપના ચહેરાવાળાએ બોટ નેક્સ અને જ્વેલ નેક્સના ટોપ પહેરવા. અને ટર્ટલ નેક્સ અને જ્વેલ નેક્સ લાંબા ચહેરા પર સારા લાગે છે. મોટો ગોલ ચહેરો ધરાવનારને વી-નેક્સ,ચોરસ ગળું સારા લાગે છે.
દિજીતા

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved