Last Update : 07-Sept.-2010, Tuesday

કઇ ઉંમર સુધી બાળકો માતા-પિતા સાથે સૂઇ શકે...

 

મમ્મી-પપ્પાથી અલગ નહિ સૂવાની સંતાનોની જીદ ક્યારેક પતિ-પત્ની વચ્ચે વિખવાદ સર્જે છે


સંજય અને સ્વાતિ જાણે સારસની બેલડી. બંનેના લગ્ન થયા ત્યારે તેમની જોડી જોઈને ‘મેડ ફોર ઈચ અધર’ની કલ્પના સાકાર થઈ હતી. તેમના દાંપત્ય જીવનમાં ફોરમનો પ્રવેશ થતાં જ તેમની દુનિયા મધમધી ઊઠી હતી. આજે ફોરમ પાંચ વર્ષની થઈ છે પણ છેલ્લાં થોડા સમયથી બંને વચ્ચે પોતાના સંતાનને લીધે દાંપત્યજીવનમાં કલહની શરૂઆત થઈ છે. સંજયનું નાનું વન બેડરૂમ હોલ અને કિચનનું ઘર હતું. એટલે રાતના ત્રણે-સંજય, સ્વાતિ અને ફોેરમ એક જ રૂમમાં પલંગ ઉપર સાથે સૂતા હતા. ફોેરમ નાની હતી ત્યાં સુધી તો સંજયને કંઈ વાંધો નહોતો પરંતુ હવે ફોરમ મોટી થઈ હતી અને ત્રણેને એક જ પલંગ ઉપર ફાવતું નહોતું. તે ઉપરાંત ફોરમ મોટી થતાં બંને વચ્ચેના જાતીય સંબંધનું પ્રમાણ પણ ઘટી ગયું હતું અને તેમને એકાંત પણ સાંપડતું નહોતું. આ બધા કારણોથી સંજય સ્વાતિને કહેતો કે તુ ફોરમને બહારના રૂમમાં એકલી સુવડાવ. જ્યારે સ્વાતિ ફોેરમને અલગ સુવા સમજાવતી પણ તે માનતી નહોતી. તેને પણ મમ્મી વગર ઉંઘ નહોતી આવતી. આમ પિતા અને પુત્રી વચ્ચે સ્વાતિ સેન્ડવીચ બની ગઈ હતી અને સતત આ પ્રકારના વિવાદોથી હવે બંને વચ્ચે ઘર્ષણ વધતુ જતું હતું. સ્વાતિને કંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું? જેથી સંજય અને ફોરમ બંને સચવાઈ જાય.
આ સમસ્યા ફક્ત સ્વાતિ પૂરતી સીમિત નથી પરંતુ મોટા શહેરોમાં નાની જગ્યામાં રહેતા પ્રત્યેક મઘ્યમવર્ગીય વિભક્ત કુટુંબની છે. મોટા શહેરમાં મઘ્યમવર્ગીય માનવ મોટી જગ્યાના ફક્ત સ્વપ્ના જ જોવે છે. વાસ્તવિકતામાં તો તેનું જીવન દસ બાય દસની ઓરડીમાં જ પૂરું થઈ જાય છે. એક રૂમની અંદર પતિ-પત્ની અને બાળકો સાથે જીવન પૂરું કરતાં દંપત્તિની સેક્સની ઈચ્છા પણ આજીવન અતૃપ્ત રહી જાય છે કારણ કે બાળકો સાથે સૂતા હોવાથી તેઓને વઘુ સમયનું એકાંત મળતું નથી. તે ઉપરાંત જે ગૃહસ્થોની જગ્યા મોટી હોય છે તેઓ વિભક્ત કુટુંબમાં રહેતા હોય છે. એટલે કે તેમના બાળકો માતા-પિતાથી અલગ સુવા જલ્દી તૈયાર થતા નથી તેમને કારણે પણ દાંપત્યજીવનમાં ખટરાગ ઉત્પન્ન થાય છે.
પહેલાંના જમાનામાં ઘરમાં સાસુ-સસરા, નાની નણંદ, દિયર, જેઠ-જેઠાણી તેમનાં સંતાનો એમ સંયુક્ત કુટુંબની પ્રથા હતી. પણ આજના આ મુડીવાદી સમાજે સંયુક્ત કુટુંબ પ્રથાનો એકડો કાઢી નાખીને વિભક્ત પ્રથાને પ્રચલિત બનાવી છે. સંયુક્ત કુટુંબમાં બાળક બે કે ત્રણ વર્ષનું થાય પછી દાદા-દાદી કે ફઈ અથવા કાકી સાથે સુતું થઈ જતું. તેથી તેને એકલું પણ લાગતું નહિ અને માતા-પિતા જેટલો જ પ્રેમ અને વ્હાલ મળી રહેતા. પરંતુ વિભક્ત કુટુંબમાં તો બાળકને એકલા સુવાનું કહેવામાં આવે કે તરત જ તેને એકલતાનો ડર લાગે છે અને તે એકલા સુવાની ના પાડે છે.
ઘણી સ્ત્રીઓ એમ માને છે કે રાતે બાળક માતાની પાસે જ સુવું જોઈએ. સ્તનપાન કરતું બાળક રાત્રે રડે છે ત્યારે જો તેની માતાની બાજુમાં હોય તો માતા તરત જ તેને લઈ શકે છે. જેનાથી તે રડતું બંધ થઈ જાય છે અને ઘરના અન્ય સભ્યોની ઉંઘ પણ બગડતી નથી. તે ઉપરાંત માતાને પણ વારંવાર ઊઠ-બેસ કરવી પડતી નથી અને તેને પણ આરામ મળે છે.
બાળકનો જન્મ થતાં થોડા સમય માટે માતા અને બાળકો વચ્ચે એક અંતરંગ સંબંધ બંધાય તે માટે પતિ-પત્નીથી દૂર સુવે છે. જોકે પુરુષોને આ પ્રણાલિકા ગમતી નથી પરંતુ પરંપરાથી ચાલતી આ રૂઢીને સહુએ સ્વીકારી લીધી છે અને તેથી જ શરૂઆતના થોેડા મહિના પતિ-પત્ની એકમેકથી દૂર સુવે છે. ત્યારબાદ બાળક સાથે ત્રણે એક જ પલંગ ઉપર સુવે છે અને આજ ટ્રેન્ડ ફક્ત ભારતમાં નહિ આખા વિશ્વમાં ચાલે છે.
પરંતુ આ ટ્રેન્ડથી પતિ-પત્નીના અંતરંગ સંબંધમાં વિક્ષેપ પડે છે. પતિ આખો દિવસ કામધંધાને લીધે ઘરની બહાર હોય છે અને પત્ની ઘર તથા બાળકોનું ઘ્યાન રાખતી હોય તે ઉપરાંત નોકરી પણ કરતી હોય છે. રાત્રે જ્યારે બંને ભેગા થાય છે ત્યારે ઘર અને ઓફિસનું કામ કરીને પત્ની એટલી બધી થાકી ગઈ હોય છે કે તેને તરત જ ઉંઘ આવી જાય છે. તે ઉપરાંત રાતના નાનું બાળક રડે છે ત્યારે પણ તેમની ઊંઘમાં ખલેલ પહોંચે છે અને આમ તેમને બંનેને એકમેક સાથે પ્રેમની વાત કરવાનો તો સમય જ નથી મળતો પરંતુ ઘરની, વ્યવહારની કે તાત્કાલિક જરૂરિયાતો વિશે પણ વાત કરવાની તક મળતી નથી. આ બઘું જો લાંબો સમય ચાલે તો પતિ ધીરે ધીરે પત્નીથી દૂર થતો જાય છે અને તેને એમ થાય છે કે મારી પત્ની મારા કરતા ઘર અને બાળકોને જ વઘુ પ્રાધાન્ય આપે છે. તેને મારા પ્રત્યે કોઈ લાગણી જ નથી.
તે ઉપરાંત નાના બાળકો સાથે સુતા હોવાથી તેઓ જાતીય સુખ પણ બરોબર માણી શકતા નથી. અને એટલે જ ઘણા પતિ પોતાના પલંગની બાજુમાં બાળક માટે એક નાનો અલગ પલંગ બનાવડાવે છે. જેથી બાળકને એકલા સુવાની આદત પડે અને તેમને પણ કોઈ તકલીફ ન થાય જો ઘર નાનું હોય તો બાળકને અન્ય મોટા બાળકની સાથે સુવાની કે ઘરના અન્ય વડીલ સાથે સુવાની આદત પાડો. કારણ કે પતિ-પત્નીને પણ અંગત જીવન હોય છે.
પતિ-પત્નીનો સંબંધ એટલો નાજુક હોય છે કે તેને જાળવવો ખૂબ જરૂરી છે. કારણ કે બંનેના સહિયારા જીવનમાં બંને એકમેકના પ્રેમ, વિશ્વાસ અને હુંફથી જ આગળ વધે છે. તેમના આ સંબંધને એકદમ દ્રઢ બનાવનાર કડી છે. બાળક. ઘરમાં બાળકના આગમનથી બંનેને જીવનનો નવો ઘ્યેય મળે છે તેઓ બંને તેના ઉછેરમાં ઓતપ્રોત થઈ જાય છે પરંતુ સાથે જ જો તેમના અંગત જીવન પ્રત્યે દુર્લક્ષતા સેવાઈ જાય તો અનર્થ સર્જાય છે. સ્ત્રીનું જીવન તો હંમેશા સમર્પણનું જ હોય છે. જે ક્ષણે તે માતા બને છે ત્યારથી તેનું જીવન બાળકમય થઈ જાય છે. તેને પ્રત્યેક વખતે બાળકના ગમા-અણગમાનો જ વિચાર આવે છે. પરંતુ પુરુષ આ બાબતમાં થોડો સ્વાર્થી છે તે બાળકના સારા-નરસાનો તો વિચાર કરે છે ઉપરાંત પોતાની અંગત લાગણી પણ જળવાય તેવી ઈચ્છા ધરાવે છે અને તેથી જ તેને બાળક વ્હાલુ હોવા છતાં ક્યારેક તેના ઉપર વિના કારણે ગુસ્સો આવે છે.
તેથી જ જો પત્ની એમ ઈચ્છતી હોય કે તેનું બાળક લાંબા સમય સુધી તેની સાથે જ સુવે તો તેણે પોતાની દીનચર્યામાંથી થોડો સમય પતિ માટે ફાળવવો જ જોઈએ. તે સમયમાં તે પતિ સાથે પ્રેમથી વાતો કરી શકે તથા તેની પ્રત્યેક ઈચ્છા સંતોષી શકે. છેવટે માતૃત્વના પાયામાં
દાંપત્યજીવન જ રહેલું છે. તે પ્રત્યેક સ્ત્રીએ યાદ રાખવું જોઈએ.

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved