Last Update : 07-Sept.-2010, Tuesday

સાચું સુખ છે દાંપત્ય સુખ

 

હું એક દિવસ કાંકરિયા ફરવા ગઈ હતી. ત્યાં અચાનક જ મારી જૂની બહેનપણી મેઘા મળી ગઈ. બન્નેએ એકબીજાનું સરનામું ફોનનંબર લીધાં અને ઘેર આવવાનો વાયદો કરી અમે બન્ને છૂટી પડી. એક દિવસ બાળકોને સ્કૂલે મોકલી હું એના ઘેર ગઈ. સુંદર કલાત્મક રીતે સજાવેલું ઘર, યોગ્ય સ્થાને ગોઠવાયેલી એક-એક વસ્તુ જોઈને હું અંજાઈ ગઈ. આરામથી ચા-નાસ્તો કરતી વખતે મારા મોંમાંથી નીકળી જ ગયું, ‘યાર મેઘા, તું તો બહુ ભાગ્યશાળી છે. આવો રૂપાળો સી.એ. પતિ, આટલું સરસ ઘર અને સુંદર બાળકો.’
મારી વાત સાંભળી પહેલાં તો એ ખુશ થઇ પણ થોડી વાર પછી તે ઉદાસ થઇ ગઈ. મેં જરા આત્મીયતાથી પૂછ્યું એટલે એણે કહ્યું, ‘તારાથી શું છુપાવું? આમ તો મારી પાસે બઘું જ છે, પણ છેલ્લા ચાર વર્ષથી હું દાંપત્ય સુખ માટે તરસું છું.’ ‘એવું કેમ?’ હું તો એની વાત સાંભળી ચોંકી ગઈ. એણે કહ્યું, ‘દુનિયાની નજરોમાં અમે પતિપત્ની છીએ અમારો એક આર્દશ પરિવાર છે. પરંતુ નરેશને હવે મારમાં રસ નથી રહ્યો. એ મારી સાથે નહીં પણ જુદા સૂએ છે.’
બહુ પ્રયત્ન કરવા છતાં પણ મેઘા આમ થવાનું કારણ ન જાણી શકી. અમે બન્ને બસ અનુમાન જ કરતી રહી કે કેમ આવું થયું છે. આજના ઝડપી યુગમાં ઘણાં એવાં દંપતી છે, જેઓ બહારથી તો બહુ સુખી અને સંપન્ન દેખાય છે, પરંતુ તેઓ તેમના સેક્સ સંબંધોની બાબતમાં મનોમન દુઃખી હોય છે.
મારી એક બીજી બહેનપણી આભાએ એનાથી પંદર વર્ષ મોટા વેપારી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. આજે તે પોતાના પતિના કારણે બહુ દુઃખી છે. બાવીસ વર્ષની આભાએ સાડત્રીસ વર્ષના નિરજ સાથે લગ્ન કર્યાં ત્યારે બહુ વિચિત્ર નહોતું લાગ્યું, પરંતુ એ પછીના અઢાર વર્ષમાં ઘણુંબઘું બદલાઈ ગયું. નિરજ ઘરડો દેખાવા લાગ્યો, જ્યારે આભા યુવાન અને સુંદર હતી. નિરજને હાઇ બ્લડ પ્રેશર રહેવા લાગ્યું. ધંધાની મગજમારી અને બીમારીએ તેની સેક્સ ક્ષમતા ઓછી કરી નાખી. આભાને પૂરો સંતોષ ન થવાથી તેનો સ્વભાવ ચીડિયો થઇ ગયો અને તે એક બીજા યુવકના લફરામાં પડી ગઈ.
પ્રેમ, સ્નેહ, સહાનુભૂતિ, સહૃદયતા અને પરસ્પર વિશ્વાસ દાંપત્ય જીવનના પાયા છે. એની ના નહીં, પરંતુ પતિપત્નીની એકબીજા પ્રત્યેની ફરજ છે કે તેઓ એકબીજાને ભરપૂર શારીરિક સુખ આપે. જો ઘરમાં જ બઘું મળી રહેતું હોય તો એ માટે બહાર ફાંફાં મારવા જવું પડતું નથી.
લગ્નેતર સંબંધોનો જુવાળ
લગ્ન સંસ્થાનું નિર્માણ જ એટલા માટે થયું છે જેથી સ્ત્રી અને પુરુષ સંયમ અને નિયમ જાળવી એકબીજા સાથે સેક્સનો સંપૂર્ણ આનંદ માણી શકે. સામાજિક મર્યાદાઓ અને નિયમોનું પણ પાલન થાય. આજે તો ટીવી પરના જુદા-જુદા કાર્યક્રમોમાં લગ્નેતર સંબંધોને બુહ ખુલ્લેઆમ બતાવાઈ રહ્યો છે, જેથી ઘણાં દંપતી એને આદર્શ માનીને આમ-તેમ હવાતિયાં મારવા લાગ્યાં છે, આવું જ પરેશ સાથે થયું. મજાનાં બે બાળકો અને માનસી જેવી સુંદર પત્ની હોવા છતાં તે પોતાની સેક્રેટરીના લફરામાં ફસાયો. તેણે માનસી સાથે સૂવાનું તો બંધ કરી દીઘું સાથે-સાથે વાતવાતમાં એની સરખામણી પોતાની સેક્રેટરી સાથે કરવા લાગ્યો. માનસીએ પતિને પાછો વાળવા બધા પ્રયત્નો કરી જોયાં પણ એ નિષ્ફળ રહી. પરિણામે તે નિરાશ અને હતાશ રહેવા લાગી. પછી પિયરિયાંઓની સલાહ માની તેણે એક સ્કૂલમાં શિક્ષિકાની નોકરી શરૂ કરી દીધી. હવે તેનું મન ત્યાં લાગી જાય છે. હજી પણ સમાજની નજરોમાં તેઓ પતિપત્ની છે. તેઓ એક છત નીચે રહે છે, પણ હવે ઘરમાં પહેલાં જેવું આનંદ-ઉલ્લાસનું વાતાવરણ નથી.
આ વિષય પર કાઉન્સિલર સાથે વાત થઈ. તેમના મતે, ‘આ સમસ્યાના મૂળમાં જુદાં-જુદાં મનોવૈજ્ઞાનિક અને શારીરિક કારણો હોઇ શકે છે, પણ પતિ-પત્નીએ એકબીજાને સમજીને, સાથ આપીને તે કારણ શોધી એનું નિવારણ લાવવું જોઈએ. જો તેઓ પોતે સમસ્યાનું સમાધાન ન શોધી શકતા હોય તો કોઈ નિષ્ણાતની સલાહ લેતાં જરાય ન અચકાવું જોઈએ.
આવી જ રીતે એક ડોક્ટરે આ સમસ્યાનાં વિવિધ કારણો જણાવતાં કહ્યું, કે દામ્પત્ય સંબંધોમાં નીરસતાં કે ઠંડાપણું આવી જવું એક સામાન્ય સમસ્યા છે. એનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છેઃ
* પતિ-પત્નીની બીમારી કે દુર્ઘટના.
* પતિ/પત્નીને સેક્સમાં અરુચિ, સેક્સને ખરાબ સમજવું અથવા તો સેક્સ સંબંધોમાં નવનીતાનો અભાવ.
* પતિ/પત્ની દ્વારા એકબીજાની જરૂરિયાતોને ન સમજી શકવી અથવા સાથ ન આપવો.
* પતિ/પત્ની દ્વારા કરવા ખાતર કરાતો સહવાસ અથવા એકબીજાની ઇચ્છાનો અનાદર કરવો.
* પતિ/પત્નીનો પતંગિયા જેવો સ્વભાવ, હંમેશાં નવીનતાની શોધ અથવા સંબંધોને ગંભીરતાથી ન લેવાનું વલણ.
* પતિ/પત્નીનો સેક્સ પ્રત્યેનો દ્રષ્ટિકોણ એકદમ આઘુનિક અથવા જૂનવાણી.
* પતિ/પત્નીની વધારે પડતી ભાગદોડ, વ્યસ્તતા, બાળકનો જન્મ અથવા લાંબા સમય સુધીની ગેરહાજરી.
* પતિ/પત્નીને કોઇ બીજી સ્ત્રી/પુરુષ સાથે સંબંધ અથવા ઘરમાં માનસિક સ્તરમાં બહુ મોટો તફાવત હોવો.
* ભાવનાત્મક કે શારીરિક સંબંધો કાચા હોવા.
* વધતી ઊંમરે પતિની સેક્સ ક્ષમતા ઓછી થવી કે નાર્મદ બની જવું અથવા મેનોપોઝના લીધે પત્નીનો સ્વભાવ ચીડિયો થઇ જવો.
* નજીકની વ્યક્તિનું મૃત્યુ, નોકરી છૂટી જવી અથવા કોઇ કેસ હારી જવો જેવો કોઇ માનસિક આઘાત લાગવો.
* પતિ-પત્નીનો ચીડિયો સ્વભાવ ખૂબ જ ઉગ્ર અથવા ક્રોધી સ્વભાવ અથવા સ્થિતિ સાથે સુમેળ ન સાધી શકવો.
* પરણ્યાં પછી સંયુક્ત કુટુંબ, મોટા કુટુંબના કારણે પતિ-પત્નીને એકલા મળવાનું ઓછું થવું, અડોશપડોશનું કલુષિત વાતાવરણ, આઘુનિકતા અને પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર વગેરે જેવાં સામાજિક કારણ એ માટે જવાબદાર હોય છે.
આ કારણોમાંથી મોટા ભાગનાનું નિવારણ પરસ્પર સહયોગ, ડૉક્ટર અથવા સલાહકારની સલાહથી સંભવ છે. એ માટે જરૂર છે, સંયમ અને ધીરજની.
રાગિણી

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved