Last Update : 07-Sept.-2010, Tuesday

ચોમાસામાં વોટરપ્રૂફ મેકઅપનો મહિમા

વોટરપ્રૂફ મેકઅપ લગાવી વરસાદમાં રેઈન ડાન્સની કે તરવાની મોજ માણો


રાશિનું કોેલેજનું મિત્રવર્તુળ રેન ડાન્સમાં જવાનું આયોજન કરી રહ્યું હતું. પણ રાશિ તેમની વાતો સાંભળીને થોડી ચિંતામાં પડી ગઈ. રેન ડાન્સમાં જવું કે ન જવું તેની દ્વિધા રાશિના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. વાસ્તવમાં રાશિને રેન ડાન્સ દરમિયાન પોતાનો મેકઅપ ફેલાઈ અથવા ઉતરી જવાનો ભય સતાવતો હતો. તે ક્યારેય મેકઅપ કર્યા વિના ઘરથી બહાર ન નીકળતી. રેનડાન્સની વાતે તેને ચિંતામાં નાખી દીધી. છેવટે તેણે કોઈ મેકઅપ આર્ટિસ્ટનો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો. તેમણે રાશિને જે સોનેરી સલાહ આપી તેનાથી રાશિ ખુશીથી ઉછળી પડી. હવે તે મેકઅપ કરીને રેનડાન્સમાં જાય તોય તેનો મેકઅપ બગડે તેમ નહોતો. કારણ કે તે વોટરપ્રૂફ મેકઅપ કરાવીને રેનડાન્સનો આનંદ લેવાની હતી. વોટરપ્રૂફ મેકઅપની ખાસિયત એ હોય છે કે તેના ઉપર પાણી પડવાથી તે ફેલાઈ કે ઊતરી જતો નથી. આનું કારણ છે તેના ઉત્પાદનમાં કરવામાં આવતો સિલિકોનનો ઉપયોગ તેમાં ઉપયોગમાં લેવામાં આવતું ડાઈનોથિકોન ઓઈલ ત્વચાને ચમકદાર બનાવે છે. તે વોટરપ્રૂફ મેકઅપને ચહેરા પર ફેલાવવામાં સહાયક બને છે.
મેકઅપ આર્ટિસ્ટ હર્ષા ગોહિલ વોટરપ્રૂફ મેકઅપ કરવાની પઘ્ધતિ વિશે કહે છે કે મેકઅપ આરંભ કરવાથી પહેલા ચહેરાને ક્લિન્ઝિંગ મિલ્કથી સાફ કરી લો. ત્યારબાદ મેકઅપ પ્રાઈમર લગાવો. ત્યાર પછી ત્વચાને અનુરૂપ શેડની પેનસ્ટીક લગાવી, તેના ઉપર ટ્રાન્સલુશન પાવડર લગાવ્યા બાદ પેનકેક લગાવો. આટલું કરવાથી સંબંધિત મેકઅપ વોટરપ્રૂફ થઈ જશે.
આટલું કર્યા પછી વોટરપ્રૂફ આઈશેડો, આઈલાઈનર અને મસ્કરા લગાવવા, તમે ઈચ્છો તો વોટરપ્રૂફ કાજલ પણ વાપરી શકો છો. આંખોનો મેકઅપ થઈ જાય પછી ગાલ પર હળવા રંગનું બ્લશ ઓન કરવૂું. ત્યાર પછી લિપસ્ટિકની આઉટલાઈન આપવી. લિપસ્ટિક લગાવ્યા પછી તેની ઉપર લિપસ્ટિક ફિક્સર લગાવવાથી તે વોટરપ્રૂફ બની જાય છે. છેવટે ચહેરા પર મેકઅપ ફિક્સર સ્પ્રે કરવાથી મેકઅપ સંપૂર્ણ વોટરપ્રૂફ થઈ જશે.
જોકે ચોમાસાની ઋતુમાં વારંવાર વોટરપ્રૂફ મેકઅપ કરવું સલાહભર્યું નથી. આ મેકઅપ ત્વચાના રોમછિદ્રોને બંધ કરી દે છે, જેને કારણે મેકઅપ ત્વચાની અંદર નથી જઈ શકતું. આને કારણે જ પરસેવા અથવા પાણીને કારણે તે ફેલાઈ અથવા ધોવાઈ નથી જતું પરંતુ તેને લીધે ત્વચાને નુકસાન પહોંચે છે. ચામડી પર ઈન્ફેક્શન થઈ શકે છે. વારંવાર આવો મેકઅપ કરવાથી ત્વચા પર કરચલી પડવા લાગે છે. તેથી માત્ર પ્રસંગોપાત જ વોટરપ્રૂફ મેકઅપ કરવો.આવા મેકઅપને દૂર કરવા બેબી ઓઈલ અથવા સિલિકોન ઓઈલનો ઉપયોગ કરવો.
વૈશાલી ઠક્કર

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved